⚓ નાતાલ - ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ ⚓
⚓ ઇસુ, ઇસા મસીહ, કે jesus christ (હિબ્રુ: યેશુઆ)ને ખ્રિસ્તી ધર્મના સ્થાપક માનવામાં આવે છે. ખ્રિસ્તી લોકો તેમને પરમ પિતા પરમેશ્વરનો પુત્ર માને છે. ઇસુના જીવન સંબધીત માહીતી અને તેમના ઉપદેશો બાઇબલના નવાકરારના (મથ્થી, લુક, યોહન્ના, અને માર્ક) માં જોવા મળે છે.
⚓ જન્મ:-
👉 કહેવાય છે કે ઇસુનો જન્મ ઇ.સ્.પુર્વે ૨ સદીમાં ઇઝરાયેલ ના નાઝરેથ પ્રાંતના બેથલેહેમ ગામમાં એક ગાભણમાં થયો હતો. તેમની માતાનુ નામ મરીયમ હતું, અને ઇસુનાં જન્મ સમયે તેઓ કુંવારા હતા (ફક્ત નામ ખાતર તેમનુ લગ્ન યુસુફ સાથે થયુ હતું). બાઇબલ અનુસાર મરીયમ ને ઇશ્વર તરફથી સંદેશો મળ્યો હતો કે તેમના ગર્ભથી ઇશ્વર પુત્ર જન્મ લેશે. યહુદી ધર્મના ધર્મીક આગેવાનો દ્વારા સદીઓ પહેલા ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે એક ઉધ્ધારક કે મુક્તિદાતા આવશે અને તે કુંવારી સ્ત્રીના પેટે જન્મ લેશે. પવિત્ર આત્મ દ્વારા મરિયમને ગર્ભ રહ્યો અને તે ગર્ભવતી થઈ. જન્મજાત ઇસુ અને તેમનો પરીવાર યહુદી હતા.
⚓ જન્મ અને બાળપણ:-
👉 પોણા ૨ હજાર વર્ષ પહેલાની વાત છે. પેલેસ્ટાઇનમાં તે સમયે હેરોદ રાજાનું શાસન હતું. સમ્રાટ ઓગસ્ટસનાં આદેશથી રોમમાં વસ્તીગણતરી થઇ રહી હતી, તેથી તેમાં ભાગ લેવા યુસુફ નામનો યહુદી સુથાર નાઝરેથ નગરથી બેથલેહેમ તરફ રવાના થયો ત્યાંજ તેમની પત્ની મરીયમનાં ગર્ભથી ઇસુ નો જન્મ થયો.
👉 થયુ એવું કે ખુબજ ભીડ હોવાથી તેમને કોઇ ધર્મશાળામા રહેવાની જગ્યા મળી નહી, તેથી તેમણે બાળકને કપડામાં લપેટીને પશુઓનાં ગભાણમાં રહ્યા. આંઠમા દીવસે તેનુ નામ ઇસુ કે ઇસા પાડવામાં આવ્યું. ત્યાર બાદ યુસુફ અને મરીયમ બાળકને લઇને યરુશાલેમ ગયા, તે સમયમાં એવી પ્રથા હતીકે માતા-પિતા તેમના મોટા દિકરાને મંદિરમા લઇ જઇ ઇશ્વરને અર્પીત કરવો.તેમણે પણ આજ રીતે ઇસુ ને અર્પીત કરી દિધા.ઇસુ હવે મોટા થવા લાગ્યા હતા, મરીયમ અને યુસુફ દર વર્ષે યરુશાલેમ જતા ,ઇસુ પણ તેમની સાથે જતા. ઇસુ જ્યારે ૧૨ વર્ષના હતા ત્યારે તેઓ યરુશાલેમ રોકાઇ ને પુજારીઓ સાથે જ્ઞાનની ચર્ચા કરતા, સત્ય ને પામવા ની વુર્તી તેમનામાં બાળપણ થી હતી.ઇસુ એ કિશોર તરીકે મંદિરની મુલાકાત લીધા પછી લગભગ ૧૮ વર્ષ વહી ગયા હતાં. તેમના આ જીવન વિષે ઘણી ઓછી માહીતી મળે છે. કદાચ તેમણે નાઝરેથ નગરમાં તેમના પિતા યુસુફ સાથે સુથારીકામ કર્યુ હશે. પણ માહીતી પ્રમાણે ઇસુએ નાઝરેથ છોડ્યું ત્યારે તે ૩૦ વર્ષ નાં હતા.
⚓ ઇસુના ઉપદેશો:-
👉 ઇસુ જ્યારે ૩૦ વર્ષ ના થયા ત્યારે એક દિવસ તેમણે સાંભળ્યું કે પાસેની યર્દન નદી ના કિનારે એક પ્રભુનો સેવક રહે છે. જેમનુ નામ યોહાન હતું, ઘણા લોકો તેમનો ઉપદેશ સાંભળવા આવતા અને પોતાના પાપો ની ક્ષમા માંગીને યર્દન નદી માં ડુબકી લગાવી બાપ્તીસ્મા (ધાર્મીક વિધી)લેતા, ઇસુ પણ તેમની પાસે બાપ્તીસ્મા લેવા ગયા. ઇસુએ જ્યારે બાપ્તીસ્મા લીધુ ત્યારે એક સફેદ કબુતર આવી ને તેમના પર બેઠું જે ઇશ્વરનો સંકેત હતો કે આ એજ વ્યકિત છે જેની ભવિષ્યવાણી અગાઉ થતી હતી. ઇસુ એક ઉત્તમ શિક્ષક હતા. તે ચાહતા હતા કે લોકો વિચાર કરે. પ્રતિદિનના જીવનની વાતો લઇને તેમાંથી તઓ ઉદાહરણ આપતા. એકવાર ઇસુ તેમના અનુયાયીઓ સાથે એક પર્વત પર બેઠા હતાં અને તેમણે ત્યાં સુંદર પ્રવચન આપ્યું જે "ગિરિ પ્રવચન" તરીકે ઓળખાય છે.
⚓ જે દિવસે ઈસા મસીહને ક્રોસ પર ચઢાવવામાં આવ્યા અને તેમણે પોતાના પ્રાણ ત્યજ્યા એ દિવસે શુક્રવાર હતો. ઈશુના બલિદાન આપવાને કારણે જ આ દિવસને 'ગુડ ફ્રાઈડે' કહેવાય છે. ત્યારબાદ પવિત્ર શુક્રવારથી લઈને પવિત્ર શનિવારની મધ્ય રાત્રિ સુધી કબ્રસ્તાનમાં રહ્યા પછી રવિવારના દિવસે પ્રભુ ઈશુ પુનર્જીવિત થઈ ગયા. આ દિવસને ઈસ્ટર સંડે કહેવામાં આવે છે.
⚓ નાતાલ - (ક્રિસ્મસ), ઈસાઈ પંચાંગનો આખરી તહેવાર છે. નાતાલનો મહત્વ અપાર છે. આ તહેવાર ૨૫મી ડિસેમ્બરના ઉજવાય છે. આ દિવસ પ્રતીક બની ગયું છે, ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે. ઈસુ ખ્રિસ્ત, ઈસાઈ ધર્મના, ખ્રિસ્તી દેવતાના સુપુત્ર હતા. ઈસાઈ ધર્મના, પ્રથમ પ્રબોધક હતા, જેણે, ઈસાઈ ધર્મનો, વિશ્વભરમાં પ્રચાર કર્યો.
⚓ નાતાલનો મહિમા ધાર્મિક પ્રણાલિકા પ્રમાણે એમ મનાય છે કે ઈસુ ખ્રિસ્ત, દૈવત્વનો અવતાર છે. જયારે પૃથ્વીપર અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, લોભ, તિરસ્કાર, પાખંડ અને અન્ય સમસ્યાઓ વધી, ત્યારે ઈસુ ખ્રિસ્તનો, કુમારિકા મેરી થકી જન્મ લીધો. ઈસુ ખ્રિસ્તે વિશ્વભરના મનુષ્યનું પરિવર્તન કર્યું, ઈસુ ખ્રિસ્તના ઉપદેશો દ્વારા, નિર્બળતા, પવિત્રતા, શીખવાનુ ગૌરવ અને અપરિગ્રહ, જેવા ગુણોનો પ્રચાર થયો.
⚓ ખ્રિસ્તી દેવળોનું મહત્વ આ તહેવારમાં વધે છે. દેવળોમાં રવિવારથી આગમન થાય અને તૈયારીઓ શરૂ થાય છે. ખ્રિસ્તી દેવળોમાં નાતાલ સમૂહઓની તૈયારીઓની શરૂઆત કરે છે. ખ્રિસ્તી ઘરોમાં, અલગ અલગ વાનગીઓ રાંધવાની તૈયારી થાય છે. બધા ઘરો શણગારવા લાઞે છે. ખ્રિસ્તી ઘરોમા નાતાલનાં વૃક્ષો શણગારાય છે. ભારતમાં બરફ બધા સ્થળે નથી પડતો, પણ બાળકો સફેદ રૂ અને બીજા અન્ય ઘરેલુ શણગારથી વૃક્ષો સજાવે છે.
⚓ નાતાલ એટલે ખ્રિસ્તીનો અંતિમ તહેવાર તો છે, પણ તેની સાથે, એક એવો તહેવાર છે જેની ઉજવણીમાં, વડીલો અને બાળકો, હેતુ મિત્રો અને સગા સંભંધિઓ, ભેગા મળી, પ્રેમથી, હસી મજાક કરીને એક વર્ષને અલવિદા કહે છે, અને એક સમૃદ્ધ નૂતન વર્ષ ઇચ્છે છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment