🏠 રાયગઢનો કિલ્લો 🏠
🏠 રાયગઢો કિલ્લો શિવાજીના રાજધાનીની શાન કહેવાતો. તેમણે 1674મા આ કિલ્લાને બનાવ્યો હતો અને મરાઠા સામ્રાજ્ય સંભાળ્યા બાદ અહીં લાંબો સમય રહ્યા હતા. રાયગઢનો કિલ્લો દરિયાના લેવલથી 2700 ફીટ ઊંચાઈ પર છે. આ કિલ્લા સુધી પહોંચવા માટે અંદાજે 1737 સીડીઓ ચઢવી પડે છે. રાયગઢ કિલ્લા પર 1818 વર્ષમાં અંગ્રેજોએ કબજો જમાવ્યો હતો અનેક કિલ્લામાં જોરદાર લૂંટફાટ મચાવી હતી. જેનાથી કિલ્લાનો અનેક ભાગ નષ્ટ થયો હતો.
🏠 મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મહાડ પહાડી પર આવેલો છે પ્રસિધ્ધ રાયગઢ કિલો. જે સમુદ્ર તટથી 820 મીટર ઉંચાઇ પર સ્થિત છે. આ કિલ્લો પણ છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા બનાવામાં આવેલા શાનદાર કિલાઓમાંથી એક છે. જેનો ઉપયોગ હવે જેલ તરીકે કરવામાં આવે છે.
🏠 શિવાજી મહારાજનો રાજ્યાભિષેક પણ અહી કરવામાં આવ્યો હતો. કિલા સુધી પહોંચવા માટે 1737 સીડીઓ છે પરંતુ હવે અહી સુધી પહોંચવા માટે રોપ વેનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં માત્ર 20 મિનિટમાં કિલાના ટોપ સુધી પહોંચી શકાય છે.
🏠 કિલાનું જૂનું નામ રાયરી હતું. જેને ચંદ્રરાવ મોરેએ બનાવાવ્યા હતા. સન 1656માં શિવાજીએ આ કિલા પર કબજો કર્યો હતો અને બીજી વખત બનાવ્યો. ત્યાર બાદ તેનું નામ રાયગઢ રાખવામાં આવ્યું. ત્યારબાદ 1698માં ઔરંગઝેબ અને જુલ્ફિકાર ખાને રાયગઢ પર કબ્જો કરી તેનું નામ ‘ઇસ્માઇલગઢ’ રાખ્યું.
🏠 ત્યારબાદ બ્રિટિશો દ્વારા લૂંટવામાં આવ્યો ત્યારબાદ તેને નષ્ટ કરી દેવામાં આવ્યો. ટૂરિસ્ટ સ્પોટ રાયગઢ કિલાને ધાર્મિક સ્થળ તરીકે પણ જોવામાં આવે છે. અહીં શિવાજીની સમાધિ છે. કિલાને ખાસ છ ચેમ્બર્સમાં અલગ-અલગ કરવામાં આવ્યો છે.
🏠 1356 મીટર ઉંચો આ કિલો ભારતનો સૌથી ઉંચા કિલામાંથી એક છે. અહીં જવા માટે નવેમ્બરથી માર્ચ મહીનામાં જવા માટે સૌથી સારો છે. મુંબઇ એરપોર્ટથી અહી પહોંચી શકાય છે.
🏠 અહીં આવવા માટે વીર રેલવે સ્ટેશન સૌથી નજીકનું છે જે રાયગઢથી માત્ર 30 કિમી દૂર છે. રોડ માર્ગે આવવા માટે મુંબઇ-ગોવા હાઇવે NH-17થી મહાદ સુધી પહોંચવાનું હોય છે. અહીંથી રાયગઢ 24 કિમી દૂર છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.


No comments:
Post a Comment