🏢 અહેમદ શાહ મસ્જિદ 🏢
🏢 ઈ.સ.1414માં અમદાવાદના સંસ્થાપક સુલ્તાન અહમદ શાહે આ મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. અમદાવાદમાં વસતા મુસ્લિમો માટે આ સ્થળ ખુબ જ મહત્વનું છે. આ મસ્જિદની ડિઝાઇન ખૂબ જ જટિલ અને ગૂંચવણભરી તેમ છતાં આકર્ષક છે. આ મસ્જિદમાં સ્ત્રીઓ માટે અલગ ચેમ્બર પણ બનાવવામાં આવી છે.
🏢 જામા મસ્જિદ કે જુમ્મા મસ્જિદ એ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે. તે અમદાવાદના બાદશાહ અહમદ શાહે ઈ.સ. ૧૪૨૪માં બનાવડાવી હતી. આ મસ્જિદનું નિર્માણ થયું એ સમયમાં આ મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદ હતી. મસ્જિદની પૂર્વ દિશામાં અહમદ શાહ, તેમના પુત્ર, અને તેમના પૌત્રની કબર આવેલી છે જે અહમદ શાહ રોજા તરીકે ઓળખાય છે અને નજીકમાં જ તેમની પત્નીઓની કબર પણ આવેલી છે જે રાણીના હજીરા તરીકે ઓળખાય છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment