ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Thursday, February 28, 2019

ચિત્ર પરિચય - મોરારજી દેસાઈ

📕 એક સફળ નેતા : મોરારજી દેસાઈ 📕

📕મોરારજી દેસાઈ ભારત દેશના સ્વાતંત્ર્ય સેનાની અને ચોથા વડાપ્રધાન હતા. તેઓ એવા પ્રથમ વડાપ્રધાન હતા. જેઓ ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસના બદલે અન્ય કોઇ રાજકીય પક્ષમાંથી ચુંટાયા હતા. તેમણે સરકારમાં કેટલાય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા, જેવાંકે, મુંબઇ રાજ્યનાં મુખ્યમંત્રી, ગૃહપ્રધાન, નાણા પ્રધાન અને ભારતના નાયબ વડાપ્રધાન. આવા ઘણા અગત્યના હોદ્દાઑ તેમણે સાંભળેલા હતા.

📕 મોરારજી દેસાઈ જન્મ 29 ફેબ્રુઆરી, 1896 ના રોજ ગુજરાતમાં થયો હતો. તેઓ ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતા. તેમનો કાર્યકાલ ભારતના વડાપ્રધાન (1977 થી 1979),અને નાયબ વડાપ્રધાન (1967 થી 1969) રહી ચૂકેલા છે. મોરારજી દેસાઈ નું આખું નામ મોરારજી રણછોડજી દેસાઈ હતું. તે દેશના સ્વાતંત્ર્ય સેનાની અને ચોથા વડાપ્રધાન હતા. તેમનો જન્મ ફેબ્રુઆરી ની ૨૯ તારીખ સને ૧૮૯૬ ના રોજ ભડેલી, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટિસ રાજ માં થયો હતો. મોરારજી દેસાઈ તેમના શાંતિ માટેનાં પ્રયત્નો અને દક્ષિણએશિયાના બે દુશ્મન દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ માટેના પ્રયત્નો માટે જાણીતા છે. ૧૯૭૪ માં ભારતના પ્રથમ અણુધડાકા પછી, મોરારજીભાઈએ ચીન અને પાકિસ્તાન સાથે મૈત્રીભર્યા સંબંધો સ્થાપિત કરવામાં ભાગ ભજવ્યો હતો અને ભારત-પાકિસ્તાનનાં ૧૯૭૧ યુધ્ધજેવી પરિસ્થિતી નીવારી હતી. ઘરઆંગણે, તેમણે ૧૯૭૪ના અણુધડાકા પછી ભારતના અણુ કાર્યક્રમમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.


📕તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓને ભારત દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન ૧૯૯૧ તેમ જ પાકિસ્તાન દેશના સર્વોચ્ચ સમ્માન નિશાન-એ-પાકિસ્તાન ૧૯૯૦ થી તેને સન્માનિત કરવામાં આવ્યા હતા. માત્ર બે રૂપિયા અને ૨૦ પૈસામાં ખાંડ આપનાર વડાપ્રધાન તરીકે લોકો મોરારજી દેસાઈ ને યાદ કરે છે. તેઓ બોમ્બે પ્રેસિડન્સીના વિસ્તારમાં આવતા વલસાડ જિલ્લાના તેમજ તાલુકામાં ના ભદેલી ગામમાં થયો હતો. આ ગામ હાલમાં ગુજરાત રાજ્યમાં આવે છે. તેઓનું પ્રાથમિક શિક્ષણ સૌરાષ્ટ્રમાં કુંડલા શાળા, સાવરકુંડલા જે અત્યારે જે.વી. મોદી શાળા તરીકે ઓળખાય છે. ત્યાર બાદ તેઓએ બાઇ અવાંબા હાઇસ્કૂલ, વલસાડમાં શિક્ષણ લીધું. મોરારજીભાઈએ વિલ્સન કૉલેજ, મુંબઈ, મહારાષ્ટ્રથી સ્નાતકની પરીક્ષા પાસ કરી ત્યાર પછી તેઓ ગુજરાત માં નાગરીક સેવામાં ગોધરામાં નાયબ કલેક્ટર તરીકે જોડાયા હતા.


📕એમણે મે, ૧૯૩૦ના વર્ષમાં નોકરીમાંથી રાજીનામું આપ્યું. ત્યારબાદ તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. ઇ. સ. ૧૯૩૦ ના વર્ષમાં તેમણે અસહકારની ચળવળમાં ભાગ લીધો હતો. સ્વતંત્રતા ના સંગ્રામ માં ભાગ લેવાને કારણે એમણે જેલ જવું પડ્યું હતું અને એમણે ઘણોસમય જેલમાં વિતાવ્યો હતો.તેની નેતૃત્વ ક્ષમતાને કારણે તેઓ સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના વહાલા રહ્યા અને ગુજરાત કોંગ્રેસના મહત્વપૂર્ણ નેતા રહ્યા હતા. જ્યારે ઇ. સ. ૧૯૩૪ અને ઇ.સ. ૧૯૩૭ના સમય માં પ્રાંતિય પરિષદોની ચુંટણીઓ થઇ ત્યારે તેઓ ચુંટાયા હતા તથા તેમણે બોમ્બે પ્રેસિડન્સીમાં નાણાં(વિત્ત) મંત્રી તેમ જ ગૃહ મંત્રી તરીકેની જવાબદારીઓ નિભાવી હતી.


📕 તેઓનું રાજકીય જીવનની યાત્રા:-

👉 ભારત દેશને આઝાદી મળ્યા પછી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા. ભારતની આજદી પૂર્વે તેઓ મુંબઇના ગ્રુહમંત્રી બન્યા હતા અને પાછળથી ૧૯૫૨માં મુંબઇ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ની ચૂંટની માં ચૂંટાઇ આવ્યા હતા૧૯૫૬થી સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિએ માત્ર મરાઠીભાષી લોકોના બનેલા આ “મહારાષ્ટ્ર” રાજ્યની માગણી માટે ચળવળ શરૂ કરી. બીજી બાજુ, ઇન્દૂલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળની બીજી સમિતિએ “ગુજરાત” રાજ્યની માગણી માટે ચળવળ શરૂ કરી. રાષ્ટ્રિય દ્રષ્ટિએ ચુસ્ત એવા મોરારજી દેસાઈ આ બંને ચળવળોના વિરોધી હતા. સમગ્ર ઘટના દરમિયાન ૧૦૫તોફાનીઓ માર્યા ગાયા હતા. દેસાઈ ત્રણ દિવસમાં તે પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લઇ આવવામાં સફળ રહ્યા હતા. પાછળથી તેમણે ભાષાકીય આધાર પર રાજ્ય ની દ્વિભાજનની પરવાનગી આપી હતી. દ્વિભાજન પછી મુંબઇ નવા બનેલા મહારાષ્ટ્ર રાજ્યનુ પાટનગર બન્યુ.અને ફ્લોરા ફાઉન્ટેનને માર્યા ગયેલા ૧૦૫ લોકોની યાદમાં પાછળથી “હુતાત્મા ચોક”નામ આપવામાં આવ્યુ હતું. બાદમાં તેમને કેબિનેટમાં નિમણુંક મળતા તેઓ દિલ્હી ગયા હતા.

📕ઈન્દિરા ગાંધીએ કટોકટી ઉઠાવી લેવાનો નિર્ણય કર્યા બાદ ૧૯૭૭ની સામાન્ય ચૂંટણીઓ યોજાઇ હતી. આ ચૂંટણીમાં જનતા પાર્ટીએ ભારે બહુમત મેળવ્યો અને મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા.અને દેસાઈએ પડોશી અને કટ્ટર હરીફ એવાં દેશ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની શરુઆત કરી તેમજ ૧૯૬૨ નાં યુધ્ધ પછી પહેલી વાર ચીન સાથેનાં સંબંધો સામાન્ય બનાવ્યા. તેઓએ ઝીઆ-ઉલ-હક સાથે સંવાદો કર્યા અને મૈત્રીભર્યા સંબંધો સ્થાપ્યા. ચીન સાથે રાજદ્વારી સંબંધો પણ સ્થાપવામાં આવ્યા. સરકારે રાષ્ટ્રીય કટોકટી લાગુ પાડવા અંગે બંધારણમાં ઘણાં ફેરફારો કર્યા અને તેને પછીની સરકારો માટે મુશ્કેલ બનાવી. તેમ છતાં જનતા પાર્ટીનો મોરચો, અંગત અને નિતી અંગેના ભેદભાવોથી ભરેલો હતો, એટલે વિવાદો વગર વધુ કંઇ પ્રાપ્ત કરી શક્યો નહી. મોરચામાં કોઇ પણ પક્ષ નેતૃત્વ ન લઇ શકવાને કારણે વિરોધી પક્ષો એ મોરારજી દેસાઈને દરખાસ્ત કરવાના પ્રયત્નો કર્યા. ઇન્દિરા ગાંધી વિરુદ્ધ ચલાવેલા વિવાદી ખટલાને કારણે પરિસ્થિતી વધુ ગંભીર બની.૨૮ જુલાઇ ૧૯૭૯ ના રોજ તેનો કાર્યકાલ પૂરો કર્યો.


📕સને 1991માં ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ચરખાને અને સુતરને જીવનનું અંગ માનનાર મોરારજીભાઈ દેસાઇ હતા. સને 1911માં શ્રી દેસાઇ અને ગુજરાબેનના લગ્ન થયા હતા. તેમના પાંચ સંતાનો પૈકી એક પુત્રી અને એક પુત્ર હાલ હયાત છે.મોરારજી દેસાઈના પુત્ર કાંતિ દેસાઈ ને બે પૌત્ર ભરત અને જગદીપ અને ૪ પ્રપૌત્રો છે. આમાંથી રાજકીય ક્ષેત્રે મા મધુકેશ્વર દેસાઈ નું નામ છે, જે તેમનો પ્રપૌત્ર અને જગદીપ દેસાઈ દેસાઈના પુત્ર છે.વિશાલ દેસાઈ, જેઓ ભરત દેસાઈના પુત્ર છે,તેનો વ્યવસાયી લેખક અને ફિલ્મ નિમાર્ણકર્તા તેઓ ૨૦૦૯માં લંડન ફિલ્મ સ્કૂલમાંથી સ્નાતક થયા હતા.


📕 પ્રધાનમંત્રી શ્રી દેસાઇએ સ્થિતિને જોવા તત્પર હતા કે ભારતના લોકો એટલા ભયમુક્ત હોવા જોઇએ કે દેશની સર્વોચ્ચ વ્યક્તિ પણ ભૂલ કરે તો નબળામાં નબળો વ્યક્તિ પણ એ દિશામાં આંગળી નિર્દેશ કરવા સક્ષમ હોવો જોઇએ. તેઓ વારંવાર કહેતા કે ‘કોઇ પણ નહીં, દેશના પ્રધાનમંત્રી પણ દેશના આ કાયદાથી પર ના હોવો જોઇએ.તેમન માટે સત્ય જ શ્રેષ્ઠ રહ્યું હતું. તેમણે પોતાના સિદ્ધાંતોને કદી પરિસ્થિતિને વશ નહોતા થવા દીધા. અત્યંત કપરા સંજોગોમાં પણ તેઓ પોતાના સિદ્ધાંતોને વળગી રહ્યા હતા. તેઓ પોતે કહેતા હતા કે “પ્રત્યેકે જીવનમાં સત્ય અને શ્રદ્ધા મુજબ વ્યવહાર કરવો જોઇએ.”1969 માં તેમનું આત્મગૌરવ હણાવાનો અહેસાસ થતાં ભારતના નાયબ પ્રધાનમંત્રીપદેથી ત્યાગપત્ર દેસાઇ એ શ્રીમતી ઇન્દિરા ગાંધીને આપી દીધું હતું. તેમના પિતા શાળા શિક્ષક હતા અને કડક અનુશાસનમાં માનતા હતા. બાળપણથી મોરારજી તેમના પિતા પાસેથી કઠોર પરિશ્રમ અને કોઇ પણ સંજોગોમાં સત્યને વળગી રહેવાના મૂલ્યો શીખ્યા હતા.


📕ભારત સરકારે એમની છબીવાળી ટપાલ ટિકિટ બહાર પડેલી છે.સુવર્ણ કન્ટ્રોલ એક્ટના કારણે સુવર્ણ કન્ટ્રોલ એક્ટના કારણે પ્રજામાં ઘણા અપ્રિય થયેલા. એમણે જાહેર કર્યુ હતું કે એમની છેવટ સુધીની તંદુરસ્તીનું કારણ દૈનિક સ્વમૂત્ર પિવાનો પ્રયોગ હતો. તેઓ આ તેમની આદત માટે કેટલાય ભારતીયો અને વિદેશીઓ દ્વારા અણગમો પામ્યા હતા. એ વિશે ડાન રાથેર જોડે ૬૦ મિનિટો સુધી સ્વમૂત્ર પીવાથી થતા મોટા ફાયદા વિશે ચર્ચા કરી હતી. આમ આવા ઉચવિચાર અને સત્ય પાલક શ્રી મોરારજીભાઈ 10 એપ્રિલ 1995 ના રોજ મુંબઈમાં દેહ ત્યજી દીધો હતો. તેઓ નો જન્મ દિવસ 29 ફેબ્રુઆરીએ થયો હોવાથી દર ચાર વરસે એકવાર આવે છે.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

લીપ ઈયર એટલે શું ?

📅 ફેબ્રુઆરી મહિનામા દર ચાર વષે ૨૯ દિવસ કેમ આવે છે ? 📅   

📅 અંગ્રેજી કૅલેન્ડર મુજબ ઈસા મસીહના સંવત્સરમાં પ્રત્યેક ચાર વર્ષે "લિપ-યર" આવે છે, જેમાં ફેબ્રુઆરી મહિનાના ૨૮ દિવસને બદલે ૨૯ દિવસ ગણવામાં આવે છે, તો આવું શાથી કરવામાં આવે છે ? ૨૦૧૬માં પણ ફેબ્રુઆરી મહિનાના ૨૯ દિવસો હતા.

📅 તો આ રસપ્રદ બાબત જાણવી-માણવી પ્રાસંગિક બની રહેશે. "લિપ યર શું છે ?

📅 અંગ્રેજી કૅલેન્ડરમાં વર્ષના બાર મહિનાઓ છે, પરંતુ પ્રત્યેક મહિનાના દિવસો સમાન નથી. ભારતીય પંચાંગમાં વર્ષના બારેય મહિનાના દિવસો સમાન છે. પ્રત્યેક મહિનો ૨૯.5 દિવસનો ચાંદ્રમાસ છે. ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા ૨૯.5 દિવસે પૂરી કરે છે. આ થયો ચાંદ્રમાસ. આવા ૧૨ મહિનાના એક વર્ષના દિવસો થાય ૩૫૪, તેની સામે અંગ્રેજી કૅલેન્ડરનું એક સૌર વર્ષ ૩૬૫ દિવસનું છે.

📅 જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઑગસ્ટ, ઑક્ટોબર અને ડિસેમ્બર - પ્રત્યેક મહિનાના ૩૧ દિવસો છે, જ્યારે એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, નવેમ્બર મહિનાઓના - પ્રત્યેકના ૩૦ દિવસો છે. એક માત્ર ફેબ્રુઆરી માસ ૨૮ દિવસનો બનેલો છે.

📅 પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે આપણી પૃથ્વીની બે પ્રકારની ગતિ છે. પ્રથમ ગતિ તેની પોતાની ધરી આસપાસ એક પ્રદક્ષિણા ૨૪ કલાકની છે, જેનાથી રાત-દિવસ થાય છે. પૃથ્વીની બીજી ગતિ એટલે આપણા સૌર મંડળના અન્ય ગ્રહોની જેમ, પૃથ્વી પણ એક ગ્રહ છે, જે સૂર્યની આસપાસ લંબગોળ કક્ષામાં, સૂર્યની પ્રદક્ષિણા કરે છે. 🌎પૃથ્વીને આ પ્રદક્ષિણા કરવામાં ૩૬૫ દિવસ થાય છે... 🌍પરંતુ વધુ ચોકસાઈથી કહીએ તો ૩૬૫ દિવસ ઉપરાંત આશરે સાડા પાંચ કલાકનો વધુ સમય પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરવામાં લે છે. હવે દર વર્ષે આ રીતે પૃથ્વીની પ્રદક્ષિણામાં સાડા-પાંચ કલાકનો વિલંબ થાય છે, પરિણામે દર ચાર વર્ષે પૃથ્વી તેની સૂર્ય આસપાસની તેની પ્રદક્ષિણામાં એક આખો દિવસ મોડી પડે છે. હવે અંગ્રેજી કૅલેન્ડરનો તેની સાથે તાલમેલ કરવા માટે, જે વર્ષને ચાર સંખ્યાથી નિ:શેષ ભાગી શકાય, તેવા વર્ષમાં ફેબ્રુઆરી માસના ૨૮ને બદલે ૨૯ દિવસ ગણવાની પ્રથા દાખલ કરવામાં આવી છે. જેથી જે રીતે પૃથ્વી તેની સૂર્યની પ્રદક્ષિણામાં એક દિવસ મોડી પડે છે; તે જ રીતે ફેબ્રુઆરીના ૨૮ને બદલે ૨૯ દિવસ કરીને, અંગ્રેજી કૅલેન્ડર પણ એક વધુ દિવસ લે છે. આ રીતે બંનેનો સુમેળ સાધવામાં આવે છે.

📅 આ સૂક્ષ્મ ખગોળીય ગાણિતિક ઘટનાને આપણે લિપ-યર કહીએ છીએ ! જે રીતે ભારતીય પંચાંગ તેના ચાંદ્રમાસને કારણે ૩૬૫ને બદલે ૩૫૪ દિવસનું બને છે. આ રીતે દર વર્ષે ભારતીય પંચાંગ પ્રમાણેનું ભારતીય વર્ષ ૧૧ દિવસ આગળ નીકળી જાય છે. આનો મેળ બેસાડવા માટે જ, દર ૩૪ મહિને પુરુષોત્તમ માસની જોગવાઈ કરીને, ભારતીય પંચાંગને ચાંદ્રમાસ અને સૌરવર્ષ - સૂર્યવર્ષ સાથે તાલમેલ ઊભો કરવાની જોગવાઈ કરવામાં આવી છે, જે સૂક્ષ્મ ખગોળિય ગણિત મુજબનો વૈજ્ઞાનિક ઉકેલ છે. આ રીતે દર ૩૪ મહિને પુરુષોત્તમ માસની જોગવાઈ એટલે; એ વર્ષના બાર મહિનાને બદલે ૧૩ મહિનાનું ભારતીય વર્ષ એ ભારતનું ‘લિપ યર’ છે. 

📅 જ્યારે દર ચાર વર્ષે જેમ કે, વર્ષ ૨૦૦૮, ૨૦૧૨ એ પ્રમાણે આ વર્ષે ૨૦૧૬માં પણ ફેબ્રુઆરી મહિનાના ૨૮ને બદલે ૨૯ દિવસ યોજીને "લિપ - યરની જોગવાઈ ઊભી કરવામાં આવેલ છે. વધુમાં પ્રત્યેક લિપ-યરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી થાય છે, જે મુજબ આ વર્ષે પણ અમેરિકાના પ્રમુખની ચૂંટણી થશે. ભારતના સદ્ગત વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈનો જન્મ ૨૯ ફેબ્રુઆરીએ થયેલો, તેથી મજાકમાં કહેવાતું હતું કે, મોરારજીભાઈનો જન્મદિવસ ચાર વર્ષે આવતો હોઈ, તેમની ઉંમર ૧/૪ વર્ષની જ ગણાય !

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ચિત્ર પરિચય - અહેમદ શાહ મસ્જિદ, અમદાવાદ

🏢 અહેમદ શાહ મસ્જિદ 🏢

🏢 ઈ.સ.1414માં અમદાવાદના સંસ્થાપક સુલ્તાન અહમદ શાહે આ મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. અમદાવાદમાં વસતા મુસ્લિમો માટે આ સ્થળ ખુબ જ મહત્વનું છે. આ મસ્જિદની ડિઝાઇન ખૂબ જ જટિલ અને ગૂંચવણભરી તેમ છતાં આકર્ષક છે. આ મસ્જિદમાં સ્ત્રીઓ માટે અલગ ચેમ્બર પણ બનાવવામાં આવી છે. 

🏢 જામા મસ્જિદ કે જુમ્મા મસ્જિદ એ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે. તે અમદાવાદના બાદશાહ અહમદ શાહે ઈ.સ. ૧૪૨૪માં બનાવડાવી હતી. આ મસ્જિદનું નિર્માણ થયું એ સમયમાં આ મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદ હતી. મસ્જિદની પૂર્વ દિશામાં અહમદ શાહ, તેમના પુત્ર, અને તેમના પૌત્રની કબર આવેલી છે જે અહમદ શાહ રોજા તરીકે ઓળખાય છે અને નજીકમાં જ તેમની પત્નીઓની કબર પણ આવેલી છે જે રાણીના હજીરા તરીકે ઓળખાય છે.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Wednesday, February 27, 2019

વ્યક્તિ પરિચય - ભારત રત્ન ચંન્દ્રશેખર વેંકટ રામન

🔬 ૨૮મી ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 🔬
🔍 ફેબ્રુઆરી મહિનાની ૨૮મી તારીખ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ કરીને વિજ્ઞાન જગતમાં મહત્વની ગણાય છે. ૨૮મી ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરામને (સર સી.વી. રામન) ‘રામન ઈફેકટ’ની શોધ પૂરી કરી હતી. તેમની યાદમાં જ આ દિન ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઊજવાય છે. આ મહામૂલી શોધ બદલ ૧૯૩૦માં તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા.ચાલોઆ મહાન વિજ્ઞાનીના જીવનને જાણીએ.

👉 જન્મ:- ૭ નવેમ્બર, ૧૮૮૮, તિરુચિરાપલ્લી, તામિલનાડુ, ભારત
👉 પિતા:- ચંદ્રશેખર ઐયર
👉 માતા:- પાર્વતી અમ્મલ
👉 અવસાન:- ૨૧ નવેમ્બર, ૧૯૭૦, બેંગ્લોર, ભારત
👉 અભ્યાસ:- રામનજી પ્રેસિડન્સી કોલેજ, ચેન્નાઇ ખાતે ઇ. સ. ૧૯૦૨ના વર્ષમાં દાખલ થયા, અને ઇ. સ. ૧૯૦૪ના વર્ષમાં એમણે બી.એસસી.ની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. ઇ. સ. ૧૯૦૭ના વર્ષમાં એમણે એમ.એસસી.ની પદવી અવ્વલ સ્થાને રહી ૭૦થી વધુ ટકા સાથે મેળવી હતી.
👉 કાર્ય:- ભૌતિકશાસ્ત્રી
👉 પ્રદાન:- રામન ઇફેક્ટ થિયરી
👉 પુસ્તક લેખન:-
       Why the Sky is Blue: Dr. C.V. Raman Talks about Science અને The new physics
👉 સન્માન:-
              ✏ ભારત રત્ન
              ✏ નોબેલ પુરસ્કાર
              ✏ લેનિન શાંતિ પુરસ્કાર
👉 થોડું વધારે:-
સી.વી. રામનનો જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તામિલનાડુ રાજ્યનાં તિરુચિરાપલ્લી ખાતે હિંદુ, બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમની માતૃભાષા તમિલ છે. બાળપણમાં જ તેમના પરિવારને વિશાખાપટનમ, આંધ્ર પ્રદેશ ખાતે રહેવા જવાનું થયું. તેમના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. આ વિષયોના તેમના ઊંડા અભ્યાસે વોલ્ટેરની કોલેજમાં તેમને સ્થાન મળ્યું અને વિદ્યાર્થી વર્ગમાં તે ખુબ પ્રિય થઇ પડ્યા. ખગોળશાસ્ત્રમાં પણ તેમને ઊંડો રસ હતો. પિતાના એ બુદ્ધિધનનો વારસો પુત્રને મળ્યો, અને પુત્રે એને સુંદર રીતે વિકસાવ્યો. 
👉 શ્રી રામને પ્રાથમિક શાળાનો અભ્યાસ નગરની પ્રાથમિક શાળામાં શરૂ કર્યો. નાનપણથી જ તેઓ ભણવામાં હોંશિયાર હતા. પરંતુ શ્રી રામનની તંદુરસ્તી સારી રહેતી ન હતી. આથી થોડા સમય માટે તેમણે અભ્યાસ છોડ્યો અને ત્યારબાદ તેઓ નાની ઉંમરમાં મેટ્રિક પાસ થયા જ્યારે તેમની ઉંમર ૧૨ વર્ષની હતી. શ્રી રામનને બાળપણથી જ વિજ્ઞાન ઉપરાંત ધાર્મિક પુસ્તકો પણ વાંચવાનો શોખ હતો. એ અરસામાં શ્રીમતિ એની બિસ્ટને ભારતમાં ધર્મની એક નવી ભાવના જાગૃત કરી હતી. મેટ્રિક પાસ થયા પછી તેઓ વોલ્ટેર કૉલેજમાં દાખલ થયા જ્યાં તેમના પિતાજી અધ્યાપક હતા. પિતાજી ના માર્ગદર્શન હેઠળ ઇન્ટર સુધી તેમણે વૉલ્ટેર કૉલેજમાં અભ્યાસ કર્યો.  અને બી.એ. પૂરૂ કરવા માટેતેઓ મદ્રાસની પ્રેસીડન્સી કૉલેજમાં દાખલ થયા. કૉલેજ સમય દરમિયાન આખા વર્ષમાં કરવામાં આવતા પ્રયોગો શ્રી રામન માત્ર બે માસમાં કરી નાખતા. 

👉 શ્રી રામને ભૌતિકશાસ્ત્ર વિષય સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી, અને ‘અર્ણી સુવર્ણ ચંદ્રક’ મેળવ્યો. ત્યાર બાદ તેઓ એમ.એ. ના અભ્યાસમાં જોડાયા. શબ્દવિજ્ઞાનની શોધ વિષે તેમણે લખેલો સૌ પ્રથમ લંડનના એક પ્રખ્યાત મેગેઝિન ‘ફિલૉસૉફિકલ મેગેઝિન’ માં ઇ.સ. ૧૯૦૬  નવેમ્બર માસના અંકમાં પ્રગટ થયો હતો.ત્યારબાદ એક વિશિષ્ટ રોશનીની શોધનો લેખ લંડનના એક પ્રખ્યાત વિજ્ઞાન માસિક “નેચર”માં પ્રગટ થયો.ઇ.સ. ૧૯૦૭ ના જાન્યુઆરી માસમાં તેમણે એમ.એ. ની પરીક્ષા પાસ કરી. ત્યાર બાદ ૧૭ વર્ષની વયે પરીક્ષા પાસ કરી તેઓ ડેપ્યુટી એકાઉન્ટન્ટ જનરલ તરીકે નિમણૂક પામ્યા. ભત્રીજા સુબ્રમણ્યન ચંદ્રશેખરને પણ ભૌતિકશાસ્ત્રના વિષયમાં નોબેલ પુરસ્કાર ઇ.સ. ૧૯૩૦ના વર્ષમાં એનાયત કરવામાં આવ્યો હતો. અભ્યાસ પછી એમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડીયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં કોલકાતા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.

👉 ડૉ. ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ. ૧૯૨૮ની ૨૮ ફેબ્રુઆરીના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી. વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે. ૨૮મી ફેબ્રુઆરીએ ડૉ. રામને તેમની નોબેલ પુરસ્કાર મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’ નો આવિષ્કાર કર્યોહતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવ્યું.
👉 લાયકાત:-
નોબેલ પારિતોષિક વિજેતા મહાન વૈજ્ઞાનિક સી. વી. રામન એ ૧૯૪૯માં રામન રિસર્ચ ઇન્સ્ટીટ્યુટની સ્થાપના કરી હતી. આ સંસ્થામાં સાઇન્ટીફીક આસીસ્ટન્ટની ભરતી કરવાની હતી અને તે માટે ઇન્ટરવ્યુ ગોઠવાયા હતા. રામન પોતે જ ઉમેદવારના ઇન્ટરવ્યુ લઇ રહ્યા હતા. ઇન્ટરવ્યુ પુરા કરીને રામન જ્યારે બહાર આવ્યા તો તેણે એક ઉમેદવારને વેઇટીંગરૂમમાં બેઠેલો જોયો. રામને આ ઉમેદવારને રીજેક્ટ કરેલો હતો. સી.વી. રામન આ પસંદગી નહી પામેલા ઉમેદવાર પાસે ગયા અને એને કહ્યુ , " ભાઇ, મેં ઇન્ટરવ્યુ વખતે જ તને કહ્યુ હતું કે તારુ ભૌતિકશાસ્ત્રનું કોઇ વિશેષ જ્ઞાન નથી માટે હું તને મારી સંસ્થામાં નહી લઇ શકું. તું હજું કેમ અહિયા બેઠો છે ? "

👉 પેલા માણસે રામનને કહ્યુ, " સાહેબ, એ મને ખબર છે કે હું આપની સંસ્થા માટે લાયક ઉમેદવાર નથી હું કોઇ વિશેષ ભલામણ કરવા માટે નથી આવ્યો. આપની ઓફીસ દ્વારા મને જે ટ્રાવેલીંગ એલાઉન્સ ચુકવવામાં આવ્યુ છે એ ભુલથી વધુ ચુકવી દીધુ છે માટે હું એ વધારાની રકમ પરત કરવા માટે આવ્યો છું." સી.વી.રામન આ ઉમેદવાર પાસે ગયા. એના ખભા પર પોતાનો હાથ રાખીને એને પોતાની ઓફીસમાં લઇ ગયા અને કહ્યું કે દોસ્ત હુ તને મારી સંસ્થામાં સાઇન્ટીફીક આસીસ્ટન્ટની પોસ્ટ માટે સીલેકટ કરું છું. પેલા ઉમેદવારે કહ્યુ કે સર પણ મારી પાસે ભૌતિકશાસ્ત્રનું પુરૂ જ્ઞાન નથી. એ વખતે રામને હસતા હસતા કહ્યુ," ભાઇ એ તો હું તને શિખવી શકીશ પણ તારું આ ઉતમ ચારિત્ર્ય તારી સૌથી મોટી લાયકાત છે અને મારા માટે એ જ મહત્વનું છે.” કોઇપણ વિષયના જ્ઞાન કરતા પણ શુધ્ધ ચારિત્ર્ય વધુ મુલ્યવાન હોય છે. ચારિત્ર્ય વગરનું જ્ઞાન હંમેશા પોતાને અને સમાજને બંનેને દુ:ખી કરે! આજકાલ ડીગ્રીઓ બહુ મોટી મોટી થતી જાય છે પણ ચારીત્ર્ય સાવ ખાડે ગયુ હોય એવુ અનુભવાય છે. ડો. સી.વી. રામન માનતા હતા કે વિજ્ઞાન નો ઉપયોગ યુધ્ધ માટે નહીં પરંતુ વિશ્વશાંતિ માટે થવો જોઈએ. દેશની ૧૭ યુનિવર્સિટીઓએ સન્માનનીય ડોક્ટરેટની પદવી પ્રદાન કરી હતી.                                                                                  
👉 ઇ.સ. ૧૯૨૧ માં કલકત્તા યુનિવર્સિટિએ શ્રી રામનની વિજ્ઞાનની સેવાઓ જોઇને ડૉક્ટર ઓફ સાયન્સની માનદ પદવી  એમને એનાયત કરી. ભારત આવ્યા બાદ તેમણે સાબુના પરપોટાનું બંધારણ શોધી કાઢ્યું.શ્રી રામને પ્રકાશના કિરણો અને તેના રંગો વિષે મહત્વની શોધો કરી છે. શ્રી રામનની આ સિદ્ધિઓને કેટલાક વિજ્ઞાનીઓએ જુદાં જુદાં નામો આપ્યા છે. પ્રકાશની લહરીઓને ‘રામન સ્પેક્ટ્રા’ અને રેખાઓને ‘રામન લાઇન્સ’ અથવા ‘રામન બેન્ડઝ’ નામો આપ્યા. આ શોધોના કારણે તેમને ૬ ઠ્ઠી ડિસેમ્બરના ૧૯૩૦ ના  રોજ સ્ટોકહોમમાં સમારંભ યોજી સ્વીડનના રાજાના હસ્તે નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. આ ઉપરાંત ઇટાલિયન સોસાયટીએ એમને મેચ્યુકી પદક આપ્યું. તેમજ લંડનની રોયલ સોસાયટીએ હ્યુજીસ  પારિતોષિક આપ્યું હતું. ઇ.સ. ૧૯૪૧ માં ન્યૂયોર્ક યુનિવર્સિટિએ ફ્રેંકલીન પદક આપીને શ્રી રામનનું સન્માન કર્યું. શ્રી રામનની વિજ્ઞાનની સેવા જોઇ હિંદી સરકારે તા. ૩જી જૂન ૧૯૩૦ નારોજ ‘સર’ નો ઇલ્કાબ આપ્યો. શ્રી રામને નેત્રપટને જોવા માટે ઑપ્થેલ્મોસ્કોપ નામનું યંત્ર બનાવ્યું. 

👉 રામન અસર:- 
ચંદ્રશેખર વ્યંકટ રામન જે સી.વી. રામનના નામે વિશ્વમાં વિખ્યાત છે તેઓએ ૪૦ વર્ષની વયે તા. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ભૌતિકશાસ્ત્રના પ્રકાશ વિજ્ઞાનમાં અતિ મહત્વનું સ્થાન પ્રાપ્ત કરનાર રામન અસરની શોધ કરી હતી. જે માટે તેમને ઈ.સ. ૧૯૩૦માં ફિઝીકસનું નોબેલ પ્રાઈઝ પણ આપવામાં આવ્યું હતું. રામન અસર એ પ્રકાશમાં અનુભવાતી વિવિધ ઘટનાઓમાંની વિકિર્ણન અંગેની ઘટના ઉપર આધારિત છે. ચોક્કસ આવૃત્તિવાળો એકરંગી પ્રકાશ કોઈ માધ્યમમાંથી પસાર થાય છે ત્યારે આપાત આવૃત્તિ ઉપરાંત ફેરફારવાળી આવૃત્તિઓની રેખાઓની આકૃત્તિઓ રચાય છે. આ વર્ણપટને ‘રામન વર્ણપટ’  કહે છે. અને આ ઘટના ‘રામન અસર’ કહેવામાં આવે છે. સ્થાન ફેરાવાળી આવૃત્તિઓ આપાત આવૃત્તિથી સ્વતંત્ર હોય છે. પરંતુ વિકિર્ણન કરતાં માધ્યમના અણુની લાક્ષણિકતા ઉપર આધાર રાખે છે. ઈ.સ. ૧૯૨૩માં શોધાયેલ ક્ષ-કિરણોના વિકિર્ણનને સમજાવતી ‘કોમ્પટન અસર’ ની જોડીદાર જેવી રામન અસર છે. 

👉 કોમ્પટન અસરએ એચ. કોમ્પટન નામના વિજ્ઞાનીએ શોધેલ જેમાં તેણે શોધેલું કે આપાત કિરણની તરંગ લંબાઈ કરતાં વિકિર્ણન પામતા કિરણની તરંગ લંબાઈ મોટી હોય છે અને આને આધારે પ્રકાશના ‘કવોન્ટમવાદ’ ને સમજાવેલ. રામન અસર એ અણુ અને તેમના ઉત્સર્જિત શક્તિ સ્થાનોને લીધે ઉભી થાય છે અને આથી રોટેશનલ, વાઈબ્રેશનલ અને ઈલેકટ્રોનીક રામન અસર મળે છે. ઘન, પ્રવાહીને વાયુમાં રામન અસર જોઈ શકાય છે. આમ રામન અસરએ અણુ દ્વારા પ્રકાશ વિકિરણની આવૃત્તિમાં થતાં ફેરફાર સમજાવનારી ઘટના છે. આથી તેની મદદથી પરમાણુંનું બંધારણ, પ્રરમાણુની અથડામણ, રાસાયણિક બંધનોનો સ્વભાવ અને ક્રેઝ ટ્રાન્ઝીકશન વગેરે ઘટનાઓનો પૂર્ણ અભ્યાસ કરી શકાય છે. સી.વી.રામને ભારતીય વાદ્યો પર પણ સંશોધન કરેલ. સી.વી. રામન માત્ર વૈજ્ઞાનિક જ ન હતાં પરંતુ ભારતીય સંગીત-વાદ્યોના જ્ઞાતા હતા. તેઓ તબલા, સિતાર, સંતૂર જેવા તંતુ વાદ્યો ઉપર પણ તેઓએ અતિ મહત્વના સંશોધન કર્યાં તેઓ કલકત્તાથી ઈન્ડિયન જનરલ ઓફ ફિઝીક્સ અને બેંગ્લોરથી કરંટ સાયન્સનું પ્રકાશન કરી વિજ્ઞાનની સમજ આપતા હતાં. 

👉 સમાપન:- 
સી.વી.રામને આજથી ૮૮ વર્ષ પહેલા લાભદાયી સંશોધન રજૂ કરેલું. દર વર્ષે ૨૮મી ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે નોબેલ પ્રાઈઝ વિજેતા ભારતીય વૈજ્ઞાનિક ડો.સી.વી.રામને સમગ્ર વિશ્વમાં ઉપયોગી 'રામન અસર’ ફિઝીકસ વિજ્ઞાનમાં પ્રસ્તુત કરી હતી. આથી દેશમાં યુવા વર્ગમાં વિજ્ઞાનમાં રસ જાગે તે હેતુથી દર વર્ષે ૨૮મી ફેબ્રુઆરીનાં દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષે આ ક્રાંતિકારી શોધને ૮૮ વર્ષ થશે. તેમણે Why the Sky is Blue: Dr. C.V. Raman Talks about Science અને The new physics નામના પુસ્તકો લખ્યા હતા. સી.વી. રામનનું ૨૧ નવેમ્બર ૧૯૭૦ના રોજ બેંગ્લોરમાં અવસાન થયું.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ચિત્ર પરિચય - ભાલકા તીર્થ, વેરાવળ, ગીર સોમનાથ

🎪 ભાલકા તીર્થ 🎪

🎪 ભાલકા તીર્થ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં પ્રભાસ ક્ષેત્રમાં વેરાવળ શહેર ખાતે આવેલ છે. 

🎪 મહત્વ:-
👉 સોમનાથ મંદિરથી ૪ કિલોમીટર દૂર સ્થિત આ તીર્થ વિશે માન્યતા છે કે અહીં વિશ્રામ કરતી વેળાએ જ ભગવાન શ્રીકૃષ્ણને જર નામના શિકારીએ ભૂલથી તીર માર્યું હતું, ત્યાર પછી તેઓએ પૃથ્વી પર પોતાની લીલા સંકેલી નિજધામ પ્રસ્થાન કર્યું હતું. ભાલકા તીર્થ મંદિરમાં જમણા પગ પર ડાબો પગ ચડાવી આડે પડખે થયેલ ભગવાન શ્રી કૃષ્ણની ભાવવાહી મૂર્તિ – પગમાં તીર વાગેલ છે, પાસે પારધી ક્ષમા માગતો બેઠો છે.

👉 શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સ્થાનને એક ભવ્ય યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે.

🎪 આવાગમન:-
👉 સોમનાથ, વેરાવળ અને ભાલકા વગેરે સ્થળો સુધી પહોંચવું એકદમ સરળ છે, કારણ કે આ વિસ્તાર સડક માર્ગ, રેલ માર્ગ અને હવાઈ માર્ગ દ્વારા રાષ્ટ્રીય ધોરણે સારી રીતે જોડાયેલ છે. નજીકનું રેલવે સ્ટેશન વેરાવળ અને નજીકનાં હવાઈમથકો દીવ અને રાજકોટ છે.

🚍 કેવી રીતે પહોંચવું:-
વિમાન દ્વારા: ભાલકા જવા માટેની મોટા શહેરો પરથી કોઈ રેગ્યુલર ફ્લાઈટ નથી. નજીકનું વિમાનમથક દીવ છે. ભાલકા તીર્થ દીવથી ૬૩ કિમીનાં અંતરે છે. અને પોરબંદરથી ૧૧૪ કિમીનાં અંતરે છે
🚇 ટ્રેન દ્વારા: ભાલકા તીર્થ નિયમિત ટ્રેનો મારફતે દેશના અન્ય મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. રેલવે સ્ટેશન (સો): સોમનાથ (એસએમએનએચ)
🚌 માર્ગ દ્વારા: દેશના અન્ય મોટા શહેરોમાંથી તમે સરળતાથી ભાલકા તીર્થ માટેની નિયમિત બસો મેળવી શકો છો. બસ સ્ટેશન (સો): સોમનાથ

🏢 રહેવા:- હોટલ મહેશ્વરી, હોટેલ લીલાવતી, હોટલ ધ ગ્રાન્ડ દક્ષ, ફર્ન રેસીડેન્સી

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Tuesday, February 26, 2019

વ્યક્તિ પરિચય - વીર ચંદ્રશેખર આઝાદ

📕 વીર ચંદ્રશેખર આઝાદની જીવનગાથા 📕

👉 નામ: પંડિત ચંદ્ર શેખર તિવારી
👉 જન્મ: ૨૩ જુલાઈ,૧૯૦૬
👉 જન્મ સ્થાન: ભાભરા (મધ્યપ્રદેશ)
👉 પિતા: પંડિત સીતારામ તિવારી
👉 માતા: જાગ્રાની દેવી

📕 ચંદ્રશેખર આઝાદનો જન્મ ૨૩મી જુલાઈ ૧૯૦૬ માં થયો હતો અને મૃત્યુ ફેબ્રુઆરીની ૨૭ તારીખ ૧૯૦૬ માં થયું હતું જેમાં તેમણે જાતે ગોળી મારીને મૃત્યુ વહોરી લીધું હતું કેમકે તેઓ એક મહાન ક્રાંતિકારી દેશની આઝાદીના લડવૈયા હતા,પોતાના સાથીઓ ભગતસિંહ અને સુખદેવની સાથે મળીને મરવાની છેલ્લી ક્ષણ સુધી લડતા લડતા અંગ્રેજોના હાથે નહિ પકડાવવાના સપથ લીધા હતા, અને તેઓ પકડાયા ન હતા, ચંદ્રશેખર આઝાદે પોતાના અંતિમ સમયમાં અંગ્રેજોના હાથમાં આવતા પહેલા પોતાની જાતે ગોરી મારી પોતાના પ્રાણનું દેશ માટે બલિદાન આપી દીધું હતું,મોટે ભાગે લોકોમાં તેઓ “આઝાદ” તરીકે વધુ ઓરખાતા હતા,

📕 તેમની માતા પુત્રને સંસ્કૃતનો વિદ્વાન બનાવવાનું ઇચ્છતા હતા અને આ માટે પુત્ર ચંદ્રશેખરને બનારસ કાશી વિદ્યાપીઠમાં મોકલવા કહ્યું હતું, ૧૯૨૧ ડિસેમ્બરમાં જયારે મોહનચંદ કરમચંદ ગાંધી એ અસહકાર આંદોલનની ઘોષણા કરી ત્યારે આઝાદ ૧૫ વર્ષના એક વિદ્યાર્થી હતા, છતાંપણ તેઓ તે આંદોલનમાં જોડાઈ ગયા, બદલામાં તેમને પકડી લેવામાં આવ્યા, જયારે જજની સામે કોર્ટમાં નામ પૂછવામાં આવ્યું તો તેમણે ચંદ્રશેખરની જગ્યાએ “આઝાદ” બતાવ્યું હતું, તેમના પિતાનું નામ “સ્વતંત્ર” અને રહેઠાણ “જેલ” બતાવ્યું હતું, ત્યારથી તેઓ લોકોમાં ચંદ્રશેખર આઝાદ તરીકે પ્રખ્યાત થયા હતા.

📕 ૧૯૨૨માં મહાત્મા ગાંધી એ તેમને અસહકારના આંદોલનમાંથી કાઢી નાખ્યા તો તે ખુબ ગુસ્સે થયા હતા, ત્યાર પછી તેઓ ની મુલાકાત રામપ્રસાદ બિસ્મિલ સાથે થઇ જેમણે હિન્દુસ્તાન રિપબ્લિક એસોસીએસનની સ્થાપના કરી હતી, તે એક ક્રાંતિકારી સંસ્થા હતી, બિસ્મિલ આઝાદની સહનશીલતાથી ખુબ પ્રભાવિત થયા તેમાં ચંદ્રશેખરે તેમનો હાથ એક સળગતી મીણબત્તી ઉપર ચામડી બળી ત્યાં સુધી રાખી મુક્યો અને આ જોઈ તેમણે એસોસિએશનમાં આઝાદને સક્રિય સભ્ય બનાવી દીધા, અને આઝાદ પોતાના એસોસીએસન માટે ફાળો ઉઘરાવામાં લાગી ગયા, તેમણે સરકારી તિજોરી લૂંટીને ઘણો બધો ફાળો ભેગો કર્યો હતો, તેઓ એક નવા ભારતનું નિર્માણ કરવા ઇચ્છતા હતા,જે સમાજના તત્વો પર આધારિત હોય, આઝાદ ૧૯૨૫માં કાકોરી ટ્રેઈન લૂંટવામાં પણ સામેલ હતા, અને છેલ્લા સમયમાં તેમેણે લાલા લજપતરાયના કાતિલ જે.પી.સૌંડર્સની હત્યા ૧૯૨૮માં કરી હતી, કોંગ્રેસ પાર્ટીના સદસ્ય મોતીલાલ નહેરુ આઝાદને સહાયતા માટે પૈસા આપતા રહેતા હતા.

📕 થોડાક સમય માટે આઝાદે ઝાંસીને પોતાની સંસ્થાનું કેન્દ્ર સ્થાન બનાવ્યું હતું, તેના માટે તેઓ ઝાંસીથી પંદર કિલોમીટર દૂર ઓરછાનાં જંગલનો ઉપીયોગ કરતા હતા, ત્યાં તેઓ નિશાનીબાજ તરીકે અભ્યાસ કરતા રહ્યા હતા સાથે કેટલાક સંસ્થાના સાથીઓને પણ અભ્યાસ કરાવ્યો હતો, જંગલની પાસે સત્તર નદીના કિનારે તેમણે હનુમાન મંદિર બનાવ્યું હતું,

📕 લાંબા સમયથી પંડિત હરિશંકર બ્રહ્મચારીના નામથી તે ત્યાં રહેતા હતા, અને થીમારપુરાના બાળકોને ભણાવતા હતા, એવી રીતે ત્યાંના લોકોમાં તેમણે સારી ઓરખાણ કરી લીધી હતી, પછી મધ્યપ્રદેશ સરકારના આધારે થીમારપુરાનું નામ બદલીને આઝાદપુરા કરાવ્યું હતું. ઝાંસીમાં રહેતા તેમણે સદર બઝારમાં બુંદેલખંડ મોટર ગરાજ દ્વારા કાર ચલાવવાનું પણ શીખી લીધું હતું.

📕 તે સમયે સદાશિવરાવ મલ્કાપુસ્કર, વિશ્વનાથ વૈશમ્પાયન અને ભગવાનદાસ માહૌર આઝાદના ક્રાંતિકારી સમૂહના ભાગીદાર થઇ ચુક્યા હતા,તેના પછી કોંગ્રેસ નેતા રઘુનાથ વિનાયક ધુળેકર, અને સીતારામ ભાસ્કર ભાગવત પણ આઝાદ સાથે નજીક આવ્યા.આઝાદ કેટલાય સમય સુધી રુદ્ર નારાયણ સિંહ ના ઘેર નવી વસ્તીમાં રોકાયા હતા, અને શહેરમાં ભાગવતના ઘરે પણ રોકાયા હતા. હિન્દુસ્તાન રિપબ્લિકન અસોસિએશનની સ્થાપના રામપ્રસાદ બિસ્મિલ, ચેટર્જી, સચિન્દ્રનાથ સન્યાલ અને સચિન્દ્રનાથ બક્ષી સહુએ મળીને ૧૯૨૪માં કરી હતી.૧૯૨૫ માં કાકોરી ટ્રેઈન ની લૂંટ પછી અંગ્રેજો ભારતીયોની ક્રાંતિકારી ચળવળથી ગભરાઈ ગયા હતા. પ્રસાદ, અશફાકુલ્લાખાન, ઠાકુર રોશનસિંહ અને રાજેન્દ્રનાથ લાહિરી, ને કાકોરી કાંડમાં દોષિત ઠેરવતા મોતની સજા ફરમાવવામાં આવી હતી. પણ આઝાદ, કેશવ ચક્રવર્તી અને મુરારી શર્માને પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. પછી થોડાક સમય પછી ચંદ્રશેખર આઝાદે તેમના ક્રાંતિકારી જેવા કે શેઓ વર્મા અને મહાવીરસિંહની સહાયથી હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસીએશનને ફરીથી સંગઠિત કર્યું. તેની સાથેજ આઝાદ, ભગવતી ચરણ વહોરા, ભગતસિંહ, શુખદેવ અને રાજગુરુની સાથે જોડાયેલા હતા. તેમણે આઝાદને હિન્દૂ રિપબ્લિકન અસોસિએશનનું નામ બદલીને હિન્દુસ્તાન સોશ્યલીસ્ટ રિપબ્લિકન એસોસીએસન રાખવામાં મદદ કરી હતી.

📕 આઝાદનું મૃત્યુ અલ્હાબાદના અલ્ફ્રેડ પાર્કમાં ૨૭મી ફેબ્રુઆરીના ૧૯૩૧ રોજ માં થયું હતું. જાણકારો પાસેથી જાણકારી મળતા બ્રિટિશ પોલીસે આઝાદ અને તેના સાથીઓને ઘેરી લીધા હતા, પોતાનો બચાવ કરતા નતે ખરાબ રીતે જખ્મી થયા હતા,અને તેમણે ઘણા પોલીસોને પણ માર્યા હતા. ચંદ્રશેખર ઘણી બહાદુરીથી બ્રિટિશ સેનાનો સામનો કરી રહ્યા હતા, અને તેથી સુખદેવ રાજ પણ ત્યાંથી ભાગવામાં સફળ થયા હતા. લાંબા સમય સુધી ચાલતી ગોળીબાર પછી આઝાદ છેલ્લે ચાહતા હતા કે તે બ્રિટિશોના હાથમાં ના આવે, અને છેલ્લે તેમની પિસ્તોલમાં છેલ્લી ગોળી બાકી હતી તે તેમણે પોતાને જ મારી દીધી. આઝાદની તે પિસ્તોલ આજે પણ અલ્હાબાદ મ્યુઝિયમમાં જોવા મળે છે.

📕 લોકોને જણાવ્યા વગર જ તેમનો મૃતદેહ રસુલાબાદના ઘાટ ઉપર અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો હતો. પણ જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ તેમ તેમ લોકોએ પાર્કને ચારે તરફથી ઘેરી લીધો હતો.તે વખતે લોકો બ્રિટિશ શાસકો તરફ નારા લગાવતા હતા અને આઝાદના વખાણ કરતા હતા.અલ્હાબાદના અલ્ફ્રેડ પાર્કમાં આઝાદનું મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ પછી આ પાર્કનું નામ બદલીને ચંદ્રશેખર આઝાદ પાર્ક રાખવામાં આવ્યું હતું. તેમના મૃત્યુ પછી ભારતની ઘણી શાળાઓ, કોલેજો, રસ્તાઓ અને તેમના નામ પાર સામાજિક સંસ્થાઓના નામો પણ તેમના નામ પર રાખવામાં આવ્યા હતા.

📕 ૧૯૬૫ માં આવેલી ફિલ્મ શહીદની જેમ કેટલીય ફિલ્મ તેમના ચારિત્રયને અનુલક્ષીને બનાવવામાં આવી છે. ફિલ્મ શહીદમા સનીદેઓલે આઝાદના રોલને બહુજ સારી રીતે નિભાવ્યો હતો. ફિલ્મમાં લીજેન્ડ ભગતસિંહ નો રોલ અજય દેવગને નિભાવ્યો હતો. તેની સાથેજ આઝાદ, ભગતસિંહ, રાજગુરુ, બિસ્મિલ અને અશફાકના જીવનને ૨૦૦૬માં આવેલી ફિલ્મ ‘રંગદે બસંતી મેલા’માં બતાવવામાં આવ્યા હતા તેમાં અમીરખાનેઆઝાદનો કિરદાર નિભાવ્યો હતો. અને આજના યુવાનો પણ તેમના પગલાંને અનુસરીને ચાલવા તૈયાર છે. ચંદ્ર શેખર આઝાદ ભારતીય સ્વતંત્ર સંગ્રામના પ્રખ્યાત ક્રાંતિકારી હતા. તેમણે સાહસની એક નવી કહાની લખી.તેમના બલિદાનથી સ્વતંત્રતા માટે અટકેલું આંદોલન બહુ જ ઝડપી થઇ ગયું હતું. હજારો યુવકો સ્વતંત્ર આંદોલનમાં કૂદી પડ્યા હતા.આઝાદના શહીદ થયા પછીના સોળ વર્ષો પછી ૧૫ ઓગસ્ટ ૧૯૪૭માં ભારતની આઝાદીનું તેમનું સપનું સંપૂર્ણ થયું હતું. એક મહાન સ્વતંત્રસેનાની તરીકે આઝાદને હંમેશને માટે યાદ કરવામાં આવશે.

📕 દેશની સ્વતંત્ર માટે પોતાનું જીવન અર્પણ કરવાવાળા યુવાનોમાં ચંદ્રશેખર આઝાદનું નામ સદા અમર રહેશે. એવા હતા ચંદ્રશેખર આઝાદ. આ મહાન ક્રાંતિકારી  ને સલામ.
ચિનગારી આઝાદીકી સુલગી મેરે જહનમે હૈ
ઇન્કલાબકી જ્વાલાએ લિપટી મેરે બદનમેં હૈ
મૌત જહાં જન્નત હૈ.વો બાત મેરે વતનમેં હૈ
કુર્બાનીકા જજબા જિંદા મેરે કફનમેં હૈ

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ચિત્ર પરિચય - પ્રતાપગઢ કિલ્લો

🏠 પ્રતાપગઢ કિલ્લો 🏠 

🏠 પ્રતાપગઢ કિલ્લો મહાબલેશ્વરથી અંદાજિત 23 કિમી. દૂર છે. આ કિલ્લો મરાઠા સમ્રાટ શિવાજીના એવા કિલ્લામાંથી એક છે જેને શિવાજીએ પોતાના રહેવા માટે તૈયાર કરાવ્યો હતો. પાનઘાટ પર સ્થિત આ કિલ્લો ભારતીય ઇતિહાસનો સાક્ષી છે. મહારાષ્ટ્રના સતારામાં આવેલ પ્રતાપગઢ કિલ્લો છત્રપતિ શિવાજીના શૌર્યની કહાનીને રજૂ કરે છે. આ કિલ્લાને પ્રતાપગઢમાં થયેલા યુદ્ધના પ્રતિક તરીકે ઓળખાય છે. શિવાજીએ નીરા અને કોયના નદીના કિનારાની સુરક્ષા માટે આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. 1656માં પ્રતાપગઢ કિલ્લો બનીને તૈયાર થયો હતો. આ કિલ્લાથી 10 નવેમ્બર, 1656ના રોજ છત્રપતિ શિવાજી અને અફઝલ ખાનની વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં શિવાજીની જીત થઈ હતી. પ્રતાપગઢ કિલ્લાની આ જીતને મરાઠા સામ્રાજ્ય માટે પાયારૂપ ગણાય છે.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Monday, February 25, 2019

વ્યક્તિ પરિચય - વિનાયક દામોદર સાવરકર

📕 વીર સાવરકર 📕

👉 જન્મ: ૨૮ મે ૧૮૮૩, ભાગુર, નાસિક, મહારાષ્ટ્ર
👉 મૃત્યુ: ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૬, મુંબઈ, મહારાષ્ટ્ર
👉 પિતા: દામોદર સાવરકર
👉 માતા: યશોદા સાવરકર
👉 મૃત્યુનું કારણ: આમરણાંત ઉપવાસ
👉 રાષ્ટ્રીયતા: ભારતીય
👉 અન્ય નામો: સ્વાતંત્યવીર સાવરકર, વીર સાવરકર, બડા બાબુ, તાત્યારાવ
👉 શિક્ષણ: બી.એ., બેરિસ્ટર (લંડન‌)
👉 માતૃસંસ્થા: મુંબઈ યુનિવર્સિટી, ગ્રેસ ઇન

📕 વિનાયક દામોદર સાવરકર (૨૮ મે ૧૮૮૩ - ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૬) ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા. જેથી તેઓ વીર સાવરકર નામથી જાણીતા થયા.

📕 હિન્દુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા (હિન્દુત્વ) ને વિકસિત કરવાનો સંપૂર્ણ શ્રેય સાવરકરને ફાળે જાય છે. સ્વતંત્રતા સેનાની હોવાની સાથે-સાથે તેઓ મહાન ક્રાંતિકારી, વિચારક, સિદ્ધહસ્ત લેખક, કવિ, પ્રખર વક્તા તથા દુરદર્શી રાજનેતા પણ હતા. તેઓ એક એવા ઈતિહાસકાર પણ હતા કે જેમણે હિન્દુ રાષ્ટ્રના વિજયના ઈતિહાસને પ્રમાણિકપણે શાબ્દિક રીતે કંડાર્યો હતો. તેમણે ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામનો જીવંત અહેવાલરૂપી ઈતિહાસ ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડિપેન્ડન્સ નામના પુસ્તકમાં લખ્યો જેનાથી બ્રિટિશ શાસકોમાં ખળભળાટ મચી ગયો. ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડેપેન્ડન્સ મૂળ મરાઠી ભાષામાં ૧૯૦૮ની સાલમાં તેમણે લખી જેનો અંગ્રેજી ભાષામાં અનુવાદ ઈન્ડિયા હાઉસમાં રહીને છ જેટલા વિદ્યાર્થીઓએ કર્યો. એ સમયે ભારતમાં મુદ્રણકાર્ય શક્ય ન હતું. તેમના આ પુસ્તકનું મુદ્રણ કાર્ય ઈંગ્લેન્ડ અને જર્મનીમાં પણ ન થઈ શક્યું. અંતમાં આ પુસ્તક ૧૯૦૯ની સાલમાં હોલેન્ડમાં મુદ્રિત થયું. સમયાંતરે આ પુસ્તકનો અનુવાદ ઉર્દૂ, હિન્દી, પંજાબી અને તામિલ ભાષામાં પણ થયો. આ પુસ્તક પર બ્રિટિશ શાસકો દ્વારા પ્રતિબંધ લગાવાયો હતો. પ્રતિબંધ દરમિયાન ડૉ. ક્યુતિન્હોએ આ પુસ્તકને એક ધાર્મિક ગ્રંથની જેમ સાચવીને રાખેલો. આ પ્રતિબંધને ૧૯૪૬ના મે મહિનામાં મુંબઈ સરકાર દ્વારા હટાવાયો હતો.

📕 વિનાયક દામોદર સાવરકર (જન્મ 28મી મે, 1883 - મૃત્યુ 26મી ફેબ્રુઆરી, 1966) ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા. જેથી તેઓ 'વીર સાવરકર' ના નામથી જાણીતા થયા. હિન્દુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા (હિન્દુત્વ) ને વિકસિત કરવાનો સંપૂર્ણ શ્રેય સાવરકરને ફાળે જાય છે. સ્વતંત્રતા સેનાની હોવાની સાથે-સાથે તેઓ મહાન ક્રાંતિકારી, વિચારક, સિદ્ધહસ્ત લેખક, કવિ, પ્રખર વક્તા તથા દરદર્શી રાજનેતા પણ હતા.

📕 તેઓ એક એવા ઈતિહાસકાર પણ હતા કે જેમણે હિન્દુ રાષ્ટ્રના વિજયના ઈતિહાસને પ્રમાણિકપણે શાબ્દિક રીતે કંડાર્યો હતો. તેમણે 1867ના પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામનો જીવંત અહેવાલરૂપી ઈતિહાસ ‘ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડિપેન્ડન્સ’ નામની બુકમાં લખ્યો જેનાથી બ્રિટિશ શાસકોમાં ખળભળાટ મચી ગયો. ‘ધ ઈન્ડિયન વૉર ઓફ ઈન્ડેપેન્ડન્સ’ મૂળ મરાઠી ભાષામાં 1908ની સાલમાં તેમણે લખી જેનો અંગ્રેજી ભાષામાં અનુવાદ ઈન્ડિયા હાઉસમાં રહીને છ જેટલા વિદ્યાર્થીઓએ કર્યો. એ સમયે ભારતમાં મુદ્રણકાર્ય શક્ય ન હતું. તેમના આ પુસ્તકનું મુદ્રણ કાર્ય ઈંગ્લેન્ડ અને જર્મનીમાં પણ ન થઈ શક્યું. અંતમાં આ પુસ્તક 1909ની સાલમાં હોલેન્ડમાં મુદ્રિત થયું. સમયાંતરે આ પુસ્તકનો અનુવાદ ઉર્દુ, હિન્દી, પંજાબી અને તામિલ ભાષામાં પણ થયો. આ પુસ્તક પર બ્રિટિશ શાસકો દ્વારા પ્રતિબંધ લગાવાયો હતો. પ્રતિબંધ દરમિયાન ડૉ. ક્યુતિન્હોએ આ પુસ્તકને એક ધાર્મિક ગ્રંથની જેમ સાચવીને રાખેલો. આ પ્રતિબંધને 1946ના મે મહિનામાં મુંબઈ સરકાર દ્વારા હટાવાયો હતો.

📕 વિનાયકમાંથી વીર સાવરકર કેવી રીતે થયા ?
29-6-1910ના રોજ “મોરિયા” નામના જહાજમાં વિનાયક કેદીના રૂપમાં ભારત પાછા ફરી રહ્યા હતા. તેમની ચોકી કરવા 10 અંગ્રેજ સોલ્જરો પણ સાથે હતા. જહાજ પેરિસના સમુદ્રમાં પહોંચ્યું. વિનાયક માટે પેરિસ જાણીતું હતું. તેમણે સંડાસ જવાનું બહાનું કરીને સંડાસમાં ગયા. કાચ તોડીને સમુદ્રમાં કૂદી પડ્યા. સામે જ કિનારો હતો. તરતાં આવડતું હતું. તેમના પડવાથી ધબાકો થયો. સોલ્જરો ચેતી ગયા. તેમણે ધડાધડ ગોળીઓ છોડવા માંડી પણ કુશળ તરવૈયા વિનાયક ડૂબકી મારીને તરીને સામે કાંઠે પહોંચી ગયા. દોડીને ફ્રાંસની ધરતીમાં પ્રવેશી ગયા. તેમને આશા હતી કે શ્યામજી કૃષ્ણ વર્મા તેમને લેવા માટે સામે કિનારે આવ્યા હશે. પણ ત્યાં કોઈ ન હતું. ફ્રાંસની પોલીસે પકડ્યા. તે અંગ્રેજી જાણે નહિ. વિનાયકે બહુ સમજાવ્યા પણ ત્યાં તો પેલા સોલ્જરો પહોંચી ગયા. વિનાયક ફરીથી પકડાઈ ગયા. આવી સાહસપૂર્ણ બહાદુરી બતાવવા માટે લોકોએ તેમને વીરની ઉપાધિ આપી. હવે તે વીર સાવરકર થઈ ગયા. હવે તો મુશ્કેરાટ બાંધીને જ બાકીનો પ્રવાસ કરવાનો થયો. 20-7-1910ના રોજ જહાજ મુંબઈ પહોંચ્યું. સેંકડોની ભીડ તેમને જોવા ઊમટી પડી. પોલીસે તેમને યરવડા જેલ મોકલી દીધા. ત્યાંથી ડોંગરી જેલમાં મોકલ્યા. અહીં નાનાભાઈ નારાયણને મળવાનું થયું. બન્ને ભાઈઓ રામ-ભરતની માફક મળ્યા, ભેટ્યા.

📕 દેશની આઝાદીની લડાઈના નાયક કહેવામાં આવતા વિનાયક દામોદર સાવરકરે પોતાના અંતિમ સમયમાં દવાઓ લેવાનું બંધ કરી દીધું હતું. આ દવાઓ તેમની જીવતી રાખી શકતી હતી. આ ઉપરાંત તેમણે પાણી અને ખોરાક લેવાનું બંધ કરી દીધું હતું. એમના વિશે કહેવામાં આવે છે કે તેમણે ઈચ્છા મૃત્યુ પસંદ કર્યું હતું.

📕 સાવરકરે આઝાદીના આંદોલનમાં સક્રિય યોગદાન આપ્યું હતું. તેઓ લેખક અને ઇતિહાસકાર પણ હતા. તેમણે હિન્દુઓમાં જાતિવાદ વિરુદ્ધ લડાઈ લડી હતી. સાવરકરના અંતિમ દિવસો જોઈને એવું સ્પષ્ટ કરી શકાય કે તેમણે તમામ વસ્તુઓ છોડીને ઈચ્છા મૃત્યુને પસંદ કર્યું હતું. તેમનું નામ મહાત્મા ગાંધીની હત્યામાં પણ આવ્યું હતું, પરંતુ પછીથી કોર્ટે તેમને નિર્દોષ છોડી મૂક્યા હતા.

📕 પ્રથમ ફેબ્રુઆરી 1966થી તેમણે તમામ વસ્તુઓ ખાવાનું છોડી દીધું હતું. આ વસ્તુઓ તેમની જીવતા રાખી શકતી હતી. આમાં જીવરક્ષક દવાઓ, ખાવાનું અને પાણી સામેલ હતું. 26મી ફેબ્રુઆરી સુધી તેઓ ઉપવાસ કરતા રહ્યા હતા. તેઓ સ્વતંત્ર ભારતના ઈચ્છા મૃત્યુનું સૌથી મોટું ઉદાહરણ છે.

📕 આમ, 26 ફેબ્રુઆરી, 1966ના રોજ તેમનું અવસાન થયું. 1970માં ઇન્દિરા ગાંધીની સરકારે વીર સાવરકરના માનમાં પોસ્ટ સ્ટેમ્પ જાહેર કર્યા હતા.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.