🎪 તિરુપતિ બાલાજી મંદિરના રહશ્યો અને રોચક ઇતિહાસ 🎪
🎪 દુનિયા ધનિકત્તમ મંદિરોમાં જેનો સમાવેશ થાય છે તે મંદિર એટલે આંધ્રપદેશના ચિત્તૂર જીલ્લામાં આવેલ ભગવાન વેંકટેશ્વરનું બાલાજી મંદિર! અહિં બિરાજતા ભગવાન વિષ્ણુના દર્શન કરવાની ઇચ્છા તો હરેક ભક્તને હોય છે. અને માટે જ તો અહિં કાયમ અગણિત ભાવિકો આવે છે. જેની ગણતરી હજારોમાં નહિ, લાખોમાં થાય છે.! વિશ્વાસ ન હોય તો એક વાર દર્શન કરવા જજો, લાગેલી લાઇનો જોઇને જ આભા બની જશો!
🎪 ભગવાન વિષ્ણુ [વેંકટેશ્વર]નું આ “વેંકટેશ્વર મંદિર” અથવા “બાલાજી મંદિર” આંધ્રપ્રદેશના ચિત્તૂર જીલ્લાના તિરુપતિમાં આવેલ છે. અત્યંત રમણીય એવી સપ્તગીરીની પહાડીઓ પર આવેલ આ મંદિર પર જવાનો માર્ગ પહાડોની અનુપમ રમણીયતાથી લદાયેલો છે. તિરુમલાની ચારેબાજુ સાત પહાડોની હારમાળા વિંટાયેલ છે. જેની શેષનાગની સાત ફેણ સાથે સરખામણી થાય છે. આ પહાડીઓની હારમાળા “સપ્તગીરી” તરીકે ઓળખાય છે. આમાંના એક વેંકટાદ્રી પહાડ પર ભગવાન બાલાજી અર્થાત્ વેંકટેશ્વર બિરાજમાન છે. કહેવાય છે કે,વેંકટાદ્રિ પહાડીના સ્વામી હોવાને લીધે જ ભગવાન વિષ્ણુ “વેંકટેશ્વર” નામે અહિં બિરાજમાન છે.
🎪 આ મંદિર દક્ષિણ ભારતીય શિલ્પકલા અને વાસ્તુકલાનો અદ્ભુત સંગમ છે. એની અનુપમ કોતરણીઓ અને અપ્રતિમ છણાવટ જોઇને કલાનો રસિક માણસ પણ અભિભૂત થયાં વિના ના રહી શકે….!ચોલ, હોયસલ અને વિજયનગર સામ્રાજ્યના રાજાઓનું આ મંદિરના નિર્માણમાં અને તેની ચમક વધારવામાં મહત્વનું યોગદાન છે.
🎪 પુરાણોમાં કહ્યું છે કે, કળિયુગમાં ભગવાન વિષ્ણુ સ્વયં માત્ર આ મંદિરમાં જ વિરાજમાન થશે અને અત્યારે બધાં માને છે કે આ મંદિરની મૂર્તિમાં ભગવાન વિષ્ણુ સ્વયં બિરાજે છે. અને આ જ કારણ છે અહિં લાખો ભાવિકોના દર્શન કાજે આવવાની.! પ્રત્યેક દિવસે ભગવાન વેંકટેશ્વરના દર્શન કાજે દોઢથી બે લાખ લોકો આવે છે.! આ “અધધધ…” આંકડો એ વખતે તો સીમાડા જ છાંડી જાય જ્યારે અહિં કોઇ ઉત્સવ હોય. જેમ કે, દરવર્ષે ઉજવાતો બ્રહ્મોત્સવ; આ ઉત્સવમાં પ્રતિદિન દસ લાખ ભાવિકો પ્રભુના દર્શન કાજે આવે છે.!
🎪 ભગવાન વેંકટેશ્વરના આ મંદિરની નજીક “સ્વામી પુષ્કરિણી” નામક એક તળાવ છે. કહેવાય છે કે, સ્વર્ગમાં આ તળાવમાં જ ભગવાન વિષ્ણુ સ્નાન કરતા.! ભગવાનના વરાહ અવતાર સમયે ગરુડજીએ વૈકુંઠથી આ તળાવને અહિં સ્થાપિત કર્યું હતું. એકદમ પવિત્ર, શુધ્ધ અને કિટાણુરહિત એવું આ સરોવરનું અત્યંત પવિત્ર નીર છે. આ જળનો ઉપયોગ પ્રભુની મૂર્તિને સ્નાન કરાવવા અને મંદિરની મુખ્ય પરિસરને સાફ રાખવામાં જ થાય છે. ખાસ પ્રકારની તકેદારીથી આ જળને પવિત્ર અને સ્વચ્છ રખાય છે. દરેક ભાવિક આ જળમાં સ્નાન કર્યા બાદ જ મંદિરમાં જઇ ભગવાનના દર્શન કરી શકે. આ સ્નાનથી ભક્તના તમામ પાપ ધોવાઇ જવાનું કહેવાય છે. અને માટે જ આ સ્નાનનું અત્યંત મહત્વ છે. આમ પુષ્કરિણી સરોવર એક અત્યંત મનોહર અને સ્વચ્છ સરોવર છે, જેનું માહાત્મય અનેક ગણું છે.
🎪 ભગવાન વિષ્ણુ તિરુપતિના આ મંદિરમાં વાસ કરે છે તેવું ભક્તો વિશ્વાસપૂર્વક માને છે. કહેવાય છે કે, કલિયુગમાં એકવાર ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા બાદ જ માણસ જન્મ-મરણના ચક્રમાંથી મોક્ષ પામી શકે છે. અને એમાંયે વૈકુંઠી એકાદશીના દિવસે તો ભગવાનના દર્શનાર્થે અસંખ્ય ભાવિકો આવે છે.
🎪 આ મંદિરને લઇને સૌથી વધારે ચર્ચા થાય તો એ કદાચ તેની અખુટ ધનસંપત્તિને લીધે જ થાય…! કહી શકાય કે આ મંદિરમાં પૈસાનો કોઇ તોટો જ નથી. અહિં દર્શનાર્થે ભારતના અને દુનિયાના પણ વિરાટ સંપતિ ધરાવતા ધનિકો આવે છે અને પરિણામે એમના દાનથી મંદિર પાસે અસંખ્ય સંપત્તિ ભેગી થઇ છે, આ ક્રમ આજકાલથી નહિ છેક પાછલાં મિલેનિયમ વર્ષથી ચાલ્યો આવે છે. ઘણાં જ મહારાજાઓએ મંદિરને અખૂટ સંપત્તિ દાન કરી છે. ભગવાન વિષ્ણુને શરણે અત્યંત કિંમતી ખજાનાઓ મુક્યા છે. તેને પરિણામે આજે મંદિર પાસે અત્યંત વિશાળ માત્રામાં ખજાનાના ભંડાર છે. અહિં આવતા પ્રત્યેક ભાવિકોને મંદિર તરફથી પ્રસાદ-ભોજન આપવામાં આવે છે. વળી,માનેલી માનતા પ્રમાણે અહિં આવીને લોકો પોતાના માથાના વાળ ઉતરાવે છે.
🎪 તિરૂપતિ બાલાજી હિંદુ ધર્મનું સૌથી મોટું મંદિર છે. આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં ધન અને સંપત્તિના ઈશ્વર શ્રી તિરુપતિ બાલાજીનું મંદિર સ્થિત છે. આ મંદિર પોતાની ભવ્યતા અને સુંદરતા માટે પ્રખ્યાત છે. આ મંદિર બધા મંદિર કરતા સૌથી વધુ લોકપ્રિય છે. એવું માનવામાં આવે છે કે તિરુપતિ બાલાજીના મંદિરમાં ભગવાન વેન્કટેશ્વર બિરાજમાન છે. અહી તિરુપતિ બાલાજીની 7 ફુટ ઊંચી શ્યામવર્ણ ની પ્રતિમા છે. અહી ભગવાનને સૌથી વધારે સોનું, ચાંદી, હીરા અને રત્ન અર્પિત કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન વેંકટેશ્વર બાલાજીને શ્રીનિવાસ અને ગોવિંદા ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ભારતના સૌથી અમીર મંદિરો માંથી એક છે.
🎪 તિરુપતિ બાલાજીનું મંદિર સૌથી ધનાઢ્ય મંદિરોમાંથી એક છે. અહી વર્ષે કરોડો રૂપિયાનું દાન કરવામાં આવે છે આ મંદિર વાસ્તુકલા નો ઉત્તમ નમુનો છે. આ મંદિર સાત પહાડોની સાથે મળીને તિરુપતિ પહાડ પર સ્થિત છે. કહેવામાં આવે છે કે તિરુપતિના પહાડો વિશ્વમાં બીજા નંબરના સૌથી પ્રાચીન પહાડો છે. ભગવાન વેન્કટેશ્વરને વિષ્ણુજી નો અવતાર માનવામાં આવે છે. મંદિર સાથે અમુક એવી ખાસ વાતો જોડાયેલ છે જેણે તમે નથી જાણતા. તો ચાલો જાણીએ…
👉 એક આંકડા અનુસાર બાલાજી મંદિર ટ્રસ્ટના ટ્રેઝર્સ (ખજાનામાં) માં 50 હજાર કરોડ કરતાં વધારે અસ્કયામતો (સંપત્તિ) છે.
👉 તિરૂપતિ વેંકટેશ્વર મંદિર દરિયાની સપાટીથી લગભગ 3200 ફૂટની ઊંચાઇએ તિરુમલાની પહાડીઓ પર બનેલ છે. આ મંદિરનું સૌથી મોટું આકર્ષક છે. આના સિવાય આ મંદિર ભારતીય વાસ્તુકલાનો અને શિલ્પકલાનો ઉત્તમ નમુનો છે.
👉 ભગવાન શ્રીષ્ણ અને વિષ્ણુને તુલસી ખુબ પ્રિય માનવામાં આવે છે. તેથી તેમની પૂજામાં તુલસીના પાનનું વધારે મહત્વ છે. અન્ય વૈષ્ણવ મંદિરોની જેમ જ અહી ભગવાનને દરરોજ તુલસીના પાન ચઢાવવામાં આવે છે, પરંતુ, આ તુલસીના પાનને ભક્તોમાં નથી વહેચવામાં આવતા. મંદિરમાં પૂજા બાદ તુલસીના પવિત્ર પાનને મંદિરના પરિસરમાં રહેલ કૂવામાં નાખી દેવામાં આવે છે.
👉 આ મંદિરમાં વર્ષોથી એક દીવો જગે છે, કોઈને નથી ખબર કે આને ક્યારે સળગાવવામાં આવ્યો હતો.
👉 આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર ની પ્રતિમા પર લાગેલ વાળ તેમના અસલી વાળ છે. એવું માનવામાં આવે છે કે આ વાળમાં ક્યારેય ગુચ નથી થતી અને હંમેશાં મુલાયમ જ રહે છે.
👉 ભગવાન વેંકટેશ્વરની મૂર્તિનો પાછલો ભાગ હંમેશાં ભેજવાળો રહે છે. જો ધ્યાનથી કાન દઈને સાંભળવામાં આવે તો આમાંથી સમુદ્રના પાણીનો અવાજ આવે છે.
👉 માન્યતા છે કે અહી સ્થાપિત કાળી મૂર્તિ કોઈએ નથી બનાવી, પરંતુ તે જાતે જ જમીનમાંથી પ્રગટ થઇ છે. સ્વયં પ્રગટ થવાને કારણે આનું મહત્વ વધારે વધી જાય છે.
👉 સામાન્ય રીતે જોતા એવું લાગે છે ભગવાનની મૂર્તિ ગર્ભગૃહની મધ્યમાં છે પરંતુ, વાસ્તવમાં જયારે તમે મંદિરની બહાર નીકળીને જોવો તો તમને મૂર્તિ મંદિરની ડાબી દિશામાં સ્થિત લાગશે.
👉 મંદિરમાં બાલાજીના દિવસમાં ત્રણ વાર દર્શન થાય છે. ભગવાન બાલાજીની આખી મૂર્તિના દર્શન ફક્ત શુક્રવારે સવારે અભિષેકના સમયે થાય છે.
👉 તમને જાણીને નવાઈ લાગશે કે અહી કરોડો સંખ્યામાં ભક્તો આવે છે જેમાંથી દરરોજ 20,000 ભક્તો વાળ દાન કરે છે. વાળ દાનની વિધિ માટે મંદિરમાં 600 વાળંદને રાખવામાં આવ્યા છે. દાનના રૂપે મળેલ વાળને આંતરરાષ્ટ્રીય સ્તરે વેચવામાં આવે છે. આ વાળને ઘણા ડોલર્સમાં વહેવામાં આવે છે.
👉 ભગવાન વેંકટેશ્વરના ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ અહી આવીને વાળ અર્પણ કરે છે. આમ કરીને તેઓ ભગવાન વિષ્ણુના અવતાર એટલેકે વેંકટેશ્વરની આર્થિક મદદ કરે છે. જેથી તે કુબેર પાસેથી લીધેલ ઉધાર ઘન ચૂકાવી શકે.
👉 માનવામાં આવે છે કે 18 મી સદીમાં આ મંદિરને 12 વર્ષ માટે બંધ કરવામાં આવ્યું હતુ. તે દરમિયાન એક રાજાએ 12 લોકોને મૃત્યુની સજા આપી હતી અને મંદિરની દીવાલમાં લટકાવી દીધા હતા. કહેવામાં આવે છે કે તે દરમિયાન ભગવાન વેંકટેશ્વર સાક્ષાત પૃથ્વી પર આવ્યા હતા.
👉 ભગવાન બાલાજી અથવા વેંકટેશ્વરના આ મંદિર પર થતી અસંખ્ય ભાવિક-સંખ્યા એ પ્રભુ પરના પૂર્ણ વિશ્વાસનું પ્રતિક છે. એની ભક્તિ જ દરેક દુ:ખ હરનારી છે. શ્રધ્ધાનો વિષય હોય તો પુરાવાની શી જરૂર ! તિરુપતિ બાલાજીનું આ મંદિર સદાયે ભક્તોના આકર્ષણનું કેન્દ્ર રહેશે. જય વેંકટેશ્વર !
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment