ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Friday, November 30, 2018

વ્યક્તિ પરિચય - દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર

📑 દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર 📑
'કાકાસાહેબ' (૧ ડિસેમ્બર ૧૮૮૫ - ૨૧ ઓગસ્ટ ૧૯૮૧), નિબંધકાર, પ્રવાસલેખક. જન્મ મહારાષ્ટ્રના સાતારામાં. મરાઠીમાં પ્રાથમિક શિક્ષણ પુના, શાહપુર, બેલગામ, જત, સાઘનુર અને ધારવાડ વગેરે સ્થળેથી લઈને ૧૯૦૩માં મેટ્રિક. ૧૯૦૭માં પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી ફિલોસોફી વિષય સાથે બી.એ. ૧૯૦૮માં એલ.એલ.બી.ની પ્રથમ વર્ષની પરીક્ષા. ૧૯૦૮માં બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય. ૧૯૦૯માં મરાઠી દૈનિકમાં. ૧૯૧૦માં વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં . ૧૯૧૨માં વિદ્યાલય બંધ થતાં હિમાલયના પગપાળા પ્રવાસે. ૧૯૧૫થી શાંતિનિકેતનમાં. ૧૯૨૦થી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રાચીન ઇતિહાસ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળીના અધ્યાપક. અહીં ગુજરાતી જોડણીકોશનું કામ એમણે સંભાળેલું. ૧૯૨૮માં વિદ્યાપીઠના કુલનાયકપદે. ૧૯૩૪માં વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ. ૧૯૩૫માં ‘રાષ્ટ્રભાષા સમિતિ’ના સભ્યપદે રહી હિન્દી ભાષાના રાષ્ટ્રીય કક્ષાએ પ્રચારનું કાર્ય. ૧૯૪૮થી ગાંધી સ્મારક નિધિ, મુંબઈમાં અને ૧૯૫૨થી એ દિલ્હીમાં ખસેડાઈ ત્યારે દિલ્હીમાં સ્મારક નિધિના કાર્યમાં જીવનનાં છેલ્લાં વર્ષો સુધી વ્યસ્ત. દશેક વખત કારાવાસ ભોગવેલો અને પાંચેક વખત વિદેશપ્રવાસ ખેડેલો. ૧૯૫૨માં રાજ્યસભાના સંસદસભ્ય તરીકે ને ૧૯૫૩માં ‘બેકવર્ડ ક્લાસ કમિશન’ના પ્રમુખ તરીકે તેઓ નિયુક્ત થયેલા. ૧૯૫૯ના ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના વીસમા અધિવેશનના પ્રમુખ. ૧૯૬૪માં ‘પદ્મવિભૂષણ’નો ઈલ્કાબ અને ૧૯૬૫નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક.

જન્મ અને શિક્ષણ
તેમનો જન્મ ઈ.સ.૧૮૮૫માં સતારામાં થયો હતો. તેમની મૂળ અટક રાજાધ્યક્ષ હતી. પરંતુ સાવંતવાડી વિસ્તારમાં આવેલા કાલેલી ગામના વતની હોવાથી તેઓ કાલેલકર તરીકે ઓળખાયા. તેઓ માતા‌‌પિતાનું પાછલી વયનું સંતાન હોવાથી ખૂબ લાડકોડમાં ઊછર્યા હતા. પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં તેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. તેમને નાનપણથી જ પ્રવાસનો ઘણો શોખ હતો. તેઓ આજીવન કુદરતપ્રેમી , પ્રવાસી , પરિવ્રાજક બની રહ્યા. તેઓ વિવિધ ભાષાઓ શીખવાના શોખીન હતા.

સાહિત્ય પરીચય
ગાંધીજીના અંતેવાસીઓમાંના દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર પાસેથી ભારતીય સંસ્કૃતિનું સમુચિત ગૌરવ કરતું ચિંતનલક્ષી સાહિત્ય અને વિરલ પ્રવાસનિબંધો મળ્યાં છે. એ પૈકી ‘હિમાલયનો પ્રવાસ’ પુરાણ, ધર્મ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિની રમણીય યાત્રા બની રહે છે. તો લલિત નિબંધ એક સ્વનિર્ભર સાહિત્યિક સ્વરૂપ તરીકે તેમના નિબંધોથી પ્રતિષ્ઠિત થાય છે. શુદ્ધ કલ્પનાપ્રાણિત નિબંધો ઉત્તમ રૂપે અને વિપુલ સંખ્યામાં પ્રથમવાર તેમની પાસેથી મળે છે. ‘રખડવાનો આનંદ’, ‘જીવનનો આનંદ’, ‘જીવનલીલા’, ‘ઓતરાતી દીવાલો’ વગેરે સંગ્રહોમાં આ પ્રકારની લલિતરચનાઓ છે. તેમા ગદ્યસામર્થ્યને કારણે ગાંધીજી તરફથી તેમને "સવાઈ ગુજરાતી" નું બિરુદ મળેલું.[૧]

‘હિમાલયનો પ્રવાસ’ (૧૯૨૪), ‘બ્રહ્મદેશનો પ્રવાસ’ (૧૯૩૧), ‘પૂર્વ આફ્રિકામાં’ (૧૯૫૧), ‘શર્કરાદ્રિપ અને મોરેશિયસ’ (૧૯૫૨), ‘રખડવાનો આનંદ’ (૧૯૫૩), ‘ઊગમણો દેશ’ (૧૯૫૮) એ એમના પ્રવાસગ્રંથો છે. સ્થળની સૂક્ષ્માતિસૂક્ષ્મ ખાસિયતો અને સ્થળસંદર્ભે ચિત્તમાં જાગતાં સ્મૃતિસાહચર્યોને તેઓ આલેખે છે, પરિણામે આ પ્રવાસગ્રંથોની સામગ્રી માત્ર માહિતીમૂલક લેખો ન બની રહેતાં નિબંધનું રૂપ ધારણ કરે છે. ‘સ્મરણયાત્રા’ (૧૯૩૪) આત્મકથા ન બનતાં શૈશવના પ્રસંગોને આત્મનેપદી શૈલીમાં રજૂ કરતી સંસ્મરણકથા બની રહે છે. ‘બાપુની ઝાંખી’ (૧૯૪૬) અને ‘મીઠાને પ્રતાપે’ (૧૯૫૫) જેવા ગ્રંથો બાપુના પૂર્ણરૂપના જીવનચરિત્ર વિષયક ગ્રંથનું સ્વરુપ ધારણ ન કરતાં જીવનચરિત્ર માટેની શ્રદ્ધેય વિષયસામગ્રી પૂરી પાડતા ગ્રંથો બની રહે છે. ‘ધર્મોદય’ (૧૯૫૨)માંથી કાકાસાહેબની ધર્મભાવના અને શ્રદ્ધાનું રૂપ દ્રષ્ટિગોચર થાય છે. ‘શ્રી નેત્રમણિભાઈને’ (૧૯૪૭), ‘ચિ.ચંદનને’ (૧૯૫૮) અને ‘વિદ્યાર્થિનીને પત્રો’ (૧૯૬૪)માં તે વ્યક્તિઓને લખેલા એમના પત્રો સંગ્રહિત છે. એમણે, ગાંધીજીએ જુદી જુદી વ્યક્તિઓને લખેલા પત્રોનાં છએક જેટલાં સંપાદનો પણ તૈયાર કરેલાં. ‘પ્રાસંગિક પ્રતિસાદ’ (૧૯૭૦) એ એમની ડાયરીના અંશો ધરાવતી ડાયરી શૈલીની નોંધોનો સંગ્રહ છે. અહીં ચરિત્રાત્મક સાહિત્યનાં આત્મચરિત્ર, જીવનચરિત્ર જેવાં સ્વરૂપો ગૌણસ્વરૂપે, તો પત્રો અને ડાયરી જેવાં ગૌણસ્વરૂપો મુખ્યરૂપે એમની પાસેથી પ્રાપ્ત થાય છે.

એમનું ચિંતનાત્મક લખાણ સંસ્કૃતિ, કલા અને સાહિત્ય-એમ ત્રિવિધ ક્ષેત્રે વહેંચાયેલું છે. ‘ઓતરાતી દીવાલો’ (૧૯૨૫), ‘જીવતા તહેવારો’ (૧૯૩૦), ‘જીવનસંસ્કૃતિ’ (૧૯૩૬), ‘જીવનભારતી’ (૧૯૩૭), ‘ગીતાધર્મ’ (૧૯૪૪), ‘જીવનલીલા’ (૧૯૫૬), ‘પરમસખા મૃત્યુ’ (૧૯૬૬)માંથી એમનું સંસ્કૃતિચિંતન તેમ જ ‘જીવનનો આનંદ’ (૧૯૩૬), ‘જીવનવિકાસ’ (૧૯૩૬), ‘અવારનવાર’ (૧૯૫૬), ‘જીવનપ્રદીપ’ (૧૯૫૬), ‘રવીન્દ્રસૌરભ’ (૧૯૫૬), ‘ગુજરાતમાં ગાંધીયુગ’ (૧૯૭૦), ઈત્યાદિ ગ્રંથોમાંથી એમનું કળા અને સાહિત્ય વિષયક ચિંતન પ્રાપ્ત થાય છે. એમના સાહિત્યચિંતનમાંથી સાહિત્યનાં પ્રયોજન અને કાર્ય, સાહિત્યની કસોટી, શક્તિ અને સફળતા વિશે, સાહિત્ય અને નીતિ, જીવનમૂલ્યો વગેરે વિશેના વિચારો મળે છે. શૃંગાર, વીર, કરુણ વગેરે રસોની શક્તિ અને કાર્ય વિશે એમણે કરેલી પરીક્ષા તથા પ્રશિષ્ટ ગ્રંથોના સેવનની એમણે કરેલી હિમાયત આજે પણ એટલી જ પ્રસ્તુત અને ઉપયોગી છે.

એમના વિપુલ સાહિત્યમાંથી કેટલાક વિચારપ્રધાન, લલિત અને અંગત નિબંધોના પણ સુંદર ઉદાહરણો મળે છે. એમનું મોટા ભાગનું સાહિત્ય શિક્ષણ અને પત્રકારત્વની કામગીરીની નીપજરૂપ છે.

એમણે પત્રકારત્વ ક્ષેત્રે જે પ્રદાન કર્યું છે તેનું ઘણું મૂલ્ય છે. પ્રારંભમાં ૧૯૦૯માં લોકમાન્ય તિલકના મરાઠી પત્ર ‘રાષ્ટ્રમત’માં સેવાઓ આપેલી. પછી ૧૯૨૨ થી ‘નવજીવન’માં જોડાયેલા. એમણે લખેલા તંત્રીલેખો તથા ‘શિક્ષણ અને સાહિત્ય’ ની વિષયસામગ્રી ધ્યાનાર્હ બની રહે એ કોટિની છે. ૧૯૩૬ થી ‘ભારતીય સાહિત્ય પરિષદ’ના હિન્દી મુખપત્ર ‘હંસ’ ના સંચાલનમાં એમણે સેવાઓ આપેલી. હિન્દીના પ્રચારાર્થે ‘વિહંગમ’માં સંપાદકપદે પણ રહેલા. ૧૯૩૭ થી ગાંધીવિચારધારાના પ્રચારાર્થે ‘સર્વોદય’ શરૂ કરેલું. ૧૯૪૮ માં એમણે ‘મંગલપ્રભાત’ શરૂ કરેલું, જે ૧૯૭૫ સુધી ચાલેલું. ગુજરાતી ઉપરાંત હિંદી અને મરાઠી ભાષામાં પણ એમણે પત્રકારત્વની કામગીરી કરી છે. એક નીડર અને મૂલ્યનિષ્ઠ પત્રકાર રહીને એમણે પ્રકાશિત કરેલી સામગ્રીને કારણે એમને અનેક વખત કારાવાસની સજા થયેલી. ગાંધીયુગીન ગુજરાતી સાહિત્યમાં કાકાસાહેબનું સ્થાન સીમાસ્તંભ કોટિનું છે. જીવનવાદી કલામીમાંસક-વિચારક કાકાસાહેબનું ગદ્ય ગુજરાતી ગદ્યના વિકાસમાં મહત્ત્વનું પ્રદાન કરે છે. એમને ‘સવાઈ ગુજરાતી’ સર્જક તરીકેનું બિરુદ આ કારણે જ મળેલું. ભાવ, ભાષા અને અભિવ્યક્તિ સંદર્ભે એમના નિબંધોનું ઊંચું મૂલ્ય અંકાયું છે.

કાકાસાહેબને જીવનધર્મી સાહિત્યકાર તરીકે ઓળખી શકાય. તેમણે પોતે જ આપેલું એક વિધાન જોઈએ : ‘ઉપાસના કરવા લાયક જો કોઈ દેવતા હોય તો તે જીવનદેવતા જ છે. પણ જીવનદેવતાની ઉપાસના કપરી હોય છે. માણસને માટે જો કાંઈ પણ હિતમય હોય તો તે જીવનદેવતાને ઓળખવું એ જ છે. જીવનદેવતા બહુરૂપિણી છે.’ આ અવતરણમાં કાકાસાહેબના જીવનની સમગ્ર ફિલસૂફી તેના પૂરા અર્થમાં પ્રગટ થઈ છે. ગાંધી વિચારધારાના લેખકમાં કાકાસાહેબ કાલેલકરનું નામ હરોળમાં છે. રાષ્ટ્રપિતા ગાંધીજી દ્વારા ‘સવાઈ ગુજરાતી’નું બહુમાન પામનાર કાકાસાહેબનું નામ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર.

સાહિત્ય ક્ષેત્રે યોગદાન
તેમણે વડોદરાના ગંગાનાથ મહાલયના આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનની શિક્ષણસંસ્થામાં પણ શિક્ષણકાર્યનો અનુભવ લીધો હતો.આ બધાની ફલશ્રુતિરૂપ કાકાસાહેબમાં સુધારક ધર્મદ્રષ્ટિ , કલાદ્રષ્ટિ , ભારતીય જીવનદ્રષ્ટિ અને રાજકીય ઉદ્દામવાદી વિચારોનો જ્ન્મ થયો હતો.

કાકાસાહેબે નિબંધ, પ્રવાસકથા, આત્મવૃતાંત, પત્રલેખન, સાહિત્યવિવેચન આદિ મારફાતે ગુજરાતી ગદ્યના વિવિધ પ્રકારો ખેડ્યાં છે.કાકાસાહેબના નિબંધો વર્ણ્ય વિષય કે પ્રસંગને રસાવહ બનાવે તેવી સર્જકશૈલી એમનાં લેખોમાં હોય છે તેથી કાકાસાહેબના નિબંધો સર્જનાત્મક કોટિના બન્યા છે. તેમણે જેલજીવનથી માંડી મૃત્યુ સુધીના વિષયો પર ચિંતન કર્યુ છે તેમ છતાં એવા પણ નિબંધો છે જે વિષયનું ભારેખમપણું ઓગાળી દે. આમ, ચિંતનાત્મક નિબંધો અને સર્જનાત્મક નિબંધો એમ બંને પ્રકારના નિબંધો કાકાસાહેબ પાસેથી આપણને મળે છે. ગુજરાતી ગદ્યમાં લલિત નિબંધ એ કાકાસાહેબનું મહત્વનું અર્પણ બની રહ્યો છે.

‘જીવનનો આનંદ’ , ‘જીવનભારતી’ , ‘જીવનસંસ્કૃતિ’ , ‘રખડવાનો આનંદ’ – વગેરે તેમણે લખેલા લલિત‌ - સર્જનાત્મક સ્વરૂપના નિબંધના ખૂબ સરસ પુસ્તકો છે.
‘હિમાલયનો પ્રવાસ’ , ‘બ્રહ્મદેશનો પ્રવાસ’ , ‘પૂર્વ આફ્રિકામાં’ , ‘ઊગમણો દેશ જાપાન’ – વગેરે પ્રવાસના પુસ્તકો છે.
‘સ્મરણયાત્રા’ – તેમની આત્મકથાનું પુસ્તક છે.
‘જીવનલીલા’ – માં લોકમાતા નામે અગાઉ પ્રસિધ્દ્ધ થયેલા નદીવિષયક લેખો સંગ્રહાયા છે.
‘ઓતરાતી દીવાલો’ – માં સ્વાતંત્ર્ય – લડતના ભાગરૂપ તેમના જેલવાસ દરમિયાન તેમણે કરેલું કુદરતની સૃષ્ટિનાં જીવજંતુ –પંખીઓ –પ્રાણીઓની જીવનલીલાનું સૂક્ષ્મ છતાં રસાળ અવલોકન છે.
‘બાપુની ઝાંખી’ - સંસ્મરણોનું પુસ્તક
‘ચિ.નેત્રમણિભાઈને’ , ‘ચિ.ચંદનને’ – વગેરે પત્ર સાહિત્ય આપતાં પુસ્તકો પણ છે.
‘જીવનભારતી’ - સાહિત્યવિષયક લખાણો – માં ગ્રંથસ્થ થયેલાં છે.
‘જીવનનો આનંદ’ - લલિત નિબંધો : આ ગ્રંથ તેમણે ઈ.સ. ૧૯૩૬ માં લખ્યો હતો. આ ગ્રંથ બે વિભાગમાં સ્પષ્ટપણે વહેંચાઈ જાય છે. ૧. ‘નિવૃતિમાં નિરીક્ષણ’ અને ૨. ‘પ્રકૃતિનું હાસ્ય’‌ - આ તેના બે વિભાગો છે. આ બધા લલિત નિબંધો તેના વર્ણ્યવિષયને લીધે તો ખરા જ ; સાદી સરળ છતાં ચેતોહર સહજ એવા સજીવારોપણ અલંકારથી કલ્પનાસમૃધ્ધ પણ બન્યાં છે.
‘રખડવાનો આનંદ’ આ પુસ્તક ઈ.સ.૧૯૫૩ માં લખાયું હતું. તેમાં જે નિબંધો સંગ્રહાયા છે તે મુખ્યત્વે વિશાળ ભારતમાં વિવિધ તીર્થધામો અને કલાધામોને લગતા લેખો છે. કાકાસાહેબે એક સરસ અવલોકન કર્યું છે * ‘દેશદર્શન એ મારે મન દેવદર્શનનો જ એક ભાગ છે.’ એ લલિત નિબંધો બની રહે છે. તેમાં કાકાસાહેબની સૌંદર્યદ્રષ્ટિ , કલાદ્રષ્ટિ અને સવિશેષ તો આજીવન પ્રવાસી એવા આત્માની જીવનદ્રષ્ટિનો આપણને પરિચય થાય છે. કન્યાકુમારીનું મંદિર , નર્મદાતીર પરનું યોગિનીમંદિર , બુધ્ધગયા , બાહુબાલીની મૂર્તિ , દેલવાડાનાં જૈનમંદિરોના પરિચયમાં કાકાસાહેબની હિંદુધર્મ અને સંસ્કૃતિ પરત્વે શ્રધ્ધા અને ભક્તિ સાચા અર્થમાં નિખરી આવતા જોઈ શકાય છે.
અજન્ટા ,તાજમહાલ , વૈરાગ્યવૈભવનો વારસો – માં કલાતીર્થોનો પરિચય તો દક્ષિણને છેડે , સીતા નહાણી , પુણ્ય તારાનગરી વગેરે લેખોમાં પ્રકૃતિદર્શનનો સુભગ પરિચય લેખક કરાવે છે.


કાકાસાહેબના ગદ્યમાં પાંડિત્ય અને રસિકતા, આદર્શમયતા અને વ્યવહારદક્ષતા , કવિત્વ અને વિનોદ, સ્વસ્થતા અને રંગદર્શિતા, સંયમ અને સ્વૈરવિહાર, શિવ અને સુંદરનો અદભુત સમન્વય જોવા મળે છે. સંસ્કૃત અને તળપદી ભાષાનો સંગમ કરતું કાકાસાહેબનું ગદ્ય શુધ્ધ , સરળ અને સાત્ત્વિક શૈલીમાં મઢાઈને કાવ્યતત્વની ટોચ સર કરે છે. ડૉ. પ્રમોદકુમાર પટેલ કાકાસાહેબના ગદ્યની ઓળખ આપતા કહે છે કે, "આપણા ગદ્યસાહિત્યમાં તેમણે ખરેખર એક સંસ્કારસમૃધ્ધશૈલી નિર્માણ કરી એ રીતે આપણા સંસ્કારજીવનને સમૃધ્ધ કરવામાં , આપણી રસકીય ચેતનાને પ્રફુલ્લિત કરવામાં તેમજ આપણી ભાષાની ખિલવણીમાં તેમના લલિત નિબંધો અને પ્રવાસગ્રંથોનું વિશેષ યોગદાન રહ્યુ છે."

દેહાંત
ઈ.સ.૧૯૮૧ના ઓગસ્ટ મહિનાની વીસમી તારીખના રોજ તેમનું અવસાન થયું હતું.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ચિત્ર પરિચય - વર્ણીન્દ્રધામ, પાટડી

🎪 શ્રી વર્ણીન્દ્રધામ 🎪 

🎪 ધાર્મિક મહાત્મ્યઃ- શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, રાજકોટના શ્રી દેવકૃષ્ણ સ્વામીએ 2016ની સાલમાં અખાત્રીજના દિવસે પાટડી ખાતે ભગવાન વર્ણિન્દ્ર સ્વરૂપી સ્વામિનારાયણનું સુંદર મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો હતો, જેને તેમના શિષ્ય અને સંપ્રદાયના જ શ્રી ધર્મવલ્લભદાસ સ્વામીએ પરિપૂર્ણ કર્યો હતો. અહીં 24 કલાક સ્વામિનારાયણની અખંડ ધૂન ચાલે છે. દરરોજે સાંજે રથમાં બિરાજમાન વર્ણીન્દ્ર ભગવાનની નગરયાત્રા નીકળે છે.

🎪 ઐતિહાસિક માહાત્મ્યઃ- આ મંદિર હાલમાં જ બન્યું હોવાથી તેનું કોઈ ઐતિહાસિક મહત્વ ખાસ નથી.

🎪 મંદિરના મુખ્ય આકર્ષણોઃ-
👉 અહીં મુખ્યમંદિરમાં ભગવાન શ્રી વર્ણિન્દ્ર સ્વરૂપી સ્વામિનારાયણ ઉપરાંત શ્રી નર-નારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી સીતારામ ઉપરાંત ભગવાનના 24 અવતારોની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા 30 સપ્ટેમ્બર, 2017ના રોજ કરાવી હતી. સનાતન હિન્દુ ધર્મના સંસ્કારો અને પરંપરાની ઝાંખી કરાવતા વિવિધ પ્રસંગોને અહીં તાદૃશ કરવામાં આવ્યા છે અને સાથે સાથે એક સ્વીમિંગ પુલ અને મનોરંજન પાર્કનું પણ નિર્માણ કરાવ્યું છે.

👉 દર મહિનાની પૂનમ તથા અગિયારસે મહારાજશ્રીના દર્શનનો અનેરો મહિમા છે. અહીં 24 કલાક સ્વામિનારાયણની અખંડ ધૂન ચાલે છે અને તેમાં ભાગ લેવા આસપાસના 93 ગામના ભાવિકો આવે છે. ધૂન કરવા આવનારને મંદિરમાં વિનામૂલ્યે ભોજનપ્રસાદી કરાવાય છે. દરરોજે સાંજે રથમાં બિરાજમાન વર્ણીન્દ્ર ભગવાનની નગરયાત્રા નીકળે છે. અહીં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતું પ્રદર્શન બપોરે 12 થી સાંજે 7.30 વાગ્યા સુધી યોજાય છે.

👉 સનાતન હિન્દુ ધર્મના સંસ્કારો અને પરંપરાની ઝાંખી કરાવતા વિવિધ પ્રસંગોને અહીં તાદૃશ કરવામાં આવ્યા છે.

🔔 આરતીનો સમયઃ- સવારે 5.15 મંગળા, સવારે 7.30 શણગાર, 11.00 રાજભોગ, સાંજે 7.15 સંધ્યા, રાત્રે 8.30 શયન 

🎪 દર્શનનો સમયઃ- સવારે 5:00થી રાત્રે 8.30 

📷 ફોટોગ્રાફીઃ- મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી છે.

🚏 કેવી રીતે પહોંચવુઃ-
🚐સડકમાર્ગેઃ અમદાવાદથી પોતાનું વાહન લઈને વાયા સાણંદ-વિરમગામ અને વડોદરાથી વાયા અમદાવાદ-સાણંદ થઈને જઈ શકાય અથવા પાટડી જતી જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
🚉 રેલ માર્ગેઃ વિરમગામ (28 કિ.મી.) નજીકનું રેલવે સ્ટેશન છે. 
✈ હવાઈ માર્ગેઃ નજીકનું એરપોર્ટ અમદાવાદ (115 કિ.મી.) ઈન્ટરનેશનલ એરપોર્ટ છે.

🎪 સંસ્કૃતિની ઝાંખી કરાવતું પ્રદર્શન બપોરે 12થી સાંજે 7.30 વાગ્યા સુધી યોજાય છે.

🎪 નજીકના મંદિરોઃ- 
1). શ્રી સ્વામિનારાયણ મંદિર, ધ્રાંગધ્રા 48 કિમી.
2). શ્રી રાધાકૃષ્ણ મંદિર, ઝૂંડ
3). શ્રી શક્તિમાતા મંદિર (પાટડીમાં)

🎪 રહેવાની સુવિધાઃ-
🏢 મંદિર ટ્રસ્ટ દ્વારા હાલ તો રહેવાની કોઈ સુવિધા નથી પરંતુ ભવિષ્યમાં રહેવા માટેની રૂમનું આયોજન છે..

🍧ભોજનની સુવિધાઃ- દર્શને આવતા ભક્તો માટે અહીં કાફેટેરિયામાં વિવિધ પ્રકારની ગુજરાતી થાળી, નાસ્તા, કાઠિયાવાડી વગેરે ભોજન (ચાર્જેબલ) જમવાની સુવિધા ઉપલબ્ધ છે.


બુકિંગની સુવિધાઃ- મંદિર ટ્રસ્ટમાં ફોન પર બુકિંગની હાલ સુવિધા નથી..

📃 સરનામુઃ- શ્રી વર્ણિન્દ્ર ધામ, પાટડી-વિરમગામ રોડ, પાટડી, જિ. સુરેન્દ્રનગર- 382765  

📺 વેબસાઈટઃ-  http://nilkanthdham.org/contact-us.php
ફોનઃ +91 9099621000

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Thursday, November 29, 2018

વ્યક્તિ પરિચય - જગદીશચંદ્ર બોઝ

🔭 મહાન વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝ 🔬
📙 ભારત દેશના મહાન વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝનો જન્મ 30 મી નવેમ્બર, 1858 ના રોજ મેમનસિંહ (પૂર્વ બંગાળ)માં મામાના ઘરે થયો હતો. તેઓ એ સમયના મહાન ભૌતિકશાસ્ત્રીમાંના એક હતાં. તેમણે ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર તથા પુરાતત્વનું ઉંડું જ્ઞાન હતું. તે દુનિયાના એવા પ્રથમ વૈજ્ઞાનિક હતો કે જેમણે રેડિયો અને સૂક્ષ્મ તરંગો ઉપર કામ કર્યું હતું. તેઓ ભારતના પ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેમને અમેરિકી પેટન્ટ મળ્યું હતું. સમગ્ર દુનિયામાં એમને રેડિયો વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે.
📙 આ ઉપરાંત તેઓ એ  કેસ્કોગ્રાફ, રેઝોનન્સ, રેકોર્ડર વગેરે ની શોધ કરી હતી. વનસ્પતિમાં પણ પ્રાણીઓની જેમ સંવેદના હોય છે તે સાબિત કરી આખા જગત ને આશ્ચર્યચકિત કરી દીધું હતું.
📙 જગદીશચંદ્ર બોઝ પોતાના સમયના અગ્રતમ ભૌતિકશાસ્ત્રીમાંના એક હતાં. તેઓ કોલકાતા શહેરમાં આવેલી પ્રેસિડેન્સી યુનિવર્સીટી ખાતે ભૌતિકશાસ્ત્રી હતાં. માઇક્રોવેવનો અભ્યાસ કરનાર તેઓ પ્રથમ વૈજ્ઞાનિક હતાં. કેસ્કોગ્રાફ, રેઝોનન્સ, રેકોર્ડર વગેરે ની શોધ કરી વનસ્પતિમાં માનવીની માફક સંવેદના હોય છે તે સાબિત કરી આખા જગત ને આંજી નાખ્યું.
📙 જગદીશચંદ્ર બોઝને બાળપણથી જ વનસ્પતિ અને પ્રાણીના જીવનમાં રસ હતો. તેમણે વનસ્પતિની ગતિવિધિની નોંધ લેતું. ક્રેસ્કોગ્રાફ નામનું અદભુત યંત્ર વિકસાવ્યું કે જે વનસ્પતિની પેશીજાળના હલનચલનને
૨૦,૦૦૦ ગણું મોટું કરીને દર્શાવે, સાથે જ ખાતર, અવાજ અને બીજી ઉદ્દીપક બાબતો પ્રત્યેની નોંધ રાખે છે. ચાલો, જગદીશચંદ્ર બોઝના જીવનકવન અંગે વધુ જાણીએ.

📙 જગદીશચંદ્ર બોઝનો જન્મ ૩૦ નવેમ્બર, ૧૮૫૮માં હાલ બાંગ્લાદેશમાં આવેલા મિમેનસિંઘ ગામમાં થયો હતો. તેમનો પરિવાર વિક્રમસિંહ ગામમાં વસતો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ ગામની જ શાળામાં માતૃભાષામાં પૂર્ણ થયું હતું.

📙 ૧૨ વર્ષની ઉંમરે તેઓ કોલકાત્તા આવ્યા અને સેન્ટ ઝેવિયર્સ શાળામાં પ્રવેશ લીધો. તેમને જીવવિજ્ઞાાનમાં વધારે રુચિ હતી પણ તેઓને પ્રોફેસર ફાધર લાફોટે ભૌતિકશાસ્ત્રના અભ્યાસ માટે પ્રેરિત કર્યા. ફિઝિક્સમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ તેઓ મેડિસિનના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. જોકે, ખરાબ તબિયતને લીધે તેમણે મેડિસિનનો અભ્યાસ પડતો મૂકી કેમ્બ્રિજ યુનિર્વિસટીમાંથી અભ્યાસ કર્યો.

📙 ૧૮૧૫માં ભારત પાછા ફરીને તેમણે પ્રેસિડેન્સી કોલેજમાં અધ્યાપનનું કાર્ય શરૂ કર્યું. એ વખતે અંગ્રેજ શિક્ષકોની સરખામણીમાં ભારતીય શિક્ષકોને ત્રીજા ભાગનો જ પગાર ચૂકવવામાં આવતો. બોઝે આનો જોરદાર વિરોધ કર્યો અને ત્રણ વર્ષ કોઈ જ વેતન લીધા વગર કામ કર્યું. આને લીધે તેઓ દેવાદાર પણ બન્યા તથા ગામની જમીન વેચવાની ફરજ પડી. જોકે, આખરે બોઝની જીત થઈ અને તેમને પૂરું વેતન ચૂકવવામાં આવ્યું. તેઓ એક ઉમદા શિક્ષક હતા.

📙 પ્રાયોગિક શિક્ષણમાં માનતા જગદીશચંદ્રના વિદ્યાર્થી સત્યેન્દ્રનાથ બોઝ તથા મેઘનાથ સાહા એક મહાન વિજ્ઞાની બન્યા. ૧૯૧૭માં અધ્યાપનમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે બોઝ રિસર્ચ ઇન્સ્ટિટયૂટની કોલકાત્તામાં સ્થાપના કરી. તેઓ ૧૯૩૭ સુધી ત્યાં જ કાર્યરત રહ્યા. જગદીશચંદ્ર બોઝને રેડિયો વિજ્ઞાનના પિતામહ ગણવામાં આવે છે. માર્કોનીની શોધનાં બે વર્ષ અગાઉ તેમણે રેડિયો તરંગો અને સંચારની પદ્ધતિ શોધી કાઢી હતી.
📙 આજકાલ માઇક્રોવેવ કે વિકિરણીય ઉપકરણો જે વપરાય છે તેની શોધ બોઝે ૧૯મી સદીમાં કરી નાખી હતી. બોઝે સૂર્યમાંથી મળતી વિદ્યુત ચુંબકીય શક્તિના અસ્તિત્વની તથા તેના ઉપયોગની હિમાયત કરી હતી, જે ૧૯૪૪માં સફળ સાબિત થઈ. ભૌતિકશાસ્ત્રી ઉપરાંત બોસ અચ્છા લેખક, વનસ્પતિશાસ્ત્રી પણ હતા. તેમણે વનસ્પતિમાં જીવ છે તે વાત પ્રતિપાદિત કરી. સજીવ અને નિર્જીવ વિશેની માન્યતાઓ તેમના થકી જ
બદલાઈ. આ માટે તેમણે ક્રેસ્કોગ્રાફ નામના યંત્રની શોધ કરી.

📙 જગદીશચંદ્ર બોઝ મહાન ગણિતશાસ્ત્રી રામાનુજના સમકાલીન હતા. તેઓ કવિવર રવીન્દ્રનાથ ટાગોરના ખાસ મિત્ર પણ હતા. જગદીશચંદ્રને કોમ્પેનિયન ઓફ ઓર્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર, કોમ્પેનિયન ઓફ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ધ ઇન્ડિયા, નાઇટ બેચલર, સર સહિતની અનેક સન્માનીય ઉપાધિઓ એનાયત કરવામાં આવી હતી. તેઓ રોયલ સોસાયટીના ફેલો પણ હતા. ભૌતિકવિજ્ઞાાન તથા વનસ્પતિશાસ્ત્ર પર તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. તેઓ સાયન્સ ફિક્શન લખવાના પણ શોખીન હતા.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ચિત્ર પરિચય - પાલીતાણા જૈન તીર્થ

🎪 પાલીતાણા જૈન તીર્થ 🎪 
🎪 ધાર્મિક મહાત્મ્ય:- શાશ્વત તીર્થ તરીકે જાણીતા એવા પાલીતાણાની યાત્રા ન કરી હોય તેવા જૈન કદાચ બહુ જ ઓછા જોવા મળશે. શ્વેતાંબર જૈનોમાં આ તીર્થનું માહાત્મ્ય સૌથી વધુ છે. એમ માનવામાં આવે છે કે જૈનોના 24 પૈકીના 23 તીર્થંકરો (નેમિનાથ સિવાયના) આ ટેકરી ઉપર આવ્યા હતા.
🎪 કહેવાય છે કે અહીંના રાયણના વૃક્ષના મૂળ, ફૂલ કે પાનમાં આદિનાથ દેવનો વાસ રહે છે. અજિતનાથ ભગવાન આ પર્વત પર 3000 વાર આવ્યા હતા અને જૈનોના પહેલા તીર્થંકર ઋષભદેવ (આદિનાથ) પ્રભુ પર્વત પર 99 વાર પધાર્યા હતા. પાલીતાણાના પહાડો પર જૈનોના 3000 કરતાં પણ વધારે નાનાં-મોટાં દેરાસરો આવેલાં છે. પાલીતાણા પરથી કરોડો જીવો મોક્ષ પામ્યા હોવાનું માનવામાં આવે છે.

🎪 નિર્માણ:- પાલીતાણાના ભવ્‍ય દેરાસર શૃંખલાનું નિર્માણ ઇ.સ. 13મી સદીના સમયગાળામાં પર્વત પર શરૂ થયું હતું. જૈન ધર્મના શ્રેષ્‍ઠી વસ્‍તુપાલ દ્વારા પાલીતાણાનું નિર્માણ થયું હતું. 1800 ફૂટ ઊંચા પર્વતીય સ્‍થાન પર પહોંચવા 3794 પગથિયાં બનાવવામાં આવ્‍યાં છે.
🎪 પર્વતના શિખર પર પહોંચવાના રસ્‍તે તીર્થંકરોનાં પદચિહ્નો દ્રશ્‍યમાન થાય છે. સમયાંતરે આ સંકુલના દેરાસરોનું સંવર્ધન થતું રહ્યું. અહીં શ્રી આદિનાથ પ્રભુ મૂળનાયક છે. મુખ્‍ય દેરાસરમાં ભગવાન આદિનાથની ભવ્‍ય મૂર્તિ છે. તેના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્‍ય બને છે. વિક્રમ સંવત 1018 માં આ દેરાસરનું 13મી વખત પુનઃનિર્માણ કરવામાં આવ્‍યું.
🎪 ‘પાલીતાણા’નું મુખ્‍ય દેરાસર મૂળ લાકડાંમાંથી બનાવવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ સમયાંતરે તેનું પુનઃનિર્માણ થતું રહ્યું છે. રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા તેમના મંત્રી ઉદય મહેતાએ આરસપહાણના પથ્‍થરોમાંથી અંદાજે રૂપિયા 2.97 કરોડના ખર્ચે તત્‍કાલીન સમયમાં તેનું નિર્માણ કર્યું. રાજા સિદ્ધરાજના વંશજ અને દાનવીર શ્રેષ્‍ઠી કુમારપાળે દેરાસરને આખરી સ્‍વરૂપ આપી વિસ્‍તાર્યું. હાલનું દેરાસરનું ઇ.સ. 1618 માં નિર્માણ કરવામાં આવ્‍યું. જૈનોના પહેલા તીર્થંકર ઋષભદેવ (આદિનાથ) પ્રભુ પર્વત પર 99 વાર પધાર્યા હતા. પાલીતાણા તીર્થના મૂળનાયક શ્રી આદિનાથની દેરી સુધી પહોંચવા અંદાજે 3794 પગથિયાં ચડવા પડશે. 

🎪 પાલીતાણાના મુખ્ય આકર્ષણો:- 
પાલીતાણા તીર્થ પર સૌથી વધુ માહાત્મ્ય રામપોળનું છે. રામપોળમાં પાલીતાણાના મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનનું દેરાસર છે. તે સિવાય અહીં રાયણ પગલાં, શાંતિનાથ પ્રભુ અને પાર્શ્વનાથ પ્રભુનાં દેરાસર છે. પાલીતાણા ચડવાની શરૂઆત કરો તે તળેટીનું પણ જૈનોમાં અનેરું મહત્વ છે. તળેટીથી થોડાં પગથિયાં ચડ્યાં પછી વિશિષ્ઠ બનાવટવાળું સમવસરણ પણ છે.

🔔 આરતીનો સમય:-
👉 રામપોળ (જ્યાં ભગવાન આદિનાથ પ્રભુનું દેરાસર છે) તેનો દરવાજો સૂર્યોદય થતાં ખૂલે છે. અહીં લાઇનમાં કેસર પૂજાની સવારે 10.30 કલાકથી શરૂ થઇ જાય છે. અહીં આરતી-મંગળદીવો સવારે (10.30થી 11.30)ની આસપાસ થાય છે. જ્યારે સાંજે આરતી-મંગળદીવો 4થી 4.30 દરમિયાન થાય છે. જોકે, શ્રદ્ધાળુઓના ધસારા પ્રમાણે સમયમાં ફેરફાર થઈ શકે છે.

🔔 દર્શનનો સમય:-
👉 સૂર્યોદયથી સાંજે આરતી-મંગળદીવો ઊતરે ત્યાં સુધી દર્શન કરી શકાય. 

🎪 નજીકનાં મંદિરો:-
👉 શ્રી હસ્તગિરિ તીર્થ: પાલીતાણાથી 18 કિમી દૂર આવેલું છે, શ્રી ચંદ્રોદય રિલિજિયસ ટ્રસ્ટ ઓફિસ, મુ. પો. જાળિયા(અમરાજી) - 364270  ફોન નં: 02848-284101
👉 શ્રી શેત્રુંજય ડેમ દેરાસર પાલીતાણાથી તળાજા જવાના રસ્તે આશરે 12 કિમીના અંતરે શેત્રુંજય ડેમ પાસે દેરાસર આવેલું છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની સુંદર પ્રતિમા છે.

🎪 પાલીતાણામાં તળેટી નજીક અનોખું બાંધકામ ધરાવતું સમવસરણ આવેલું છે ત્યાં રહેવાની સુવિધા છે. 125 થી વધુ ધર્મશાળા અને 50 જેટલી ભોજનશાળા આવેલી છે. 

🎪 બુકિંગ કેવી રીતે:- 
પાલીતાણાનો STD કોડ: 02848
આગમ મંદિર: 252195
ઓસવાલ યાત્રિક ભુવન: 252240/251001
સાદડી ભુવન: 252368/242259 
ગિરિવિહાર: 252258
ધાનેરા ભવન: 242174
જંબુદ્વીપ: 242022/252307
ભેરુ વિહાર 242984/252784

🎪 ચોમાસા દરમિયાન શાસ્ત્રોનુસાર જાત્રા નિષેધ હોય છે. અહીં કાર્તકી પૂનમ અને ફાગણ સુદ તેરસ (છ ગાઉની જાત્રા) દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં જૈનો આવે છે. તેથી આ સમયગાળા દરમિયાન રૂમ મળવામાં થોડી મુશ્કેલી થઇ શકે છે. 

🎪 સરનામું:-
પાલીતાણા તીર્થ, શેઠ આણંદજી કલ્યાણજી, રજની શાંતિ માર્ગ, પાલીતાણા – 364270.

ફોન નંબર:-  (02848) 253656, (02848) 252148

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Wednesday, November 28, 2018

વ્યક્તિ પરિચય - ચક્રવર્તી સમ્રાટ અશોક

ચક્રવર્તી  સમ્રાટ અશોક

Jump to navigationJump to search
અશોક
ચક્રવર્તી  સમ્રાટ
અમરાવતી, આંધ્રપ્રદેશમાંથી મળેલી અશોકની ૧લી સદીની મૂર્તિ
૩જો મૌર્ય રાજા
રાજ્યકાળc. ૨૬૮ – c. ૨૩૨ ઈસ પૂર્વે
રાજ્યાભિષેકઇસ પૂર્વે ૨૬૮
પૂર્વાધિકારીબિંદુસાર
ઉત્તરાધિકારીદશરથ મૌર્ય
Consortઅસાંધિમિત્રા
પત્નિઓ
  • દેવી
  • કૌર્વકી
  • રાણી પદ્માવતી
  • તિશ્યારક્ષા
સંતતિ
  • મહેન્દ્ર
  • સંઘમિત્રા
  • તિવલા
  • કુણાલ
  • ચારુમતિ
પિતાબિંદુસાર
માતાશુભાદ્રંગી
જન્મઈસ પૂર્વે ૩૦૪
પાટલીપુત્ર, પટના
અવસાનઇસ પૂર્વે ૨૩૨ (ઉંમર ૭૨)
પાટલીપુત્ર, પટના

📙 અશોક (રાજ્યકાળ ઇ.સ. પૂર્વે ૨૬૮-૨૩૨) પ્રાચીન ભારતમાં મૌર્ય વંશનો રાજા હતો અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતો છે. તેના સમયમાં મૌર્ય સામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુકુશની પહાડીઓથી દક્ષિણમાં ગોદાવરીનદીના દક્ષિણકાંઠા, તથા મૈસૂર સુધી અને પૂર્વમાં હાલના બાંગ્લાદેશથી પશ્ચિમમાં અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલું હતું, જે તે સમયનું સૌથી મોટું ભારતીય સામ્રાજ્ય હતું. સમ્રાટ અશોકને વિશાળ સામ્રાજ્યના કુશળ શાસક તથા બૌદ્ધ ધર્મના પ્રચારક તરીકે ઓળખવામાં આવે છે.

તેના જીવનકાળના ઉત્તરાર્ધમાં સમ્રાટ અશોક ગૌતમ બુદ્ધનો અનુયાયી બની ગયો અને ભગવાન બુદ્ધની સ્મૃતિમાં તેણે એક સ્તંભનુ નિર્માણ કરાવ્યું જે આજે પણ નેપાળમાં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં માયાદેવી મંદિર પાસે જોઇ શકાય છે. તેણે બૌદ્ધ ધર્મનો પ્રચાર ભારત ઉપરાંત શ્રીલંકાઅફઘાનિસ્તાનપશ્ચિમ એશિયા, મિસ્ર તથા યુનાનમાં પણ કરાવ્યો હતો.
📙 આરંભિક જીવન:- અશોક મૌર્ય સમ્રાટ બિંદુસાર તથા રાણી ધર્માનો પુત્ર હતો. કહેવાય છે કે ધર્મા એક બ્રાહ્મણ કન્યા હતી. એક દિવસ તેને સ્વપ્ન આવ્યુ કે તેનો પુત્ર ખૂબ મોટો સમ્રાટ બનશે. ત્યારબાદ તેને રાજા બિંદુસારે પોતાની રાણી બનાવી દીધી. ક્ષત્રિય કુળની ન હોવાથી ધર્માને રાજકુળમાં કોઈ વિશેષ સ્થાન પ્રાપ્ત ન હતું.
અશોકને ઘણા ભાઈ-બહેન (સાવકા) હતા. નાનપણથી જ તેમની વચ્ચે ઘણી સ્પર્ધા રહેતી. અશોક માટે કહેવાય છે કે તે યુદ્ધ કળામાં પ્રવિણ હતો.
📙 સામ્રાજ્ય વિસ્તાર:-


અશોકનું સામ્રાજ્ય
અશોકનો મોટો ભાઈ સુસિમ તે સમયે તક્ષશિલાનો પ્રાંતપાલ હતો. તક્ષશિલામાં ભારતીય-યુનાની મૂળના ઘણા લોકો રહેતા હતા એટલે તે ક્ષેત્ર વિદ્રોહ માટે ઉપયોગી હતું. સુસિમનું અકુશળ શાસન આ વિદ્રોહનું કારણ બની ગયું. રાજા બિન્દુસારે સુસિમના કહેવાથી અશોકને વિદ્રોહનું દમન કરવા મોકલ્યો. અશોકના આગમનના સમાચાર સાંભળતા જ વિદ્રોહીઓનો વિદ્રોહ આપમેળે શાંત થઈ ગયો. અશોકના શાસનકાળ દરમિયાન પણ તક્ષશિલામાં ફરી વિદ્રોહ થયો હતો જેને બળપૂર્વક દબાવી દેવામાં આવ્યો હતો.
અશોકની આ સિદ્ધિથી તેના ભાઈ સુસિમને સિંહાસન મળવા પર ખતરો વધી ગયો. તેણે રાજા બિંદુસારને પોતાના પક્ષમાં કરી અશોકને દેશનિકાલ આપ્યો. અશોક કલિંગ ચાલ્યો ગયો. જ્યા તેને મત્સ્યકન્યા કૌર્વકી સાથે પ્રણય થયો. હાલમાં મળેલ પ્રમાણ અનુસાર અશોકે તેને પોતાની બીજી કે ત્રીજી રાણી બનાવી હતી.
આ દરમ્યાન ઉજ્જૈનમાં વિદ્રોહ ફાટી નીકળ્યો એટલે નિર્વાસિત અશોકને પરત બોલાવવામાં આવ્યો. નિર્વાસન દરમિયાન અશોક બૌદ્ધ સન્યાસીઓ સાથે રહ્યો જેથી તેને બૌદ્ધ વિધિ-વિધાનો તથા શિક્ષાઓ વિશે જાણવા મળ્યું. તેને એક સુંદરી 'દેવી'નો સંગાથ મળ્યો, જેની સાથે તેણે લગ્ન કરી લીધાં.
થોડા વર્ષો પછી રાજાની બિમારી અને સુસિમથી કંટાળેલ લોકોએ અશોકને સિંહાસન પર કબ્જો લેવા પ્રોત્સાહિત કર્યો. સત્તા પર આવતા જ અશોકે પૂર્વ અને પશ્ચિમ દિશામાં પોતાના રાજ્યનો ફેલાવો કર્યો. તેણે હાલના આસામથી ઈરાનની સરહદ સુધીનો વિસ્તાર ફક્ત આઠ વર્ષમાં પોતાને હસ્તગત કરી લીધો હતો.

📙 કલિંગનુ યુધ્ધ:-

કલિંગનુ યુદ્ધ અશોકના જીવનપરિવર્તન માટે નિર્ણાયક સાબિત થયું. આ યુદ્ધમાં થયેલા માનવસંહારથી તેનું મન દુઃખ અને વેદનાથી ભરાઈ ગયું અને પછીથી ભગવાન બુદ્ધના ઉપદેશોથી પ્રભાવિત થઈ તેણે બૌદ્ધ ધર્મઅંગિકાર કર્યો હતો. ત્યારબાદ તેના પ્રજાવત્સલ કાર્યોને કારણે તે પ્રિયદર્શી તરીકે ઓળખાયો.

📙 બૌદ્ધ ધર્મ અંગીકરણ:-


ઇસ.પૂર્વે ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે બનાવડાવેલો સાંચીનો સ્તૂપમધ્ય પ્રદેશ
કલિંગના યુધ્ધમાં થયેલો નરસંહાર જોઈ તે વ્યથીત થઇ ગયેલો અને આ કારણે તેણે શાંતિની શોધમાં બૌદ્ધ ધર્મનો સ્વિકાર કર્યો. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ તેણે બુદ્ધના ઉપદેશને આચરણમાં પણ લાવવા પ્રયત્ન કર્યો. તેણે શિકાર તથા પશુહત્યાનો ત્યાગ કર્યો. બ્રાહ્મણો અને સંન્યાસીઓને ખુલ્લા હાથે દાન-ધર્મ કર્યા. જનકલ્યાણ અર્થે ચિકિત્સાલય, પાઠશાળા અને રસ્તાઓનું નિર્માણ કર્યું.
તેણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાના ધર્મ પ્રચારક નેપાળશ્રીલંકાઅફઘાનિસ્તાન, સીરિયા, મિસ્ર અને યુનાન સુધી મોકલ્યા હતા.

📙 અવસાન:-

અશોકે લગભગ ૪૦ વર્ષ સુધી શાસન કર્યું. તેનું અવસાન ઇ.પૂ. ૨૩૨માં થયું હતું. તેના ઘણા સંતાન અને રાણીઓ હતા, પરંતુ ઇતિહાસકારો પાસે વધારે માહિતી નથી. તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાએ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ઘણુ યોગદાન આપ્યું હતું. અશોકના મૃત્યુ પછી મૌર્ય વંશનું શાસન લગભગ ૬૦ વર્ષ ચાલ્યુ હતું.

📙 અવશેષ:-

મગધ અને ભારતીય ઉપમહાદ્વીપમાંથી ઘણી જગ્યાએથી અશોકના કાળના ઘણા અવશેષ મળી આવ્યા છે. પટણા (પાટલીપુત્ર) પાસે કુમ્હરારમાં પણ તે સમયના અવશેષ મળ્યા છે. લુમ્બિનીમાં અશોકના સ્તંભ જોવા મળે છે. કર્ણાટક અને દેશના બીજા ઘણા ભાગમાં અશોકના શીલાલેખ જોવા મળે છે.
ગુજરાતમાં જુનાગઢ પાસે ગીરનાર પર્વત પરનો અશોકનો શીલાલેખ ગુજરાતમાં અશોકના શાસનનો પુરાવો છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ચિત્ર પરિચય - અંબાજી

🎪 ભારતભરમાં યાત્રાધામ તરીકે મશહુર અંબાજી માતાનું મંદિર 🎪
🎪 યાત્રાધામ અંબાજી દરિયાઈ સપાટીથી 1600 ફૂટની ઊંચાઈ પર આવેલું છે.
🎪 ધાર્મિક માહાત્મ્યઃ- ભારતભરમાં યાત્રાધામ તરીકે મશહુર એવું શ્રી આરાસૂરી અંબાજી માતા મંદિર બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું છે. જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. શક્તિપીઠનું આગવું મહત્વ હોવાથી શૈવ ઉપરાંત લકુલિશ સંપ્રદાયમાં પણ ઘોર સાધના માટે અંબાજી વિશિષ્ટ સ્થાન તરીકે પ્રસિદ્ધ છે.
🎪 અંબાજીમાં કોઇ મૂર્તિની પૂજા થતી નથી, પરંતુ વીસાયંત્રની પૂજા થાય છે. શુદ્ધ સોનામાંથી બનાવેલા આ યંત્રમાં 51 અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે. માતાજીના યંત્રના સ્થાનને નજરથી જોવાનું નિષેધ હોઇ પૂજારી આંખે પાટા બાંધીને પૂજા કરે છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે.

🎪 પૌરાણિક માહાત્મ્ય:- ભાગવત પુરાણ મુજબ, પ્રજાપતિ દક્ષ રાજાએ બૃહસ્પતિષ્ક નામના યજ્ઞનું આયોજન કર્યુ હતું. દક્ષે બધા દેવોને આમંત્રણ આપ્યુ હતું. પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને આમંત્રણ ન આપ્યું.
🎪 પિતાને ત્યાં યજ્ઞ છે એવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતાં સતિ પાર્વતી પિતાને ઘરે પહોંચી ગયા. એ વખતે દક્ષે શંકર વિશે અપમાનજનક શબ્દો કહેતાં પાર્વતીએ યજ્ઞકુંડમાં પડી જીવ દઈ દીધો. એ પછી ભગવાન શિવે પાર્વતીના દેહને ખભા પર ઉપાડીને તાંડવ નૃત્ય શરુ કર્યું. શિવના ક્રોધથી સમગ્ર સૃષ્ટિ ભયભીત થઈ ગઈ ત્યારે પાર્વતીમાં રહેલી શિવની આસક્તિ નાબુદ કરવા ભગવાન વિષ્ણુએ ચક્ર વડે સતીના દેહના ટૂકડા કરવા માંડ્યા. એ વખતે જ્યાં જ્યાં સતીના દેહના ટૂકડા પડ્યા એ દરેક સ્થાનો શક્તિપીઠ તરીકે ઓળખાય છે. ભાગવત ઉપરાંત સ્કંદ પુરાણ અનુસાર, સતી પાર્વતીના હૃદયનો હિસ્સો જ્યાં પડ્યો એ સ્થાન આરાસુરી શક્તિપીઠ તરીકે ઓળખાય છે.

🎪 મુખ્ય આકર્ષણો:- 
📍 51 શક્તિપીઠો પૈકી 358 સુવર્ણ કળશ ધરાવતી ભારતભરમાં એક માત્ર શક્તિપીઠ છે. 
📍 ભાદરવી પૂનમે ચાર દિવસના વર્ષના સૌથી મોટા મેળાનું આયોજન.
કાર્તિક સુદ એકમ નવા વર્ષ નિમિત્તે ‘અન્‍નકૂટ’નું આયોજન મંદિરના ટ્રસ્‍ટ દ્વારા કરાય છે.
📍 અશ્વિની નવરાત્રી, પોષ સુદ પૂનમ: મા અંબાજીનો જન્‍મોત્‍સવ
📍 ચાચરચોકમાં નવ દિવસીય ગરબા તેમજ ટ્રસ્ટ દ્વારા આઠમે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
📍 શ્રાવણ વદ-૧૩થી અમાસ: યજ્ઞ, હવન અને અન્‍નકૂટનું આયોજન, આદિવાસી મેળાનું આયોજન.
📍 ભાદરવી પૂનમના અવસરે અહીં ચાર દિવસના વર્ષના સૌથી મોટા મેળાનું આયોજન થાય છે.

🔔 આરતીનો સમય:-
👉 સવારે આરતીઃ 7.00 થી 7.30 વાગ્યે
👉 રાજભોગ આરતીઃ 12.30થી 1.00 વાગ્યે
👉 સાંજે આરતીઃ 7.00થી 7.30 વાગ્યે

🔔 દર્શનનો સમય:-
👏 સવારે દર્શનઃ 7.30થી 10.45 વાગ્યે
👏 બપોર પછી દર્શનઃ 1થી 4.30 વાગ્યે
👏 સાંજે દર્શનઃ 7.30થી 9.15 વાગ્યે

🎪 કેવી રીતે પહોંચવું:-
📍 જમીન માર્ગેઃ અંબાજી જવા માટે ગુજરાતનાં મોટા ભાગનાં સ્થળોએથી બસ ટ્રાન્સપોર્ટની સેવા છે. અંબાજી અમદાવાદથી 190 કિમીના અંતરે આવેલું છે. 
 📍 નજીકનું રેલવે સ્ટેશન: આબુ રોડ છે, જે 24 કિમી દૂર છે.
📍 નજીકનું એરપોર્ટ: અંબાજીથી નજીકનું એરપોર્ટ અમદાવાદ (65 કિમી) અને ઉદેપુર (170 કિમી) દૂર છે. 

🎪 નજીકનાં મંદિરો:-
1).હાટકેશ્વર મંદિર, વડનગર 95 કિમી
2).માતૃગયા તીર્થસ્થાન, સિદ્ધપુર 86 કિમી
3). ઉમિયાધામ ઊંઝા- 99 કિમી.
4). સપ્તેશ્વર મહાદેવ મંદિર 100 કિમી

🎪 51 શક્તિપીઠો પૈકિની આ શક્તિપીઠનું મંદિર પૌરાણિક છે. રહેવા-જમવાની સુવિધા સાથે...

🎪 બુકિંગની સુવિધા:-
શ્રી જગત જનની પથિકાશ્રમ
ફોન :- 02749-262800
શ્રી અંબિકા વિશ્રામગૃહ, અંબાજી 
ફોન :- (02749)-262143
શ્રી અંબિકા ભોજનાલય 
ફોન :- 02749-262505

🎪 સરનામું:- 
☎ અંબાજી મંદિર, તાલુકો- દાંતા, જિલ્લો બનાસકાંઠા-385110 ફોન નંબર: 02749-262136

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.