ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Friday, March 29, 2019

ચિત્ર પરિચય - શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ

📕 શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ 📕 

📕 શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ૪ થી ઓક્ટોબર, ૧૮૫૭ ના રોજ માંડવી, કચ્છ, માં થયો હતો. તે એક કોટન પ્રેસ કંપનીમાં કામ કરતા શ્રી કરશન ભાનુશાળીના પુત્ર હતા. તેઓ ૧૮પ૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી વર્ષમાં જન્મેલા આ ક્રાંતિગુરૂના ૧૯૩૦ માં દેહાંત પછી જિનિવાથી તેમના અસ્થિકળશ મુખ્યમંત્રીશ્રીએ સ્વદેશ પરત લાવીને માંડવીમાં સ્મૃતિ સ્મારકનું નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો હતો. સને ર૦૦૯ વર્ષમાં માંડવીમાં ક્રાંતિતીર્થના નિર્માણનો પ્રારંભ કરવા રાજ્ય સરકારે શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ સોસાયટી રચી હતી અને જમીન ફાળવી હતી. માત્ર ૧૪ જ મહિનામાં ક્રાંતિતીર્થનું આ ભવ્ય શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક વિશ્વભરના આઝાદી કાજે જીવન સમર્પિત કરનારા સૌ કોઇ દેશભકતોને માતૃભૂમિની સેવા માટે સેવા સમર્પણની પ્રેરણા આપે તેવું બન્યું છે. એકંદરે રૂા. ૬ કરોડના ખર્ચે આ ક્રાંતિતીર્થમાં આઝાદીની લડતના ૧૮પ૭થી ૧૯૪૭ સુધીના ૯૦ વર્ષની ઐતિહાસિક પ્રમુખ ધટનાઓની તવારિખ અને ક્રાંતિકારી દેશભકતોના સચિત્ર સમર્પણની ગાથા પ્રસ્તુત કરવામાં આવી છે. શ્યામજી કૃષ્ણવર્માએ અંગ્રેજી સલ્તનતની છાતી ઉપર લંડનમાં જ સશસ્ત્ર ક્રાંતિથી આઝાદી મેળવવાના સંકલ્પ તરીકે ઇન્ડિયા હાઉસ કાર્યરત કરેલું તેની અદ્દભૂત પ્રતિકૃતિ આ ક્રાંતિતીર્થમાં સ્મારકરૂપે મૂકવામાં આવી છે. આ ક્રાંતિતીર્થ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસની વિરાસત બનશે. ભારત માતાને વિશ્વગુરૂ બનાવવા “વંદેમાતરમ અને સુજલામ સુફલામ”ના મંત્રને માટે જીવન ખપાવી દેનારા ક્રાંતિવીરોના સપના સાકાર કરવા માટેનું આ પ્રેરણા તીર્થ છે.

📕 તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે કચ્છમાં આવી ભૂજના ખાસ સમારોહમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને કચ્છના ક્રાંતિવીરની ‘સનદ' ભારતની ધરતી પર લાવી ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેનને સુપ્રત કરી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના ૫૫ વર્ષો બાદ ૨૨ ઑગસ્ટ-૨૦૦૩ના રોજ સ્વયં સ્વિત્ઝર્લૅન્ડથી તેમના અને તેમની પત્નીના અસ્થિ દેશમાં લાવી તેમના અંતિમ સ્વપ્નને સાકાર કર્યું. ૪ ઑક્ટોબર ૨૦૦૯ના રોજ તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ 'ક્રાંતિતીર્થ'નો પાયોનો પથ્થર મૂક્યો અને ૧૩ ડિસેમ્બર ૨૦૧૦ના રોજ ભૂમિપૂજન કરી ૫૨ એકરમાં ફેલાયેલા વિશાળ સ્મારકને દેશને સમર્પિત કર્યું. જેમાં હાઈગેટ લંડન ખાતેના ઈન્ડિયા હાઉસની પ્રતિકૃતિ અને શ્યામજી કૃષ્ણ વર્મા તથા તેમના પત્ની ભાનુમતીની પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Thursday, March 28, 2019

વ્યક્તિ પરિચય - શ્યામજી કૃષ્ણ વર્મા

📕 દેશના મહાન ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા 📕

📍 જન્મ : 4 ઓક્ટોબર 1857, માંડવી, કચ્છ
📍 મૃત્યુ : 30 માર્ચ 1930(72ની વયે), જીનીવા, સ્વિત્ઝરલૅન્ડ
📍 વ્યવસાય : ક્રાંતિકારી, વકીલ, પત્રકાર
📍 જીવનસાથી : ભાનુમતિ (લ. 1875)
📍 માતા-પિતા : ગોમતીબાઇ - કરસનજી (કૃષ્ણદાસ ભણસાલી)
📍 વેબસાઇટ : www.krantiteerth.org/index1.html

📕 શ્યામજી કૃષ્ણ વર્મા (૪ ઓક્ટોબર ૧૮૫૭ - ૩૦ માર્ચ ૧૯૩૦) ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી, વકીલ અને રાષ્ટ્રવાદી પત્રકાર હતા. તેમણે લંડનમાં ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટ (માસિક) ઈન્ડિયન હોમરુલ સોસાયટી અને ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી અને વિદેશમાં રહીને ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ફાળો આપ્યો હતો

📕 પ્રારંભિક જીવન:-
👉 તેમનો જન્મ ૪ ઓક્ટોબર ૧૮૫૭ ના રોજ કચ્છના માંડવી બંદર ખાતે ભાનુશાળી (ભણસાલી) કુટુંબમાં થયો હતો. તેમના પિતા કરસનજી (કૃષ્ણદાસ ભણસાલી) મુંબઈની વેપારી પેઢીમાં નોકરી કરી જીવનનિર્વાહ ચલાવતાં હતા. તેમની માતાનું નામ ગોમતીબાઇ હતું. ૧૧ વર્ષની વયે જ બાળક શ્યામજીએ માતાપિતાનું છત્ર ગુમાવી દીધું હતું. તેમનો પ્રાથમિક અભ્યાસ માંડવી ખાતે થયો હતો. અભ્યાસમાં તેજસ્વી કિશોર શ્યામજીને ભાટિયા જ્ઞાતિના સદગૃહસ્થ શેઠ મથુરદાસ લવજીએ મુંબઈ તેડાવી વિલ્સન હાઈસ્કૂલમાં પ્રવેશ અપાવ્યો હતો. વિલ્સન સ્કૂલના અંગ્રેજી અભ્યાસની સાથેસાથે તેમણે સંસ્કૃત પાઠશાળામાં પણ અભ્યાસ કર્યો. ત્યારબાદ એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે જોડાયાં. ઇ.સ. ૧૮૭૪માં તેમણે દયાનંદ સરસ્વતીનું શિષ્યત્વ પ્રાપ્ત કરેલું અને આર્યસમાજી બન્યા. તેમની શિક્ષા દિક્ષાથી શ્યામજી કૃષ્ણ વર્મામાં ક્રાન્તિના બીજ રોપાયાં. શ્યામજી કરસનજી હવે શ્યામજી કૃષ્ણ વર્મા તરીકે જાણીતા બન્યા. સ્વરાજની લડતમાં દયાનંદ સરસ્વતીની પ્રેરણા અને પ્રોત્સાહન મળતાં ક્રાંતિકારી બન્યા. આર્ય સમાજના પ્રચાર માટે તેમણે લાહોર, બનારસ, મુંબઈ, અમદાવાદ, સુરત, નાસિક વગેરે સ્થળોએ સભાઓ ભરી પ્રવચન આપ્યાં. ૧૮૭૫માં તેમના લગન ભાટિયા જ્ઞાતિના શ્રીમંત ઉદ્યોગપતિની પુત્રી અને તેમના શાળા સમયના મિત્ર રામદાસની બહેન ભાનુમતી સાથે થયા. તેમના સંસ્કૃત ભાષા પરના પ્રભુત્વ અને જ્ઞાનથી પ્રભવિત થઈને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રાધ્યાપક મોનિયર વિલિયમ્સે ૧૮૭૭માં પોતાના મદદનીશ તરીકે ઓક્સફોર્ડ તેડાવ્યાં. ૧૯૭૯માં તેઓ ઈગ્લેન્ડ ગયા. જ્યાં વિલિયમ્સના મદદનીશ તરીકે કાર્ય કરવાની સાથે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની જ બલિયોલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને ૧૮૮૩માં ડિસ્ટિંક્શન સાથે બી.એ. થયા. ઉપરાંત કાયદાના અભ્યાસ માટે ઈનર ટેમ્પલમાં પ્રવેશ મેળવ્યો અને નવેમ્બર ૧૮૮૪માં કાયદાની પદવી મેળવી બેરિસ્ટર થયાં.

📕 કારકિર્દી:-
👉 ૧૯૮૫માં ભારત પરત ફરીને તેમણે મુંબઈ હાઈકોર્ટના વકીલ તરીકે નોંધણી કરાવી. ત્યારબાદ તેમણે રતલામ રાજ્યના દિવાનનો હોદ્દો સંભાળ્યો પરંતુ તબિયતના કારણોસર આ હોદ્દો છોડવો પડયો. મુંબઈ ખાતેના ટૂંકા વસવાટ બાદ તેઓ અજમેર સ્થાયી થયા જ્યાં ૧૮૮૮માં ફરીવાર તેમણે વકીલાત શરુ કરી. ૧૮૯૩થી ૧૮૯૫ સુધી ઉદયપુર રાજ્ય અને ત્યારબાદ જૂનાગઢ રાજ્યના દિવાનનો હોદ્દો પણ સંભાળ્યો. પરંતુ જૂનાગઢના દિવાનપદ દરમિયાન અંગ્રેજ અધિકારીઓ સાથેની ખટપટ અને કડવા અનુભવબાદ ૧૮૯૭માં તેઓ હંમેશ માટે ભારત છોડી ઈંગ્લૅન્ડ સ્થાયી થયાં.

📕 ઈંગ્લૅન્ડ વસવાટ:-
👉 ઈંગ્લૅન્ડમાં શરુઆતનો વસવાટ ઇનર ટેમ્પલ ખાતે કર્યો જ્યાં તેમણે અગ્રેજ તત્વજ્ઞાની હર્બટ સ્પેન્સરના પુસ્તકોનો અભ્યાસ કર્યો. વર્ષ જાન્યુઆરી ૧૯૦૫માં 'ધ ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટ' નામનું માસિક શરુ કર્યું. ભારતની સ્વરાજ્ય સાધના માટે ૧૮ ફેબ્રુઆરી ૧૯૦૫માં ભિખાઇજી કામા, દાદા ભાઈ નવરોજી અને સરદારસિંહ રાણાની સહાયથી લંડન ખાતે 'ધ ઈન્ડિયન હોમરુલ સોસાયટી'ની સ્થાપના કરી. ઈન્ડિયન હોમરુલ સોસાયટીએ તે સમયની વિક્ટોરીયન પબ્લીક ઇન્સ્ટીટ્યુટની તર્જ પર બનેલી જેનું પોતાનું લેખિત બંધારણ હતું. [૭] સોસાયટીના મુખ્ય હેતુઓ ભારત માટે સુરક્ષિત સ્વરાજ મેળવવું અને ઈંગ્લૅન્ડમાં સ્વરાજ પ્રાપ્તિ માટેની પ્રવૃત્તિઓનો પ્રચાર પ્રસાર કરવાનો હતો.૧૯૦૦માં શ્યામજીએ લંડનમાં હાઈગેટમાં ઈગ્લૅન્ડ જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક વિશાળ અને મકાન ખરીદ્યું. જે સમય જતાં ભારતીય સ્વરાજ ચળવળના નેતાઓની મહત્વની બેઠકોનું કેન્દ્ર બન્યું. ૧ જુલાઈ ૧૯૦૫ના રોજ આ મકાનને 'ઈન્ડિયા હાઉસ' તરીકે ખુલ્લું મૂકવામાં આવ્યું.શ્યામજીની ઈગ્લૅન્ડ ખાતેની વધતી જતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓને કારણે તેમના પર પોલીસની ધોંસ વધતી ચાલી ગઈ પરિણામે જૂન ૧૯૦૭માં તેઓ પેરિસ ચાલ્યા ગયા.ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટમાં શ્યામજીએ લખેલા કેટલાક ક્રાંતિકારી લેખોને કારણે એપ્રિલ ૧૯૦૯માં ઈગ્લૅન્ડના ન્યાયાધિશોએ તેમની બેરિસ્ટર તરીકેની સનદ પાછી લઈ લીધી હતી.

📕 પેરિસ અને જિનીવા:-
👉 પેરિસમાં સરદારસિંહ રાણા અને ભિખાઈજી કામાના સહયોગથી 'વંદે માતરમ્' અને ઈન્ડિયન સોસિયોલોજીસ્ટર' નામના મુખપત્રો શરુ કર્યાં.[૪] ૧૯૦૮ અને ૧૯૦૯માં તેમણે ભારતમાં કેટલાક મિત્રોને રિવોલ્વરો અને બોમ્બ બનાવાની રીતો દર્શાવતી પુસ્તિકાઓ મોકલાવી. શ્યામજીના માસિકની નકલો મોટી સંખ્યામાં ભારત આવતાં. શ્યામજીએ જાહેર કરેલી શિષ્યવૃત્તિઓના પરિપાકરુપે વિનાયક દામોદર સાવરકર, મદનલાલ ધિંગરા, લાલા હરદયાળ, પી. એન. બાપટ વગેરે ભારતીય ક્રાંતિકારી ચળવળના તેજસ્વી નેતાઓ તરીકે આગળ આવ્યાં. મદનલાલ ધિંગરાએ બ્રિટિશ અધિકારી સર કર્ઝન વાઈલીની લંડનમાં હત્યા કરી જેમાં થયેલા વિવાદને પગલે તેઓ તેમના જૂના સાથીઓથી વિખૂટા પડી ગયા. સાવરકરની ધરપકડ અને સજાને પગલે પેરિસમાં તેમની પ્રવૃત્તિઓ નરમ પડતી ગઈ. ૧૯૧૪માં તેઓ પેરિસ છોડી જિનીવા જતા રહ્યાં.

📕 આવા મહાન દેશપ્રેમી ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્મા જીનીવા ખાતે ૩૧ મી માર્ચ ૧૯૩૦ ના રોજ અવસાન પામ્યા. તેમની અંતિમ ઈચ્છા પોતાના અસ્થિ સ્વદેશ લઇ જવાની હતી. જે ગુજરાત સરકારે ૨૦૦૩માં અસ્થિ ગુજરાત લાવવામાં આવ્યા. તે વીરાંજલિયાત્રા સ્વરૂપે ગુજરાતમાં પ્રદક્ષિણા કરી. દેશના મહાન ક્રાંતિકારી, રાષ્ટ્રરત્ન અને ગુજરાતના ગૌરવવંતા પુત્ર શ્યામજી કૃષ્ણવર્મા ઈ.સ. ૧૮૫૭ના બળવા પછી ક્રાંતિની મશાલની જ્યોત જલતી રાખવામાં આપણા ક્રાંતિકારીઓનો ફાળો અગ્રીમ રહ્યો છે.

📕 ૧૦૦ વર્ષ પહેલા પણ એમની લાખોપતિમાં ગણત્રી થતી. આમ છતા એમણે પોતાનું કોઇ જ વીલ બનાવ્યું નહોતું. એમના અર્ધાગીની ભાનુમતીએ શ્યામજીના મૃત્યુ બાદ એમનું વસીયતનામું તૈયાર કર્યુ હતું. જેના પાવર ઓફ એટર્ની શ્યામજીના પેરીસમાં રહેતા ખાસ મિત્ર સરદારસિંહ રાણાએ ૧૯૩૬માં મેળવ્યા હતા.

📕 શ્યામજીને કોઇ સંતાન નહોતું. પણ ભારતના નવયુવાનોના અભ્યાસ માટે એ જમાનામાં એમણે ૯૦,૦૦૦ ફ્રાન્કનું દાન આપ્યું હતું. ફ્રાન્સમાં યુનિવર્સિટી ઓફ પેરીસમાં કૃષ્ણ વર્મા ફાઉન્ડેશન છે. ફ્રાન્સ ભણવા આવવા ઇચ્છતા હિંદુ યુવાનો માટે એમણે સ્કોલરશીપ જાહેર કરી હતી. ત્યાંની સંસ્કૃત લાઇબ્રેરી માટે એમણે અનુદાન આપ્યું હતું. ચિત્રલેખાએ એમના વસિયતની ફ્રેન્ચમાંથી અંગ્રેજી અનુવાદ કરેલી કોપી મેળવી છે. શ્યામજી ભારત માટે જાસુસી કરતા હોવાની અંગ્રેજોને દ્રઢ શંકા હતી એટલે જ એમના પર બ્રિટીશ ગુપ્તચરતંત્ર ચાંપતી નજર રાખતું.

📕 સ્મારકો:-

👉 ક્રાંતિ તીર્થ, શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, માંડવી. તેમના લંડન ખાતેના નિવાસસ્થાન ઇન્ડિયા હાઉસની પ્રતિકૃતિ પાછળ દેખાય છે.
શ્યામજી કૃષ્ણ વર્માએ ભાનુમતીના ભંડોળમાંથી ૧૯પરમાં બે લાખ રૂપીયાનું અનુદાન માંડવીમાં ભાનુમતી મેટરનીટી હોસ્પીટલ માટે આપવામાં આવ્યું હતું. એ ઉપરાંત મુંબઇના ભારતીય વિદ્યાભવનમાં સંસ્કૃતના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. પેરીસની સોરબોન યુનિવર્સિટીમાં શ્યામજીના નામના બે રૂમ છે. એમણે એમના અલભ્ય પુસ્તકો અહીં દાનમાં આપી દીધાં હતા. માંડવી અને ભુજમાં શ્યામજીનાં બાવલા છે. માંડવીમાં શ્યામજી અને ભાનુમતીના નામના માર્ગ છે.

📕 તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે કચ્છમાં આવી ભૂજના ખાસ સમારોહમાં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને કચ્છના ક્રાંતિવીરની ‘સનદ' ભારતની ધરતી પર લાવી ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેનને સુપ્રત કરી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના ૫૫ વર્ષો બાદ ૨૨ ઑગસ્ટ-૨૦૦૩ના રોજ સ્વયં સ્વિત્ઝર્લૅન્ડથી તેમના અને તેમની પત્નીના અસ્થિ દેશમાં લાવી તેમના અંતિમ સ્વપ્નને સાકાર કર્યું. ૪ ઑક્ટોબર ૨૦૦૯ના રોજ તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ 'ક્રાંતિતીર્થ'નો પાયોનો પથ્થર મૂક્યો અને ૧૩ ડિસેમ્બર ૨૦૧૦ના રોજ ભૂમિપૂજન કરી ૫૨ એકરમાં ફેલાયેલા વિશાળ સ્મારકને દેશને સમર્પિત કર્યું. જેમાં હાઈગેટ લંડન ખાતેના ઈન્ડિયા હાઉસની પ્રતિકૃતિ અને શ્યામજી કૃષ્ણ વર્મા તથા તેમના પત્ની ભાનુમતીની પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે.

📕 પુસ્તકો:-
👉 ૧૯૩પમાં સૌ પહેલા ઇન્દુલાલ યાજ્ઞીકે શ્યામજી કૃષ્ણવર્મા વિશે અંગ્રેજીમાં જીવનચરિત્ર લખ્યું હતું, જે પહેલા કનૈયાલાલ મુનશી લખવાના હતા. પુસ્તક લખ્યાનાં ૧પ વર્ષ બાદ એટલે કે ૧૯પ૦માં એ પ્રકાશિત થયું એ પછી કચ્છના ગાંધી ગણાતા ગોકુલદાસ બાંભડાઇએ તેનો ગુજરાતી અનુવાદ કર્યો હતો. શ્યામજી વિશે એક દસ્તાવેજી ફિલ્મ પણ ગુજરાતના માહીતીખાતાએ બનાવી હતી. એ સિવાય શ્યામજીને વંદના નામની એક ઓડીયો કેસેટ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલ ફાઉન્ડેશને બનાવી છે. 

📕 સન્માન:-
👉 ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના સન્માનમાં ૪ ઓક્ટોબર ૧૯૮૯ ના રોજ સ્વાતંત્ર્ય સેનાની શ્રેણી અંતર્ગત ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ચિત્ર પરિચય - ચાંપાનેર, પાવાગઢ

🏠 પાંચસો વર્ષથી વેરાન થયેલું ઉપવન- ચાંપાનેર 🏠
🏠 પાવાગઢની તળેટીમાં આવેલું ચાંપાનેર એક સમયે ગુજરાતની રાજધાની હતુ. ચાંપાનેરનુ સૌથી જૂનું બાંધકામ શિવજીનું લકુલીશ મંદિર છે. ૧૫મી સદીમાં બંધાયેલાં બાંધકામો તેના અદ્ભુત કોતરકામ માટે દુનિયાભરના પુરાતત્ત્વ ચાહકોને આકર્ષતાં રહે છે. ‘આ શહેર મહમૂદ બેગડાએ રાજપૂત રાજા પાસેથી જીતી લઈ પોતાનો દરબાર ત્યાં ખસેડયો હતો. આ શહેર દૂધ અને મધથી સભર હતું. ત્યાંનાં સપાટ મેદાનોમાં ઘઉં, જુવાર, ચોખા અને ચણા તથા કઠોળ પુષ્કળ પ્રમાણમાં થતાં હતાં.

🏠 અહીં સુલતાન મુઝફ્ફર બીજો મોટી સંખ્યામાં બાજ પક્ષી, શકરો, ચપળ અને પાતળા શિકારી કૂતરાં, ગુનાશોધક કૂતરાં તથા ચિત્તાને શિકારમાં ઉપયોગી બને એ માટે રાખતો હતો. એણે પાંજરામાં પુરેલાં જંગલી પશુઓનુ સંગ્રહાલય પોતાના આનંદ માટે રાખ્યુ હતું…’

🏠 આ થયો ૧૬મી સદીનો આંખે દેખ્યો અહેવાલ.. હવે ૨૧મી સદીની વાત.. પાવાગઢ જતાં રસ્તામાં બન્ને બાજુ અને તળેટીમાં પણ અલગ-થલગ પડેલાં ખંડેરો આપણી મોટાભાગની પ્રજા માટે રસનો વિષય નથી. માટે ઐતિહાસિક બાંધકામો ધબકતાં રહેવાને બદલે શબ્દશ: ખંડિયેર હાલતમાં ફેરવાયેલાં છે. ખંડેર આસપાસ ઝાડી-ઝાંખરાનો પાર નથી. સંગ્રહાલયને બદલે જંગલી પ્રાણીઓ અહીં મુક્ત રીતે રહે છે અને કેટલાંક ખંડેરોને પોતાનું ઘર પણ બનાવી નાખ્યું છે. પાળેલા શિકારીને બદલે જંગલી રખડું કૂતરાંઓ પણ છે. દૂધ કે મધને બદલે મધમાખીઓનુ સામ્રાજ્ય છે. અનાજ-કઠોળને બદલે ચો-તરફ જંગલી વનસ્પતિઓ ઊગી નીકળી છે.

🏠 ચાંપાનેર, એક વખતની ગુજરાતની રાજધાનીનુ અલગ અલગ સમયનુ આ વર્ણન છે. પ્રથમ વર્ણન પોર્ટુગીઝ પ્રવાસી ડયુઆર્ટ બારબોસાનું છે. બીજું વર્ણન તો આજે કોઈ પણ ચાંપાનેરની મુલાકાત લે એટલે નજર સામે ખડું થાય એમ છે. ૧૪૮૦માં પોર્ટુગલમાં જન્મીને ૧૫૦૦ની સાલમાં ભારત આવેલા બારબોસાએ ગુજરાતનાં કેટલાંક સ્થળો વિશે પોતાની ડાયરીમાં નોંધ કરી હતી. એમા ચાંપાનેર, અમદાવાદ, ખંભાત વગેરેનો સમાવેશ થાય છે (બારબોસા બીજા એક મહાન પ્રવાસીનો સાળો હતો. એ પ્રવાસીનું નામ ફર્ડિનાન્ડ મેંગેલન, જેના નામે પૃથ્વીની પ્રથમ વખત પરિક્રમાનો વિક્રમ નોંધાયેલો છે).

🏠 આજે ખંડેર થયેલું અને સદીઓથી ખંડેર તરીકે ઊભેલા ચાંપાનેરની જાહોજલાલી કેવી હશે તેનો થોડોઘણો ખ્યાલ બારબોસાના વર્ણનમાં મળી રહે છે. ગુજરાતમાં બે જ સ્થળો ‘વર્લ્ડ હેરિટેજ’ના લિસ્ટમાં સ્થાન પામ્યાં છે. સૌથી પહેલું ચાંપાનેર ૨૦૦૪માં અને એના દાયકા પછી ૨૦૧૪માં પાટણની રાણીની વાવ.. રાણીની વાવ મર્યાદિત વિસ્તારમાં ફેલાયેલી છે, જ્યારે ચાંપાનેર તો બહુ વિશાળ ક્ષેત્રફળમાં ફેલાયેલુ શહેર, ભાંગી ચૂકેલુ શહેર છે. અને જેટલુ દેખાય છે, તેનાથી વધારે અદૃશ્ય છે, શોધવાનું બાકી છે.

🏠 સાતમી સદીમા રાજપુત રાજા વનરાજ ચાવડાએ ચાંપાનેર નગર સ્થાપ્યુ હતુ. ચાંપરાજ નામના સેનાપતિના નામે સાતમી-આઠમી સદીના રાજાધિરાજ વનરાજ ચાવડાએ નવા નગરનું નામ ચાંપાનેર રાખ્યુ હતું. સદીઓ સુધી વિવિધ રાજાઓના હાથમાં રહ્યા પછી પંદરમી સદીમાં ચાંપાનેરના ઈતિહાસનું નવુ પ્રકરણ શરૂ થયુ. અમદાવાદમાં રાજ કરતા મહમૂદ બેગડાને ચાંપાનેરમાં બહુ પહેલાંથી રસ હતો. તેણે વારંવાર નાના-મોટા હુમલાના પ્રયાસો પણ કર્યા હતા.

🏠 એમાં સફળતા ૧૪૮૪માં મળી. એ વર્ષે મહમૂદે ચાંપાનેર જીતી લીધું. ટેકરી, જંગલ, જળાશયથી શોભતુ ચાંપાનેર મહમૂદને એટલું બધું ગમી ગયું કે તેણે અમદાવાદને બદલે પોતાની રાજધાની ત્યાં ખસેડી. એટલે વડોદરાથી પચાસેક કિલોમીટર ઉત્તર-પૂર્વે આવેલુ એ નાનકડું નગર ગુજરાતનું પાટનગર બન્યું. ઈસ્લામિક આક્રમણખોરોની પરંપરા પ્રમાણે મહમૂદે શહેરનું નામ પણ બદલીને ચાંપાનેરમાંથી (હજરત મુહમ્મદ પયગંબરના નામ પરથી) મુહમ્મદાબાદ કરી નાખ્યુ હતુ. પરંતુ એ શાસન ખતમ થયા પછી હવે ફરી એ પોતાના મૂળ નામે ઓળખાય છે.

🏠 ૧૫૩૫મા ચાંપાનેર પર મોગલ શહેનશાહ હુમાયુએ કબજો જમાવ્યો હતો. એ વખતે ચાંપાનેરમાં ટંકશાળ સ્થપાઈ હતી. એ ટંકશાળમાં તૈયાર થયેલા ચાંદીના સિક્કાઓ ઉત્ખન્ન દરમિયાન મળી આવ્યા છે. એ સમયે ચાંપાનેરે બીજી એક નોંધપાત્ર વ્યક્તિની ભેટ આપી. ચાંપાનેરના કોઈ ગામે ગરીબ બ્રાહ્મણને ત્યાં ૧૬મી સદીમાં બાળકનો જન્મ થયો અને નામ પાડયુ બ્રિજનાથ.

🏠 બ્રિજનાથ મિશ્રાએ પાછળથી ભારતીય સંગીતમાં નામ કાઢ્યું અને આજે તેઓ બૈજુ બાવરા નામે વધારે જાણીતા છે! બૈજુ બાવરાનો જન્મ જોકે ચાંપાનેરને બદલે મધ્યપ્રદેશમા થયો હોવાની પણ દલીલ થાય છે. પરંતુ ભારતીય સંગીતનો ઈતિહાસ રજૂ કરતા બે લેખકો સુશીલા મિશ્રા (સમ ઈમ્મોર્ટલ્સ ઓફ હિન્દુસ્તાની મ્યૂઝિક) અને રામ અવતાર (હિસ્ટરી ઓફ ઈન્ડિયન મ્યૂઝિક એન્ડ મ્યૂઝિશિયન)ના કહેવા પ્રમાણે ચાંપાનેરમાં જન્મવા ઉપરાંત અહીંના દરબારમાં વર્ષો સુધી તેમણે સંગીત પણ પીરસ્યુ હતુ!

🏠 અકબરનો શાસનકાળ આવ્યો ત્યારે ચાંપાનેરના પતનના પ્રારંભનો આરંભ થઈ ગયો હતો. અકબર એટલે કે મોગલ કાળમાં ચાંપાનેરનું મહત્ત્વ ઘટતુ જતુ હતુ. કેમ કે થોડા દિવસ રહેવા માટે ચાંપાનેર મજાનુ શહેર હતુ પણ રાજધાની તરીકે વિકસી શકે કે લાંબો સમય ટકી શકે એવા ગુણો તેમાં ન હતા. તળેટી હોવાથી ધંધા-રોજગાર વિકસી શકે એમ ન હતા. મહમૂદ તેને બીજું મક્કા બનાવવા માગતો હતો, પણ એ શક્ય ન હતુ.

🏠 મોગલો પછી મરાઠા આવ્યા અને તેમણેય ગુજરાતના ઘણા પ્રાંતો સાથે ચાંપાનેર જીતી લીધું. એ પછી સિંધિયાઓ, એ પછી વડોદરાની ગાયકવાડી સરકાર, એ પછી.. સત્તાઓ બદલાતી રહી અને ચાંપાનેર વધારે વધારે બિનઉપયોગી સાબિત થતું રહ્યુ. ૨૦૦૪માં ‘યુનેસ્કો’એ ચાંપાનેરનું મહત્વ પારખીને તેને ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’ જાહેર કયુંર્. એ પહેલા સુધી પુરાતત્ત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો સિવાય કોઈને તેમાં રસ ન હતો. આજેય નથી! પણ વિરાસત જાહેર થવાને કારણે ૧૬મી સદીથી ભુલાયેલુ ચાંપાનેર છેક ૨૧મી સદીમાં ફરી સપાટી પર આવવું શરૂ થયું. જંગલમાં ખંડેરો જાણે ઉગી નીકળ્યા હોય એવો તેનો દેખાવ મધ્ય અમેરિકામાં ગુમ થયેલાં મય સંસ્કૃતિનાં શહેરો જેવો લાગે છે.

🏠 રોમ અને પોમ્પેઈ જેવાં શહેરો પોતપોતાની ધરોહર પર ઊભા છે. ચાંપાનેરમાં પણ એ જ ધરોહર ધરબાયેલી છે. સરકારે ચાંપાનેરને વિકસાવવાનુ નક્કી કર્યુ ત્યારે ફતેહપુર સીક્રી (ઉત્તર પ્રદેશ) અને કર્ણાટકનું હમ્પી પણ લિસ્ટમાં શામેલ હતાં. એ લિસ્ટ પ્રમાણે ૧૯૭૦ના દાયકામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ડો.રમણલાલ મહેતાના માર્ગદર્શન હેઠળ પાવાગઢની તળેટીમાં દેખાતાં ખંડેરોનુ ઉત્ખન્ન થયુ અને વ્યવસ્થિત લાગતાં ખંડેરોની જાળવણી શરૂ થઈ.

🏠 ભારતીય પુરાતત્ત્વ ખાતા (આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા)એ ચાંપાનેરમાં રસ દાખવ્યો. પરિણામ એ આવ્યુ કે ચાંપાનેરનાં સેંકડો બાંધકામ પૈકી સચવાયેલાં બાંધકામોનો જીર્ણોદ્ધાર થયો. એટલે આજે ચાલીસેક સ્થળો એવાં છે જે ચાંપાનેરનાં ઈતિહાસની સફર કરાવે છે. પરંતુ જરા મહેનત કરવામાં આવે તો સોએક સ્મારકો આસાનીથી જીવતાં થઈ શકે એમ છે.

🏠 ફતેહપુર અને હમ્પી આજે તો ક્યાંય વધારે વિકસિત થઈ ચૂક્યાં છે. વૈશ્વિક પ્રવાસીઓ માટે આકર્ષણનાં કેન્દ્રો પણ છે. તેની સરખામણીએ ચાંપાનેર બહુ પાછળ રહી ગયુ છે. બહારના પ્રવાસીઓ તો ઠીક, ગુજરાતીઓ માટે પણ ચાંપાનેર ભવ્ય હોવા છતાં આકર્ષણનુ કેન્દ્ર નથી. પુરાત્ત્વખાતાએ પૂરતો પાતાળ-પ્રવાસ કર્યો નથી અને પછી સરકારે પણ ધ્યાન આપ્યું નથી.

🏠 ચાંપાનેર આસપાસ પથ્થરો અને મેંગેનિઝ ધાતુની ઘણી ખાણો છે. એ ખાણોમાં સતત ચાલતું બ્લાસ્ટિંગ ચાંપાનેરને નુકસાન કરે જ છે. વળી પુરાત્વખાતાના એક પથ્થર પણ નહીં ખસેડવાના જડ કાયદાઓને કારણે ચાંપાનેરના રહેવાસીઓને જ વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે ઓળખાવામાં રસ નથી.

🏠 પૌરાણિક ઉલ્લેખોમાં ચાંપાનેર ચંપકનગર તરીકે નોંધાયુ છે. પદ્મપુરાણ પ્રમાણે અહીં વિદારુણ નામક રાજવી રાજ કરતો હતો. ચાંપાનેરની ભવ્યતા વર્ણવતી ગાથાઓ સંસ્કૃતમાં પણ લખાઈ છે. પંદરમી સદીમાં છેક કર્ણાટકથી કવિ ગંગાધર અહીં આવ્યા હતા અને ચાંપાનેરની અનૂભુતિ તેમણે પોતાની કવિતામા પણ લખી હતી. પાવાગઢ અઢી હજાર ફીટ ઊંચો છે.

🏠 ચાંપાનેર તળેટીથી શરૂ કરીને કેટલેક ઊંચે સુધી બાંધકામો ધરાવે છે. એટલે ચાંપાનેર આજે દેખાય છે, તેનાથી ઘણું મોટું હશે એ વાતમા કોઈ શંકા નથી. વળી પાવગઢથી જોઈએ એટલે જણાઈ આવે કે જંગલ વિસ્તારમાં હજુ અલ-ડોરાડોની માફક આખેઆખું નગર શોધવાનુ તો બાકી જ છે!

🏠 ચાંપાનેરનુ પૂરતુુ ખોદકામ નથી થયુ એટલે તેની સાથે સંકળાયેલાં કેટલાંક રહસ્યોના જવાબો પણ મળતા નથી. આજનુ ચાંપાનેર તો ભલે ૧૪૦૦ હેક્ટરમાં પથરાયેલુ છે, પણ મૂળ નગર કેવડું હતું? ક્યાં સુધી તેનો ફેલાવો હતો? અત્યારે તેની મસ્જીદો ભવ્ય દેખાય જ છે, પણ તેનાથીય ભવ્ય બાંધકામો જંગલમાં ક્યાંક દટાયેલાં તો નથી ને ? વગેરે રહસ્યો સાથે ચાંપાનેર જીવે છે.

🏠 હવે અહીંની એકથી એક ચડિયાતી મસ્જિદો, મિનારા, સાત કમાન, પાણીની ટાંકીઓ, દરવાજા, કિલ્લાની દીવાલ.. તેના કોતરણીકામ-કળા-કારીગરી માટે જગવિખ્યાત થયાં છે. મહેમૂદ પોતે લીલોતરીનો શોખીન હતો એટલે ઠેર ઠેર જળાશયો પણ બંધાવ્યાં હતાં. એ ખંડેરો આજે તો ઈન્ડિયાના જોન્સના ખજાના જેવા લાગે છે. ૧૪૮૨માં ગુજરાતમા દુષ્કાળ પડયો હતો. પણ ઢોળાવ પર આવેલા ચાંપાનેરને તેની નહિવત્ અસર થઈ હતી. ચાંપાનેરનું વોટર મેનેજમેન્ટ આજે પણ અભ્યાસનો વિષય બની શકે એમ છે.

🏠 નગીના, જામી, કેવડા, એકમિનાર, લીલા ગુંબજ એમ વિવિધ મસ્જિદો, મંદિરો, ગઢ, પગથિયાં સાથેનો કૂવો, કદાવર દરવાજા, બાલ્કની જેવી ડોકાબારી, તળાવકાંઠાના બાંધકામો, જાહેર સભાસ્થળો.. અને એવું તો ઘણુંય છે જેના કારણે ચાંપાનેર આકર્ષક રહ્યુ છે અને સદીઓ સુધી રહી શકે એમ છે.

🏠 આજનુ ચાંપાનેર તો મુખ્યત્વે મુસ્લિમ બાંધકામો ધરાવે છે. પણ બારસો-તેરસો વરસ પહેલાં સ્થપાયુ હશે ત્યારે સ્વાભાવિક જ વનરાજ ચાવડાએ પોતાની જરૂર પ્રમાણે બંધાવ્યુ હશે. ભારતીય-હિન્દુ બાંધકામોને નષ્ટ કરવાની મેહમૂદની નીતિ છતાં પુરાતન કાળના કેટલાક અવશેષો અહીં બચી ગયા છે.

🏠 લકુલીશ મંદિર અહીં તેનો પુરાવો આપતું ઊભું છે. ભગવાન શિવના એક સ્વરૂપ લકુલિશનું મંદિર ચાંપાનેરનો જ હિસ્સો હોવા છતાં તેની બાંધણી, કોતરણી અને સમયગાળો અલગ હોવાનું સમજતાં વાર લાગે એમ નથી. અને સૌથી મહત્વની વાત એ છે કે લકુલીશનુ એ મંદિર ચાંપાનેરનું  સૌથી જૂનું બાંધકામ છે, છેક દસમી સદીનુ.

🏠 એટલે કે એક હજાર વર્ષ પુરાણું. ચાંપાનેર પોતે ભલે સાતમી-આઠમી સદીમા બંધાયુ હતુ પણ એ વખતના કોઈ બાંધકામો રહ્યા નથી. રહ્યા હોય તો હજુ મળ્યાં નથી. આજનું ચાંપાનેર છે એ તો પંદરમી સદીનું છે. તેની વચ્ચે શિવજી એકલા ધૂણો ધખાવીને બેઠા છે. જૈન મંદિર સહિતના બીજા બાંધકામો પણ અહીં છે.

🏠 ચાંપાનેરના નસીબે સતત શાસન આવ્યું નથી એટલે છેલ્લા પાંચસો વર્ષથી શહેર સમયાંતરે ખાલી થતું રહ્યું છે. ભારતના ઉત્તમોત્તમ પુરાત્ત્વીય બાંધકામોમા સ્થાન પામતુ ચાંપાનેર હવે તો સાવ ખાલી છે, માત્ર ખંડેરો ઊભાં છે, ઈતિહાસની કથા કહેવા માટે.



📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Wednesday, March 27, 2019

વ્યક્તિ પરિચય - ગુરૂ નાનક

📕 આધ્યાત્મિક વિચારક ગુરૂ નાનકજી 📕
📕 ગુરુ નાનક દેવજી શીખના પહેલા ગુરુ હતા. અંધવિશ્વાસ અને અને આડંબરના કટ્ટર વિરોધી ગુરુ નાનકનો જન્મ કાર્તિક પૂર્ણિમાના દિવસે મનાવાય છે. તેમનો જન્મ ૧૫ એપ્રિલ ૧૪૬૯ ના રોજ થયો હતો. તેમના જન્મથીજ તેમના માથા પર તર્જ હતું. ગુરુ નાનકના જન્મદિવસ પર દર વર્ષે સીખ શ્રધ્ધાળુઓ જત્થા નાનકાના સાહેબ જઈને અરદાસ કરે છે. નાનક દેવજીનો જન્મ ગુરુ પર્વ તરીકે મનાવામાં આવે છે. ત્રણ દિવસ પહેલાજ પ્રભાત ફેરી કાઢવામાં આવે છે, દરેક જગ્યાએ ભક્તો પાણી અને શરબતની વ્યવસ્થા કરે છે, ગુરુ નાનકજીનું નિધન સન ૧૫૩૯ માં થયું હતું. તેમને ગુરુ ગાદી ગુરુ અંગદદેવ ને આપી હતી. અને પોતે કરતારપુરની ‘જ્યોત’માં લીન થઇ ગયા.

📕 ગુરુ નાનકજીનું બાળપણ:-
👉 ગુરુ નાનક નાનપણથી જ ગંભીર પ્રવૃત્તિના હતા. બાલ્યકાળમાં જયારે તેમના સાથી રમત ગમત કરતા ત્યારે તેઓ પોતાની આંખો બંધ કરી ચિંતન મનન કરતા. આવું જોઇને તેમના માતા-પિતાને ખુબજ ચિંતા થતી. તેમના પિતાએ તેમને પંડિત હરદયાલ પાસે શિક્ષા માટે મોકલ્યા પરંતુ પંડિતજી બાળક નાનકના સવાલોથી નિરુત્તર થઇ જતા અને તેમના જ્ઞાનને જોઇને તેઓ સમજી ગયા હતા કે નાનકને સ્વયમ ભગવાનેજ ભણાવીને મોકલ્યા છે. પછી તેમને મૌલવી કુતુબુદીન પાસે અભ્યાસ માટે મોકલવામાં આવ્યા અને તેઓ પણ નાનકના સવાલો થી નિરુત્તર થઇ ગયા. નાનકે ઘર પરિવાર છોડી ખુબજ દુર દુર સુધી ભ્રમણ કર્યું જેથી ઉપાસનાનું સામાન્ય સ્વરૂપ સ્થિર કરવામાં તેમને સહાયતા મળી. છેલ્લે કબીરદાસની ‘નિર્ગુણ ઉપાસના’નો પ્રચાર તેમણે પંજાબમાં ચાલુ કર્યો અને તે સીખ સંપ્રદાયના આડી ગુરુ બની ગયા.

📕 ગુરુ નાનકજીનો પરિવાર:-
👉 સન ૧૪૮૫માં નાનકના લગ્ન સુલક્ખની સાથે થયા હતા. તેમના બે પુત્ર શ્રીચંદ અને લક્ષ્મીચંદ હતા. ગુરુ નાનકના પીતએ તેમને કૃષિ, વ્યાપાર વગેરેમાં મોકલ્યા પરંતુ એ બધાજ પ્રયત્નો નિષ્ફળ ગયા. તેમના પિતાએ તેમને ઘોડાનો વેપાર કરવા માટે જે પૈસા આપ્યા, નાનકે તેને સાધુ સેવામાં વાપરી નાખ્યા.

📕 પરમાત્મા સાથે સાક્ષાત્કાર:-
👉 સીખ ગ્રંથો મુજબ, ગુરુ નાનક નિયમિત સવારે બેઈ નદીમાં સ્નાન કરવા જતા. એક દિવસ તેઓ સ્નાન કર્યા પછી વનમાં અંતરધ્યાન થઇ ગયા તે સમયે તેમને ભગવાનનો સાક્ષાતકર થયો. પરમાત્માએ તેમને અમૃત પીવડાવ્યું અને કહ્યું- હું હમેશા તારી સાથે જ છું, જે કોઈ પણ તારા સંપર્કમાં આવશે તેઓ પણ ખુબજ આનંદિત રહેશે. જાઓ દાન કરો, ઉપાસના કરો, પોતે નામ લો અને બીજા પાસે પણ નામ બોલાવો. આ ઘટના પછી તેઓ પોતાના પરિવારનો ભાર પોતાના સસરાને સોંપીને ભ્રમણ માટે ચાલી નીકળ્યા. અને ધર્મનો પ્રચાર કરવા લાગ્યા, અને છેલ્લે તેઓ કરતારપુરમાં રહેવા લાગ્યા અને ૧૫૨૧ થી ૧૫૩૯ સુધી ત્યાજ રહ્યા.

📕 લંગર પ્રથાની શરૂઆત:-
👉 ગુરુ નાનક દેવજીએ જાત-પાતને સમાપ્ત કરી અને દરેક લોકોને સમાન દ્રષ્ટિથી જોવાની દિશામાં આગળ વધ્યા અને ‘લંગરની પ્રથા ચાલુ કરી. લંગરમાં દરેક નાના મોટા, અમીર-ગરીબ, બધાજ એક લાઈનમાં બેસીને ભોજન કરે. આજે પણ ગુરુદ્વારમાં એવી લંગર પ્રથા ચાલુ છે.

📕 ગુરુ નાનકજીની શિક્ષાનો મૂળ ઉદ્દેશ:-
👉 પરમાત્મા એક, અનંત, સર્વશક્તિમાન અને સત્ય છે. તેઓ બધેજ છે, મૂર્તિ પૂજા વગેરે નિરર્થક છે. નામ-સ્મરણ સર્વોપરી તત્વ છે અને નામ ગુરુ દ્વારા જ પ્રાપ્ત થાય છે. ગુરુ નાનકની વાણી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી ઓત-પ્રોત છે.

📕 અવસાન:-
👉 જ્યાં–જ્યાં નાનકજી ગયા ત્યાં–ત્યાં તેઓ આજે પણ પૂજાય છે. તિબેટમાં નાનકલામા, બર્મામાં નાનકદેવ, મુસ્લિમ દેશોમાં પીરે હિંદ અને હજરત નાનક શાહ તરીકે પૂજાય છે. સંવત 1596 ભાદરવા વદ દશમ ઈ.સ. 1539માં પરમ તત્વમાં વિલીન થઈ ગયા.

📕 ગુરુ નાનકજીની ૧૦ શિક્ષાઓ:-
01) ઈશ્વર એક છે.
02) હંમેશા એક જ ઈશ્વરની ઉપાસના કરવી.
03) ઈશ્વર દરેક જગ્યાએ અને દરેક પ્રાણીમાં હોય છે.
04) ઈશ્વરની ભક્તિ કરનાર લોકોને કોઈનો ડર નથી લાગતો.
05) ઈમાનદારીથી અને મહેનત કરીને પેટ ભરવું જોઈએ.
06) ખરાબ કાર્ય કરવા માટે ક્યારેય ના વિચારવું અને કોઈને પરેશાન ના કરવા.
07) હંમેશા ખુશ રહેવું અને ઈશ્વર પાસે હંમેશા પોતાના માટે માફી માંગવી.
08) મહેનત અને ઇમાનદારીના પૈસા માંથી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી.
09) દરેક સ્ત્રી અને પુરુષ સમાન છે.
10) ભોજન શરીરને જીવતું રાખવા માટે જરૂરી છે પરંતુ લોભ, લાલચ અને સંગ્રહવૃત્તિ ખુબજ ખરાબ છે.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ચિત્ર પરિચય - તિરુપતિ બાલાજી મંદિર, આંધ્ર પ્રદેશ

🎪 તિરુપતિ બાલાજી મંદિરના રહશ્યો અને રોચક ઇતિહાસ 🎪 
🎪 દુનિયા ધનિકત્તમ મંદિરોમાં જેનો સમાવેશ થાય છે તે મંદિર એટલે આંધ્રપદેશના ચિત્તૂર જીલ્લામાં આવેલ ભગવાન વેંકટેશ્વરનું બાલાજી મંદિર! અહિં બિરાજતા ભગવાન વિષ્ણુના દર્શન કરવાની ઇચ્છા તો હરેક ભક્તને હોય છે. અને માટે જ તો અહિં કાયમ અગણિત ભાવિકો આવે છે. જેની ગણતરી હજારોમાં નહિ, લાખોમાં થાય છે.! વિશ્વાસ ન હોય તો એક વાર દર્શન કરવા જજો, લાગેલી લાઇનો જોઇને જ આભા બની જશો!

🎪 ભગવાન વિષ્ણુ [વેંકટેશ્વર]નું આ “વેંકટેશ્વર મંદિર” અથવા “બાલાજી મંદિર” આંધ્રપ્રદેશના ચિત્તૂર જીલ્લાના તિરુપતિમાં આવેલ છે. અત્યંત રમણીય એવી સપ્તગીરીની પહાડીઓ પર આવેલ આ મંદિર પર જવાનો માર્ગ પહાડોની અનુપમ રમણીયતાથી લદાયેલો છે. તિરુમલાની ચારેબાજુ સાત પહાડોની હારમાળા વિંટાયેલ છે. જેની શેષનાગની સાત ફેણ સાથે સરખામણી થાય છે. આ પહાડીઓની હારમાળા “સપ્તગીરી” તરીકે ઓળખાય છે. આમાંના એક વેંકટાદ્રી પહાડ પર ભગવાન બાલાજી અર્થાત્ વેંકટેશ્વર બિરાજમાન છે. કહેવાય છે કે,વેંકટાદ્રિ પહાડીના સ્વામી હોવાને લીધે જ ભગવાન વિષ્ણુ “વેંકટેશ્વર” નામે અહિં બિરાજમાન છે.

🎪 આ મંદિર દક્ષિણ ભારતીય શિલ્પકલા અને વાસ્તુકલાનો અદ્ભુત સંગમ છે. એની અનુપમ કોતરણીઓ અને અપ્રતિમ છણાવટ જોઇને કલાનો રસિક માણસ પણ અભિભૂત થયાં વિના ના રહી શકે….!ચોલ, હોયસલ અને વિજયનગર સામ્રાજ્યના રાજાઓનું આ મંદિરના નિર્માણમાં અને તેની ચમક વધારવામાં મહત્વનું યોગદાન છે.

🎪 પુરાણોમાં કહ્યું છે કે, કળિયુગમાં ભગવાન વિષ્ણુ સ્વયં માત્ર આ મંદિરમાં જ વિરાજમાન થશે અને અત્યારે બધાં માને છે કે આ મંદિરની મૂર્તિમાં ભગવાન વિષ્ણુ સ્વયં બિરાજે છે. અને આ જ કારણ છે અહિં લાખો ભાવિકોના દર્શન કાજે આવવાની.! પ્રત્યેક દિવસે ભગવાન વેંકટેશ્વરના દર્શન કાજે દોઢથી બે લાખ લોકો આવે છે.! આ “અધધધ…” આંકડો એ વખતે તો સીમાડા જ છાંડી જાય જ્યારે અહિં કોઇ ઉત્સવ હોય. જેમ કે, દરવર્ષે ઉજવાતો બ્રહ્મોત્સવ; આ ઉત્સવમાં પ્રતિદિન દસ લાખ ભાવિકો પ્રભુના દર્શન કાજે આવે છે.!

🎪 ભગવાન વેંકટેશ્વરના આ મંદિરની નજીક “સ્વામી પુષ્કરિણી” નામક એક તળાવ છે. કહેવાય છે કે, સ્વર્ગમાં આ તળાવમાં જ ભગવાન વિષ્ણુ સ્નાન કરતા.! ભગવાનના વરાહ અવતાર સમયે ગરુડજીએ વૈકુંઠથી આ તળાવને અહિં સ્થાપિત કર્યું હતું. એકદમ પવિત્ર, શુધ્ધ અને કિટાણુરહિત એવું આ સરોવરનું અત્યંત પવિત્ર નીર છે. આ જળનો ઉપયોગ પ્રભુની મૂર્તિને સ્નાન કરાવવા અને મંદિરની મુખ્ય પરિસરને સાફ રાખવામાં જ થાય છે. ખાસ પ્રકારની તકેદારીથી આ જળને પવિત્ર અને સ્વચ્છ રખાય છે. દરેક ભાવિક આ જળમાં સ્નાન કર્યા બાદ જ મંદિરમાં જઇ ભગવાનના દર્શન કરી શકે. આ સ્નાનથી ભક્તના તમામ પાપ ધોવાઇ જવાનું કહેવાય છે. અને માટે જ આ સ્નાનનું અત્યંત મહત્વ છે. આમ પુષ્કરિણી સરોવર એક અત્યંત મનોહર અને સ્વચ્છ સરોવર છે, જેનું માહાત્મય અનેક ગણું છે.

🎪 ભગવાન વિષ્ણુ તિરુપતિના આ મંદિરમાં વાસ કરે છે તેવું ભક્તો વિશ્વાસપૂર્વક માને છે. કહેવાય છે કે, કલિયુગમાં એકવાર ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા બાદ જ માણસ જન્મ-મરણના ચક્રમાંથી મોક્ષ પામી શકે છે. અને એમાંયે વૈકુંઠી એકાદશીના દિવસે તો ભગવાનના દર્શનાર્થે અસંખ્ય ભાવિકો આવે છે.

🎪 આ મંદિરને લઇને સૌથી વધારે ચર્ચા થાય તો એ કદાચ તેની અખુટ ધનસંપત્તિને લીધે જ થાય…! કહી શકાય કે આ મંદિરમાં પૈસાનો કોઇ તોટો જ નથી. અહિં દર્શનાર્થે ભારતના અને દુનિયાના પણ વિરાટ સંપતિ ધરાવતા ધનિકો આવે છે અને પરિણામે એમના દાનથી મંદિર પાસે અસંખ્ય સંપત્તિ ભેગી થઇ છે, આ ક્રમ આજકાલથી નહિ છેક પાછલાં મિલેનિયમ વર્ષથી ચાલ્યો આવે છે. ઘણાં જ મહારાજાઓએ મંદિરને અખૂટ સંપત્તિ દાન કરી છે. ભગવાન વિષ્ણુને શરણે અત્યંત કિંમતી ખજાનાઓ મુક્યા છે. તેને પરિણામે આજે મંદિર પાસે અત્યંત વિશાળ માત્રામાં ખજાનાના ભંડાર છે. અહિં આવતા પ્રત્યેક ભાવિકોને મંદિર તરફથી પ્રસાદ-ભોજન આપવામાં આવે છે. વળી,માનેલી માનતા પ્રમાણે અહિં આવીને લોકો પોતાના માથાના વાળ ઉતરાવે છે.

🎪 તિરૂપતિ બાલાજી હિંદુ ધર્મનું સૌથી મોટું મંદિર છે. આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં ધન અને સંપત્તિના ઈશ્વર શ્રી તિરુપતિ બાલાજીનું મંદિર સ્થિત છે. આ મંદિર પોતાની ભવ્યતા અને સુંદરતા માટે પ્રખ્યાત છે. આ મંદિર બધા મંદિર કરતા સૌથી વધુ લોકપ્રિય છે. એવું માનવામાં આવે છે કે તિરુપતિ બાલાજીના મંદિરમાં ભગવાન વેન્કટેશ્વર બિરાજમાન છે. અહી તિરુપતિ બાલાજીની 7 ફુટ ઊંચી શ્યામવર્ણ ની પ્રતિમા છે. અહી ભગવાનને સૌથી વધારે સોનું, ચાંદી, હીરા અને રત્ન અર્પિત કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન વેંકટેશ્વર બાલાજીને શ્રીનિવાસ અને ગોવિંદા ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ભારતના સૌથી અમીર મંદિરો માંથી એક છે.

🎪 તિરુપતિ બાલાજીનું મંદિર સૌથી ધનાઢ્ય મંદિરોમાંથી એક છે. અહી વર્ષે કરોડો રૂપિયાનું દાન કરવામાં આવે છે  આ મંદિર વાસ્તુકલા નો ઉત્તમ નમુનો છે. આ મંદિર સાત પહાડોની સાથે મળીને તિરુપતિ પહાડ પર સ્થિત છે. કહેવામાં આવે છે કે તિરુપતિના પહાડો વિશ્વમાં બીજા નંબરના સૌથી પ્રાચીન પહાડો છે. ભગવાન વેન્કટેશ્વરને વિષ્ણુજી નો અવતાર માનવામાં આવે છે. મંદિર સાથે અમુક એવી ખાસ વાતો જોડાયેલ છે જેણે તમે નથી જાણતા. તો ચાલો જાણીએ…

👉 એક આંકડા અનુસાર બાલાજી મંદિર ટ્રસ્ટના ટ્રેઝર્સ (ખજાનામાં) માં 50 હજાર કરોડ કરતાં વધારે અસ્કયામતો (સંપત્તિ)  છે.

👉 તિરૂપતિ વેંકટેશ્વર મંદિર દરિયાની સપાટીથી લગભગ 3200 ફૂટની ઊંચાઇએ તિરુમલાની પહાડીઓ પર બનેલ છે. આ મંદિરનું સૌથી મોટું આકર્ષક છે. આના સિવાય આ મંદિર ભારતીય વાસ્તુકલાનો અને શિલ્પકલાનો ઉત્તમ નમુનો છે.

👉 ભગવાન શ્રીષ્ણ અને વિષ્ણુને તુલસી ખુબ પ્રિય માનવામાં આવે છે. તેથી તેમની પૂજામાં તુલસીના પાનનું વધારે મહત્વ છે. અન્ય વૈષ્ણવ મંદિરોની જેમ જ અહી ભગવાનને દરરોજ તુલસીના પાન ચઢાવવામાં આવે છે, પરંતુ, આ તુલસીના પાનને ભક્તોમાં નથી વહેચવામાં આવતા. મંદિરમાં પૂજા બાદ તુલસીના પવિત્ર પાનને મંદિરના પરિસરમાં રહેલ કૂવામાં નાખી દેવામાં આવે છે.

👉 આ મંદિરમાં વર્ષોથી એક દીવો જગે છે, કોઈને નથી ખબર કે આને ક્યારે સળગાવવામાં આવ્યો હતો.

👉 આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર ની પ્રતિમા પર લાગેલ વાળ તેમના અસલી વાળ છે. એવું માનવામાં આવે છે કે આ વાળમાં ક્યારેય ગુચ નથી થતી અને હંમેશાં મુલાયમ જ રહે છે.

👉 ભગવાન વેંકટેશ્વરની મૂર્તિનો પાછલો ભાગ હંમેશાં ભેજવાળો રહે છે. જો ધ્યાનથી કાન દઈને સાંભળવામાં આવે તો આમાંથી સમુદ્રના પાણીનો અવાજ આવે છે.

👉 માન્યતા છે કે અહી સ્થાપિત કાળી મૂર્તિ કોઈએ નથી બનાવી, પરંતુ તે જાતે જ જમીનમાંથી પ્રગટ થઇ છે. સ્વયં પ્રગટ થવાને કારણે આનું મહત્વ વધારે વધી જાય છે.

👉 સામાન્ય રીતે જોતા એવું લાગે છે ભગવાનની મૂર્તિ ગર્ભગૃહની મધ્યમાં છે પરંતુ, વાસ્તવમાં જયારે તમે મંદિરની બહાર નીકળીને જોવો તો તમને મૂર્તિ મંદિરની ડાબી દિશામાં સ્થિત લાગશે.

👉 મંદિરમાં બાલાજીના દિવસમાં ત્રણ વાર દર્શન થાય છે. ભગવાન બાલાજીની આખી મૂર્તિના દર્શન ફક્ત શુક્રવારે સવારે અભિષેકના સમયે થાય છે.

👉 તમને જાણીને નવાઈ લાગશે કે અહી કરોડો સંખ્યામાં ભક્તો આવે છે જેમાંથી દરરોજ 20,000 ભક્તો વાળ દાન કરે છે. વાળ દાનની વિધિ માટે મંદિરમાં 600 વાળંદને રાખવામાં આવ્યા છે. દાનના રૂપે મળેલ વાળને આંતરરાષ્ટ્રીય સ્તરે વેચવામાં આવે છે. આ વાળને ઘણા ડોલર્સમાં વહેવામાં આવે છે.

👉 ભગવાન વેંકટેશ્વરના ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ અહી આવીને વાળ અર્પણ કરે છે. આમ કરીને તેઓ ભગવાન વિષ્ણુના અવતાર એટલેકે વેંકટેશ્વરની આર્થિક મદદ કરે છે. જેથી તે કુબેર પાસેથી લીધેલ ઉધાર ઘન ચૂકાવી શકે.

👉 માનવામાં આવે છે કે 18 મી સદીમાં આ મંદિરને 12 વર્ષ માટે બંધ કરવામાં આવ્યું હતુ. તે દરમિયાન એક રાજાએ 12 લોકોને મૃત્યુની સજા આપી હતી અને મંદિરની દીવાલમાં લટકાવી દીધા હતા. કહેવામાં આવે છે કે તે દરમિયાન ભગવાન વેંકટેશ્વર સાક્ષાત પૃથ્વી પર આવ્યા હતા.

👉 ભગવાન બાલાજી અથવા વેંકટેશ્વરના આ મંદિર પર થતી અસંખ્ય ભાવિક-સંખ્યા એ પ્રભુ પરના પૂર્ણ વિશ્વાસનું પ્રતિક છે. એની ભક્તિ જ દરેક દુ:ખ હરનારી છે. શ્રધ્ધાનો વિષય હોય તો પુરાવાની શી જરૂર ! તિરુપતિ બાલાજીનું આ મંદિર સદાયે ભક્તોના આકર્ષણનું કેન્દ્ર રહેશે. જય વેંકટેશ્વર !


📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Tuesday, March 26, 2019

વ્યક્તિ પરિચય - પંડિત રવિશંકર

🎸 પંડિત રવિશંકર: સિતારની સરિતા 🎸

🎸 પંડિત રવિશંકર એટલે સિતારની સરિતા. ન માત્ર સરિતા સાત સમુદ્ર પાર વહેતી સરિતા. ભારતીય સંગીતના વૈશ્વિક ગોડફાધર પંડિત રવિશંકરની ખ્યાતિ જેમ જેમ દેશવિદેશમાં વધતી ગઈ તેમ તેમ તેમની સિતારના સૂરનો સિતારો વધુને વધુ ચમકતો ગયો હતો. પંડિત રવિશંકર ભારતીય સંગીતના વૈશ્વિક દૂત બની રહ્યા હતા, પછી તો લોકો તેમને વિશ્વસંગીતના ગોડફાધર ગણવા લાગ્યાં હતાં. ગંગાની લહેરોની સાથે તેમની સિતારના સૂર સરહદના સીમાડાઓ ઓળંગી ગયા હતા.

🎸 તેમનો જન્મ ૭ એપ્રિલ ૧૯૨૦ના રોજ બનારસમાં એક બંગાળી પરિવારમાં થયો હતો. રવિન્દ્ર શંકરે ગાંધી શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરી ત્રણ સ્વર છુટ્ટા પાડયા ગ, ધ, નિ. તેમાં સા, અને મ જોડી રાગ તૈયાર કર્યો. સા, ગ, મ, ધ, નિ, સા... સા, નિ, ધ, મ, ગ, સા... આ રાગ માલકૌંસની નજીકનો હતો. તેને નામ આપ્યું, મોહનકૌંસ. બરાબર એક વર્ષ પછી તેઓ આકાશવાણી દિલ્હીમાં સંગીત નિર્દેશક તરીકે જોડાઈ ગયા.

🎸 પંડિતજીએ તેમના ભાઈ ઉદયશંકર સાથે એક ડાન્સર તરીકે તેમની કરિયર શરૃ કરી હતી પણ તેમાં ખાસ રુચિ નહીં રહેતાં ૧૯૩૮માં તેમણે સિતારના તાર સાથે તાલમેલ સાધ્યું, ૧૯૪૫માં તેમણે પહેલાં શુદ્ધ ભારતીય રાગનું કમ્પોઝ કર્યું હતું. વેસ્ટર્ન મ્યુઝિક, જાઝ તેમજ અન્ય રાગ પણ તેમની પહેલી પસંદ હતા. રશિયા, જાપાન અને નોર્થ અમેરિકામાં તેમણે અનેક કાર્યક્રમો આપ્યા હતા. ૧૯૭૦માં તેઓ બિટલ્સના હેરિસન સાથે જોડાયા અને પછી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની ખ્યાતિએ કદી પાછું વાળીને જોયું નથી. પંડિતજીની સિતાર અને તેમનો સિતારો હંમેશાં બુલંદ જ બનતો ગયો હતો. તેઓ એક ઊંચા ગજાના ભારતીય શાસ્ત્રીય સંગીતજ્ઞા હતા. ભારતીય સંગીત અને ભારતીય સંસ્કૃતિની ધ્વજાપતાકા તેમણે વિશ્વમાં લહેરાવી હતી અને ભારતીય સંગીતને મુઠ્ઠી ઊંચેરૃં સન્માન અપાવ્યું હતું. 

🎸 ૧૯૫૬ સુધી તેઓ આકાશવાણી દિલ્હીમાં કાર્યરત રહ્યા. રવિન્દ્ર શંકર નામ બોલવામાં લાંબું પડતું હોવાથી તેમણે ટુંકાવીને રવિશંકર કરી નાખ્યું.  ૧૯૮૨માં બ્રિટિશ ચલચિત્રકાર રિચાર્ડ એટનબરોએ જ્યારે ગાંધી ફિલ્મ બનાવી ત્યારે તેનો સાઉન્ડ ટ્રેક પંડિત રવિશંકર પાસે જ સ્વરબદ્ધ કરાવ્યો. ગાંધીની એ ફિલ્મ કાળજયી બની અને તેનું સંગીત પણ.

🎸 મોહમ્મદ ઇકબાલે ૧૯૦૪માં સારે જહાં સે અચ્છા, હિંદોસ્તાં હમારા- ગીત લખ્યું હતું. તેની ધુન પહેલા આટલી સુરીલી નહોતી. કારણ કે તે છંદના પરંપરાગત ઢાળમાં ગવાતી હતી. ૧૯૪૫માં પંડિત રવિશંકરે આ ધૂનને નવેસરથી રચી. જે આજ સુધી ફેમસ છે. નવી ધુન એટલી બધી લોકપ્રિય બની ગઈ કે તે જ પરંપરાગત બની ગઈ. લોકો એ ભૂલી ગયા કે આ ધુન પંડિત રવિશંકરે રચી હતી.

🎸 બંગાળી હોવાના નાતે ખ્યાત દિગ્દર્શક સત્યજીત રે સાથે તેમને ગાઢ સંબંધો બંધાયા. પાથેર પાંચાલી, અપરાજિતો અને અપૂર સંસારમાં તેમણે જ સંગીત આીલપ્યું હતું. સત્યજીત રે જ્યારે દેહાંત પામ્યા ત્યારે પંડિતજીએ તેમની યાદમાં એક ખાસ ધુન રચી હતી. તેને ફેરવેલ માય ફ્રેન્ડ એવું નામ આપ્યું. બહુ જૂજ ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું, પરંતુ દરેક એલબમ એક  ગગનચૂંબી શિખર હતો.

🎸 વિશ્વમાં સંગીતનો સૌથી મોટો અવોર્ડ કોઈ હોય તો તે ગ્રેમી અવોર્ડ. પંડિત રવિશંકરને મૃત્યુપર્યંત ત્રણ ગ્રેમી મળ્યા. પ્રથમ ગ્રેમી ૧૯૬૮માં મળ્યો. ૧૯૬૭માં તેમણે પોતાના ગાઢ મિત્ર અને પશ્ચિમના ખ્યાત સંગીતકાર યહૂદી મેનુહિન સાથે મળી વેસ્ટ મીટ્સ ઇસ્ટ નામનો એલબમ બહાર પાડયો હતો. બે મિનિટ સમય કાઢી આ એલબમની એક નાનકડી ટયુન યુટયુબ પર સર્ચ કરીને સાંભળો. પાગલ થઈ જશો. ૧૯૬૭માં આવું સંગીત. તમને ખ્યાલ આવશે કે પંડિતજી તેમના સમયથી કેટલા આગળ હતા. અને શા માટે હતા!

🎸 તેમણે માત્ર પૂર્વ અને પશ્ચિમને જોડવાની કોશિશ નહોતી કરી. પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળને જોડવાના પણ પ્રયત્નો કર્યા હતા. ૧૯૭૧માં બાંગ્લાદેશના જન્મના થોડા જ દિવસોમાં ત્યાં કોન્સર્ટ યોજવાની હિંમતવાન પહેલ કરી. વિખ્યાત મ્યુઝિક ગુ્રપ બિટલ્સના ગિટારીસ્ટ અને પંડિતજીના શીષ્ય જ્યોર્જ હેરિસન પણ આ જલસામાં તેમની સાથે હતા. ગુરુભાઈ અને સોરદવાદક એવા ઉસ્તાદ અલી અકબરખાને તેમની સંગત કરી હતી. કે જે ઉસ્તાદ અલ્લાઉદીન ખાનના પુત્ર થાય. આ કાર્યક્રમમાં તબલા પર હતા ઉસ્તાદ ઝાકિર હુસૈનના પિતા ઉસ્તાદ અલ્લારખ્ખા ખાં સાહેબ.

🎸 પંડિત રવિશંકર ભારતીય સંગીતની શિક્ષા ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં પાસેથી લીધી હતી. તેમણે વિશ્વના ઘણા મહત્વના સંગીતોત્સવમાં ભાગ લીધો. અને ભારતીય સંગીતની પશ્ચિમમાં ઓળખ કરાવી. પંડિત રવિશંકરે ઈ.સ. 1949 થી ઈ.સ. 1956 દરમિયાન ઓલ ઈન્ડિયા રેડિયોનાં સંગીત નિર્દેશક તરીકે ની તાલિમ લીધી. સત્યજીત રેની ‘અપુ ત્રયી’ અપુ ટ્રાયોલોજીમાં પંડિત રવિશંકરે સંગીત આપ્યું હતું. માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ આ ફિલ્મોનાં સંગીતની પ્રશંસા થઈ.

🎸 પંડિત રવિશંકરે વર્ષ 1962માં કિન્નારા સ્કૂલ ઓફ મ્યુઝિકની સ્થાપના કરી હતી. ઈ.સ. 1962 સુધી ચતુરલાલ તબલા પર પંડિત રવિશંકરની સંગત કરતા. ત્યારબાદ આ સ્થાન ઉસ્તાદ અલ્લારખા ખાને લીધું. જે વિખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનના પિતા થાય.

🎸 પંડિત રવિશંકરને ઈ.સ.1967માં પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા. ગ્રેમી એવોર્ડને પોતાને નામે કરી ચૂકેલા પંડિત રવિશંકરને 1999માં દેશના સર્વોચ્ચ સન્માન એવા ભારત રત્નથી પણ સન્માનિત કરાયા હતા. ઑલ ઈન્ડિયા રેડિયોના મ્યૂઝિક ડિરેક્ટર રહી ચૂકેલા પંડિત રવિશંકર રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. પંડિત રવિશંકરની દિકરી અનુષ્કા એ પણ સિતારવાદમાં સારૂ એવી ખ્યાતિ મેળવી છે અને તેના
પિતાનો આ સંગીતમય વારસો ટકાવી રાખવા પ્રયત્નો કરી રહી છે.  ૧૧ ડિસેમ્બર ૨૦૧૨ ના રોજ તેમનું અવસાન થયું.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.