🎪 ભાલકા તીર્થ 🎪
🎪 ભાલકા તીર્થ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં પ્રભાસ ક્ષેત્રમાં વેરાવળ શહેર ખાતે આવેલ છે.
🎪 મહત્વ:-
👉 સોમનાથ મંદિરથી ૪ કિલોમીટર દૂર સ્થિત આ તીર્થ વિશે માન્યતા છે કે અહીં વિશ્રામ કરતી વેળાએ જ ભગવાન શ્રીકૃષ્ણને જર નામના શિકારીએ ભૂલથી તીર માર્યું હતું, ત્યાર પછી તેઓએ પૃથ્વી પર પોતાની લીલા સંકેલી નિજધામ પ્રસ્થાન કર્યું હતું. ભાલકા તીર્થ મંદિરમાં જમણા પગ પર ડાબો પગ ચડાવી આડે પડખે થયેલ ભગવાન શ્રી કૃષ્ણની ભાવવાહી મૂર્તિ – પગમાં તીર વાગેલ છે, પાસે પારધી ક્ષમા માગતો બેઠો છે.
👉 શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સ્થાનને એક ભવ્ય યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે.
🎪 આવાગમન:-
👉 સોમનાથ, વેરાવળ અને ભાલકા વગેરે સ્થળો સુધી પહોંચવું એકદમ સરળ છે, કારણ કે આ વિસ્તાર સડક માર્ગ, રેલ માર્ગ અને હવાઈ માર્ગ દ્વારા રાષ્ટ્રીય ધોરણે સારી રીતે જોડાયેલ છે. નજીકનું રેલવે સ્ટેશન વેરાવળ અને નજીકનાં હવાઈમથકો દીવ અને રાજકોટ છે.
🚍 કેવી રીતે પહોંચવું:-
✈ વિમાન દ્વારા: ભાલકા જવા માટેની મોટા શહેરો પરથી કોઈ રેગ્યુલર ફ્લાઈટ નથી. નજીકનું વિમાનમથક દીવ છે. ભાલકા તીર્થ દીવથી ૬૩ કિમીનાં અંતરે છે. અને પોરબંદરથી ૧૧૪ કિમીનાં અંતરે છે
🚇 ટ્રેન દ્વારા: ભાલકા તીર્થ નિયમિત ટ્રેનો મારફતે દેશના અન્ય મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. રેલવે સ્ટેશન (સો): સોમનાથ (એસએમએનએચ)
🚌 માર્ગ દ્વારા: દેશના અન્ય મોટા શહેરોમાંથી તમે સરળતાથી ભાલકા તીર્થ માટેની નિયમિત બસો મેળવી શકો છો. બસ સ્ટેશન (સો): સોમનાથ
🏢 રહેવા:- હોટલ મહેશ્વરી, હોટેલ લીલાવતી, હોટલ ધ ગ્રાન્ડ દક્ષ, ફર્ન રેસીડેન્સી
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.



No comments:
Post a Comment