👑 ગોપાલ કૃષ્ણ ગોખલે 👑
👑 ગોપાલ કૃષ્ણ ગોખલે સ્વાતંત્ર્યતા સેનાની હતા જેમણે બ્રિટિશ રાજ સામેના ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતૃત્વ કરેલું. ગોખલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને ‘સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયન સોસાયટી’નાં સ્થાપક હતા. તેઓએ સમાજ સુધારાનું પણ કાર્ય કરેલું. તેઓ અહિંસા અને સરકારી સંસ્થાઓમાં સુધારાઓ એવા બે સિધ્ધાંતો દ્વારા સ્વતંત્રતા અને સમાજ સુધારનાં ધ્યેયને પ્રાપ્ત કરવાના મતના હતા. ગોખલેનું અંક ગણિત પ્રસિદ્ધ થયું અને ખૂબ વખણાયું. એમના જીવનનું શ્રેષ્ઠ પ્રદાન તો તેમણે સ્થાપેલી ‘ભારત સમાજ સેવક’ નામની સંસ્થા છે કે જેના નેજા હેઠળ તૈયાર થયેલ અનેક ઉત્સાહી યુવકોએ સ્વતંત્રતાની લડતમાં અમૂલ્ય ફાળો આપ્યો છે.તેમનો અને ગાંધીજીનો સંબંધ ગુરુ શિષ્યનો હતો અને એ જનભર ટકી રહ્યો.
👑 ‘મહારાષ્ટ્રનું રત્ન’ ગોપાલકૃષ્ણનો જન્મ ઇ.સ.1866 માં મહારાષ્ટ્રના ચીખલી ગામમાં થયો હતો. તેઓના પિતાનું નામ કૃષ્ણરાવ અને માતાનું નામ સત્યભામા હતું. ગોપાલ કૃષ્ણ ગોખલે ખૂબ જ ગરીબ છતાં અત્યંત તેજસ્વી બાળક હતા. તેમની ગરીબીની તો વાત જ ન પૂછો. બાળપણમાં જ તેમનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં હતાં. તે પોતાનાં મોટા ભાઇ-ભાભી સાથે રહેતા હતા. ગોપાલને ભણવાની ખૂબ જ ઈચ્છા હતી. તે અભ્યાસનાં પુસ્તકો મિત્રો પાસેથી માગી લાવીને રાત-દિવસ અભ્યાસ કરતા. ઘણી વાર રાત્રે વાંચવા માટે દીવામાં તેલ ખૂટી જતું. તેલ લાવવાનાં પૈસા પણ ગોપાલ પાસે ન હોય. આવી કફોડી હાલતમાં પણ ગોપાલ હિંમત હારતાં નહીં. અને ખૂબ મહેનત કરતા. તેમની મહેનત જોઇ તેમનાં ભાભીએ તેમનાં ઘરેણાં વેચી નાખ્યા અને ગોપાલને ભણીગણીને આગળ વધવામાં તેમને મદદ કરી. બાળગોપાલ ખૂબ જ ભણ્યા આગળ જઇને ખૂબ ભણીને ખૂબ આગળ વધ્યાં.તો બાળકો ભલે ગરીબાઇ હોય, ભલે અભ્યાસ માટે પૂરતાં સાધન-સગવડ ન હોય, સફળતા મેળવી જ શકાય છે.
👑 તેઓ મહાત્મા ગાંધીજીના રાજનીતીક ગુરુ હતા. જેમણે ગાંધીજીને દેશ માટે લડવાની પ્રેરણા આપી. કંઠસ્થ કરવાનો તેમને શોખ હતો. તેમની મહેચ્છા તો આઇ.સી.એસ. થવાની હતી, પરંતુ સંજોગોવશાત પ્રથમ શિક્ષક તરીકે અને પછી દેશભકત તરીકે તેઓ પ્રસિદ્ધ થયા.ગોખલે હંમેશા અંગ્રેજીમાં જ ભાષણ કરતા. મહાત્મા ગાંધીના રાજકીય ગુરૂની ઓળખ ધરાવતા શ્રી ગોખલેએ તત્કાલીન ભારતના રાજકીય, આર્થિક, શૈક્ષણિક જેવા વિવિધ પ્રશ્નોની છણાવટ ભાષણો દ્વારા કરી. તત્કાલીન વાઇસરોય લોર્ડ મિન્ટોએ પણ આવા અભ્યાસપૂર્ણ ભાષણોની સંસદમાં પ્રશંસા કરી હતી.રાનડેએ સ્થાપેલી ‘સાર્વજનિક સભા’ ના મુખપત્રના ગોખલે મંત્રી હતા. દરમિયાન ગોખલેનું અંકગણિત પ્રસિદ્ધ થયું ને ખૂબ વખાણાયું. બ્રિટિશ સરકારે નીમેલા વેસ્લી કમીશન આગળ જુબાની આપવા કેટલાક નેતાઓ સાથે ગોખલે ઇંગ્લેન્ડ ગયા હતા. કમીશન સમક્ષ કોઇપણ જાતના ક્ષોભ વગર બધા પ્રશ્નોના જવાબ ગોખલેએ નિર્ભયતાથી આપ્યા હતા. તેમણે બ્રિટિશો વિરુદ્ધ લડત આપવા માટે હિન્દુ-મુસ્લિમોને એક થવા માટે ‘લખનૌ કરાર’ કર્યા. એમના જીવનનું શ્રેષ્ઠ પ્રદાન તો તેમણે સ્થાપેલી ‘ભારત સેવક સમાજ’ નામની સંસ્થા છે કે જેના નેજા હેઠળ તૈયાર થયેલ અનેક ઉત્સાહી યુવકોએ સ્વતંત્રતાની લડતમાં અમૂલ્ય ફાળો આપ્યો છે.
👑 ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં આગળ રહેનાર ગોપાલ કૃષ્ણ ગોખલે મહાન સ્વતંત્રતા સેનાની તેમજ સામાજિક અને રાજનૈતિક નેતા હતા. તેઓ માત્ર બ્રિટિશ રાજ ખતમ કરવા નહિ પરંતુ સાથે સાથે દેશના વિકાસ માતે સતત પ્રયત્નશીલ રહ્યાં હતાં. શિક્ષણ પ્રત્યેના લગાવને કારણે તેમણે ભારતીય શિક્ષણના વધારા માટે “સર્વંટસ ઓફ ઇન્ડિયા સોસાયટી”ની સ્થાપના કરી હતી. તેમના મતે સ્વતંત્ર અને આત્મનિર્ભર બનવા માટે શિક્ષણ અને જવાબદારીઓનું જ્ઞાન હોવું જરૂરી છે.
👑 ગોપાલકૃષ્ણ ગોખલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો પ્રખ્યાત ચહેરો હતા. તેમને બ્રિટિશ સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો અને પોતાની પ્રતિભાના આધારે આગળ જતાં લોકનેતાના રૂપે પ્રસિદ્ધ થયા. તેઓએ જાતિવાદ અને છૂતાછૂતના વિરોધમાં પણ આંદોલન ચલાવ્યું હતું. ૧૯૧૨માં ગાંધીજીના આમંત્રણથી તેઓ ખુદ દક્ષિણ આફ્રિકા ગયા અને ત્યાંના રંગભેદ નીતીનો વિરોધ કર્યો હતો. તેઓ માત્ર ગાંધીજીના જ નહિ પરંતુ મોહમ્મદ અલી જિલ્લાના પણ રાજનીતીક ગુરુ હતા. અંગ્રેજોના અત્યાચાર પર ભારતીયોને તેમણે સખત શબ્દોમાં કહ્યું હતું કે, “ધિક્કાર છે તમને, જે પોતાની મા-બહેનો પર થતાં અત્યાચારને ચુપચાપ જોઇ રહ્યાં છો, આટલું તો પશુ પણ સહન નથી કરતાં.” 19/2/1915ની રાત્રે તેમનો જીવનદીપ બુઝાઇ ગયો. પોતાના અનુયાયીઓને કહી દીધું હતું. ‘મારું જીવનચરિત્ર લખવામાં વખત ન ગુમાવશો.તમે જો સાચા ભારત સેવકો હો તો ભારતની સેવામાં તમારું જીવન રડજો.’
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment