ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Wednesday, February 27, 2019

વ્યક્તિ પરિચય - ભારત રત્ન ચંન્દ્રશેખર વેંકટ રામન

🔬 ૨૮મી ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 🔬
🔍 ફેબ્રુઆરી મહિનાની ૨૮મી તારીખ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ કરીને વિજ્ઞાન જગતમાં મહત્વની ગણાય છે. ૨૮મી ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરામને (સર સી.વી. રામન) ‘રામન ઈફેકટ’ની શોધ પૂરી કરી હતી. તેમની યાદમાં જ આ દિન ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઊજવાય છે. આ મહામૂલી શોધ બદલ ૧૯૩૦માં તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા.ચાલોઆ મહાન વિજ્ઞાનીના જીવનને જાણીએ.

👉 જન્મ:- ૭ નવેમ્બર, ૧૮૮૮, તિરુચિરાપલ્લી, તામિલનાડુ, ભારત
👉 પિતા:- ચંદ્રશેખર ઐયર
👉 માતા:- પાર્વતી અમ્મલ
👉 અવસાન:- ૨૧ નવેમ્બર, ૧૯૭૦, બેંગ્લોર, ભારત
👉 અભ્યાસ:- રામનજી પ્રેસિડન્સી કોલેજ, ચેન્નાઇ ખાતે ઇ. સ. ૧૯૦૨ના વર્ષમાં દાખલ થયા, અને ઇ. સ. ૧૯૦૪ના વર્ષમાં એમણે બી.એસસી.ની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. ઇ. સ. ૧૯૦૭ના વર્ષમાં એમણે એમ.એસસી.ની પદવી અવ્વલ સ્થાને રહી ૭૦થી વધુ ટકા સાથે મેળવી હતી.
👉 કાર્ય:- ભૌતિકશાસ્ત્રી
👉 પ્રદાન:- રામન ઇફેક્ટ થિયરી
👉 પુસ્તક લેખન:-
       Why the Sky is Blue: Dr. C.V. Raman Talks about Science અને The new physics
👉 સન્માન:-
              ✏ ભારત રત્ન
              ✏ નોબેલ પુરસ્કાર
              ✏ લેનિન શાંતિ પુરસ્કાર
👉 થોડું વધારે:-
સી.વી. રામનનો જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તામિલનાડુ રાજ્યનાં તિરુચિરાપલ્લી ખાતે હિંદુ, બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમની માતૃભાષા તમિલ છે. બાળપણમાં જ તેમના પરિવારને વિશાખાપટનમ, આંધ્ર પ્રદેશ ખાતે રહેવા જવાનું થયું. તેમના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. આ વિષયોના તેમના ઊંડા અભ્યાસે વોલ્ટેરની કોલેજમાં તેમને સ્થાન મળ્યું અને વિદ્યાર્થી વર્ગમાં તે ખુબ પ્રિય થઇ પડ્યા. ખગોળશાસ્ત્રમાં પણ તેમને ઊંડો રસ હતો. પિતાના એ બુદ્ધિધનનો વારસો પુત્રને મળ્યો, અને પુત્રે એને સુંદર રીતે વિકસાવ્યો. 
👉 શ્રી રામને પ્રાથમિક શાળાનો અભ્યાસ નગરની પ્રાથમિક શાળામાં શરૂ કર્યો. નાનપણથી જ તેઓ ભણવામાં હોંશિયાર હતા. પરંતુ શ્રી રામનની તંદુરસ્તી સારી રહેતી ન હતી. આથી થોડા સમય માટે તેમણે અભ્યાસ છોડ્યો અને ત્યારબાદ તેઓ નાની ઉંમરમાં મેટ્રિક પાસ થયા જ્યારે તેમની ઉંમર ૧૨ વર્ષની હતી. શ્રી રામનને બાળપણથી જ વિજ્ઞાન ઉપરાંત ધાર્મિક પુસ્તકો પણ વાંચવાનો શોખ હતો. એ અરસામાં શ્રીમતિ એની બિસ્ટને ભારતમાં ધર્મની એક નવી ભાવના જાગૃત કરી હતી. મેટ્રિક પાસ થયા પછી તેઓ વોલ્ટેર કૉલેજમાં દાખલ થયા જ્યાં તેમના પિતાજી અધ્યાપક હતા. પિતાજી ના માર્ગદર્શન હેઠળ ઇન્ટર સુધી તેમણે વૉલ્ટેર કૉલેજમાં અભ્યાસ કર્યો.  અને બી.એ. પૂરૂ કરવા માટેતેઓ મદ્રાસની પ્રેસીડન્સી કૉલેજમાં દાખલ થયા. કૉલેજ સમય દરમિયાન આખા વર્ષમાં કરવામાં આવતા પ્રયોગો શ્રી રામન માત્ર બે માસમાં કરી નાખતા. 

👉 શ્રી રામને ભૌતિકશાસ્ત્ર વિષય સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી, અને ‘અર્ણી સુવર્ણ ચંદ્રક’ મેળવ્યો. ત્યાર બાદ તેઓ એમ.એ. ના અભ્યાસમાં જોડાયા. શબ્દવિજ્ઞાનની શોધ વિષે તેમણે લખેલો સૌ પ્રથમ લંડનના એક પ્રખ્યાત મેગેઝિન ‘ફિલૉસૉફિકલ મેગેઝિન’ માં ઇ.સ. ૧૯૦૬  નવેમ્બર માસના અંકમાં પ્રગટ થયો હતો.ત્યારબાદ એક વિશિષ્ટ રોશનીની શોધનો લેખ લંડનના એક પ્રખ્યાત વિજ્ઞાન માસિક “નેચર”માં પ્રગટ થયો.ઇ.સ. ૧૯૦૭ ના જાન્યુઆરી માસમાં તેમણે એમ.એ. ની પરીક્ષા પાસ કરી. ત્યાર બાદ ૧૭ વર્ષની વયે પરીક્ષા પાસ કરી તેઓ ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ તરીકે નિમણૂક પામ્યા. ભત્રીજા સુબ્રમણ્યન ચંદ્રશેખરને પણ ભૌતિકશાસ્ત્રના વિષયમાં નોબેલ પુરસ્કાર ઇ.સ. ૧૯૩૦ના વર્ષમાં એનાયત કરવામાં આવ્યો હતો. અભ્યાસ પછી એમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડીયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં કોલકાતા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.

👉 ડૉ. ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ. ૧૯૨૮ની ૨૮ ફેબ્રુઆરીના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી. વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે. ૨૮મી ફેબ્રુઆરીએ ડૉ. રામને તેમની નોબેલ પુરસ્કાર મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’ નો આવિષ્કાર કર્યોહતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવ્યું.
👉 લાયકાત:-
નોબેલ પારિતોષિક વિજેતા મહાન વૈજ્ઞાનિક સી. વી. રામન એ ૧૯૪૯માં રામન રિસર્ચ ઇન્સ્ટીટ્યુટની સ્થાપના કરી હતી. આ સંસ્થામાં સાઇન્ટીફીક આસીસ્ટન્ટની ભરતી કરવાની હતી અને તે માટે ઇન્ટરવ્યુ ગોઠવાયા હતા. રામન પોતે જ ઉમેદવારના ઇન્ટરવ્યુ લઇ રહ્યા હતા. ઇન્ટરવ્યુ પુરા કરીને રામન જ્યારે બહાર આવ્યા તો તેણે એક ઉમેદવારને વેઇટીંગરૂમમાં બેઠેલો જોયો. રામને આ ઉમેદવારને રીજેક્ટ કરેલો હતો. સી.વી. રામન આ પસંદગી નહી પામેલા ઉમેદવાર પાસે ગયા અને એને કહ્યુ , " ભાઇ, મેં ઇન્ટરવ્યુ વખતે જ તને કહ્યુ હતું કે તારુ ભૌતિકશાસ્ત્રનું કોઇ વિશેષ જ્ઞાન નથી માટે હું તને મારી સંસ્થામાં નહી લઇ શકું. તું હજું કેમ અહિયા બેઠો છે ? "

👉 પેલા માણસે રામનને કહ્યુ, " સાહેબ, એ મને ખબર છે કે હું આપની સંસ્થા માટે લાયક ઉમેદવાર નથી હું કોઇ વિશેષ ભલામણ કરવા માટે નથી આવ્યો. આપની ઓફીસ દ્વારા મને જે ટ્રાવેલીંગ એલાઉન્સ ચુકવવામાં આવ્યુ છે એ ભુલથી વધુ ચુકવી દીધુ છે માટે હું એ વધારાની રકમ પરત કરવા માટે આવ્યો છું." સી.વી.રામન આ ઉમેદવાર પાસે ગયા. એના ખભા પર પોતાનો હાથ રાખીને એને પોતાની ઓફીસમાં લઇ ગયા અને કહ્યું કે દોસ્ત હુ તને મારી સંસ્થામાં સાઇન્ટીફીક આસીસ્ટન્ટની પોસ્ટ માટે સીલેકટ કરું છું. પેલા ઉમેદવારે કહ્યુ કે સર પણ મારી પાસે ભૌતિકશાસ્ત્રનું પુરૂ જ્ઞાન નથી. એ વખતે રામને હસતા હસતા કહ્યુ," ભાઇ એ તો હું તને શિખવી શકીશ પણ તારું આ ઉતમ ચારિત્ર્ય તારી સૌથી મોટી લાયકાત છે અને મારા માટે એ જ મહત્વનું છે.” કોઇપણ વિષયના જ્ઞાન કરતા પણ શુધ્ધ ચારિત્ર્ય વધુ મુલ્યવાન હોય છે. ચારિત્ર્ય વગરનું જ્ઞાન હંમેશા પોતાને અને સમાજને બંનેને દુ:ખી કરે! આજકાલ ડીગ્રીઓ બહુ મોટી મોટી થતી જાય છે પણ ચારીત્ર્ય સાવ ખાડે ગયુ હોય એવુ અનુભવાય છે. ડો. સી.વી. રામન માનતા હતા કે વિજ્ઞાન નો ઉપયોગ યુધ્ધ માટે નહીં પરંતુ વિશ્વશાંતિ માટે થવો જોઈએ. દેશની ૧૭ યુનિવર્સિટીઓએ સન્માનનીય ડોક્ટરેટની પદવી પ્રદાન કરી હતી.                                                                                  
👉 ઇ.સ. ૧૯૨૧ માં કલકત્તા યુનિવર્સિટિએ શ્રી રામનની વિજ્ઞાનની સેવાઓ જોઇને ડૉક્ટર ઓફ સાયન્સની માનદ પદવી  એમને એનાયત કરી. ભારત આવ્યા બાદ તેમણે સાબુના પરપોટાનું બંધારણ શોધી કાઢ્યું.શ્રી રામને પ્રકાશના કિરણો અને તેના રંગો વિષે મહત્વની શોધો કરી છે. શ્રી રામનની આ સિદ્ધિઓને કેટલાક વિજ્ઞાનીઓએ જુદાં જુદાં નામો આપ્યા છે. પ્રકાશની લહરીઓને ‘રામન સ્પેક્ટ્રા’ અને રેખાઓને ‘રામન લાઇન્સ’ અથવા ‘રામન બેન્ડઝ’ નામો આપ્યા. આ શોધોના કારણે તેમને ૬ ઠ્ઠી ડિસેમ્બરના ૧૯૩૦ ના  રોજ સ્ટોકહોમમાં સમારંભ યોજી સ્વીડનના રાજાના હસ્તે નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. આ ઉપરાંત ઇટાલિયન સોસાયટીએ એમને મેચ્યુકી પદક આપ્યું. તેમજ લંડનની રોયલ સોસાયટીએ હ્યુજીસ  પારિતોષિક આપ્યું હતું. ઇ.સ. ૧૯૪૧ માં ન્યૂયોર્ક યુનિવર્સિટિએ ફ્રેંકલીન પદક આપીને શ્રી રામનનું સન્માન કર્યું. શ્રી રામનની વિજ્ઞાનની સેવા જોઇ હિંદી સરકારે તા. ૩જી જૂન ૧૯૩૦ નારોજ ‘સર’ નો ઇલ્કાબ આપ્યો. શ્રી રામને નેત્રપટને જોવા માટે ઑપ્થેલ્મોસ્કોપ નામનું યંત્ર બનાવ્યું. 

👉 રામન અસર:- 
ચંદ્રશેખર વ્યંકટ રામન જે સી.વી. રામનના નામે વિશ્વમાં વિખ્યાત છે તેઓએ ૪૦ વર્ષની વયે તા. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ભૌતિકશાસ્ત્રના પ્રકાશ વિજ્ઞાનમાં અતિ મહત્વનું સ્થાન પ્રાપ્ત કરનાર રામન અસરની શોધ કરી હતી. જે માટે તેમને ઈ.સ. ૧૯૩૦માં ફિઝીકસનું નોબેલ પ્રાઈઝ પણ આપવામાં આવ્યું હતું. રામન અસર એ પ્રકાશમાં અનુભવાતી વિવિધ ઘટનાઓમાંની વિકિર્ણન અંગેની ઘટના ઉપર આધારિત છે. ચોક્કસ આવૃત્તિવાળો એકરંગી પ્રકાશ કોઈ માધ્યમમાંથી પસાર થાય છે ત્યારે આપાત આવૃત્તિ ઉપરાંત ફેરફારવાળી આવૃત્તિઓની રેખાઓની આકૃત્તિઓ રચાય છે. આ વર્ણપટને ‘રામન વર્ણપટ’  કહે છે. અને આ ઘટના ‘રામન અસર’ કહેવામાં આવે છે. સ્થાન ફેરાવાળી આવૃત્તિઓ આપાત આવૃત્તિથી સ્વતંત્ર હોય છે. પરંતુ વિકિર્ણન કરતાં માધ્યમના અણુની લાક્ષણિકતા ઉપર આધાર રાખે છે. ઈ.સ. ૧૯૨૩માં શોધાયેલ ક્ષ-કિરણોના વિકિર્ણનને સમજાવતી ‘કોમ્પટન અસર’ ની જોડીદાર જેવી રામન અસર છે. 

👉 કોમ્પટન અસરએ એચ. કોમ્પટન નામના વિજ્ઞાનીએ શોધેલ જેમાં તેણે શોધેલું કે આપાત કિરણની તરંગ લંબાઈ કરતાં વિકિર્ણન પામતા કિરણની તરંગ લંબાઈ મોટી હોય છે અને આને આધારે પ્રકાશના ‘કવોન્ટમવાદ’ ને સમજાવેલ. રામન અસર એ અણુ અને તેમના ઉત્સર્જિત શક્તિ સ્થાનોને લીધે ઉભી થાય છે અને આથી રોટેશનલ, વાઈબ્રેશનલ અને ઈલેકટ્રોનીક રામન અસર મળે છે. ઘન, પ્રવાહીને વાયુમાં રામન અસર જોઈ શકાય છે. આમ રામન અસરએ અણુ દ્વારા પ્રકાશ વિકિરણની આવૃત્તિમાં થતાં ફેરફાર સમજાવનારી ઘટના છે. આથી તેની મદદથી પરમાણુંનું બંધારણ, પ્રરમાણુની અથડામણ, રાસાયણિક બંધનોનો સ્વભાવ અને ક્રેઝ ટ્રાન્ઝીકશન વગેરે ઘટનાઓનો પૂર્ણ અભ્યાસ કરી શકાય છે. સી.વી.રામને ભારતીય વાદ્યો પર પણ સંશોધન કરેલ. સી.વી. રામન માત્ર વૈજ્ઞાનિક જ ન હતાં પરંતુ ભારતીય સંગીત-વાદ્યોના જ્ઞાતા હતા. તેઓ તબલા, સિતાર, સંતૂર જેવા તંતુ વાદ્યો ઉપર પણ તેઓએ અતિ મહત્વના સંશોધન કર્યાં તેઓ કલકત્તાથી ઈન્ડિયન જનરલ ઓફ ફિઝીક્સ અને બેંગ્લોરથી કરંટ સાયન્સનું પ્રકાશન કરી વિજ્ઞાનની સમજ આપતા હતાં. 

👉 સમાપન:- 
સી.વી.રામને આજથી ૮૮ વર્ષ પહેલા લાભદાયી સંશોધન રજૂ કરેલું. દર વર્ષે ૨૮મી ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે નોબેલ પ્રાઈઝ વિજેતા ભારતીય વૈજ્ઞાનિક ડો.સી.વી.રામને સમગ્ર વિશ્વમાં ઉપયોગી 'રામન અસર’ ફિઝીકસ વિજ્ઞાનમાં પ્રસ્તુત કરી હતી. આથી દેશમાં યુવા વર્ગમાં વિજ્ઞાનમાં રસ જાગે તે હેતુથી દર વર્ષે ૨૮મી ફેબ્રુઆરીનાં દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષે આ ક્રાંતિકારી શોધને ૮૮ વર્ષ થશે. તેમણે Why the Sky is Blue: Dr. C.V. Raman Talks about Science અને The new physics નામના પુસ્તકો લખ્યા હતા. સી.વી. રામનનું ૨૧ નવેમ્બર ૧૯૭૦ના રોજ બેંગ્લોરમાં અવસાન થયું.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.