ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Sunday, March 10, 2019

વ્યક્તિ પરિચય - જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ(ધૂમકેતુ‌)

📕 જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ (ઉપનામ: ધૂમકેતુ‌) 📕
📕 જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ (ઉપનામ: ધૂમકેતુ‌) (૧૨ ડિસેમ્બર ૧૮૯૨ - ૧૧ માર્ચ ૧૯૬૫) ગુજરાતી નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર તરીકે પ્રસિધ્ધ છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો. તેમણે ૧૯૧૪ માં મૅટ્રિક પાસ કર્યુ હતુ. ત્યારબાદ ૧૯૨૦માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે બી.એ (બેચલર ઓફ આર્ટસ) ની પદવી મેળવી હતી. 

📕 ગોંડલ રાજ્યની રેલવે ઑફિસમાં અને પછી ગોંડલની હાઈસ્કૂલમાં. ૧૯૨૩થી અમદાવાદમાં સ્થાયી થયા. પ્રારંભમાં અંબાલાલ સારાભાઈના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે અને પછી સર ચીનુભાઈ બેરોનેટના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું. નાનપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાનો વાચનશોખ, શ્રીમન્ નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્યસર્જનનાં મહત્વનાં પ્રેરક બળો રહ્યાં. ૧૯૩૫ માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો, પણ પરત કરેલો. ૧૯૫૩માં નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૪૪માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫ મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૫૭-૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીના ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડમાં સભ્ય. 

📕 નાનપણથી જ વાચનના શોખીન અને પહેલેથી જ કુદરતના સાનિધ્યમાં રહેનાર ધૂમકેતુ (ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી: ઇ.સ. ૧૮૯૨ થી ઇ.સ. ૧૯૬૫)નો ‘પ્રથમ પ્રેમ’ ટૂંકી વાર્તા લેખનનો હતો. વાર્તા લેખનથી તેમણે સર્જનનો ખરો આરંભ કર્યો અને તેમને ચિરંજીવી યશના અધિકારી પણ નવલિકાના સાહિત્ય સર્જને જ બનાવ્યા. ૧૯૨૬ માં તેમનો ‘તણખા’ નામે વાર્તા સંગ્રહ પ્રગટ થયો અને ગુજરાતી સાહિત્યાકાશમાં ખળભળાટ મચાવી દેનાર ધૂમકેતુનું આગમન થયું. લોકો જેને ઝંખતા હતા તેવી કલાઘાટવાળી ટૂંકી વાર્તાઓ તેમને મળી.

📕 જીવન:-
👉 વ્યક્તિવિકાસના તબક્કા ધૂમકેતુ ઉપનામથી ગુજરાતી સાહિત્યમાં જાણીતા બનેલા કથાસર્જક ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનો જન્મ ઇ.સ. ૧૮૯૨ માં સૌરાષ્ટ્રમાં આવેલા ગુજરાતના પ્રખ્યાત સંત શ્રી જલારામબાપાવાળા વીરપુર ગામમાં થયો હતો. સ્વભાવથી જ મનમૌજી એવા ગૌરીશંકરનું બાળપણ ડુંગરાળ ધરતી, નદીઓ અને વોંકળા વચ્ચે કુદરતના સાનિધ્યમાં વીત્યુ હતું. કુતૂહલ અને નિર્વ્યાજ આનંદથી પ્રકૃતિના સૌંદર્યને માણતા ગૌરીશંકરને આમ પહેલેથી જ કુદરત તરફ સહજ અનુરાગ બંધાયો હતો. વીરપુરમાં સાત ધોરણ સુધીનો અભ્યાસ કરી અંગ્રેજી ચોથી કરવા બીલખા ગયા. અંગ્રેજી પાંચમી ચોપડી કરવા જેતપુરમાં અને છઠ્ઠી ચોપડી કરવા પોરબંદરમાં ગયા. ત્યાંથી જ તેમણે ૧૯૧૪માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. મેટ્રિક થયા ત્યાં સુધીમાં તેમણે ઘરમાં કારમી ગરીબીનો અનુભવ કર્યો હતો. કૌટુંબિક પરિસ્થિતિ ઘણી સંઘર્ષમય છતાં અભ્યાસની સાથે સાથે અથવા રજાઓમાં છૂટક નોકરી કરતા રહી જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી ૧૯૨૦માં સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે તેમણે બી.એ.ની પરીક્ષા પાસ કરી હતી. અભ્યાસકાળ દરમિયાન જૂનાગઢ પાસે આવેલ બીલખા આનંદ આશ્રમના શ્રી મન્નથુરામ શર્માના સાનિધ્યમાં તેમને આવવાનું થયું અને અહીં તેમને અભ્યાસ, મનન અને ચિંતનની સુંદર તક મળી. લેખક - સર્જનની એક પરોક્ષ ભૂમિકા અહીં જ સર્જાઇ ગઇ. રવીન્દ્રનાથ ટાગોર તથા ખલીલ જિબ્રાનના અધ્યાત્મસભર તત્વચિંતનના પુસ્તકોએ પણ તેમને પ્રેરણાબળ પૂરું પાડ્યું. પોતાને પ્રાપ્ત અવલોકન અને અનુભવનું ભાથુ બાંધી ગૌરીશંકર અમદાવાદ આવ્યા ત્યારે શરૂઆતમાં અંબાલાલા સારાભાઈને ત્યાં અને બે - ત્રણ વર્ષ પછી ચિનુભાઈ ર્બરોનેટને ત્યાં ખાનગી શિક્ષક તરીકે તેમણે કામ કર્યુ. અંબાલાલા સારાભાઈને ત્યાંના સમૃદ્ધ પુસ્તકાલયનો તેમને લાભ મળ્યો અને અહીં જ પ્રવાસની પણ નવી તક મળી. આ કુટુંબો સાથે ઉત્તર ભારતના પ્રવાસન સ્થળોની મુલાકાત લઇને તેમને કુદરતના સાનિધ્યનો અને નિસર્ગશ્રીનો જે નિકટતાથી અનુભવ થયો તે રંગદર્શી પ્રકૃતિના ધૂમકેતુના જીવનમાં ચિરસ્થાયી બન્યો, તથા ભાવિસર્જન માટેનું પ્રેરણાબળ બની રહ્યો. આ દરમિયાન જ તેમને રવીન્દ્રનાથ ટાગોર, ગાંધીજી અને પંડિત મનમોહન માલવિયાને મળવાની તક પ્રાપ્ત થઇ. અહીં જ તેમને ચિત્ર, શિલ્પ, સંગીત અને નાટક ક્ષેત્રના ઉત્તમ શિક્ષકોનો નિકટતાથી પરિચય. થયો. ગુજરાતના કલાગુરૂ શ્રી રવિશંકર રાવલ તેમના નિકટના મિત્ર હતા. આમ, સર્જક ધૂમકેતુના વ્યક્તિત્વ - ઘડતરનાં અનેક પરિબળો રહ્યા છે. તેઓ સ્વમાની, સમભાવશીલ, ઊર્મિલ અને ચિંતનશીલ પ્રકૃતિના હતા. તેઓ કેટલેક અંશે ધૂની અને એકલવિહારી પણ હતા. ટૂંકી વાર્તા - નવલિકાના સર્જક તરીકે તેમને ચિરંજીખ્યાતિ પ્રાપ્ત થઇ છે અને ઇ.સ. ૧૯૬૫ માં તેમનું અવસાન થયુ હતુ.

📕 રચનાઓ:-
📍 ઐતિહાસિક નવલકથા- 29; સામાજિક નવલકથા- 6; નાટક- 2; વિવેચન/ સાહિત્ય સંશોધન- 2; જીવન વિકાસનાં પુસ્તકો- 9; બાળસાહિત્ય- 10 સેટ; નવલિકાઓ- 17; આત્મકથા- 2

📕 મુખ્ય રચનાઓ:-
📍 નવલકથાઓ-અજિત ભીમદેવ, ચૌલાદેવી, ગૂર્જરપતિ મૂળદેવ; આમ્રપાલી, પ્રિયદર્શી અશોક
📍 સામાજિક નવલકથા– પૃથ્વીશ
📍 આત્મકથા– જીવનપંથ
📍 નવલિકાઓ – તણખા મંદળ ભાગ 1-4 , ધૂમકેતુની વાર્તાઓ ભાગ 1- 11
📍 વિવેચન – સાહિત્ય વિચારણા
📍 જીવન વિકાસ – જિબ્રાનનું જીવન દર્શન
📍 બાળસાહિત્ય – ઇતિહાસંની તેજમૂર્તિઓ

📕 સન્માન:-
📍 1935 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક ( અસ્વીકાર)
📍 1953 – નર્મદ સુવર્ણચંદ્રક

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.