🏠 વિજયદુર્ગ કિલ્લો 🏠
🏠 સિંધુદુર્ગ જિલ્લાના દેવગઢ તાલુકામાં બનેલ છે. આ વિજયદુર્ગ કિલ્લો એવું માનવામાં આવે છે કે 13મી સદીમાં રાજા ભોજ બીજાએ તેનું નિર્માણ કરેલ હતું. ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલ હોવાથી તેને 'જીબ્ર્રાટર ઑફ ધ ઇસ્ટ' નામથી પણ ઓળખાય છે. છાત્રપતિ શિવજી મહારાજે ઇ.સ 1653માં આદિલ શાહ પાસેથી આ કિલ્લો જીત્યો હતો. પહેલા આ કિલ્લાનું નામ "ગોરીયા" હતું. પરંતુ આ કિલ્લાને જીત્યા પછી આ કિલ્લાનું નામ વિજયદુર્ગ રાખવામા આવ્યું. સાથો સાથ આ કિલ્લામાં હનુમાનજીના મંદિરનું પણ નિર્માણ થયું.
🏠 કિલ્લાની રચના:-
વિજય પછી શિવાજી મહારાજ 17 એકર જમીન પર તેનો વિસ્તાર કરેલ હતો. દુશ્મન સેના સરળતાથી પ્રવેશ કરી શકે નહીં તે માટે મુખ્ય દ્રારની સામે એક ખીણ હતી. તેમ છતાં આ કિલ્લા પર પોર્ટુગલ, ડચઅને બ્રિટિશના હુમલાનો શિકાર થતો રહ્યો. ઇ.સ1756 સુધી આ કિલ્લો મરાઠા શાસનને આધીન રહ્યો.
🏠 આ કિલ્લાની દીવાલો 8 થી 10 મીટર ઊચી હતી. જે કાળા પથ્થરોની બનેલ હતી.આ કિલ્લામાં 27 બુરુજ હતા.ઉતર દિશામાં આ કિલ્લાનો મુખ્ય દ્રાર આવેલ છે. આ કિલ્લાની અંદર પાણીની મોટી ટાકી, તોપ, કેદખાનું(જેલ) અને અનાજ રાખવા માટે કોઠારની વ્યવસ્થા પણ જોવા મળે છે. આ કિલ્લામાં બે ગુપ્ત માર્ગો પણ છે. અને કિલ્લાની અંદર ગુફાઓ પણ બનેલ છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment