👉 શાસન કાળ : ૧૫૬૮-૧૫૯૭
👉 જન્મ : મે ૯, ૧૫૪૦
👉 જન્મ સ્થળ : કુંભલગઢ, જુની કચેરી, પાલી, રાજસ્થાન
👉 અવસાન : જાન્યુઆરી ૧૯, ૧૫૯૭
👉 પૂર્વગામી : મહારાણા ઉદય સિંહ (બીજા)
👉 વંશ/ખાનદાન : સૂર્યવંશી,રાજપુત
👉 પિતા : મહારાણા ઉદય સિંહ (બીજા)
👉 માતા : મહારાણી જીવંત બાઈ
👉 સંતાન : ૩ પુત્રો અને ૨ પુત્રીઓ
👉 ધર્મ : હિંદુ
👑 જન્મ:-
મહારાણા પ્રતાપ ( ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી, ૧૫૯૭) ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતાએમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જિવત કંવરના ઘરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ (હાલના રાજસમંદ જિલ્લા)માં થયો હતો.
👑 શૌર્ય:-
૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપુતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોગલ સરદાર રાજા માનસિહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા મહારાણા પ્રતાપને શક્તિ સિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિmય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમાં ૧૭,૦૦૦ સૈનિકો ખુવાર થઈ ગયા. મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા. મહારાણાના ૨૫,૦૦૦ રાજપુતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપીને ભામાશા અમર થઈ ગયા
👉 81 કિલોનો ભાલો અને 72 કિલોનું કવચ
👉 મહારાણા પ્રતાપ 81 કિલોનો ભાલો અને 72 કિલોનું કવચ રાખતા હોવાની વાતને ઘણા લોકો ખોટી માને છે, કારણ કે એક વ્યક્તિ આટલું વજન ન ઉપાડી શકે.
👉 જોકે આ વાત સાચી છે ભાલા, કવચ અને બે તલવારો સાથે તેઓ 208 કિલો વજન ઉપાડતા હતા.
👉 આ હથિયારો આજે પણ મેવાડના રાજવી પરિવારના મ્યૂઝિયમમાં જોવા મળી શકે છે.
👉 આ ઉપરાંત મહારાણા પ્રતાપે માયરાની ગુફામાં ઘાસની રોટી ખાઈ દિવસો પસાર કર્યા હતા, જેને પણ લોકો ખોટી માને છે.
👉 આ ગુફા હજી પણ અસ્તિત્વમાં છે અને હલ્દીઘાટીના સમયે અહીં જ પ્રતાપે હથિયારો છુપાવ્યા હતા.
👉 આ ગુફામાં પ્રતાપનું એક મંદિર પણ જોવા મળે છે.
👉 30 વર્ષ સતત પ્રયાસો છતાં પણ અકબર તેને બન્દી ન બનાવી શક્યો.
👑 મહારાણા પ્રતાપનો હલદીઘાટી યુદ્ધ બાદનો સમય પહાડો અને જંગલો વચ્ચે વ્યતીત થયો. પોતાની પર્વતીય યુદ્ધનીતિ દ્વારા તેણે અકબરને અનેક વખત મ્હાત આપી. જંગલો અને પહાડોમાં રહેતા મહારાણા પ્રતાપને અક પ્રકારના કષ્ટોનો સામનો કરવો પડ્યો, પરંતુ તેણે પોતાના આદર્શોને ન છોડ્યા. મહારાણા પ્રતાપના મજબૂત ઈરાદાઓએ અકબરના સેનાનાયકોના તમામ પ્રયાસોને નાકામ બનાવી દિધા. તેના ધૈર્ય અને સાહસની જ એ અસર હતી કે 30 વર્ષના સતત પ્રયાસો બાદ પણ મહારાણા પ્રતાપને તે બંદી ન બનાવી શક્યા
👑 પ્રજાના પ્રહરી હતા પ્રતાપ:-
👉 મહારાણા પ્રતાપના પિતા ઉદયસિંહને પોતાના નાના દિકરા જગમાલ સાથે લગાવ હતો. આ જ કારણે મૃત્યુ સમયે ઉદયસિંહે તેને રાજગાદી સોંપી દિધી. ઉદયસિંહનું આ કાર્ય નીતિ વિરુદ્ધ હતુ. કારણ કે રાજગાદીના હકદાર મહારાણા પ્રતાપ હતા. તે જગમાલથી મોટા હતા. આ ઝેર વધતું ગયુ. પ્રજા પ્રતાપને વધારે સમ્માન આપતી હતી. એવું એટલા માટે હતુ કારણ કે પ્રતાપસિંહનું મનમોહક વ્યક્તિત્વ, પોતાને પ્યારી પ્રજાના સેવક માનતા, દેશ અને ધર્મના નામે પોતાના સર્વસ્વનો ત્યાગ જેવા અનેક સદગુણો તેનામાં હતા. જગમાલને ગાદી મળતા તમામ લોકો નિરાશ થયા, પરંતુ પ્રતાપના ચહેરા પર એક નાની કરચલી પણ ન ઉપસી.
👑 ભાઈના એક આદેશ પર પ્રતાપે છોડી ગાદી:-
👉 રાજ્યના શાસનનો ભાર જગમલના હાથમાં આવતા જ તેને સત્તાનું ઘમંડ આવી ગયુ. તે ખુબ ડરપોક અને ભોગ-વિલાસી રાજા હતો. પ્રજા પર તેના દ્વારા થઈ રહેલા અત્યાચારો જોઈને પ્રતાપ દ્વારા રહેવાયુ નહીં. એક દિવસ તે જગમલ પાસે ગયા અને સમજાવતા કહ્યુ કે શું અત્યાચાર કરીને જ પોતાની પ્રજાને સંતુષ્ટ કરીશ? તારે સ્વભાવને બદલવો જોઈએ. સમય ખૂબ નાજુર છે. જો તું નહીં સુધરે તો તારૂ અને તારા રાજ્યનું ભવિષ્ય ખતરામાં પડી જશે. તેણે એને પોતાના રાજશી શાનની વિરુદ્ધ અપમાન સમજ્યુ. અકડાઈને તેણે કહ્યુ કે, ‘તું મારો મોટો ભાઈ છે તે સાચુ, પણ યાદ રહે કે તારી પાસે મને ઉપદેશ આપવાનો કોઈ અધિકાર નથી. અહીં ના રાજા હોવાના કારણે હું તને એ આદેશ આપુ છુ કે તું આજે જ મારા રાજ્યની બહાર થઈ જવાનો પ્રબંધ કર’
👑 પ્રતાપના ઘોડા(ચેતકે) બચાવ્યો તેનો જીવ:-
👉 પ્રતાપ ચુપચાપ ત્યાંથી ચાલી નીકળ્યા. પ્રતાપ પોતાના અશ્વાગારમાં ગયા અને ઘોડાની જીન કસી દિધી. મહારાણા પ્રતાપ પાસે તેનો સૌથી પ્રિય ઘોડો ‘ચેતક’ હતો. હલદીઘાટીના યુદ્ધમાં કોઈ સહાયક વિના પ્રતાપ પોતાના પરાક્રમી ચેતક પર સવાર થઈને પહાડોની તરફ ચાલી નિકળ્યા. તેની પાછળ બે મુગલ સૈનિક લાગેલા હતા. પરંતુ ચેતકે પ્રતાપને બચાવી દિધા. રસ્તામાં એક પહાડી નાળુ વહી રહ્યુ હતુ. ઘાયલ ચેતકે સ્ફુર્તી દાખવી તેને ઓળંગી લીધું. પરંતુ મુગલ તેને પાર ન કરી શક્યા. ચેતકની બહાદુરીની ગાથા આજે પણ લોકો સાંભળે છે.
👑 ચેતક:-
👉 ચેતક મહારાણા પ્રતાપના અશ્વવર્ણી ઘોડાનું નામ હતું. ચેતક કાઠીયાવાડી નસ્લનો અશ્વ હતો. ચેતકનું મુળ ગામ ચોટીલા પાસેનુ ભીમોરા (જે હાલમાં પણ અશ્વ માટે વખણાય છે) માનવામાં આવે છે. હળવદ પાસેના ખોડગામના દંતી શાખાના ચારણે ચેતક અને નેતક બન્ને અશ્વને ભીમોરાના કોઇ કાઠી દરબાર પાસેથી લઇ મારવાડ પહોંચાડ્યા હતા, માહારાણા પ્રતાપે આ બન્ને અશ્વની પરીક્ષા કરેલ તેમા નેતક મૃત્યુ પામેલો અને ચેતકને પોતાના અશ્વ તરીકે સ્વીકાર્યો.
👉 હલ્દી ઘાટીના યુદ્ધમાં ચેતક અશ્વએ પોતાની વફાદારી, સ્વામિભક્તિ તેમ જ વીરતાનો પરિચય આપ્યો હતો. અંતે પોતાનું કાર્ય કરતાં ૨૧ જૂન ૧૫૭૬ના દિવસે મૃત્યુને ભેટ્યો હતો. શ્યામ નારાયણ પાંડેય દ્વારા રચાયેલ પ્રસિદ્ધ મહાકાવ્ય હલ્દીઘાટીમાં ચેતક અશ્વના પરાક્રમ તેમ જ તેની સ્વામિભક્તિની કથાનું વર્ણન કરવામાં આવેલું છે. આજે પણ રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ નગરમાં ચેતકની સમાધિ બનાવેલી જોવા મળે છે.
👑 સફળતા અને અવસાન:-
👉 ઇસ. ૧૫૭૯ થી ૧૫૮૫ સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર તથા ગુજરાતના મોગલ અાધીન પ્રદેશો માં વિદ્રોહ થવા લાગ્યો હતો, પરિણામે અકબર આમાં જ ગુંચવાયેલો રહ્યો અને મેવાડ પર થી મોગલો નો દબાવ ઘટી ગયો અને આ તકનો લાભ ઉઠાવી મહારાણાએ ૧૫૮૫ માં મેવાડ મુક્તિ પ્રયત્નો તેજ કરી દીધા. મહારાણાની સેનાએ મોગલ ચોકીઓ પર આક્રમણ શરૂ કરી દીધા અને તરત જ ઉદયપુર સહિત ૩૬ મહત્વપૂર્ણ સ્થાનો પર મહારાણા નું આધિપત્ય સ્થાપિત થઈ ગયું. મહારાણા પ્રતાપ જે સમયે સિંહાસન પર બેઠા, તે સમયે જેટલા મેવાડ પર તેમનો અધિકાર હતો, લગભગ એટલા જ જમીન ભાગ પર તેમની સત્તા સ્થાપિત થઈ ગઈ. બાર વર્ષ ના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઇ પરિવર્તન કરી શક્યો નહીં અને આમ મહારાણા લાંબાગાળા ના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા અને આ સમય મેવાડ માટે એક સુવણૅ યુગ સાબિત થયો. મેવાડ પર લાગેલા આ ગ્રહણનો અંત ઇસ. ૧૫૮૫ માં થયો. ત્યારબાદ મહારાણા પ્રતાપ પોતાના રાજ્ય ની સુખ-સાધનામાં જોડાઈ ગયા, પણ દુર્ભાગ્યે લગભગ અગિયાર વર્ષ પછી જ ૧૯ જાન્યુઆરી ૧૫૯૭ એ તેમની નવી રાજધાની ચાવંડમાં તેમનું અવસાન થયું.
👑 તેમના મૃત્યુ પર અકબર ની પ્રતિક્રિયા:-
👉 અકબર, મહારાણા પ્રતાપ નો સૌથી મોટો શત્રુ હતો, પણ તેમની અા લડાઇ કોઈ વ્યક્તિગત દ્વેષ નું પરિણામ ન હતું, જોકે સિધ્ધાંતો ની લડાઈ હતી. એક હતો જે પોતાના સામ્રાજ્ય નો વિસ્તાર કરવા માગતો હતો જ્યારે એક પોતાના માતૃભૂમિને શત્રુ થી બચાવવા સંઘર્ષ કરતા રહ્યા. મહારાણા પ્રતાપના મૃત્યુ પર અકબર ને ઘણું જ દુઃખ થયું, કેમ કે હ્રદયથી તે મહારાણા પ્રતાપના ગુણોનો પ્રશંસક હતો. આ સમાચારથી અકબર રહસ્યમય રીતે મૌન થઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. પોતાની માતૃભૂમિની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોંછાવર કરી દેનાર એવા વીર શિરોમણિ મહારાણા પ્રતાપ ને કોટી-કોટી શત-શત પ્રણામ. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે.





No comments:
Post a Comment