ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Tuesday, December 25, 2018

વ્યક્તિ પરિચય - પંડિત મદનમોહન માલવીયજી

📘 મદન મોહન માલવીયજી 📙
📗 મહામના પંડિત મદન મોહન માલવીયાનો જન્મ ૨૫મી ડિસેમ્બર ૧૮૬૧ ના દિવસે ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા અલ્હાબાદ શહેરમાં પિતા બ્રિજનાથ અને માતા મૂનાદેવીના ઘરે થયો હતો. તેમનુ મૃત્યુ 84 વર્ષની વયમાં 12 નવેમ્બર 1946ના રોજ બનારસમાં થયુ.

📘 મદન મોહન માલવીય એક શિક્ષક અને સ્વતંત્રતા સેનાની હતા. જેમને તેમના કામો માટે 'મહામના' ની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહામના તરીકે ઓળખાયેલા મદન મોહન માલવીયા આ યુગના આદર્શ પુરુષ હતા. પોતાના જીવન-કાળમાં પત્રકારત્વ, વકીલાત, સમાજ-સુધારણા, માતૃ-ભાષા તથા ભારતમાતાની સેવા કાજે પોતાનું જીવન અર્પણ કરનારા આ મહામાનવે જે વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી એમાં એમની પરિકલ્પના એવા વિદ્યાર્થીઓને શિક્ષિત કરીને દેશ સેવા કાજે તૈયાર કરવાની હતી, જે દેશનું મસ્તક ગૌરવથી ઊંચુ કરાવી શકે. એ જગજાહેર છે કે મહામના માલવીય સત્ય, બ્રહ્મચર્ય, વ્યાયામ, દેશભક્તિ તથા આત્મ-ત્યાગમાં આ દેશમાં અદ્વિતીય સ્થાન રાખતા હતા. ઉપર્યુક્ત સમસ્ત આચરણ પર મહામના સદૈવ ઉપદેશ જ ન આપતા, પરંતુ એનું સર્વથા પાલન પણ કરતા હતા. પોતાના વ્યવહારમાં મહામના સદૈવ મૃદુભાષી રહ્યા હતા.

📙 તેઓ 1909 અને 1918માં ઈંડિયન નેશનલ કોંગ્રેસના પ્રેસિડેંટ રહ્યા. 1916માં માલવીયજીએ જ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલાયની સ્થાપના કરી હતી અને 1919થી લઈને 1938 સુધી તેના વાઈસ ચાંસલર પણ રહ્યા. માલવીયજીએ પહેલીવાર 1886માં રાજનીતિમાં પગલુ મુક્યુ હતુ. જ્યારે તેમણે દાદાભાઈના નેતૃત્વમાં કલકત્તામાં થઈ રહેલ બીજા ઈંડિયન નેશનલ કોંગ્રેસ સંમેલનમાં ભાગ લીધો હતો.

🏆 પંડિત મદનમોહન માલવીયજીનું ધર્મસ્વાભિમાન:-
👉 કાશી-હિન્દુ વિશ્ર્વવિદ્યાલયના સંસ્થાપક પંડિત મદનમોહન માલવીયજી સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિના અનન્ય પૂજારી હતા. તેઓના કાર્યોથી પ્રભાવિત થઈ એક વખત કલકત્તા વિશ્ર્વવિદ્યાલયના ઉપકુલપતિએ પ્રસ્તાવ મોકાયો કે, ‘વિદ્યાલય તમને ડૉક્ટરેટની પદવીથી સન્માનિત કરવા માંગે છે’ મિત્રોએ કહ્યું, પ્રસ્તાવ મોકલ્યો. પ્રસ્તાવ વાંચી પંડિતજીના મિત્રવર્તુળમાં ખુશી છવાઈ ગઈ. ‘આ તો માત્ર તમારું જ નહીં, વારાણસી અને તેની જનતાનું પણ ગૌરવ ગણાય, તમારે આ પ્રસ્તાવ તત્કાળ સ્વીકારી લેવો જોઈએ.’ ત્યારે પંડિતજીએ કહ્યું, ‘આ પ્રસ્તાવ મારું, વારાણસીનું કે તેની જનતાનું સન્માન નહીં, અપમાન છે.’ તેઓએ કલકત્તા વિદ્યાલયને તત્કાળ વળતો પત્ર લખ્યો કે, ‘માનનીય મહોદય, તમારા પ્રસ્તાવ માટે ખૂબ ખૂબ આભાર, પરંતુ તમારો પ્રસ્તાવ મારા માટે નિરર્થક છે. હું જન્મે-કર્મે બ્રાહ્મણ છું અને એક બ્રાહ્મણ માટે પંડિતથી મોટી અન્ય કોઈ જ ઉપાધિ ન હોઈ શકે. મને ‘ડૉ. મદનમોહન 
માલવીય’ કરતાં "પંડિત મદનમોહન માલવીય તરીકે ઓળખાવાનું જ વધુ પસંદ છે. આશા રાખું છું કે, તમે મુજ બ્રાહ્મણની ભાવનાનું સન્માન કરી મને પંડિત જ ‚‚રહેવા દેશો !
📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.