📕 વીર સાવરકર 📕
👉 જન્મ: ૨૮ મે ૧૮૮૩, ભાગુર, નાસિક, મહારાષ્ટ્ર
👉 મૃત્યુ: ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૬, મુંબઈ, મહારાષ્ટ્ર
👉 પિતા: દામોદર સાવરકર
👉 માતા: યશોદા સાવરકર
👉 મૃત્યુનું કારણ: આમરણાંત ઉપવાસ
👉 રાષ્ટ્રીયતા: ભારતીય
👉 અન્ય નામો: સ્વાતંત્યવીર સાવરકર, વીર સાવરકર, બડા બાબુ, તાત્યારાવ
👉 શિક્ષણ: બી.એ., બેરિસ્ટર (લંડન)
👉 માતૃસંસ્થા: મુંબઈ યુનિવર્સિટી, ગ્રેસ ઇન
📕 વિનાયક દામોદર સાવરકર (૨૮ મે ૧૮૮૩ - ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૬) ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા. જેથી તેઓ વીર સાવરકર નામથી જાણીતા થયા.
📕 હિન્દુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા (હિન્દુત્વ) ને વિકસિત કરવાનો સંપૂર્ણ શ્રેય સાવરકરને ફાળે જાય છે. સ્વતંત્રતા સેનાની હોવાની સાથે-સાથે તેઓ મહાન ક્રાંતિકારી, વિચારક, સિદ્ધહસ્ત લેખક, કવિ, પ્રખર વક્તા તથા દુરદર્શી રાજનેતા પણ હતા. તેઓ એક એવા ઈતિહાસકાર પણ હતા કે જેમણે હિન્દુ રાષ્ટ્રના વિજયના ઈતિહાસને પ્રમાણિકપણે શાબ્દિક રીતે કંડાર્યો હતો. તેમણે ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામનો જીવંત અહેવાલરૂપી ઈતિહાસ ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડિપેન્ડન્સ નામના પુસ્તકમાં લખ્યો જેનાથી બ્રિટિશ શાસકોમાં ખળભળાટ મચી ગયો. ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડેપેન્ડન્સ મૂળ મરાઠી ભાષામાં ૧૯૦૮ની સાલમાં તેમણે લખી જેનો અંગ્રેજી ભાષામાં અનુવાદ ઈન્ડિયા હાઉસમાં રહીને છ જેટલા વિદ્યાર્થીઓએ કર્યો. એ સમયે ભારતમાં મુદ્રણકાર્ય શક્ય ન હતું. તેમના આ પુસ્તકનું મુદ્રણ કાર્ય ઈંગ્લેન્ડ અને જર્મનીમાં પણ ન થઈ શક્યું. અંતમાં આ પુસ્તક ૧૯૦૯ની સાલમાં હોલેન્ડમાં મુદ્રિત થયું. સમયાંતરે આ પુસ્તકનો અનુવાદ ઉર્દૂ, હિન્દી, પંજાબી અને તામિલ ભાષામાં પણ થયો. આ પુસ્તક પર બ્રિટિશ શાસકો દ્વારા પ્રતિબંધ લગાવાયો હતો. પ્રતિબંધ દરમિયાન ડૉ. ક્યુતિન્હોએ આ પુસ્તકને એક ધાર્મિક ગ્રંથની જેમ સાચવીને રાખેલો. આ પ્રતિબંધને ૧૯૪૬ના મે મહિનામાં મુંબઈ સરકાર દ્વારા હટાવાયો હતો.
📕 વિનાયક દામોદર સાવરકર (જન્મ 28મી મે, 1883 - મૃત્યુ 26મી ફેબ્રુઆરી, 1966) ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા. જેથી તેઓ 'વીર સાવરકર' ના નામથી જાણીતા થયા. હિન્દુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા (હિન્દુત્વ) ને વિકસિત કરવાનો સંપૂર્ણ શ્રેય સાવરકરને ફાળે જાય છે. સ્વતંત્રતા સેનાની હોવાની સાથે-સાથે તેઓ મહાન ક્રાંતિકારી, વિચારક, સિદ્ધહસ્ત લેખક, કવિ, પ્રખર વક્તા તથા દરદર્શી રાજનેતા પણ હતા.
📕 તેઓ એક એવા ઈતિહાસકાર પણ હતા કે જેમણે હિન્દુ રાષ્ટ્રના વિજયના ઈતિહાસને પ્રમાણિકપણે શાબ્દિક રીતે કંડાર્યો હતો. તેમણે 1867ના પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામનો જીવંત અહેવાલરૂપી ઈતિહાસ ‘ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડિપેન્ડન્સ’ નામની બુકમાં લખ્યો જેનાથી બ્રિટિશ શાસકોમાં ખળભળાટ મચી ગયો. ‘ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડેપેન્ડન્સ’ મૂળ મરાઠી ભાષામાં 1908ની સાલમાં તેમણે લખી જેનો અંગ્રેજી ભાષામાં અનુવાદ ઈન્ડિયા હાઉસમાં રહીને છ જેટલા વિદ્યાર્થીઓએ કર્યો. એ સમયે ભારતમાં મુદ્રણકાર્ય શક્ય ન હતું. તેમના આ પુસ્તકનું મુદ્રણ કાર્ય ઈંગ્લેન્ડ અને જર્મનીમાં પણ ન થઈ શક્યું. અંતમાં આ પુસ્તક 1909ની સાલમાં હોલેન્ડમાં મુદ્રિત થયું. સમયાંતરે આ પુસ્તકનો અનુવાદ ઉર્દુ, હિન્દી, પંજાબી અને તામિલ ભાષામાં પણ થયો. આ પુસ્તક પર બ્રિટિશ શાસકો દ્વારા પ્રતિબંધ લગાવાયો હતો. પ્રતિબંધ દરમિયાન ડૉ. ક્યુતિન્હોએ આ પુસ્તકને એક ધાર્મિક ગ્રંથની જેમ સાચવીને રાખેલો. આ પ્રતિબંધને 1946ના મે મહિનામાં મુંબઈ સરકાર દ્વારા હટાવાયો હતો.
📕 વિનાયકમાંથી વીર સાવરકર કેવી રીતે થયા ?
29-6-1910ના રોજ “મોરિયા” નામના જહાજમાં વિનાયક કેદીના રૂપમાં ભારત પાછા ફરી રહ્યા હતા. તેમની ચોકી કરવા 10 અંગ્રેજ સોલ્જરો પણ સાથે હતા. જહાજ પેરિસના સમુદ્રમાં પહોંચ્યું. વિનાયક માટે પેરિસ જાણીતું હતું. તેમણે સંડાસ જવાનું બહાનું કરીને સંડાસમાં ગયા. કાચ તોડીને સમુદ્રમાં કૂદી પડ્યા. સામે જ કિનારો હતો. તરતાં આવડતું હતું. તેમના પડવાથી ધબાકો થયો. સોલ્જરો ચેતી ગયા. તેમણે ધડાધડ ગોળીઓ છોડવા માંડી પણ કુશળ તરવૈયા વિનાયક ડૂબકી મારીને તરીને સામે કાંઠે પહોંચી ગયા. દોડીને ફ્રાંસની ધરતીમાં પ્રવેશી ગયા. તેમને આશા હતી કે શ્યામજી કૃષ્ણ વર્મા તેમને લેવા માટે સામે કિનારે આવ્યા હશે. પણ ત્યાં કોઈ ન હતું. ફ્રાંસની પોલીસે પકડ્યા. તે અંગ્રેજી જાણે નહિ. વિનાયકે બહુ સમજાવ્યા પણ ત્યાં તો પેલા સોલ્જરો પહોંચી ગયા. વિનાયક ફરીથી પકડાઈ ગયા. આવી સાહસપૂર્ણ બહાદુરી બતાવવા માટે લોકોએ તેમને વીરની ઉપાધિ આપી. હવે તે વીર સાવરકર થઈ ગયા. હવે તો મુશ્કેરાટ બાંધીને જ બાકીનો પ્રવાસ કરવાનો થયો. 20-7-1910ના રોજ જહાજ મુંબઈ પહોંચ્યું. સેંકડોની ભીડ તેમને જોવા ઊમટી પડી. પોલીસે તેમને યરવડા જેલ મોકલી દીધા. ત્યાંથી ડોંગરી જેલમાં મોકલ્યા. અહીં નાનાભાઈ નારાયણને મળવાનું થયું. બન્ને ભાઈઓ રામ-ભરતની માફક મળ્યા, ભેટ્યા.
📕 દેશની આઝાદીની લડાઈના નાયક કહેવામાં આવતા વિનાયક દામોદર સાવરકરે પોતાના અંતિમ સમયમાં દવાઓ લેવાનું બંધ કરી દીધું હતું. આ દવાઓ તેમની જીવતી રાખી શકતી હતી. આ ઉપરાંત તેમણે પાણી અને ખોરાક લેવાનું બંધ કરી દીધું હતું. એમના વિશે કહેવામાં આવે છે કે તેમણે ઈચ્છા મૃત્યુ પસંદ કર્યું હતું.
📕 સાવરકરે આઝાદીના આંદોલનમાં સક્રિય યોગદાન આપ્યું હતું. તેઓ લેખક અને ઇતિહાસકાર પણ હતા. તેમણે હિન્દુઓમાં જાતિવાદ વિરુદ્ધ લડાઈ લડી હતી. સાવરકરના અંતિમ દિવસો જોઈને એવું સ્પષ્ટ કરી શકાય કે તેમણે તમામ વસ્તુઓ છોડીને ઈચ્છા મૃત્યુને પસંદ કર્યું હતું. તેમનું નામ મહાત્મા ગાંધીની હત્યામાં પણ આવ્યું હતું, પરંતુ પછીથી કોર્ટે તેમને નિર્દોષ છોડી મૂક્યા હતા.
📕 પ્રથમ ફેબ્રુઆરી 1966થી તેમણે તમામ વસ્તુઓ ખાવાનું છોડી દીધું હતું. આ વસ્તુઓ તેમની જીવતા રાખી શકતી હતી. આમાં જીવરક્ષક દવાઓ, ખાવાનું અને પાણી સામેલ હતું. 26મી ફેબ્રુઆરી સુધી તેઓ ઉપવાસ કરતા રહ્યા હતા. તેઓ સ્વતંત્ર ભારતના ઈચ્છા મૃત્યુનું સૌથી મોટું ઉદાહરણ છે.
📕 આમ, 26 ફેબ્રુઆરી, 1966ના રોજ તેમનું અવસાન થયું. 1970માં ઇન્દિરા ગાંધીની સરકારે વીર સાવરકરના માનમાં પોસ્ટ સ્ટેમ્પ જાહેર કર્યા હતા.
📕 આમ, 26 ફેબ્રુઆરી, 1966ના રોજ તેમનું અવસાન થયું. 1970માં ઇન્દિરા ગાંધીની સરકારે વીર સાવરકરના માનમાં પોસ્ટ સ્ટેમ્પ જાહેર કર્યા હતા.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.






No comments:
Post a Comment