🐋 નરારા ટાપુ 🐋
🐋 જામનગરથી 63 કિ.મી. દુર આવેલ નરારા ટાપુ સડક માર્ગે જોડાયેલો છે. અહીં વિવિધ પ્રકારના પરવાળા, સ્ટાર ફીશ, ઓકટોપસ, સ્પોન્જ, સી કુકુમ્બર, રે ફીશ, પફર ફીશ વગેરે અલગ-અલગ જાતની માછલીઓ તેમજ દરિયા કીનારાના પક્ષીઓ જોવા મળે છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના ચેરના વૃક્ષો પણ નરારા ટાપુ પર જોવા મળે છે. અહીં પ્રવાસીઓની સવલત તેમજ જાણકારી માટે પરિચય કેન્દ્ર, કેમ્પસાઇટ તથા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક પ્રાકૃતિક શિબિરનું આયોજન કરવામાં આવે છે. અહીં પ્રસાધનની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
🐋 વાડિનાર પાસેના મરીન નેશનલ પાર્કના ભાગરૂપે નરારા ટાપુ પર પણ દરિયાઇ જીવસૃષ્ટિ જોવા મળે છે. જયાં રોડ માર્ગે જઇ શકાય છે. ત્યાં જવા માટે વનસંરક્ષકશ્રીની અગાઉથી મંજુરી લેવી જરૂરી છે.
🐋 જામનગર જિલ્લામાં દરિયાઈ જીવસૃષ્ટિનો દુર્લભ ખજાનો નરારા ટાપુ ઉપર જોવા મળે છે. પાણીની અંદર ગયા વગર ઓક્ટોપસ, પફર ફીશ, સ્ટાર ફીશ જોવા મળે છે. જેને નિહાળવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. નરારા ટાપુ ઉપર ર૯ પ્રકારની લીલી અલગી, ૧૦૮ પ્રકારની શેવાળ, ૭૦ જાતની સ્નાન વાદળી, ૩૭ જાતના કોરલ, ર૦૦ જાતની માછલીઓ નરારા ટાપુ ઉપર જોવા મળે છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment