ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Sunday, December 2, 2018

ચિત્ર પરિચય - કાંકરિયા તળાવ, અમદાવાદ

કાંકરિયા તળાવ
 હૌજ-એ-કુતુબ તરીકે પ્રસિદ્ધ હતું આ તળાવ. કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે. આ તળાવનો પરિઘ આશરે ૨.૫ કિલોમીટર છે. કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે(નગીના શબ્દનો ઉર્દૂમાં અર્થ સુંદર થાય છે). તળાવના એક છેડેથી એનો પ્રવેશ બાંધેલો છે જે તળાવના મધ્ય સુધી લઇ જાય છે. કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણસ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે. વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રી સુધી અહીં ફરવા જાય છે.

 કાંકરિયા તળાવ પ્રાંગણમાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલાં છે. દર વર્ષે ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે. આ સાપ્તાહીક કાર્યક્રમમાં સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

કાંકરિયા કાર્નિવલ સમયે કાંકરિયા તળાવનું રાત્રિ દૃશ્ય

 ઇતિહાસ:- 
👉 કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ બીજાએ ૧૫મી સદીમાં બંધાવેલું જેનું બાંધકામ ૧૪૫૧માં પૂર્ણ થયું હતું અને તે સમયે તે "કુતુબ-હૌજ" અથવા "હૌજ-એ-કુતુબ" નામે જાણીતું હતું.તે મુખયત્વે રાજા સ્નાનાર્થે ઉપયોગ કરતા હતા. તેમાં શુદ્ધિકરણ માટે પણ વ્યવસ્થા હતી, ૧૭૮૧માં નગીનાવાડી સુધીનો પુલ, ઘટ્ટામહલ નામની ઈમારત અને કિનારાનાં ચણેલા ભાગો નાશ પામ્યા હતા[૩]. એ બધી જ વસ્તુઓ જ્યાં સુધી ૧૮૭૨માં કલેક્ટર બોરાડેઇલે સમારકામ ન કરાવ્યું ત્યાં સુધી એની એ જ પરીસ્થીતિમાં રહેવા પામી હતી. એ જ અરસામાં (૧૮૭૨માં) રાયપુર દરવાજાથી તળાવ સુધીનો ૬૬૦૦ ફીટની લંબાઇ ધરાવતો રસ્તો પણ બનાવવામાં આવ્યો હતો.

 નવીનીકરણ:- 
👉 રૂ. ૩૦ કરોડનાં ખર્ચે નવીનીકરણ કરાયેલા કાંકરિયા તળાવનો ઉદ્ઘાટન સમારંભ ૨૦૦૮ના ડીસેમ્બર માસની ૨૫ તારીખે યોજવામાં આવ્યો હતો. કાંકરિયા તળાવના સત્તાવાર ઉદ્ધાટન નિમિત્તે એક અઠવાડિયા સુધી કાંકરિયા કાર્નિવલ નામે પ્રસંગ યોજાયો હતો જે આ પ્રકારનો પ્રથમ પ્રસંગ હતો જેનું આયોજન અમદાવાદ મહાનગર પાલિકા (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશને) કર્યું હતું. ઉપરાંત કેન્દ્રિય બગીચો અને ચાલવા માટેનો રસ્તાનુ પણ નવીનીકરણ કરવામાં આવ્યુ હતુ અને તેની ઉપયોગીતાઓ વધારવામાં આવી હતી.

 આકર્ષણ:-

કાંકરિયા પ્રાણીસંગ્રહાલય
૨૧ એકરમાં ફેલાયેલ કમલા નહેરૂ પ્રાણીસંગ્રહાલયનુ નિર્માણ ૧૯૫૧માં રૂબેન ડેવિડ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ પ્રાણીસંગ્રહાલયને ૧૯૭૪માં એશિયામાં આવેલ તમામ પ્રાણીસંગ્રહાલય પૈકી શ્રેષ્ઠ ગણવામાં આવ્યુ છે. તેમાં ૪૫૦ સસ્તન, ૨૦૦૦ પક્ષી, ૧૪૦ સરિસૃપ પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેમાં વાઘ, સિંહ, અજગર, સાપ, હાથી જેવા જંગલી પ્રાણીઓ રિસસ વાંદરા અને મોર, હરણો, ચિંકારા, ઇમુનો પણ સમાવેશ થાય છે. રૂબેન ડેવિડને ૧૯૭૪માં આ પ્રાણીસંગ્રહાલય માટે પદ્મ શ્રી એનાયત કરવામાં આવ્યો હતો.

બાલવાટિકા
તે બાળકોના મનોરંજન માટેનો એક પાર્ક છે, જેનુ નામ પાછળથી જવાહરલાલ નહેરૂ રાખવામાં આવ્યુ હતું. બાલવાટિકામાં અરીસા-ઘર, બોટ-હાઉસ અને પ્લે હાઉસ છે.

કિડ્ઝ સીટી
કિડ્ઝ સીટી નાના બાળકો માટે રચાયેલ વિશ્વ છે. ૪,૨૪૦ ચોરસ મીટરમાં ફેલાયેલ આ વિસ્તારમાં ૧૮ પ્રવૃત્તિ કેન્દ્રો છે. તેમાં બેંક, અગ્નિશામક હાઉસ, રેડિયો સ્ટેશન, પોલીસ સ્ટેશન, કોર્ટ હાઉસનો સમાવેશ થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દરેક રમતની ડિઝાઇનના અધિકાર તેમજ પેટન્ટ પણ લીધેલી છે.

અટલ એક્સપ્રેસ
👉 અટલ એક્સપ્રેસ નામની એક ટ્રેન જેનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનાં નામ પરથી રાખવામાં આવ્યું છે જે કાંકરિયા તળાવ પરિસરમાં બાળકો માટે લંડનથી મંગાવવામાં આવી છે. હાલમાં આ ટ્રેન તળાવની ફરતે 2.4 miles (3.9 km)ના પથ પર ૧૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ચાલે છે. આ ટ્રેન કુલ ૧૫૦ (૩૬ પુખ્ત વ્યક્તિ સહીત) વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે. આ ટ્રેન સેવર્ન લેમ્બ નામની ટ્રેન નિર્માતા કંપની દ્વારા બનાવવામાં આવી છે. આ ટ્રેન રજુ કરાયાના ૧૧ માસમાં લગભગ દસ લાખ મુલાકાતીઓને આકર્ષ્યા હતા. આ ટ્રેનની સફળતા બાદ સ્વર્ણીમ જ્યંતિ એક્સપ્રેસ નામે બીજી એક ટ્રેન શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ આઇ
અમદાવાદ આઇ કાંકરિયા પરિસરના નવીનીકરણ પછી બનાવવામાં આવેલી બલુન રાઈડનું નામ છે. આ ઉપરાંત ત્યાં એક રેસ્ટોરન્ટ અને વારસો દર્શાવતું પ્રદર્શન પણ છે. આનું સંચાલન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા કરવામાં આવે છે.

આ પ્રોજેક્ટ 2008 માં રૂ 360 કરોડની કિંમત સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ તળાવને સંપૂર્ણ મનોરંજન કેન્દ્રમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ મકાનના ખર્ચે આવરી લેવા માટે પ્રવેશ પર ચાર્જ કરવાનો નિર્ણય કર્યો છે. નાગરિકો તરફથી પ્રતિભાવ જબરજસ્ત રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં 1.18 કરોડથી વધુ મુલાકાતીઓએ પરિવર્તિત કાંકરિયા તળાવ ફ્રન્ટ (70 લાખના મુલાકાતીઓએ કામ શરૂ કર્યું ત્યારથી અઠવાડિયાના દિવસો દરમિયાન અને 48 લાખ લોકોએ 2008 અને 2009 ના કાંકરિયા કાર્નિવલમાં ભાગ લીધો હતો) નો આનંદ માણ્યો છે. વધુમાં 12.5 લાખ મુલાકાતીઓ અને બાળકોએ મિની ટ્રેનનું આનંદીત કર્યું - 'અટલ એક્સપ્રેસ'. તહેવારો, નાના સમારોહ, શૈક્ષણિક પ્રવાસો, જોગિંગ, અનૌપચારિક બેઠકો, પિકનીક વગેરે. અર્થપૂર્ણ રીતે યુવાન પેઢીને આકર્ષવા માટે કાંકરિયાના નવા ચહેરા બની ગયા છે. વધુમાં, તળાવ કલાકારોના જુદા જુદા સમુદાયોના સર્જનાત્મક અભિવ્યક્તિઓ માટે એક પ્લેટફોર્મ તરીકે ઉભરી રહ્યું છે. અવાજ, ફટાકડા અને સંગીત રાતો સાથે અલ્ટ્રા-ફાસ્ટ લેસર શો જેવા કાર્યક્રમો અન્ય શહેરો અને રાજ્યોના પ્રવાસીઓને આકર્ષે છે.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.