🎪 શ્રી વર્ણીન્દ્રધામ 🎪
🎪 ધાર્મિક મહાત્મ્યઃ- શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, રાજકોટના શ્રી દેવકૃષ્ણ સ્વામીએ 2016ની સાલમાં અખાત્રીજના દિવસે પાટડી ખાતે ભગવાન વર્ણિન્દ્ર સ્વરૂપી સ્વામિનારાયણનું સુંદર મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો હતો, જેને તેમના શિષ્ય અને સંપ્રદાયના જ શ્રી ધર્મવલ્લભદાસ સ્વામીએ પરિપૂર્ણ કર્યો હતો. અહીં 24 કલાક સ્વામિનારાયણની અખંડ ધૂન ચાલે છે. દરરોજે સાંજે રથમાં બિરાજમાન વર્ણીન્દ્ર ભગવાનની નગરયાત્રા નીકળે છે.
🎪 ઐતિહાસિક માહાત્મ્યઃ- આ મંદિર હાલમાં જ બન્યું હોવાથી તેનું કોઈ ઐતિહાસિક મહત્વ ખાસ નથી.
🎪 મંદિરના મુખ્ય આકર્ષણોઃ-
👉 અહીં મુખ્યમંદિરમાં ભગવાન શ્રી વર્ણિન્દ્ર સ્વરૂપી સ્વામિનારાયણ ઉપરાંત શ્રી નર-નારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી સીતારામ ઉપરાંત ભગવાનના 24 અવતારોની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા 30 સપ્ટેમ્બર, 2017ના રોજ કરાવી હતી. સનાતન હિન્દુ ધર્મના સંસ્કારો અને પરંપરાની ઝાંખી કરાવતા વિવિધ પ્રસંગોને અહીં તાદૃશ કરવામાં આવ્યા છે અને સાથે સાથે એક સ્વીમિંગ પુલ અને મનોરંજન પાર્કનું પણ નિર્માણ કરાવ્યું છે.
👉 દર મહિનાની પૂનમ તથા અગિયારસે મહારાજશ્રીના દર્શનનો અનેરો મહિમા છે. અહીં 24 કલાક સ્વામિનારાયણની અખંડ ધૂન ચાલે છે અને તેમાં ભાગ લેવા આસપાસના 93 ગામના ભાવિકો આવે છે. ધૂન કરવા આવનારને મંદિરમાં વિનામૂલ્યે ભોજનપ્રસાદી કરાવાય છે. દરરોજે સાંજે રથમાં બિરાજમાન વર્ણીન્દ્ર ભગવાનની નગરયાત્રા નીકળે છે. અહીં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતું પ્રદર્શન બપોરે 12 થી સાંજે 7.30 વાગ્યા સુધી યોજાય છે.
👉 સનાતન હિન્દુ ધર્મના સંસ્કારો અને પરંપરાની ઝાંખી કરાવતા વિવિધ પ્રસંગોને અહીં તાદૃશ કરવામાં આવ્યા છે.
🔔 આરતીનો સમયઃ- સવારે 5.15 મંગળા, સવારે 7.30 શણગાર, 11.00 રાજભોગ, સાંજે 7.15 સંધ્યા, રાત્રે 8.30 શયન
🎪 દર્શનનો સમયઃ- સવારે 5:00થી રાત્રે 8.30
📷 ફોટોગ્રાફીઃ- મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી છે.
🚏 કેવી રીતે પહોંચવુઃ-
🚐સડકમાર્ગેઃ અમદાવાદથી પોતાનું વાહન લઈને વાયા સાણંદ-વિરમગામ અને વડોદરાથી વાયા અમદાવાદ-સાણંદ થઈને જઈ શકાય અથવા પાટડી જતી જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
🚉 રેલ માર્ગેઃ વિરમગામ (28 કિ.મી.) નજીકનું રેલવે સ્ટેશન છે.
✈ હવાઈ માર્ગેઃ નજીકનું એરપોર્ટ અમદાવાદ (115 કિ.મી.) ઈન્ટરનેશનલ એરપોર્ટ છે.
1). શ્રી સ્વામિનારાયણ મંદિર, ધ્રાંગધ્રા 48 કિમી.
2). શ્રી રાધાકૃષ્ણ મંદિર, ઝૂંડ
3). શ્રી શક્તિમાતા મંદિર (પાટડીમાં)
🎪 રહેવાની સુવિધાઃ-
🏢 મંદિર ટ્રસ્ટ દ્વારા હાલ તો રહેવાની કોઈ સુવિધા નથી પરંતુ ભવિષ્યમાં રહેવા માટેની રૂમનું આયોજન છે..
🍧ભોજનની સુવિધાઃ- દર્શને આવતા ભક્તો માટે અહીં કાફેટેરિયામાં વિવિધ પ્રકારની ગુજરાતી થાળી, નાસ્તા, કાઠિયાવાડી વગેરે ભોજન (ચાર્જેબલ) જમવાની સુવિધા ઉપલબ્ધ છે.
✉ બુકિંગની સુવિધાઃ- મંદિર ટ્રસ્ટમાં ફોન પર બુકિંગની હાલ સુવિધા નથી..
📃 સરનામુઃ- શ્રી વર્ણિન્દ્ર ધામ, પાટડી-વિરમગામ રોડ, પાટડી, જિ. સુરેન્દ્રનગર- 382765
📺 વેબસાઈટઃ- http://nilkanthdham.org/contact-us.php
ફોનઃ +91 9099621000
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment