🏠 પ્રતાપગઢ કિલ્લો 🏠
🏠 પ્રતાપગઢ કિલ્લો મહાબલેશ્વરથી અંદાજિત 23 કિમી. દૂર છે. આ કિલ્લો મરાઠા સમ્રાટ શિવાજીના એવા કિલ્લામાંથી એક છે જેને શિવાજીએ પોતાના રહેવા માટે તૈયાર કરાવ્યો હતો. પાનઘાટ પર સ્થિત આ કિલ્લો ભારતીય ઇતિહાસનો સાક્ષી છે. મહારાષ્ટ્રના સતારામાં આવેલ પ્રતાપગઢ કિલ્લો છત્રપતિ શિવાજીના શૌર્યની કહાનીને રજૂ કરે છે. આ કિલ્લાને પ્રતાપગઢમાં થયેલા યુદ્ધના પ્રતિક તરીકે ઓળખાય છે. શિવાજીએ નીરા અને કોયના નદીના કિનારાની સુરક્ષા માટે આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. 1656માં પ્રતાપગઢ કિલ્લો બનીને તૈયાર થયો હતો. આ કિલ્લાથી 10 નવેમ્બર, 1656ના રોજ છત્રપતિ શિવાજી અને અફઝલ ખાનની વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં શિવાજીની જીત થઈ હતી. પ્રતાપગઢ કિલ્લાની આ જીતને મરાઠા સામ્રાજ્ય માટે પાયારૂપ ગણાય છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment