👩 હિંમત અને બહાદુરીનું પ્રતીક: ‘પ્રજ્ઞા’ ચક્ષુ હેલન કેલર 👩
અમેરિકાના ઉત્તર આલાબામામાં આવેલા ટ્સ્કુમ્બિયા નામના એક નાનકડા ગામમાં ઈ.સ.૧૮૮૦ના જૂન માસની વીસમી તારીખે જન્મેલાં હેલનને જેવનના પ્રથમ ૧૯ માસ દરમિયાન જ દુનિયાને નિહાળવાની તક મળી. ૧૯ માસની હેલનમાં એક સામાન્ય બાળકમાં હોવી જોઈતી તરલતા હતી જ. હેલન કેલર 19 મહિનાની હતી ત્યા તેને કોઈ ભેદી બીમારી લાગુ પડી. તેનાથી તેની જોવા-સાંભળવાની શક્તિ ચાલી ગઈ. પણ તે ખૂબ બુદ્ધિશાળી હતી. દરેક ચીજને સ્પર્શીને, સૂંઘીને અને ચાખીને કહી આપતી.
ફેબ્રુઆરી-1882માં તેને અકળ બીમારી લાગુ પડી તે પહેલાં બીજા કોઈ પણ બાળક જેવી, કાલી કાલી ભાષા બોલતી, ગોરી, રુપાળી, પોચા ગાભલા જેવી, સોનેરી વાળવાળી અને દુશ્મનને પણ પરાણે વહાલી લાગે તેવી, હેલન 600 એકરની તેના માબાપની એસ્ટેટને પોતાના બાલસુલભ કીલ્લોલથી ગજવતી હતી. પણ એ અકળ બીમારીએ બધું બદલી નાંખ્યું. એ બીમારીનો એ જમાનામાં કોઈ ઈલાજ ન હ્તો. અરે! કોઈને એને શું દર્દ હતું તેની પણ માહીતી ન હતી. ઘરગથ્થુ અને સ્થાનીક, ગામડીયા ડોકટરોને આવડે તેવા ઈલાજો બાદ તે સાજી થઈ ત્યારે; તેણે સાંભળવાની શક્તી સમ્પુર્ણ રીતે ગુમાવી દીધી હતી.
થોડાક જ દીવસો બાદ તેની આંખે ઝાંખ આવવા માંડી અને તે સાવ આંધળી પણ બની ગઈ. તેનાં માબાપ માટે તો આ આભ તુટી પડવા જેવી ઘટના હતી. જ્યાં ખબર પડે ત્યાં એ ઈલાજ માટે દોડી જતા. પણ કશી કારગત કામીયાબ ન નીવડી. પણ હેલનની અબુધ ઉમ્મર માટે આ દારુણ ઘટનાની કોઈ અસર ન હતી. તેને તો કદાચ એમજ લાગતું હતું કે તે, સાવ શાંત અને અંધારા જગતમાં આવી ગઈ છે. કશીય અશક્તી કે હીનતાનો ભાવ તેના નાનકડા મગજમાં પ્રવેશી શકે તેમ જ ન હતું. પણ એ નાનકડું મગજ અત્યંત શક્તીશાળી હતું. કેવળ સ્પર્શ અને ગંધના સહારે હેલને પોતાની આંતર સુઝથી, કેવળ વાસ્તવીકતાની અનુભુતીથી પોતાની ભાષા વીકસાવી. હેલન કેલરને પ્રેરણા આપનારાં એન સુલિવાન નામની શિક્ષિકા મળી. (1887) ત્યારે હેલન કેલરે કહ્યું કે દિવસ મારા ‘આત્માનો જન્મ દિવસ’ હતો એટલા માટે કે મારી ટીચરે મને કહ્યું ‘તારી અપૂર્ણતા વિશે વિચાર, તારી ખૂબીઓનું ગૌરવ લે તું અસાધારણ બુદ્ધિશાળી છે.’
હેલન કેલર માટે પ્રેરણા વાક્ય યાદગાર બન્યુ. ‘માનવીનું ચરિત્ર એમ ને એમ ફૂલની પથારીમાં ઘડાતું નથી. માનવીનું ચરિત્ર અનુભવો, કસોટીઓ અને પીડાઓથી ઘડાય છે, ત્યારે તેના આત્માને ‘કલઈ’ મળે છે. મજબૂત થાય છે. તેના અંધાપા વિશે કોઈએ હેલન કેલરને ટકોર કરી ત્યારે હેલન કેલરે કહ્યું કે, ‘મારા માટે કુદરતે આપેલો આંધાપો સારો છે, પણ બે આંખે દેખતા હોવા છતાં માનવીના જીવનમાં કોઈ દૃષ્ટિકોણ હોય તો?’
હેલન કેલર કહેતી કે સુરક્ષા તમારો દંભ છે, વહેમ છે. જિંદગી તમારા વશની વાત નથી. કુદરતમા સિક્યૉરિટી જેવું કંઈ નથી. તમે ખતરાથી જેટલા દૂર રહેવા માટે પ્રયત્ન કરો એટલો ખતરો તમને ડરાવવાની કોશિશ કરે છે. લાઇફ ઇઝ આઇધર ડેરિંગ એડવેન્ચર ઓર નથિંગ. સાહસ વગરની જિંદગી કંઈ નથી. મારી પોતાની પેરેલિસિસની ખામીને હેલન કેલરે પ્રેરણા આપી છે. અમારા બધાના યુવાનકાળ વખતે એટલે કે 1 જૂન 1968ના હેલન કેલરનું મૃત્યુ થયું હતું. (જન્મ 27-6-1880)
હેલન કેલર અમેરિકાની પ્રથમ બહેરી-પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ હતી, જેણે યુનિવર્સિટીની બેચલર ડિગ્રી મેળવી હતી. તેમના વિશે ‘મિરેકલ વર્કર’ નામની ફિલ્મ ઉતરેલી. અમેરિકાના અલબામા ગામે આજે હેલન કેલરનું મ્યુઝિયમ પણ છે. તેના જન્મદિવસને તે વખતના અમેરિકન પ્રમુખ જિમી કાર્ટરના સૂચનથી ‘હેલન કેલર ડે’ તરીકે ઉજવાય છે એક અંધ છોકરી ભણીગણીને પાછી તેની કૉલેજમાં લેકચરર પણ બને છે! પ્રમુખ કેનેડી તેમને ‘સિમ્બોલ ઑફ કરેજ- હિંમત અને બહાદુરીનાં પ્રતીક કહેતા. તેમની મહાનતા છે કે તેમણે અંધાપાને જીવનની મર્યાદા ગણવાના બદલે સતત બીજાને મદદ કરવા અને પ્રેરણા આપવા તત્પર રહેતી. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરની મુલાકાત કરી હતી. હેલન કેલરનાં શિક્ષિકા એન સુલિવાન સાથેના તેના ફોટાવાળી પોસ્ટલ સ્ટેમ્પ ભારતમાં બહાર પડી હતી.
હેલન કેલર કહે છે કે મને દુનિયામાં સૌથી વધુ પ્રેમ અને આદર મળ્યા હોય તો તે ભારતમાં મળ્યા છે. મુંબઈમાં વાશી ખાતે 1993માં હેલન કેલરના નામની બહેરા-મૂંગાની સ્કૂલ સ્થાપવા વિશાળ જમીન પણ મળી હતી. આદિત્ય બીરલા સેન્ટરમા હેલન કેલર ઇન્સ્ટિટ્યુટ ઑફ ડેફ એન્ડ બ્લાઇન્ડ સ્થપાઈ હતી. જર્મનીના દાનવીર ક્રિસ્ટોફેલ અને બ્રિટનના રોડની કલાર્કે ભારતમાં સેવા આપી હતી. સેન્ટરમાં અંધ બહેરા બાળકોને જ્વેલરી બનાવતાં, મીણબત્તી, કાગળની થેલીઓ, સાબુ અને વિવિધ છોડ કેમ ઊછેરવા તે શીખવાતું હતું. 2002થી બાળકોને કોમ્પ્યૂટરની તાલીમ અપાય છે.
૧૯૧૮ની પહેલી જૂને, બરાબર અઠ્યાશી વર્ષનું ભરપૂર આયુષ્ય ભોગવીને આ દુનિયાની મુલાકાત પૂરી કરતાં હેલન કેલર જતાં જતાં પોતાના ભાવકોને જે દિવ્ય સંદેશ આપી ગયાં છે તે જિસસની શિષ્યાને શોભે તેવો છે : “સુખનું એક દ્વાર બંધ થયા પછી બીજું ખૂલી જાય છે પણ કેટલીય વાર આપણે બંધ દરવાજા તરફ એટલી વાર તાકી રહેતા હોઈએ છીએ કે દ્વાર આપણે માટે ખોલવામાં આવ્યું છે તેને જોઈ શકતાં નથી.” હેલનને જ ‘નજર’ ફૂટી છે તે આ છે. આ નજર તેમને ત્રિનેત્ર સિદ્ધ કરે તેવી સમર્થ છે. આ નજરે જ તેમને માનવજાતના સદગુરુ ઠેરવ્યાં છે.
૧૯૧૮ની પહેલી જૂને, બરાબર અઠ્યાશી વર્ષનું ભરપૂર આયુષ્ય ભોગવીને આ દુનિયાની મુલાકાત પૂરી કરતાં હેલન કેલર જતાં જતાં પોતાના ભાવકોને જે દિવ્ય સંદેશ આપી ગયાં છે તે જિસસની શિષ્યાને શોભે તેવો છે : “સુખનું એક દ્વાર બંધ થયા પછી બીજું ખૂલી જાય છે પણ કેટલીય વાર આપણે બંધ દરવાજા તરફ એટલી વાર તાકી રહેતા હોઈએ છીએ કે દ્વાર આપણે માટે ખોલવામાં આવ્યું છે તેને જોઈ શકતાં નથી.” હેલનને જ ‘નજર’ ફૂટી છે તે આ છે. આ નજર તેમને ત્રિનેત્ર સિદ્ધ કરે તેવી સમર્થ છે. આ નજરે જ તેમને માનવજાતના સદગુરુ ઠેરવ્યાં છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.


No comments:
Post a Comment