ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


► ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

► NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

► PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

► NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

► નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

► Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

► ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

► વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

► INSPIRE AWARDS DETAIL

► ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

► ધોરણ 10 પછી શું કરશો ?

► ધોરણ 12 પછી શું કરશો ?

► સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Tuesday, December 25, 2018

ચિત્ર પરિચય - કાંકરિયા કાર્નિવલ 2018, અમદાવાદ

⛲ કાંકરિયા કાર્નિવલ 2018 ⛲ 
⛲ 25 ડિસેમ્બર એટલે કે આવતિકાલથી કાંકરિયા કાર્નિવલનો રંગેચંગે પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ વખતે કાંકરિયા કાર્નિવલમાં મુલાકાતીઓ માટે નવુ નજરાણું મૂકવામાં આવ્યું છે. કાંકરિયામાં સંપૂર્ણ એસી ટ્રેન દોડતી જોવા મળશે. આ નવી ટ્રેન મુલાકાતીઓ બૂલેટ ટ્રેન જેવી અનુભૂતિ કરાવશે. ભારતમાં  પહેલીવાર કાંકરિયા ખાતે એમ્યુઝમેન્ટ પાર્કમાં એસી ટ્રેન મુકવામાં આવી છે.

⛲ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેોરેશન દ્વારા મેક ઈન ઈન્ડિયાના કોન્સેપ્ટ અંતર્ગત આ અદ્યતન ત્રીજી ટ્રેન મૂકવામાં આવી રહી છે. આ ટ્રેનની વિશેષતા એ છે કે તે બૂલેટ ટ્રેન જેવી અનુભૂતિ કરાવશે. હાલ આ ટ્રેનને ઈન્સ્ટોલ કરવામાં આવી રહી છે, આવતીકાલે લોકાર્પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કાંકરિયામાં અત્યાર સુધી અટલ એક્સપ્રેસ અને સ્વર્ણિમ જંયતી એક્સપ્રેસ ટ્રેન તો કાર્યરત છે જ. ત્યારે હવે આ સંપૂર્ણ એસી ટ્રેન કાલે ખુલ્લી મૂકાશે.

⛲ અમદાવાદમાં આખરે તરતી રેસ્ટોરન્ટ શરૂ થશે. આવતીકાલે કાંકરિયા કાર્નિવલ દરમિયાન આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ઉદઘાટન કરવામાં આવશે. ફ્લોટિંગ રેસ્ટોરન્ટ  નગીનાવાડી પાસે તૈયાર કરાઈ છે. હવે ખાસ શિપમાં બેસીને લોકો ફૂડની મજા માણી શકશે. ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં 35 થી 40 વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રતિ વ્યક્તિ અંદાજે રૂ. 300ની ટિકીટ રહેશે. ઉલ્લેખનીય છે કે, અગાઉચ રિવરફ્રન્ટમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરાવાની હતી, પરંતુ હવે કાંકરિયામાં આ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે.

⛲ કાંકરિયા કાર્નિવલમાં મુલાકાતીઓને વધુ એક નજરાણું જોવા મળશે. અહીં મુલાકાતીઓ માટે ઇલેક્ટ્રિક કાર બેટરી ઓપરેટેડ કાર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. કાંકરિયા પરિસરમાં ફરવા માટે આ કારનો ઉપયોગ કરાશે. રૂ.10 થી લઈને રૂ.25 સુધીની ફી ચૂકવીને આ કારમાં કાંકરિયાનો ખૂણેખૂણો જોઈ શકાશે.

⛲ હવે આવતીકાલે 25 ડિસેમ્બરથી ફરીથી કાંકરિયા તળાવ ખાતે કાર્નિવલની ધમાકેદાર શરૂઆત થશે. જેમાં વિવિધ સાંસ્કૃતિક અને સંગીતના કાર્યક્રમો, લોકનૃત્યો, હોર્સ અને ડોગ શો, આતશબાજી, શિપ લાઇટિંગ, રોક બેન્ડસ, ફૂડ ફેસ્ટિવલ જેવા ભાતીગળ કાર્યક્રમો યોજાશે. દર વર્ષે સરેરાશ રપ લાખથી વધુ લોકો આ કાર્નિવલનો આનંદ માણે છે અને આ વખતે કાંકરિયા કાર્નિવલ 11માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.