📕 વીર ચંદ્રશેખર આઝાદની જીવનગાથા 📕
👉 જન્મ: ૨૩ જુલાઈ,૧૯૦૬
👉 જન્મ સ્થાન: ભાભરા (મધ્યપ્રદેશ)
👉 પિતા: પંડિત સીતારામ તિવારી
👉 માતા: જાગ્રાની દેવી
📕 ચંદ્રશેખર આઝાદનો જન્મ ૨૩મી જુલાઈ ૧૯૦૬ માં થયો હતો અને મૃત્યુ ફેબ્રુઆરીની ૨૭ તારીખ ૧૯૦૬ માં થયું હતું જેમાં તેમણે જાતે ગોળી મારીને મૃત્યુ વહોરી લીધું હતું કેમકે તેઓ એક મહાન ક્રાંતિકારી દેશની આઝાદીના લડવૈયા હતા,પોતાના સાથીઓ ભગતસિંહ અને સુખદેવની સાથે મળીને મરવાની છેલ્લી ક્ષણ સુધી લડતા લડતા અંગ્રેજોના હાથે નહિ પકડાવવાના સપથ લીધા હતા, અને તેઓ પકડાયા ન હતા, ચંદ્રશેખર આઝાદે પોતાના અંતિમ સમયમાં અંગ્રેજોના હાથમાં આવતા પહેલા પોતાની જાતે ગોરી મારી પોતાના પ્રાણનું દેશ માટે બલિદાન આપી દીધું હતું,મોટે ભાગે લોકોમાં તેઓ “આઝાદ” તરીકે વધુ ઓરખાતા હતા,
📕 તેમની માતા પુત્રને સંસ્કૃતનો વિદ્વાન બનાવવાનું ઇચ્છતા હતા અને આ માટે પુત્ર ચંદ્રશેખરને બનારસ કાશી વિદ્યાપીઠમાં મોકલવા કહ્યું હતું, ૧૯૨૧ ડિસેમ્બરમાં જયારે મોહનચંદ કરમચંદ ગાંધી એ અસહકાર આંદોલનની ઘોષણા કરી ત્યારે આઝાદ ૧૫ વર્ષના એક વિદ્યાર્થી હતા, છતાંપણ તેઓ તે આંદોલનમાં જોડાઈ ગયા, બદલામાં તેમને પકડી લેવામાં આવ્યા, જયારે જજની સામે કોર્ટમાં નામ પૂછવામાં આવ્યું તો તેમણે ચંદ્રશેખરની જગ્યાએ “આઝાદ” બતાવ્યું હતું, તેમના પિતાનું નામ “સ્વતંત્ર” અને રહેઠાણ “જેલ” બતાવ્યું હતું, ત્યારથી તેઓ લોકોમાં ચંદ્રશેખર આઝાદ તરીકે પ્રખ્યાત થયા હતા.
📕 ૧૯૨૨માં મહાત્મા ગાંધી એ તેમને અસહકારના આંદોલનમાંથી કાઢી નાખ્યા તો તે ખુબ ગુસ્સે થયા હતા, ત્યાર પછી તેઓ ની મુલાકાત રામપ્રસાદ બિસ્મિલ સાથે થઇ જેમણે હિન્દુસ્તાન રિપબ્લિક એસોસીએસનની સ્થાપના કરી હતી, તે એક ક્રાંતિકારી સંસ્થા હતી, બિસ્મિલ આઝાદની સહનશીલતાથી ખુબ પ્રભાવિત થયા તેમાં ચંદ્રશેખરે તેમનો હાથ એક સળગતી મીણબત્તી ઉપર ચામડી બળી ત્યાં સુધી રાખી મુક્યો અને આ જોઈ તેમણે એસોસિએશનમાં આઝાદને સક્રિય સભ્ય બનાવી દીધા, અને આઝાદ પોતાના એસોસીએસન માટે ફાળો ઉઘરાવામાં લાગી ગયા, તેમણે સરકારી તિજોરી લૂંટીને ઘણો બધો ફાળો ભેગો કર્યો હતો, તેઓ એક નવા ભારતનું નિર્માણ કરવા ઇચ્છતા હતા,જે સમાજના તત્વો પર આધારિત હોય, આઝાદ ૧૯૨૫માં કાકોરી ટ્રેઈન લૂંટવામાં પણ સામેલ હતા, અને છેલ્લા સમયમાં તેમેણે લાલા લજપતરાયના કાતિલ જે.પી.સૌંડર્સની હત્યા ૧૯૨૮માં કરી હતી, કોંગ્રેસ પાર્ટીના સદસ્ય મોતીલાલ નહેરુ આઝાદને સહાયતા માટે પૈસા આપતા રહેતા હતા.
📕 થોડાક સમય માટે આઝાદે ઝાંસીને પોતાની સંસ્થાનું કેન્દ્ર સ્થાન બનાવ્યું હતું, તેના માટે તેઓ ઝાંસીથી પંદર કિલોમીટર દૂર ઓરછાનાં જંગલનો ઉપીયોગ કરતા હતા, ત્યાં તેઓ નિશાનીબાજ તરીકે અભ્યાસ કરતા રહ્યા હતા સાથે કેટલાક સંસ્થાના સાથીઓને પણ અભ્યાસ કરાવ્યો હતો, જંગલની પાસે સત્તર નદીના કિનારે તેમણે હનુમાન મંદિર બનાવ્યું હતું,
📕 લાંબા સમયથી પંડિત હરિશંકર બ્રહ્મચારીના નામથી તે ત્યાં રહેતા હતા, અને થીમારપુરાના બાળકોને ભણાવતા હતા, એવી રીતે ત્યાંના લોકોમાં તેમણે સારી ઓરખાણ કરી લીધી હતી, પછી મધ્યપ્રદેશ સરકારના આધારે થીમારપુરાનું નામ બદલીને આઝાદપુરા કરાવ્યું હતું. ઝાંસીમાં રહેતા તેમણે સદર બઝારમાં બુંદેલખંડ મોટર ગરાજ દ્વારા કાર ચલાવવાનું પણ શીખી લીધું હતું.
📕 તે સમયે સદાશિવરાવ મલ્કાપુસ્કર, વિશ્વનાથ વૈશમ્પાયન અને ભગવાનદાસ માહૌર આઝાદના ક્રાંતિકારી સમૂહના ભાગીદાર થઇ ચુક્યા હતા,તેના પછી કોંગ્રેસ નેતા રઘુનાથ વિનાયક ધુળેકર, અને સીતારામ ભાસ્કર ભાગવત પણ આઝાદ સાથે નજીક આવ્યા.આઝાદ કેટલાય સમય સુધી રુદ્ર નારાયણ સિંહ ના ઘેર નવી વસ્તીમાં રોકાયા હતા, અને શહેરમાં ભાગવતના ઘરે પણ રોકાયા હતા. હિન્દુસ્તાન રિપબ્લિકન અસોસિએશનની સ્થાપના રામપ્રસાદ બિસ્મિલ, ચેટર્જી, સચિન્દ્રનાથ સન્યાલ અને સચિન્દ્રનાથ બક્ષી સહુએ મળીને ૧૯૨૪માં કરી હતી.૧૯૨૫ માં કાકોરી ટ્રેઈન ની લૂંટ પછી અંગ્રેજો ભારતીયોની ક્રાંતિકારી ચળવળથી ગભરાઈ ગયા હતા. પ્રસાદ, અશફાકુલ્લાખાન, ઠાકુર રોશનસિંહ અને રાજેન્દ્રનાથ લાહિરી, ને કાકોરી કાંડમાં દોષિત ઠેરવતા મોતની સજા ફરમાવવામાં આવી હતી. પણ આઝાદ, કેશવ ચક્રવર્તી અને મુરારી શર્માને પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. પછી થોડાક સમય પછી ચંદ્રશેખર આઝાદે તેમના ક્રાંતિકારી જેવા કે શેઓ વર્મા અને મહાવીરસિંહની સહાયથી હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસીએશનને ફરીથી સંગઠિત કર્યું. તેની સાથેજ આઝાદ, ભગવતી ચરણ વહોરા, ભગતસિંહ, શુખદેવ અને રાજગુરુની સાથે જોડાયેલા હતા. તેમણે આઝાદને હિન્દૂ રિપબ્લિકન અસોસિએશનનું નામ બદલીને હિન્દુસ્તાન સોશ્યલીસ્ટ રિપબ્લિકન એસોસીએસન રાખવામાં મદદ કરી હતી.
📕 આઝાદનું મૃત્યુ અલ્હાબાદના અલ્ફ્રેડ પાર્કમાં ૨૭મી ફેબ્રુઆરીના ૧૯૩૧ રોજ માં થયું હતું. જાણકારો પાસેથી જાણકારી મળતા બ્રિટિશ પોલીસે આઝાદ અને તેના સાથીઓને ઘેરી લીધા હતા, પોતાનો બચાવ કરતા નતે ખરાબ રીતે જખ્મી થયા હતા,અને તેમણે ઘણા પોલીસોને પણ માર્યા હતા. ચંદ્રશેખર ઘણી બહાદુરીથી બ્રિટિશ સેનાનો સામનો કરી રહ્યા હતા, અને તેથી સુખદેવ રાજ પણ ત્યાંથી ભાગવામાં સફળ થયા હતા. લાંબા સમય સુધી ચાલતી ગોળીબાર પછી આઝાદ છેલ્લે ચાહતા હતા કે તે બ્રિટિશોના હાથમાં ના આવે, અને છેલ્લે તેમની પિસ્તોલમાં છેલ્લી ગોળી બાકી હતી તે તેમણે પોતાને જ મારી દીધી. આઝાદની તે પિસ્તોલ આજે પણ અલ્હાબાદ મ્યુઝિયમમાં જોવા મળે છે.
📕 લોકોને જણાવ્યા વગર જ તેમનો મૃતદેહ રસુલાબાદના ઘાટ ઉપર અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો હતો. પણ જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ તેમ તેમ લોકોએ પાર્કને ચારે તરફથી ઘેરી લીધો હતો.તે વખતે લોકો બ્રિટિશ શાસકો તરફ નારા લગાવતા હતા અને આઝાદના વખાણ કરતા હતા.અલ્હાબાદના અલ્ફ્રેડ પાર્કમાં આઝાદનું મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ પછી આ પાર્કનું નામ બદલીને ચંદ્રશેખર આઝાદ પાર્ક રાખવામાં આવ્યું હતું. તેમના મૃત્યુ પછી ભારતની ઘણી શાળાઓ, કોલેજો, રસ્તાઓ અને તેમના નામ પાર સામાજિક સંસ્થાઓના નામો પણ તેમના નામ પર રાખવામાં આવ્યા હતા.
📕 ૧૯૬૫ માં આવેલી ફિલ્મ શહીદની જેમ કેટલીય ફિલ્મ તેમના ચારિત્રયને અનુલક્ષીને બનાવવામાં આવી છે. ફિલ્મ શહીદમા સનીદેઓલે આઝાદના રોલને બહુજ સારી રીતે નિભાવ્યો હતો. ફિલ્મમાં લીજેન્ડ ભગતસિંહ નો રોલ અજય દેવગને નિભાવ્યો હતો. તેની સાથેજ આઝાદ, ભગતસિંહ, રાજગુરુ, બિસ્મિલ અને અશફાકના જીવનને ૨૦૦૬માં આવેલી ફિલ્મ ‘રંગદે બસંતી મેલા’માં બતાવવામાં આવ્યા હતા તેમાં અમીરખાનેઆઝાદનો કિરદાર નિભાવ્યો હતો. અને આજના યુવાનો પણ તેમના પગલાંને અનુસરીને ચાલવા તૈયાર છે. ચંદ્ર શેખર આઝાદ ભારતીય સ્વતંત્ર સંગ્રામના પ્રખ્યાત ક્રાંતિકારી હતા. તેમણે સાહસની એક નવી કહાની લખી.તેમના બલિદાનથી સ્વતંત્રતા માટે અટકેલું આંદોલન બહુ જ ઝડપી થઇ ગયું હતું. હજારો યુવકો સ્વતંત્ર આંદોલનમાં કૂદી પડ્યા હતા.આઝાદના શહીદ થયા પછીના સોળ વર્ષો પછી ૧૫ ઓગસ્ટ ૧૯૪૭માં ભારતની આઝાદીનું તેમનું સપનું સંપૂર્ણ થયું હતું. એક મહાન સ્વતંત્રસેનાની તરીકે આઝાદને હંમેશને માટે યાદ કરવામાં આવશે.
📕 દેશની સ્વતંત્ર માટે પોતાનું જીવન અર્પણ કરવાવાળા યુવાનોમાં ચંદ્રશેખર આઝાદનું નામ સદા અમર રહેશે. એવા હતા ચંદ્રશેખર આઝાદ. આ મહાન ક્રાંતિકારી ને સલામ.
ચિનગારી આઝાદીકી સુલગી મેરે જહનમે હૈ
ઇન્કલાબકી જ્વાલાએ લિપટી મેરે બદનમેં હૈ
મૌત જહાં જન્નત હૈ.વો બાત મેરે વતનમેં હૈ
કુર્બાનીકા જજબા જિંદા મેરે કફનમેં હૈ
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment