ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Tuesday, January 22, 2019

વ્યક્તિ પરિચય - સુભાષચંદ્ર બોઝ

📕 સ્વતંત્રતા આંદોલનના મહાનાયક - સુભાષચંદ્ર બોઝ 📕

📕 સુભાષચન્દ્ર બોઝ (બંગાળી: સુભાષચન્દ્ર બસુ/શુભાષચૉન્દ્રો બોશુ) (૨૩ જાન્યુઆરી ૧૮૯૭ - ૧૮ ઓગસ્ટ ૧૯૪૫) જે નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે, તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ "જય હિન્દ"નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે.

🔰 જન્મ     : 23 જાન્યુઆરી 1897
🔰 અવસાન : 18 ઓગષ્ટ 1945

🔰 ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝને નેતાજીનું બિરુદ આપ્યું.
🔰 સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું.

🎯 તેમણે આપેલ સૂત્રો:-
🇮🇳 જય હિન્દ
🚶‍♂ ચલો દિલ્લી
💪 તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુનગા


🔰 3 મે, 1939 ના દિવસે, સુભાષબાબૂએ કાંગ્રેસના અંતર્ગત ફૉરવર્ડ બ્લૉકના નામથી પોતાના પાર્ટીની સ્થાપના કરી.

📕 ૧૯૪૪માં અમેરિકી પત્રકાર લુઈ ફિશર સાથે વાત કરતાં મહાત્મા ગાંધીએ નેતાજીને દેશભક્તોના પણ દેશભક્ત કહી નવાજ્યા હતા. નેતાજીનું યોગદાન અને પ્રભાવ એટલો મહાન હતો કે એવું કહેવામાં આવે છે કે જો તે સમયે નેતાજી ભારતમાં હોત તો કદાચ ભારત એક સંઘ રાષ્ટ્ર બન્યુ હોત અને ભારતનું વિભાજન થયું ન હોત. સ્વયં ગાંધીજીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો.

📕 જન્મ અને કૌટુંબિક જીવન 📕 
📕 નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ ૨3 જાન્યુઆરી ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.

📕 પ્રભાવતી દેવીના પિતાનું નામ ગંગાનારાયણ દત્ત હતું. દત્ત પરિવારને કોલકાતાનું એક કુલીન પરિવાર માનવામાં આવતું હતું. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતાં, જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતાં. પોતાના બધા ભાઈઓમાંથી સુભાષને સૌથી વધારે શરદચંદ્ર સાથે લગાવ હતો. શરદબાબૂ પ્રભાવતી અને જાનકીનાથના બીજા પુત્ર હતા. સુભાષ તેમને મેજદા કહેતા હતા. શરદબાબૂની પત્નીનું નામ વિભાવતી હતું.

📕 અભ્યાસ અને છાત્ર જીવન 📕
📕 બાળપણમાં, સુભાષચંદ્ર બોઝ કટક માં રૅવેન્શૉ કૉલેજિએટ હાઈ સ્કૂલ નામની પાઠશાળામાં ભણતા હતાં. આ પાઠશાળામાં તેમના શિક્ષકનું નામ વેણીમાધવ દાસ હતું. વેણીમાધવ દાસ એમના છાત્રોમાં દેશભક્તિની આગ ભડકાવતા હતા. એમણે જ સુભાષચંદ્ર બોઝમાં અંદરની સુપ્ત દેશભક્તિ જાગૃત કરી. 25 વર્ષની ઉંમરમાં, સુભાષચંદ્ર બોઝ ગુરૂની શોધ માં ઘર થી ભાગી હિમાલય ચાલ્યાં ગયા હતા. પણ ગુરૂ ની તેમની આ શોધ અસફળ રહી. પણ પછી, સ્વામી વિવેકાનંદ નું સાહિત્ય વાંચી, સુભાષચંદ્ર બોઝ તેમના શિષ્ય બની ગયા હતાં.

📕 મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા સમયે જ, અન્યાય વિરુદ્ધ આવાજ ઉપાડવાની તેમની પ્રવૃત્તિ દેખાતી હતી. કોલકાતાની પ્રેસિડેંસી કૉલેજ ના અંગ્રેજ પ્રાધ્યાપક ઓટેન નું ભારતીય વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર ઠીક ન રહેતું. આ માટે સુભાષચંદ્ર બોઝ ના નેતૃત્વમાં મહાવિદ્યાલય માં હડ઼તાલ કરાઈ હતી. ૧૯૨૧માં ઈંગ્લેંડ જઈ, સુભાષચંદ્ર બોઝ ભારતીય સિવિલ સેવા ની પરીક્ષામાં સફલ રહ્યાં. પણ તેમણે અંગ્રેજ સરકારની સેવા કરવાનો ઇન્કાર કર્યો અને રાજીનામું આપી તેઓ પાછા ભારત આવી ગયાં.

📕 કારાવાસ 📕
📕 તેમના સાર્વજનિક જીવન માં સુભાષબાબુ એ કુલ અગિયાર બાર વરસ કારાવાસ માં કાઢ્યા. સહુથી પહેલા તેમણે ૧૯૨૧ માં ૬ મહિના માટે કારાવાસ થયો. ૧૯૩૦માં સુભાષબાબુ કારાવાસમાં હતાં. ત્યારે તેમને કોલકાતા ના મહાપૌર (મેયર)તરીકે ચુંટી લેવામાં આવ્યાં. એટલા માટે સરકાર તેમને મુક્ત કરવા મજબૂર થઈ ગઈ.

📕 ૧૯૩૨માં સુભાષબાબુ ને ફરી કારાવાસ થયો. આ વખતે તેમને અલમોડા જેલમાં રખાયા ગયા. અલમોડા જેલમાં તેમની તબિયત ફરી નાદુરસ્ત થઈ ગઈ. વૈદ્યકીય સલાહ પર સુભાષબાબુ આ વખતે ઇલાજ માટે યુરોપ જવા રાજી થઈ ગયા.

📕 યુરોપ પ્રવાસ 📕
📕 ૧૯૩૩ થી ૧૯૩૬ સુધી સુભાષબાબુ યુરોપમાં રહ્યા. યુરોપમાં સુભાષબાબુએ પોતાની તબિયતનો ખ્યાલ રાખતા સમયે, પોતાનુ કાર્ય ચાલુ રાખ્યું. ત્યા તે ઇટલીના નેતા મુસોલિની ને મળ્યાં, જેમણે, ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સહાયતા કરવાનુ વચન આપ્યું. આયરલૈંડના નેતા ડી વૅલેરા સુભાષબાબુના સારા દોસ્ત બની ગયા. જ્યારે સુભાષબાબુ યુરોપમાં હતા, ત્યારે પંડિત જવાહરલાલ નેહરૂની પત્ની કમલા નેહરૂનું ઑસ્ટ્રિયામાં નિધન થઈ ગયુ. સુભાષબાબુ એ ત્યા જઈને પંડિત જવાહરલાલ નેહરૂને સાંત્વન આપ્યું.

📕 ત્યાર બાદ સુભાષબાબુ યુરોપમાં વિઠ્ઠલભાઈ પટેલને મળ્યાં. વિઠ્ઠલભાઈ પટેલ સાથે સુભાષબાબુએ પટેલ-બોસ વિશ્લેષણ પ્રસિદ્ધ કર્યું, જેમાં તે બંનેએ ગાંધીજી ના નેતૃત્વની બહુત ઊંડી નિંદા કરી. બાદમાં વિઠ્ઠલભાઈ પટેલ બિમાર પડી ગયાં, ત્યારે સુભાષબાબુ એ તેમની બહુ સેવા કરી. પણ વિઠ્ઠલભાઈ પટેલનું નિધન થઈ ગયું. વિઠ્ઠલભાઈ પટેલએ પોતાની વસિયતમાં પોતાની કરોડોની સંપત્તિ સુભાષબાબુના નામે કરી દીધી. પણ તેમના નિધન પશ્ચાત, તેમના ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ એ આ વસિયત નો સ્વીકાર ન કર્યો અને તેમના પર અદાલતમાં મુકદમો ચલાવ્યો. આ મુકદમો જિતી, સરદાર વલ્લભ ભાઈ પટેલ એ તે સંપત્તી, ગાંધીજી ના હરિજન સેવા કાર્ય ને ભેંટ આપી દીધી.

📕 ૧૯૩૪માં સુભાષબાબુએ તેમના પિતા મૃત્યુ શય્યા પર હોવાની ખબર મળી. એટલે તેઓ વિમાનથી કરાંચી થઈ કોલકાતા પાછા ફર્યાં. કરાંચીમાં તેમને ખબર મળી કે તેમના પિતાનું મૃત્યુ થઈ ચુક્યું હતું. કોલકાતા પહોંચતા જ, અંગ્રેજ સરકાર એ તેમની અટક કરી અને ઘણાં દિવસ જેલમાં રાખી, ફરી યુરોપ મોકલી દીધાં.

📕 ફૉરવર્ડ બ્લૉકની સ્થાપના 📕
📕 3 મે, ૧૯૩૯ ના દિવસે, સુભાષબાબૂએ કાંગ્રેસના અંતર્ગત ફૉરવર્ડ બ્લૉકના નામથી પોતાના પાર્ટીની સ્થાપના કરી. થોડા દિવસ પછી, સુભાષબાબૂને કાંગ્રેસમાથી નીકળિ દિધા. પછી ફૉરવર્ડ બ્લૉક એની મેળે એક સ્વતંત્ર પાર્ટી બની ગયી.

📕 દ્વિતીય વિશ્વયુદ્ધ શરુઆત થવાના પહલે થી જ, ફૉરવર્ડ બ્લૉકનો સ્વતંત્રતા સંગ્રામ વધારે જલ્દી કરવા માટે, જનજાગૃતી શુરૂ કરી. એટ્લા માટે અંગ્રેજ સરકારએ સુભાષબાબૂ સહિત ફૉરવર્ડ બ્લૉકના બધા મુખ્ય નેતાઓને કૈદ કરી દિધા. દ્વિતીય વિશ્વયુદ્ધ ના દરમ્યાન્ સુભાષબાબૂ જેલમા નિષ્ક્રિય થવા નતા માંગતા. સરકારએ અમને છોડી દેવા પર મજબૂર કરવા માટે સુભાષબાબૂ ને જેલ મા અમરણ ઉપાષણ શુરૂ કરી દિધા. ત્યારે સરકારે જેલ માથી છૉડી દીધા.પણ અંગ્રેજ સરકાર આમ ઈચ્છતી ન હતી , કે સુભાષબાબૂ યુદ્ધના દરમ્યાન છૂટા થાય. એટ્લા માટે સરકારે તેમને તેમના જ ઘરમા નજરકૈદ કરી ને રાખ્યા.

📕 નજરકૈદથી પલાયન 📕
📕 નજરકેદથી છુટવા માટે સુભાષબાબુએ એક યોજના બનાવી. ૧૬ જાન્યુઆરી, ૧૯૪૧ના રોજ તેમણે ૫ઠાણનો વેશ ઘારણ કરીને મહમદ ઝીયાઉદ્દીનના નામથી પોલીસને છેતરીને પોતાના ઘરેથી ભાગી છુટ્યા. શરદબાબુના મોટા પુત્ર શિશિરએ તેમને પોતાની ગાડીમાં ગોમોહ સુધી પહોચાડ્યા. ગોમોહ રેલ્વે સ્ટેશનથી ફન્ટીયર મેલ વાંચીને તેઓ પેશાવર પહોચ્યા. પેશાવરમાં તેઓને ફોરવર્ડ બ્લોકના એક સહકારી મિયા અકબર શહા મળ્યા. મિયા અકબર શહાએ તેઓની મુલાકાત કીર્તિ કિશાન પાર્ટીના ભગતરામ તલવાર સાથે કરાવી. ભગત તલવારની સાથે સુભાષબાબુ પેશાવરથી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ તરફ નીકળી પડ્યા. આ સફરમાં ભગતરામ તલવાર રહમતખાન નામના પઠાણ અને સુભાષબાબુ એના બહેરા-મૂંગા કાકા બન્યા હતા. પહાડોમાં પગપાળા ચાલતા તેમણે આ સફર પૂર્ણ કરી.

📕 કાબુલમાં સુભાષબાબુ બે મહિના સુધી ઉત્તમચંદ મલ્હોત્રા નામના એક ભારતીય વેપારીને ત્યાં રહયા. ત્યાં તેઓએ રૂસી વકીલાતમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હતા. પરંતુ તેઓ નાકામિયાબ થયા, તેથી તેઓએ જર્મન અને ઇટાલિયન વકીલાતોમાં પ્રવેશ મેળવવાની કોશિશ કરી, જેમાં તેઓ ઇટાલિયન વકીલાતમાં પ્રવેશ મેળવવામાં સફળ થયા. આખરે ઓર્લાદો માત્સુતા નામના ઇટાલિયન વ્યક્તિ બનીને કાબુલથી રેલ્વે દ્વારા રૂસની રાજધાની મોસ્કોથી જર્મનીની રાજધાની બર્લિન પહોચ્યા.

📕 ખોવાઇ જવુ અને મૃત્યુની ખબર 📕
📕 દ્વિતીય વિશ્વયુદ્ધ માં જાપાન ની હાર પછી, નેતાજી ને નવો રાસ્તો શોધવો જરૂરી હતો. તેમણે રૂસ પાસે સહાયતા લેવાનો નિશ્ચય કર્યો હતો. ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ ના રોજ નેતાજી હવાઈ જહાજ થી માંચુરિયા તરફ જઇ રહ્યા હતા. આ સફર દરમિયાન તેઓ લાપતા થઇ ગયા. ત્યાર બાદ તેઓ કોઇ ને ક્યારેય નજર ન આવ્યા.

📕 23 અગસ્ત, 1945 ના રોજ જાપાન ની દોમેઈ ખબર સંસ્થા એ દુનિયા ને ખબર આપી, કે 18 અગસ્ત ૧૯૪૫ ના રોજ, નેતાજી નુ હવાઈ જહાજ તાઇવાન ની ભૂમિ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ જેમા તેઓ ગભીર રીતે ઘાયલ થતા નેતાજી ને અસ્પતાલમા લઈ જવાયા, જ્યા તેમણે અંતિમ શ્વાસ લીધો. દુર્ઘટનાગ્રસ્ત હવાઈ જહાજમાં નેતાજીની સાથે એમના સહકારી કર્નલ હબિબૂર રહમાન હતા. એમણે નેતાજીને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ સફળ ન રહ્યા. પછી નેતાજીની અસ્થીયોને જાપાનની રાજધાની તોકિયોમાં રેનકોજી નામક બૌદ્ધ મંદિરમાં રાખવામાં આવી.

📕 સ્વતંત્રતા પશ્ચાત, ભારત સરકારએ આ ઘટનાની તપાસ કરવા હેતુ, 1956 અને 1977માં બે વાર એક આયોગને નિયુક્ત કરાયો. બંને વખત એ નતિજો નીકળ્યો કે નેતાજી એ વિમાન દુર્ઘટના માંજ મારી ગયા હતા.પણ જે તાઇવાનની ભૂમિ પર આ દુર્ઘટના થવાની ખબર હતી, એ તાઇવાન દેશની સરકાર પાસેથી તો, આ બંને આયોગોની વાતજ નહોતી કરેલી.

📕 1999માં મનોજ કુમાર મુખર્જીના નેતૃત્વમાં ત્રીજો આયોગ બનાવવામાં આવ્યું. 2005માં તાઇવાન સરકારએ મુખર્જી આયોગને બતાવી દીધું કે 1945માં તાઇવાનની ભૂમિ પર કોઈ હવાઈ જહાજ દુર્ઘટનાગ્રસ્ત થયો ન હતો. 2005માં મુખર્જી આયોગે ભારત સરકારને પોતાની રિપોર્ટ પેશ કરી, જેમાં એમને કહ્યું, કે નેતાજીની મૃત્યુ એ વિમાન દુર્ઘટનામાં થવાનો કોઈ સબૂત નથી. પણ ભારત સરકારએ મુખર્જી આયોગની રિપોર્ટનો અસ્વીકાર કરી દીધો. 18 અગસ્ત, 1945ના દિન નેતાજી ક્યાં લાપતા થઇ ગયા અને એમનું આગળ શું થયું , આ ભારતના ઇતિહાસનો સૌથી મોટો અનુત્તરીત રહસ્ય બની ગયો છે.


📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.