ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Thursday, January 31, 2019

વ્યક્તિ પરિચય - બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

👑 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ 👑
👑 શાસ્ત્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના તૃતીય આઘ્યાત્મિક અનુગામી હતા. સને ૧૮૬૫માં વસંતપંચમીએ ચરોતરના મહેળાવ ગામે પાટીદાર કુળમાં તેમનો જન્મ થયો હતો. ભગવાન સ્વામિનારાયણ સાથે ૧૨ વર્ષ રહેલા મહાન સંત સ્વામી વિજ્ઞાનાનંદજી પાસે ૧૯ વર્ષની વયે દીક્ષા લઈને તેઓએ યજ્ઞપુરુષ દાસ નામ સ્વિકાર્યું. વિદ્યાભ્યાસમાં અત્યંત તેજસ્વિતા, તપસ્વિતા, નિષ્કલંક સાધુતા, સનાતન અઘ્યાત્મ પરંપરાના પ્રખર વકતા અને અજોડ વ્યકિતત્વને કારણે ખૂબ નાની વયમાં તેઓએ સૌનાં દિલ જીતી લીધાં. શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસે બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બી.એ.પી.એસ.)ની સ્થાપના કરી. ભગવાન સ્વામિનારાયણના સંદેશને જગતભરમાં ફેલાવવા માટે તેમણે નાત-જાતની રૂઢિઓથી પર થઈને પ્રાગજી ભગત જેવા નિમ્ન વર્ણના વ્યકિતત્વને ગુરુ તરીકે સ્વીકાર્યાં.

👑 સતત ૮૬ વર્ષની ઉંમર સુધી ભકિતભાવપૂર્વક સનાતન ધર્મ અને ભગવાન સ્વામિનારાયણના વૈદિક સંદેશને પ્રસરાવતા રહેલા આ મહાપુરુષનાં બે પ્રખ્યાત શિષ્યો યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયનાં જાણીતા સંતો છે.

👑 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનુ જીવન વૃતાંત:- 
👉 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો જન્મ સવંત ૧૯૨૧  મહાસુદ પાંચમ [વસંત પંચમી ] તા 31.1.૧૮૬૫ માં થયો હતો.
👉 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના માતાનું નામ હેત બા તથા પિતાનું નામ ધોરીભાઈ હતું,
👉 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના બાળપણનું નામ ડુંગર ભગત હતું ,
👉 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સવંત ૧૯૩૮ માગસર માસમાં ગૃહ ત્યાગ કર્યો હતો,
👉 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ભાગવતી દીક્ષા કારતક વદ ૧૯૩૯ માં લીધી હતી,
👉 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને વર્તમાન ધરાવનાર સદગુરુ શુકાનંદ સ્વામી હતા,
👉 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વડતાલમાં દીક્ષા ગ્રહણ કરી હતી  ,
👉 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને દીક્ષા અપાવનાર સંત સાધુ યજ્ઞપુરુષદાસ હતા,
👉 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આચાર્ય વિહારી લાલજી મહારાજ  પાસેથી દીક્ષા ગ્રહણ કરી હતી,
👉 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે  સવંત ૨૦૦૭ વૈશાખ સુદ ચોથ તા ૧૦, ૫, ૧૯૫૧ ના રોજ  દેહ ત્યાગ કર્યો હતો.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ચિત્ર પરિચય - પરબધામ, પરબ-વાવડી, જૂનાગઢ

🎪 પરબધામ 🎪

🎪 ધાર્મિક માહાત્મ્ય:-
👉 પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે. તેઓનો જન્મ રબારી જ્ઞાતિમાં મુંજીયાસર ગામના નેસમાં જીવાભગત અને સાજણબાઈના ઘરે થયો હતો. દેવીદાસ પરબધામ ખાતે રક્તપિત્તના દર્દીઓની સેવા કરી ભૂખ્યા લોકોને ભોજન આપતા હતા. પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે.

👉 ધીમે ધીમે જગ્યાનું મહત્ત્વ વધતું ગયું. દેવા ભગતની શ્રદ્ધા અને માનવસેવાથી પ્રસન્ન થઈ ગિરનારી સંત જેરામભારથીએ દેવા રબારીમાંથી દેવીદાસનું નામ આપ્યું. દેવીદાસે આજુબાજુનાં ગામમાંથી ભોજન લાવવા માટે કાવડ ચાલુ કરી અને ભૂખ્યાઓને ખવડાવવા લાગ્યાં. રક્તપિત્તિયાઓને લીમડાના પાણીથી નવડાવી સેવા કરી નવું જીવન આપવા લાગ્યા.

👉 દેવીદાસના સેવા યજ્ઞની વાત દૂર દૂરનાં ગામો સુધી પહોંચી ગઈ હતી. એવામાં અમર મા પણ તેમની સાથે સેવા યજ્ઞમાં જોડાયાં. અમરબાઈ આહીર જ્ઞાતિનાં હતાં અને તેઓ વીસાવદરના શોભાવડલા ગામે રહેતાં હતાં. લગ્ન પછી તેઓનું આણું જઈ રહ્યું હતું.

👉 રસ્તામાં પરબધામે આ લોકો બપોરા(બપોરનું ભોજન) કરવા માટે રોકાયા હતા. અમરમા તેમના નણંદ સાથે પરબના પીરનાં દર્શન કરવા ગયા. અમરમાએ દેવીદાસ બાપુને રક્તપિત્તના દર્દીઓની સેવા કરતા જોયા. આ જોઈ અમરમાનું મન સંસારમાંથી ઊઠી ગયું. તેઓએ પતિ સાથે જવાના બદલે પરબની જગ્યામાં રહેવાનું નક્કી કર્યુ.

👉 દેવીદાસ બાપુએ તેમને જવા માટે બહુ મનાવ્યા પણ તેઓ માન્યા નહીં. પછી તેઓને શિષ્યા બનાવ્યાં. અમરમા ઝોળી ફેરવી દેવીદાસને મદદ કરવા લાગ્યાં. આ જગ્યા સાથે જોડાયેલા પરચા પણ એટલા છે. સમય જતાં દેવીદાસ બાપુએ સમાધિ લીધી. ત્યારપછી સમય જતાં અમરમાએ પણ સમાધિ લીધી હતી.

🎪 નિર્માણ:- 
👉 સંત દેવીદાસે  350 વર્ષ પૂર્વે અહીં આશ્રમ સ્થાપ્યો હતો. પરબધામમાં નવા મંદિરનું ખાતમુહૂર્ત કરશનદાસબાપુના ગુરુ સેવાદાસબાપુએ 1982માં કર્યું હતું અને આ મંદિરનું નિર્માણ 1999માં પૂર્ણ થયું હતું. આ નવું મંદિર ભવ્ય અને વિશાળ બનાવાયું છે.

🎪 મંદિરનાં મુખ્ય આકર્ષણો:- 
👉 દર વર્ષે અષાઢી બીજનો અહીં ભવ્ય મેળો ભરાય છે. મહા મહિનાની બીજ, દશેરા અને મહંત સેવાદાસબાપુની પુણ્યતિથિ નિમિતે 4 એપ્રિલના અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે. જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. પરબધામમાં મુખ્ય 9 સમાધિ છે.

👉 જેમાં દેવીદાસ બાપુ, અમર માતા, જશાપીર, વરદાનપીર, સાદુલપીર, કરમણપીર, અમરીમા, દાનેવપીર, સાંઈ સેલાણીબાપુ છે.  ત્યારપછી ઘણા ગાદીપતિ આ જગ્યા પર થઈ ગયા છેલ્લે સેવાદાસ બાપુ સ્વધામ ગયા પછી તેમના શિષ્ય કરશનદાસબાપુ પરબધામના હાલના મહંત છે.

👉 પરબધામમાં મુખ્ય 9 સમાધિ છે. જેમાં દેવીદાસ બાપુ, અમર માતા, જશાપીર, વરદાનપીર, સાદુલપીર, કરમણપીર, અમરીમા, દાનેવપીર, સાંઈ સેલાણીબાપુ છે.

🔔 આરતીનો સમય:-
👉 સવાર : 5.00 વાગ્યે,
👉 સાંજે 7.30 વાગ્યે.

🙏 દર્શનનો સમય:- 
👉 સવારના પાંચ વાગ્યાથી સાંજના 7.30 વાગ્યા સુધી.

🚍 કેવી રીતે પહોંચવું:- 
🚌 ભેસાણથી 3 કિમી દૂર અને પરબવાવડી ગામની બાજુમાં આવેલું છે પરબધામ, જે જૂનાગઢથી 40 કિમી, રાજકોટથી 95 કિમી અને અમરેલીથી 65 કિમી થાય છે. જૂનાગઢથી આવનાર શ્રદ્ધાળુઓએ વાયા ભેંસાણ થઈ જઈ શકાશે અને રાજકોટ તરફથી આવતા શ્રદ્ધાળુઓ વાયા જેતપુરથી બગસરા તરફનો માર્ગ લેવો જ્યાં બરવાળા કોલેજની ચોકડી આવે છે ત્યાથી ત્રણ કિમીના અંતરે પરબધામ છે.
🚉 નજીકનું રેલવે સ્ટેશન જૂનાગઢ છે, જે 40 કિમી દૂર છે.
✈ નજીકનું એરપોર્ટ રાજકોટ છે જે 95 કિમી દૂર છે.

🎪 નજીકનાં મંદિરો:-
1). સતાધાર મંદિર (વીસાવદર) 50 કિમી
2). ભવનાથ મહાદેવ મંદિર 37 કિમી.
3). જલારામ મંદિર-વીરપુર 39  કિમી

🏢 રહેવાની સુવિધા:-
👉 પરબધામ જેટલું ભવ્ય અને સુંદર છે તેટલી જ ભવ્ય અને સુંદર અહીં રહેવાની વ્યવસ્થા છે. અહીં રહેવા અને જમવાની દરેક શ્રદ્ધાળુ માટે ફ્રીમાં વ્યવસ્થા છે. અહીં કુલ 250 રૂમ છે. મંદિરના ભોજનાલયમાં સવારની 5 વાગ્યાની આરતી પછી ચાપાણીની વ્યવસ્થા હોય છે. સવારે 11.30થી બપોરે 3 વાગ્યા સુધી અને સાંજે 8થી રાત્રિના 12 વાગ્યા સુધી જમવા માટે રસોડું ધમધમે છે. બપોર પછી 3થી 6 ચા-પાણીની વ્યવસ્થા પણ છે.

📃 સરનામું:-  પરબધામ, પરબ-વાવડી, તાલુકો-ભેંસાણ, જિલ્લો જૂનાગઢ

ફોન નંબર:- 9879970572, 7211199764

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Wednesday, January 30, 2019

વ્યક્તિ પરિચય - રાણી લક્ષ્મીબાઈ

🎠 રાણી લક્ષ્મીબાઈ વિશે વિસ્તૃત માહિતી 🎠 
📍 જન્મની વિગત:- ૧૯ નોવેમ્બર ૧૮૩૫, કાશી, વરનાસી, હિન્દુસ્તાન
📍 મૃત્યુની વિગત:- ૧૭ જૂન ૧૮૫૮, ગ્વાલીઓર, હિન્દુસ્તાન
📍 રહેઠાણ:- ઝાંસી
📍 રાષ્ટ્રીયતા:- હિન્દુસ્તાની
📍 હુલામણું નામ:- માનું, છબિલિ, બાઇ-સાહેબ, ભાગુબા
📍 વ્યવસાય:- રાણી
📍 ઉંચાઇ:- ૫ ફૂટ, ૬ ઈંચ
📍 ધર્મ:- હિંદુ
📍 જીવનસાથી:- ઝાંસી નરેશ માહારાજ ગંગાધર રાઓ નેવાલકર
📍 સંતાન:- દામોદર રાઓ નેવાલકર, આનંદ રાઓ નેવાલકર
📍 માતા-પિતા:- મોરોપંત તાંબે અને ભાઘીરતીબાઈ તબ્બે

🎠 આમ રાણીનું નામ આવે એટલે ચાતુરી, પરાક્રમ અને બલિદાનનો ત્રિવિધ સંગમ ધરાવતી વિજળીના લીસોટા જેવી તેજસ્વી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સૌથી પહેલી યાદ આવે. આજે પણ કોઈ સ્ત્રીએ બહાદુરીનું કામ કર્યુ હોય તો લોકો એને તરત જ ‘ઝાંસીની રાણી’નો ખિતાબ આપીને સન્માનશે.

🎠 ઇ.સ. ૧૮૪૨માં એમના લગ્ન ઝાંસીના ૪૦ વર્ષના રાજા ગંગાધરરાવ નિવાલકર સાથે થયા. મહારાજાના પહેલાં પણ એક લગ્ન થયેલાં. પણ એમને કોઈ સંતાન નહોતું. લક્ષ્મીબાઈ થકી થયેલા પુત્ર-સુખનો લહાવો હજી તો પૂરો માણે, ત્યાં એ સંતાન ૩-૪ મહિનાની વયમાં જ અવસાન પામ્યું. પુત્રલાલસાની તીવ્ર ઘેલછા ધરાવનારા મહારાજા ગંગાધરજીને એવો તો આઘાત લાગ્યો કે સીધા પથારી ભેગા થયાં તે છેક મરણ સમય સુધી ઊઠી જ ના શક્યા અને ઇસ.૧૮૫૩માં અવસાન પામ્યાં. એમના અવસાન પછી પોતાની દુરંદેશી અને કુશાગ્ર બુધ્ધિનો પરિચય આપતાં લક્ષ્મીબાઈએ તરત જ  પાંચ વર્ષના બાળક દામોદરરાવને દત્તક લઈ લીધો. એ વખતે ડેલહાઉસીની  ‘ખાલસાનીતિ’ બહુ જોરમાં હતી. એમની નજર ક્યારની ભારતની ઉત્તર-મધ્યપ્રદેશની સીમા પર આવેલા ઝાંસી પર હતી. જેવા મહારાજાના અવસાનના સમાચાર મળ્યાં, કે તરત જ અંગ્રેજોએ દામોદરરાવને બાળક ગણીને ઉત્તરાધિકારી ગણવાની ના પાડી દીધી અને ઝાંસીને અંગ્રેજ સરકારનો એક હિસ્સો જાહેર કરી દીધો તથા  રાણીને ૫,૦૦૦ રૂપિયા પેન્શન આપવાનું નક્કી કર્યું. વીરાંગના લક્ષ્મીબાઈએ  ‘ મૈં અપની ઝાંસી કભી નહી દુંગી’  જેવો દ્ર્ઢ નિશ્વય કરીને એ જાહેરાતનો જોરદાર વિરોધ કર્યો. આખરે ૪ જુન, ૧૮૫૬ના રોજ ‘મીરતના બળવા’ વખતે રાણીએ ઝાંસીનો કિલ્લો જીતી લીધો અને ઝાંસીના સિંહાસન પર ખુમારીભેર બેસી ગયા.

🎠 અંગ્રેજોની રાજનીતિ 🎠
🎠 ડેલહાઉસીની રાજ્ય હડપવાની નીતિ - ખાલસા નીતિ- અનુસાર, અંગ્રેજોએ દામોદર રાવ - જે એ સમયે બાલક હતા -ને ઝાંસી રાજ્ય નો ઉત્તરાધિકારી માન્ય ન કર્યો, તથા ઝાંસી રાજ્યને અંગ્રેજ રાજ્યમાં મેળવી દેવાનો નિશ્ચય કરી લીધો. ત્યારે રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજ વકીલ જોહ્ન લૈંગ ની સલાહ લીધી અને લંડનની અદાલતમાં મુકદમો દાખલ કર્યો. મુકદમા માં ખૂબજ દલીલો થઇ પરંતુ આખરે તેને બિનલાયક ગણવામાં આવ્યો. અંગ્રેજી અધિકારીઓ એ રાજ્યનો ખજાનો જપ્ત કરી લિધો અને તેમના પતિ ના ઋણ ને રાણીના સાલિયાણામાંથી કાપી લેવામાં આવ્યુ. આ સાથે જ રાણીએ ઝાંસીના કિલ્લા ને છોડી ને ઝાંસીના રાણીમહેલમાં રહેવા જવું પડ્યુ. પણ રાણી લક્ષ્મીબાઈએ કોઇ પણ કીમત પર ઝાંસી રાજ્ય ની રક્ષા કરવાનો નિશ્ચય કરી લિધો હતો.

🎠 ઝાંસીનું યુદ્ધ 🎠
🎠 ઝાંસી ૧૮૫૭ના વિપ્લવનું એક પ્રમુખ કેન્દ્ર બની ગયું હતુ જ્યાં હિંસા ફાટી નીકળી હતી. રાણી લક્ષ્મીબાઈએ ઝાંસી ની સુરક્ષાને સુદૃઢ઼ કરવાનું શરૂ કરી દિધુ અને એક સ્વયંસેવક સેનાનં સંગઠન કરવાનું પ્રારમ્ભ કર્યુ. આ સેનામાં મહિલાઓંની ભરર્તી પણ કરવામાં આવી અને તેમને યુદ્ધ પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યુ. સાધારણ જનતાએ પણ આ વિદ્રોહમાં સહકાર આપ્યો.                 

🎠 ૧૮૫૭ના સપ્ટેમ્બર તથા ઓક્ટોબર મહિનામાં પડ઼ોસી રાજ્યો ઓરછા તથા દતિયાના રાજાઓંએ ઝાંસી ઉપર આક્રમણ કર્યુ. રાણીએ સફળતા પૂર્વક તેમને હરાવ્યા. ૧૮૫૮ના જાન્યુઆરી મહિનામાં અંગ્રેજ સેનાએ ઝાંસી તરફ આગળ વધવાનું ચાલું કર્યુ અને માર્ચ મહીનામાં શહેર ને ઘેરી લીધુ. બે અઠવાડીયાની લડાઈ પછી અંગ્રેજ સેનાએ શહેર ઉપર કબ્જો કરી લીધો. પરન્તુ રાણી, દામોદર રાવની સાથે અન્ગ્રેજોં થી બચીને ભાગી જવામાં સફળ થઇ. રાણી ઝાંસીથી ભાગીને કાલપી પહોંચી અને ત્યાં તાત્યા ટોપેને મળી.
બાદશાહી તો મોગલની,
વેપાર તો વણિકનો,
ખેડ તો કણબીની
ભેખ તો ભરથરીનો
અને રાણી તો ઝાંસીની…

🎠 શહેરની મધ્યમાં આવેલ કિલ્લાની ચોતરફ વિસ્તરેલું અને તે સમયના રાજા વીરસિંહે પહાડ પરની છાયા જોઈને બુંદેલી ભાષામાં ‘ઝાંઈ સી’ નામકરણ કરેલ જે પછીથી અપભ્રંશ થઇને ‘ઝાંસી’ નામે ઓળખાતું થયેલું ઝાંસી શહેર- ઇ.સ. ૧૮૫૭ના વિપ્લવ વખતે મહત્વનું કેન્દ્ર બની ગયેલું. લક્ષ્મીબાઈએ સ્વયં સેવક સેનાનું સંગઠન કરીને ત્યાંની મહિલા સહિત નાગરિકોને યુધ્ધ પ્રશિક્ષણ આપવા માંડ્યું. તેઓ આ બધી મહેનત પાછળ પૂછાતા લોકોના ઢગલોએ’ક પ્રશ્નોનો પ્રત્યુત્તર ‘હું એક ક્ષત્રિયાણી છું અને મરો ધર્મ બજાવું છું” કહીને આપતા.

🎠 ઓચ્છાના રાજા દિવાન નત્થેખાને લક્ષ્મીબાઈ પર હુમલો કરીને નાલેશીભરી હારનો સ્વાદ ચાખ્યા બાદ અંગ્રેજો સાથે ભળી જઈને એમને રાણીની વિરુદ્ધ ભડકાવવાનું ચાલુ કર્યુ. અંગ્રેજો આધુનિક શસ્ત્ર-સરંજામથી સજ્જ અને વિશાળ સેના ધરાવતા હતા જ્યારે લક્ષ્મીબાઈ પાસે હતા ફક્ત થોડા ઘણા ગુલામ ખાન અને ખુદાબક્ષ જેવા વફાદાર અને જાંબાઝ સૈનિકો. ધોખાથી અંગ્રેજોએ ઝાંસીના કિલ્લામાં પ્રવેશીને હુમલો કર્યો ત્યારે રાણીએ પોતાના પુત્રને કપડાંથી મજબૂત રીતે પીઠ પાછળ બાંધી દીધો અને પોતાના ઘોડાની લગામ મોંઢામાં લઈ  બે હાથે તલવાર વીંઝતી દુશ્મન સેના પર વિદ્યુતની જેમ ત્રાટકી..અને ‘જે કર ઝુલાવે પારણું, તે કર શાસન પર કરતું રાજ’ આ કહેવત ‘ડીટ્ટૉ’ સાર્થક કરીને બતાવી..

🎠 કાલ્પીથી ભાગ્યા પછી અંગ્રેજોથી ઘેરાયેલી રાણી ગ્વાલિયર જઈ પહોચી અને ત્યાંના રાજાની મદદ માંગી, જેની એમણે ઘસીને ના પાડી દીધી. લગાતાર અંગ્રેજોની વિશાળ સેનાનો પીછો અને મુઠ્ઠીભર વફાદાર સૈનિકો સાથે ત્રીજા દિવસે તો લક્ષ્મીબાઈની સેના હાંફવા માંડી. ઇતિહાસકારોએ જણાવ્યાનુસાર ૧૮૫૭, ૧૭ જુનના રોજ ચોતરફ દુશ્મનોથી ઘેરાયેલી હોવા છતાં અદભુત ધીરજ અને સાહસનું પ્રદર્શન કરતી રાણી ગાજર-મૂળાની જેમ એમને કાપતી હતી ત્યાં એમના માથા પર કોઇક જોરદાર ફટકો પડતાં એની એક આંખ બહાર નીકળી આવેલી..એમ છતાં એ મર્દાની નારીએ પાછળ ફરીને એ ફટકો મારનાર અંગ્રેજને મોતને ઘાટ ઉતારી તો દીધો. પણ એનું  શરીર પર અગણિત ઘાવથી સાવ ચળાઇ ગયેલું જેના પરિણામે એ પણ નદીના વોંકળામાં ફસડાઇ પડી અને ૧૮૫૭, ૧૮મી જૂનના રોજ મ્રુત્યુને શરણ થઈ

🎠 આજે છ-છ દાયકા વીત્યા પછી પણ રાણીની યાદગીરીરૂપ એની તલવાર, રાજદંડ અને ધ્વજને ઝાંસી પાછા લાવવાના ભરપૂર પ્રયાસો થઇ રહ્યાં છે. લોક્વાયકા મુજબ એની તલવાર અને બખ્તર ગ્વાલિયરમાં છે, તો રાજદંડ કુમાઊ રેઝીમેન્ટ પાસે, તો રાણીનો ધ્વજ તો વળી લંડનમાં છે..પણ કમનસીબી કે એક યા બીજા કારણોસર હજુ સુધી એક પણ વસ્તુ ઝાંસી પાસે નથી પહોંચી શકી.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ચિત્ર પરિચય - ઝાંસીનો કિલ્લો, ઉત્તર પ્રદેશ

🎁 ઝાંસીનો કિલ્લો 🎁
🎁 સને ૧૬૧૩ના વર્ષમાં ઝાંસીના કિલ્લાનું નિર્માણ રાજા બીરસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કિલ્લો શહેરની વચ્ચોવચ એક પહાડ પર આવેલો છે. આ છે ઝાંસીની રાણીનો 400 વર્ષ જુનો મહેલ, સહન કર્યા છે હજારો તોપના ગોળા. લક્ષ્મીબાઈ આ મહેલમાં માત્ર એક જ વર્ષ રાણી બનીને રહ્યાં, 1854માં છોડ્યો હતો આ મહેલ.

🎁 રાણી લક્ષ્મીબાઈ વર્ષ 1858માં અંગ્રેજો સાથે લડતા લડતા શહિદ થઈ ગઈ હતી. તેમની વિરાતના કિસ્સાઓને લોકો આજે પણ યાદ કરે છે. તેમના કિસ્સાઓમાં ઝાંસીમાં આવેલો લક્ષ્મીબાઈના કિલ્લાનો પણ સમાવેશ થાય છે. આ ઐતિહાસિક ઈમારતનો એક એક ખૂણો તેમના સાહસનો પુરાવો છે. એક સમયે અંગ્રેજોએ ઝાંસીની રાણી લક્ષ્મીબાંઈનું અસ્તિત્વ ખતમ કરવા માટે આ કિલ્લા પર 60-60 કિલો વજનના તોપના ગોળા વરસાવ્યા હતાં. આટલું જ નહિ તેમણે ઘણી વાર કિલ્લા પર આક્રમણ પણ કર્યું હતું. તેમ છતાં છેલ્લા 400 વર્ષથી આ કિલ્લો અડિખમ ઊભો છે.

🎁 ઓરછાના રાજા વીર સિંહ દેવેએ ઈ.સ.1613માં ઝાંસીનો કિલ્લો બનાવ્યો હતો. કિલ્લો બંગરા નામના પહાડ પર બનાવવામાં આવ્યો છે. આમ, તો આ કિલ્લો બન્યા પછી અલગ અલગ રાજાઓને આધીન રહ્યો છે. તાકાતવાર મરાઠાઓએ આ કિલ્લા પર સેંકડો વર્ષો સુધી શાસન કર્યું છે. પરંતુ બહાદુરીની મિશાલ બનેલો આ કિલ્લો રાણી લક્ષ્મીબાઈના નામથી ઓળખવામાં આવે છે.

🎁 વર્ષ 1853માં ઝાંસીની રાણી બની હતી લક્ષ્મીબાઈ. પિતા શિવરામ ભાઉ પછી ગંગાધર રાવ ઝાંસીના રાજા બન્યા હતાં. લગ્ન પછી ઝાંસીએ એક દીકરાને જન્મ આપ્યો હતો.પરંતુ તેનું અકાળે મૃત્યુ થયું હતું. વર્ષ 1853માં રાવના નિધન પછી લક્ષ્મીબાઈ ઝાંસીની રાણી બની હતી.

🎁 એક વર્ષમાં જ રાણીને છોડવો પડ્યો હતો કિલ્લો. રાજા ગંગાધર રાવના નિધન પહેલા રાણીએ એક દીકરાને દત્તક લીધો હતો. પરંતુ અંગ્રેજોએ દામોદર રાવને દત્તક દીકરો માનવાની ના પાડી દીધી હતી. આ કારણથી 28 એપ્રિલ 1854ના રોજ રાણી લક્ષ્મીબાઈએ કિલ્લો છોડવો પડ્યો હતો. ત્યાં સુધી લક્ષ્મીબાઈ આ મહેલમાં રાણી બનીને રહી હતી. પહેલા આ જગ્યાને સરકારી આવાસ ગણવામાં આવતું હતું પરંતુ લક્ષ્મીબાઈના રહેવા આવ્યા પછી તેને રાણીનો મહેલ કહેવામાં આવ્યો.

🎁 અંગ્રેજોએ કિલ્લાનું અસસ્તિવ પુરૂ કરવા 60-60 કિલોના બારૂદ ગોળા વરસાવ્યા. 

🎁 કિલ્લામાં આ વસ્તુ છે આકર્ષણનું કેન્દ્ર:-
👉 કિલ્લામાં ઝાંસીની રાણીનું ગાર્ડન, શિવ મંદિર, ગુલામ ગૌસ ખાન, મોતીબાઈ અને ખુદા બખ્શની મજાર ટુરિસ્ટો માટે આકર્ષણ છે. તે સાથે જ રાણીનું પંચશીલ મહેલ અને કડક વીજળી તોપને પણ કિલ્લાનું મુખ્ય આકર્ષણ છે. ગુલામ ગૌસ ખાન કડક વીજળીનો તોપ ચલાવતા હતાં. અહિ ફાંસી ગૃહ પણ આવેલું છે. રાણી સાથે લગ્ન પહેલા અહિ ગુનેગારોને સજા આપવામાં આવી હતી પરંતુ રાણી લક્ષ્મીબાઈના આગ્રહ પછી તે પ્રથા બંધ કરી દેવામાં આવી.

🎁 શું કહે છે ટુરિસ્ટ:-
👉 એક ટુરિસ્ટ જણાવ્યા પ્રમાણે આ કિલ્લો આજે પણ રાણીની બાહુદીરીની ગાથા ગાય છે. આ મહેલની એક એક ઈટ રાણીની બહાદુરીની સાક્ષી છે. બીજા ટુરિસ્ટ રશ્મિએ કહ્યું કે, અહિથી શહેરનું સુંદર દ્રશ્ય દેખાય છે. આ કિલ્લો ઝાંસીના સથાનિક લોકો સિવાય અન્ય લોકોને પણ ઉર્જા આપે છે.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Tuesday, January 29, 2019

વ્યક્તિ પરિચય - ગાંંધી નિર્વાણ દિન

👓 ગાંંધી નિર્વાણ દિન 👓

👓 શુક્રવાર 30 જાન્યુઆરી 1948ની શરૂઆત એક સામાન્ય દિવસની જેમ થઈ. હંમેશાની જેમ મહાત્મા ગાંધી સવારે સાઢા ત્રણ વાગ્યે ઉઠ્યા પ્રાર્થના કરી. બે કલક પોતાના ડેસ્ટ પર કોંગ્રેસની નવી જવાબદારીઓના મુદ્દા પર કામ કર્યુ અને એ પહેલા કે બીજા લોકો ઉઠી જતા તેઓ છ વાગ્યે ફરી સૂવા જતા રહ્યા.  કામ કરવા દરમિયાન તેઓ પોતાના સહયોગીઓ આભા અને મનુનુ બનાવેલ લીંબૂ અને મઘનુ ગરમ પાણી અને ગળ્યુ લીંબુ પાણી પીતા રહ્યા. બીજીવાર સૂઈને તેઓ આઠ વાગ્યે ઉઠ્યા. 

👓 દિવસના છાપા પર નજર દોડાવી અને પછી બ્રજકૃષ્ણએ તેલથી તેમની માલિશ કરી. ન્હાયા પછી તેમણે બકરીનુ દૂધ, બાફેલા શાક, ટામેટા અને મૂળા ખાધા અને સંતરાનુ જ્યુસ પણ પીધુ. શહેરના બીજા ખૂણામાં જૂની દિલ્હી રેલવે સ્ટેશનના વેટિંગ રૂમમાં નાથૂરામ ગોડસે, નારાયણ આપ્ટે અને વિષ્ણુ કરકરે હજુ પણ ઉંઘી રહ્યા હતા. 

👓 ડરબનના તેમના જૂના મિત્ર રુસ્તમ સોરાબજી સપરિવાર ગાંઘીને મળવા આવ્યા. ત્યારબાદ રોજની જેમ તેઓ દિલ્હીના મુસ્લિમ નેતાઓને મળ્યા. તેમને બોલ્યા, "હુ તમારા લોકોની મંજુરી વગર વર્ઘા નથી જઈ શકતો". ગાંધીજીના નિકટના સુધીર ઘોષ અને તેમના સચિવ પ્યારેલાલે નેહરુ અને પટેલ વચ્ચે મતભેદો પર લંડન  ટાઈમ્સમાં છપાયેલ એક ટિપ્પણી પર તેમના વિચાર માંગ્યા. જેના જવાબમાં ગાંધીજીએ કહ્યુ કે તેઓ આ મામલો પટેલ સામે ઉઠાવશે જે ચાર વાગ્યે તેમને મળવા આવી રહ્યા છે અને પછી તેઓ નેહરુ સાથે પણ વાત કરશે જેમની સાથે તેમની સાંજે સાત વાગ્યે મુલાકાત નક્કી થયેલ હતી. 

👓 બીજી બાજુ બિરલા હાઉસ માટે નીકળતા પહેલા નાથૂરામ ગોડસેએ કહ્યુ કે આજે તેમની ઈચ્છા મગફળી ખાવાની છે. આપ્ટે તેમના માટે મગફળી શોધવા નીકળ્યા પણ થોડી વાર પછી આવીને બોલ્યા - "સમગ્ર દિલ્હીમાં ક્યાય પણ મગફળી નથી મળી રહી. શુ કાજુ કે બદામથી કામ ચાલશે?" પણ ગોડસેને ફક્ત મગફળી જ જોઈતી હતી. આપ્ટે પછી બહાર નીકળ્યા અને આ વખતે તેઓ મગફળીનું મોટુ કવર લઈને આવ્યા. ગોડસે મગફળીઓ પર તૂટી પડ્યા. ત્યારે આપ્ટેએ કહ્યુ કે હવે નીકળવાનો સમય થઈ ગયો છે. ચાર વાગ્યે વલ્લભભાઈ પટેલ પોતાની પુત્રી મનીબેન સાથે ગાંધીને મળવા પહોંચ્યા અને પ્રાર્થનાના સમય મતલબ સાંજે પાંચ વાગ્યા પછી સુધી મંત્રણા કરતા રહ્યા. 

👓 સવા ચાર વાગ્યે ગોડસે અને તેમના સાથીયોએ કનૉટ પ્લેસ માટે એક ઘોડાગાડી કરી. ત્યાંથી તેમણે પછી બીજી ઘોડાગાડી કરી અને બિરલા હાઉસથી બે ગજ પહેલા ઉતરી ગયા. બીજી બાજુ પટેલ સાથે વાતચીત દરમિયાન ગાંધી ચરખો ચલાવતા રહ્યા અને આભા દ્વારા પીરસાયેલ સાંજનુ જમવાનુ બકરીનું દૂધ, કાચી ગાજર, બાફેલા શાક અને ત્રણ સંતરા ખાતા રહ્યા. આભાને ખબર હતી કે ગાંધી પ્રાર્થના સભામાં મોડેથી જવુ બિલકુલ પસંદ નથી કરતા. તે પરેશાન થઈ. પટેલને ટોકવાની તેમની હિમંત ન થઈ.  કશુ પણ કહો પણ તે હતા તો ભારતના લોખંડી પુરૂષ.  તેમની એ પણ હિમંત ન થઈ કે તે ગાંધીને યાદ અપાવે કે તેમને મોડુ થઈ રહ્યુ છે. 

👓 છેવટે તેમણે ગાંધીની ખિસ્સા ઘડિયાળ ઉઠાવી અને ધીરેથી હલાવીને ગાંધીને યાદ અપાવવાનો પ્રયત્ન કર્યો કે તેમને મોડુ થઈ રહ્યુ છે.   તેથી મણિબેને હસ્તક્ષેપ કર્યો અને ગાંધી જ્યારે પ્રાર્થના સભામાં જવા માટે ઉઠ્યા તો પાંચ વાગીને 10 મિનિટ થવા આવી હતી.  ગાંધીએ તરત પોતાની ચપ્પલ પહેરી અને પોતાનો ડાબો હાથ મનુ અને જમણો હાથ આભાના ખભા પર મુકીને સભા તરફ ચાલી નીકળ્યા.  રસ્તામાં તેમણે આભા સાથે મજાક કરી. 

👓 ગાજરોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે આજે તે મને ઢોરને ખવડાવે તેવુ જમવાનુ આપ્યુ. આભાએ જવાબમાં કહ્યુ, "પણ બા તો આ ખોરાકને ઘોડાનો ખોરાક કહેતી હતી." ગાંધી બોલ્યા, "મારી દરિયાદિલી જુઓ કે હુ તેનો આનંદ ઉઠાવી રહ્યો છુ જેની કોઈ પરવા નથી કરતુ." આભા હંસી પણ ટોકવાનુ પણ ન ભૂલી, "આજે તમારી ઘડિયાળ વિચારી રહી હશે કે તેની ઉપેક્ષા કરવામાં આવી રહી છે."

👓 ગાંધી બોલ્યા, "હુ મારી ઘડિયાળ તરફ કેમ જોઉ." પછી ગાંધી ગંભીર થઈ ગયા, "તમારે કારણે મને 10 મિનિટ મોડુ થઈ ગયુ છે.  નર્સનુ એ કર્તવ્ય હોય છે કે તે પોતાનુ કામ કરે ભલે ત્યા ઈશ્વર પણ કેમ હાજર ન હોય. પ્રાર્થના સભામાં એક મિનિટનું પણ મોડુ થાય તો મને ચિડ ચઢે છે." 
આ વાત કરતા-કરતા ગાંધી પ્રાર્થના સ્થળ સુધી પહોંચી ચુક્યા હતા. બંને બાળકીઓના ખભા પરથી હાથ હટાવીને ગાંધીએ લોકોના અભિવાદનના જવાબમાં હાથ જોડી લીધા. 

👓 ડાબી બાજુથી નાથૂરામ ગોડસે તેમની તરફ નમ્યો અને મનુને લાગ્યુ કે તે ગાંધીના પગે પડવાની કોશિશ કરી રહ્યો છે. આભાએ ચિડાઈને કહ્યુ કે તેમને પહેલા જ મોડુ થઈ ચુક્યુ છે.  તેમના રસ્તામાં અવરોધ ન ઉભો કરવામાં આવે. પણ ગોડસેએ મનુને ધક્કો માર્યો અને તેના હાથમાંથી માળા અને પુસ્તક નીચે પડી ગયા. તે પુસ્તક અને માળા ઉઠાવવા માટે નીચે નમી ત્યારે જ ગોડસેએ પિસ્તોલ કાઢી અને એક પછી કે ત્રણ ગોળીયો ગાંધીજીના છાતી અને પેટમાં ઉતારી દીધી. 

👓 તેમના મોઢામાંથી નીકળ્યુ, "રામ.." અને તેમનુ જીવનહીન શરીર નીચે તરફ પડવા લાગ્યુ.  આભાએ નીચે પડી રહેલા ગાંધીના મસ્તકને પોતાના હાથનો સહારો આપ્યો. પછી નાથૂરામ ગોડસેએ પોતાના ભાઈ ગોપાલ ગોડસેને જણાવ્યુ કે બે છોકરીઓને ગાંધીની સામે જોઈને તેઓ થોડા પરેશાન થયા હતા. 

👓 તેમણે જણાવ્યુ હતુ.. "ફાયર કર્યા પછી મેં કસીને પિસ્તોલને પકડતા પોતાનો હાથને ઉપર ઉઠાવી રાખ્યો અને પોલીસ. પોલીસ.. બૂમો પડવા લાગ્યો. હુ ઈચ્છતો હતો કે કોઈ એ જુએ કે આ યોજના બનાવીને અને જાણીજોઈને કરવામાં આવેલુ કામ હતુ.  મેં કોઈ રોશમાં આવીને આવુ કામ નહોતુ કર્યુ.   હુ એવુ પણ  નહોતો ઈચ્છતો કે કોઈ કહે કે મેં ઘટનાસ્થળ પરથી ભાગવાની કે પિસ્તોલ ફેંકવાની કોશિશ કરી હતી.  પણ એકાએક બધુ જાણે થંભી ગયુ અને ઓછામાં ઓછા ત્રણ મિનિટ સુધી કોઈ મારી પાસે ફરક્યુ નહી." 

👓 નાથૂરામને જેવો પકડવામાં આવ્યો કે ત્યા હાજર માળી રઘુનાથે પોતાની ખૂરપીથી નાથુરામના માથા પર વાર કર્યો જેનાથી તેના માથામાંથી લોહી નીકળવા માંડ્યુ. પણ ગોપાલ ગોડસે પોતાના પુસ્તક 'ગાંધી વધ ઔર મેં' મા આ વાતનુ ખંડન કર્યુ.  હા પણ તેમના પકડાયા પછી થોડી મિનિટોમાં જ કોઈએ લાકડીથી નાથૂરામના માથા પર ઘા કર્યો હતો જેનાથી તેમના માથામાંથી લોહી વહેવા લાગ્યુ હતુ.  

👓 ગાંધીની હત્યાના થોડી જ મિનિટોમાં વાયસરૉય લોર્ડ ત્યા પહોંચી ગયા. કોઈએ ગાંધીનો સ્ટીલ રિમનો ચશ્મા ઉતારી દીધો હતો. મીણબત્તીની લાઈટમાં ગાંધીના નિષ્પ્રાણ શરીરને ચશ્મા વગર જોઈને માઉંટબેટન તેમને ઓળખી પણ શક્યા નહી. કોઈએ માઉંટબેટનના હાથમાં ગુલાબની કેટલીક પંખડીઓ પકડાવી દીધી. લગભગ શૂન્યમાં તાકતા માઉંટબેટને તે પાંખડીઓ ગાંધીના પાર્થિવ શરીર પર ચઢાવી. આ ભારતના અંતિમ વાયસરોયની એ વ્યક્તિને અંતિમ શ્રદ્ધાંજલિ હતી જેમણે તેમની પરદાદીના સામ્રાજ્યનો અંત કર્યો હતો. 

👓 મનુએ ગાંધીનુ માથુ પોતાના ખોળામાં લીધુ હતુ અને એ માથાને પંપાળી રહી હતી જેનાથી માનવતાના હકમાં અનેક મૌલિક વિચાર ફૂટ્યા હતા. બર્નાડ શૉ એ ગાંધીના મોત પર કહ્યુ, "એ દેખાય છે કે સારુ થવુ કેટલુ ખતરનક  હોય છે." દક્ષિણ આફ્રિકાથી ગાંધીના ઘુર વિરોધી ફીલ્ડ માર્શલ જૈન સ્મટ્સએ કહ્યુ, "અમારી વચ્ચેનો રાજકુમાર નથી રહ્યો." 
કિંગ જોર્જ ષષ્ટમે સંદેશ મોકલ્યો, "ગાંધીના મોતથી ભારત જ નહી સંપૂર્ણ માનવતાને નુકશાન થયુ છે." મહાત્મા ગાંધીની શવયાત્રામાં પંડિત જવાહરલાલ નેહરુ સૌથી ભાવુક સંદેશ પાકિસ્તાનથી મિયાં ઈફ્તિખારુદ્દીન તરફથી આવ્યો, 'ગયા મહિનાઓમાં આપણામાંથી જેમણે માસૂમ પુરૂષો, સ્ત્રીઓ અને બાળકો પર પોતાનો હાથ ઉઠાવ્યો છે કે આવી હરકતનું સમર્થન કર્યુ છે, ગાંધીની મોતનો એ ભાગીદાર છે."  મોહમ્મદ અલી જીન્નાએ પોતાના શોક સંદેશમાં કહ્યુ, "તે હિંદુ સમુહના મહાન લોકોમાંથી એક હતા."

👓 જ્યારે જિન્નાના એક સાથીએ તેમને સમજાવવાની કોશિશ કરી કે ગાંધીનુ યોગદાન એક સમુદાયથી અનેક ગણુ ઉપર હતુ.  જિન્ના પોતાની વાત પર કાયમ રહ્યા અને બોલ્યા, "ધેટ ઈઝ વૉટ હી વાઝ - અ ગ્રેટ હિંદુ"
જ્યારે ગાંધીના પાર્થિવ શરીરને અગ્નિ આપવામાં આવી રહી હતી ત્યારે મનુએ પોતાનો ચહેરો સરદાર પટેલના ખોળામાં મુકી દીધો હતો અને રડી રહી હતી.  જ્યારે તેણે પોતાનો ચેહરો ઉઠાવ્યો અને અનુભવ કર્યો કે સરદાર અચાનક વૃદ્ધ થઈ રહ્યા હતા. 

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ચિત્ર પરિચય - ગાંધી સમાધિ, દિલ્લી

👓 રાજઘાટ ગાંધી સમાધિ, દિલ્લી 👓
👓 દિલ્હી ભારતનું પાટનગર તો ગણાય છે જ, પરંતુ એને તીર્થસ્થાન પણ ગણી શકાય ખરું ? એવો પ્રશ્ન કોઈને થવાનો સંભવ છે.

👓 ઉત્તરમાં કહેવાનું કે દિલ્હી ભારતની રાજધાનીનું શહેર છે, સાથેસાથે તીર્થસ્થાન પણ બની ગયું છે. દેશપરદેશના પાર વિનાના પ્રવાસીઓ, નેતાઓ અને રાજપુરુષો ત્યાં આવે છે અને એક એવા સ્થળ આગળ એકઠા થાય છે જે દેખાવે તો તદ્દન સાદું, શાંત અને એકાંત છે, પરંતુ ભારે મહત્વનું ને પ્રેરણાદાયક છે. ત્યાં આવીને એ અંજલિ આપે છે, પુષ્પો કે પુષ્પમાળાઓ ચઢાવે છે, ને શક્તિ મેળવે છે. એ સ્થળને લીધે કેવળ રાજકીય પ્રવૃત્તિથી ધમધમતું દિલ્હી શહેર મહત્વના રાજકીય મથક ઉપરાંત એક અગત્યનું યાત્રાસ્થળ બની ગયું છે. ખાસ નોંધવા જેવી હકીકત તો એ છે કે એ કેવળ ભારતવાસીઓનું કે ભારતના અમુક વિશેષ ધર્મસંપ્રદાયમાં માનનારા ને રસ લેનારા કે શ્રદ્ધા રાખનારા લોકોનું જ તીર્થ નથી બન્યું; ભારતની બહારના બીજા ધર્મસંપ્રદાય કે વાદમાં માનનારા માનવો પણ એને એટલી જ શ્રદ્ધાથી જુએ છે, ને એની મુલાકાત લેવામાં ગૌરવ અનુભવે છે. એ એક આંતરરાષ્ટ્રીય યાત્રાસ્થાન બની ગયું છે. એ સ્થળ છે ‘રાજઘાટ’-મહાત્મા ગાંધીજીનું સમાધિસ્થાન. એ પ્રતાપી મહાપુરુષે દેશનું સુકાન સંભાળી દેશની આઝાદી માટે ભરચક કોશિશ કરીને સફળતા મેળવી તથા અસાધારણ રીતે પોતાનું શરીર છોડ્યું. એ મહાપુરુષની સમાધિનું સ્થાન દેશના અને દેશની બહારના અસંખ્ય સ્ત્રીપુરુષોને માટે આધુનિક યાત્રાસ્થાન બની ગયું છે. 

👓 ગાંધીજીની સમાધિ : મહાત્મા ગાંધીજીના જીવન અને સિદ્ધાંત પ્રમાણે સ્થાન ઘણું સાદું છે. ત્યાં સમાધિસ્થાન પર એ મહાપુરુષના છેલ્લા શબ્દો ‘હે રામ’ લખવામાં આવ્યા છે. તેના પર પુષ્પો ચઢાવવામાં આવે છે. આજુબાજુ લીલીછમ વિશાળ ભૂમિનો વિસ્તાર છે. સ્થાન હજુ વિકસી રહ્યું છે. ત્યાંથી થોડેક દૂર શાંતિવનમાં એ મહાપુરુષના માનસપુત્ર જેવા જવાહરલાલ નહેરુની સમાધિ છે. એ જોડીએ ભારતની સુખસમૃદ્ધિ અને સ્વતંત્રતા માટે જેમ જીવતાં સાથે રહીને કામ કર્યુ તેમ સમાધિમાં પણ એમણે સાથે રહેવાનું જ પસંદ કર્યું છે એવી છાપ પડે છે. રાજઘાટની એ જગ્યાએ દિલ્હીનું આંતરરાષ્ટ્રીય મહત્વ ને ગૌરવ વધાર્યું છે.

👓 મહાત્મા ગાંધીનું દિલ્હી ખાતે અવસાન થયા બાદ રાજઘાટ ખાતે તેમના શરીરને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા હતા. ગાંધીજીના અસ્થિને જુદા-જુદા સ્થળોએ રાખવામાં આવેલા હતાં. તે પૈકી ગાંધીધમના સ્થાપક ભાઇપ્રતાપ અને કેટલાક અન્ય મહાનુભાવો દ્વારા ગાંધીજીના અસ્થિને ગુજરાત લાવવામાં આવ્યા હતા. 

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Monday, January 28, 2019

જયશંકર સુંદરી

📕 જયશંકર ભોજક સુદરી 📕
📍 જન્મની વિગત:- ૩૦ જાન્યુઆરી ૧૮૮૯ વિસનગર 
📍 મૃત્યુની વિગત:- ૨૨ જાન્યુઆરી ૧૯૭૫ વિસનગર
📍 વ્યવસાય:- નાટ્યકલાકાર, નાટ્ય દિગ્દર્શક
📍 પુરસ્કાર:- પદ્મભૂષણ, સંગીત નાટક અકાદમી પુરસ્કાર, રણજિતરામ સુવર્ણચંદ્રક

📕 જયશંકર ભૂધરદાસ ભોજક (૩૦ જાન્યુઆરી ૧૮૮૯, ૨૨ જાન્યુઆરી ૧૯૭૫‌) જેઓ જયશંકર સુંદરી તરીકે જાણીતા છે, ગુજરાતી રંગભૂમિના કલાકાર, આત્મકથાકાર અને દિગ્દર્શક હતા.

📕 પ્રારંભિક જીવન:-
👉 તેમનો જન્મ ભોજક બ્રાહ્મણ કુટુંબમાં, ૩૦ જાન્યુઆરી ૧૮૮૯ના રોજ વિસનગર નજીક ઉઢાઇમાં થયો હતો.

👉 તેમનું કુટુંબના સભ્યો નાટક અને ગાયન કલા સાથે જોડાયેલા હતા. તેમણે બે ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. નાટક અને ગાયનની તાલીમ તેમણે તેમના દાદા, ત્રિભુવનદાસથી મેળવી હતી જેઓ ઉસ્તાદ ફકરુદ્દીનના શિષ્ય હતા. પંડિત વાડીલાલ નાયક વડે પણ તેમને તાલીમ મળી હતી.

📕 કારકિર્દી:-
👉 ઇ.સ ૧૯૦૧ માં ૧૨ વર્ષની ઉંમરે સૌપ્રથમ 'સૌભાગ્યસુંદરી'માં મહિલાની સર્વત્તમ ભૂમિકા કરી અને તેઓ 'ભોજક' ના બદલે 'સુંદરી' નામે ઓળખાયા.૧૮૯૭માં તેમણે પોતાની કારકિર્દીનો પ્રારંભ કલકત્તાની ઉર્દૂ નાટક મંડળીમાં જોડાઇને કર્યો હતો. ત્યારબાદ તેઓ ૧૯૦૧માં છોટાલાલ કાપડિયાના મુંબઈ ગુજરાતી નાટક મંડળમાં જોડાયા. ગુજરાતીની સાથે તેમણે હિંદી અને ઉર્દૂ ભાષાના નાટકોમાં પણ કામ કર્યું હતું. તેમણે નાટકોમાં મુખ્યત્વે સ્ત્રી ભૂમિકાઓ ભજવી હતી કારણકે તે સમયે નાટકોમાં સ્ત્રીઓને કામ કરવાની મનાઇ હતી.

👉 મુંબઈમાં પારસી થિયેટરના શેક્સપિયરના ઓથેલો પર આધારિત નાટક સૌભાગ્ય સુંદરીમાં તેમણે ડેસ્ડેમોના પાત્રને "સુંદરી" તરીકે ભજવ્યું હતું. આ નાટક અત્યંત સફળ રહ્યું હતું અને તેના પછી જયશંકરને સુંદરી ઉપનામ મળ્યું હતું. બાપુલાલ નાયકની સાથે તેમણે અનેક મુખ્ય સ્ત્રી પાત્રો ભજવ્યા હતા. બાપુલાલ નાયક સાથે તેમણે ગોવર્ધનરામ ત્રિપાઠીના સરસ્વતીચંદ્ર, નૃસિંહ વિભાકર અને મુળશંકર મુલાણીના નાટકો ભજવ્યા હતા. ૧૯૩૨માં તેઓ નિવૃત્ત થયા હતા અને વિસનગર પાછા ફર્યા હતા. જ્યાં તેમણે રંગભૂમિ વિશે લેખો લખવાનું શરૂ કર્યું.

👉 ૧૯૪૮ થી ૧૯૬૨ સુધી તેઓ અમદાવાદમાં રંગભૂમિમાં દિગ્દર્શક રહ્યા હતા. ઇ.સ. ૧૯૪૮માં અમદાવાદ ખાતે રસિકલાલ પરીખ અને ગણેશ માવળંકરની સાથે નાટ્ય વિદ્યામંદિરની રચના કરી, જેમાં તેઓ આચાર્ય બન્યા. આ વિદ્યામંદિરમાંથી નાટક શાળા નાટ્યમંડળનો જન્મ થયો હતો. દલપતરામના નાટક મિથ્યાભિમાન વડે તેમણે લોક કલા ભવાઈને પુન:જીવિત કરી હતી. ૧૯૫૩માં તેમણે મેના ગુર્જરી જેવા નાટકો વડે ભવાઈ અને બેઇજિંગ ઓપેરા જેવા કળાનું મિશ્રણ કર્યું હતું.

👉 તેમનું અવસાન ૨૨ જાન્યુઆરી ૧૯૭૫ના રોજ વિસનગરમાં થયું હતું.

📕 પુરસ્કારો:-
👉 ૧૯૫૧માં તેમને ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ સન્માન રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયું હતું. ૧૯૫૭માં ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેમને નાટ્ય કળાના દિગ્દર્શન માટેનો સર્વોચ્ચ પુરસ્કાર પ્રેસિડેન્ટ એવોર્ડ એનાયત કર્યો હતો, જે હવે સંગીત નાટક અકાદમી એવોર્ડ તરીકે ઓળખાય છે. ૧૯૬૩માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના કળા વિભાગના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ૧૯૬૭માં ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય અકાદમી તરફથી તેમનું સન્માન કરાયું હતું. ભારતના રાષ્ટ્રપતિ વી. વી. ગિરિએ તેમને ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ ૧૯૭૧માં એનાયત કર્યો હતો.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.