🎪 શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દેવસ્થાન 🎪
🎪 ધાર્મિક માહાત્મ્ય:-
👉 મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરેથી દિવ્ય જ્યોત લાવીને આ મંદિરે પ્રગટ કરવામાં આવી છે. ગણેશજીના મુખારવિંદ જેવો આકાર ધરાવતું આ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે દર મહિનાની વદ ચોથ એટલે કે સંકષ્ટ ચોથે દર્શનનો અનેરો મહિમા છે. તેમાં પણ મંગળવારે આવતી અંગારકી સંકષ્ટ ચતુર્થીએ તો દૂર-દૂરથી ભક્તો અહીં દર્શન માટે આવે છે.
🎪 ઐતિહાસિક માહાત્મ્ય:-
વાત્રક નદીના કાંઠે મહેમદાવાદ ખાતે 9મી માર્ચ, 2011 અને ફાગણ સુદ ચોથ, સંવત 2067ના રોજ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ આશરે રૂ. 14 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હોવાનું મનાય છે. આ મંદિરનું નિર્માણ આશરે રૂ. 14 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરેથી દિવ્ય જ્યોત લાવીને આ મંદિરે પ્રગટ કરવામાં આવી છે.
🎪 મુખ્ય આકર્ષણ:-
👉 આ દેવસ્થાન સંકુલમાં ભગવાન ગણેશજીની આબેહૂબ મુંબઈના સિદ્ધિવિનાયક જેવી મૂર્તિ બિરાજમાન છે.
👉 આ ઉપરાંત અહીં હર્બલપાર્ક, નાના અન્ય મંદિરો, યાત્રાળુઓ માટે નિવાસ સ્થળ તથા ભોજનાલય અને કાફેટેરિયાની સુવિધા છે. આ મંદિરમાં ગણેશજીની અખંડ જ્યોત પણ છે.
👉 સમગ્ર ભારતમાં આ એકમાત્ર મંદિર છે, જેના છેક ઉપરના માળે ગણેશજી બિરાજમાન છે, જ્યાં જવા ભક્તો માટે લિફ્ટની પણ સુવિધા છે.
🔔 આરતીનો સમયઃ-
👉 સવારે 6.30 ધૂપ, સવારે 7.15 મંગળા, સાંજે 6.30 ધૂપ, સાંજે 7.30 દર્શન
🙏 દર્શનનો સમયઃ-
👉 સવારના 6.00થી સાંજના 10 વાગ્યા સુધી. સંકટ ચતુર્થી જેવા ખાસ દિવસોમાં દર્શનનો સમય સવારના 5.00થી સાતના 11.00 વાગ્યા સુધી.
📷 ફોટોગ્રાફીઃ-
👉 મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી છે.
🚌 કેવી રીતે પહોંચવુ:-
🚍 સડકમાર્ગેઃ પોતાનું વાહન લઈને અમદાવાદથી વાયા જશોદા ચોકડી-હાથીજણ થઈને, વડોદરાથી વાયા ખેડા ચોકડી- મહેમદાવાદ થઈને અને રાજકોટથી વાયા ચોટીલા-બગોદરા-તારાપુર ચોકડી થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
🚉 રેલ માર્ગેઃ મહેમદાવાદ (2 કિ.મી.) સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે.
✈ હવાઈ માર્ગેઃ નજીકનાં એરપોર્ટ છે અમદાવાદ (32 કિ.મી.)
🎪 નજીકના મંદિરો:-
1). શ્રી સ્વામિનારાયણ મંદિર, વારાહી માતા મંદિર (મહેમદાવાદમાં)
2). શ્રી રાસ્કા જૈન તીર્થ, રાસ્કા-અમદાવાદ રોડ 13 કિમી.
3). શ્રી કનકાઈધામ, હાથીજણ 15 કિમી
4). શ્રી સ્વામિનારાયણ મંદિર, હાથીજણ 15 કિમી.
🏢 રહેવાની સુવિધા:-
👉 રહેવા માટે 18 રૂમ છે, જેનું ભાડું 500 રૂપિયાથી શરૂ થાય છે. મંદિર ટ્રસ્ટ સંચાલિત વિશ્રાંતિ ભુવનમાં કુલ 18 રૂમની રહેવાની સુવિધા છે. અહીં દર્શને આવતા ભક્તોના રોકાણ માટે ઉપલબ્ધતાના આધારે રૂમની સુવિધા મળે છે, જેમાં એસી રૂમના 900 રૂ. નોન એસી રૂમના 500 રૂ. ચાર્જ છે.
🍲 ભોજનની સુવિધાઃ-
👉 દર્શને આવતા ભક્તો માટે અહીં મંદિર ભોજનશાળામાં બારે મહિના બે ટંક નિશ્ચિત ચાર્જ વસૂલીને જમવાની તથા ચા-પાણી-નાસ્તા માટે અદ્યતન કાફેટેરિયાની સુવિધા ઉપલબ્ધ છે.
📃 બુકિંગની સુવિધાઃ-
👉 ફોન દ્વારા બુકિંગ કરી શકાય છે.
📃 સરનામુઃ-
👉 શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દેવસ્થાન, સ્ટેટ હાઈવે નં. 3, વાત્રક નદીના કાંઠે, મહેમદાવાદ, જિ. ખેડા- 387130
☎ ફોનઃ- 9824111396, 9898878334
📺 વેબસાઈટઃ- http://srisiddhivinayak.com
📺 ઈમેઈલઃ- info@shreesiddhivinayakdevsthan.org
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment