ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Sunday, February 24, 2019

ચિત્ર પરિચય - પૂજ્ય રવિશંકર મહારાજ

📕 પૂજ્ય રવિશંકર મહારાજ 📕

👉 જન્મ:- ૨૫ ફેબ્રુઆરી, ૧૮૮૪ 
(વિ.સં. ૧૯૪૦, મહા વદ ચૌદશ (મહા શિવરાત્રિ)
👉 જન્મ સ્થળ:- રઢુ, ખેડા જિલ્લો 
(બ્રિટિશ રાજ સમયનું માતર તાલુકાનું ગામ)
👉 મૃત્યુ:-  ૧ જુલાઇ, ૧૯૮૪, બોરસદ
👉 રહેઠાણ:- સરસવણી
👉 હુલામણું નામ:- રવિશંકર મહારાજ, કરોડપતિ ભિખારી, મુઠ્ઠી ઊંચેરો માનવી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક, વગેરે.
👉 અભ્યાસ:- પ્રાથમિક - છ ધોરણ
👉 ક્ષેત્ર:- સમાજ સેવા, સ્વતંત્રતા સેનાની

📕 રવિશંકર વ્યાસ (૧૮૮૪–૧૯૮૪) એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં. તેમના સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા. તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતાં. ૧૯૨૦ અને ૧૯૩૦ ના દશકમાં તેમણે નરહરી પરીખ અને મોહનલાલ પંડ્યા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન કર્યું હતું.

📕 જીવન:-
👉 રવિશંકર વ્યાસનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૪ (વિક્રમ સંવત ૧૯૪૦ની મહા વદ ચૌદશના રોજ ખેડા જિલ્લાનાં રઢુ ગામમાં ઔદિચ્ય (ટોળકીયા) બ્રાહ્મણ કુટુંબમાં પિતાંબર શિવરામ વ્યાસ અને નાથીબાને ત્યાં થયો હતો. તેમના કુટુંબનું વતન મહેમદાવાદ નજીકના સરસવણી હતું. છઠ્ઠા ધોરણનું શિક્ષણ મેળવ્યા પછી તેમણે તેમના પિતાને ખેતીમાં મદદ કરવા માટે અભ્યાસ અધૂરો મૂક્યો હતો. તેમના લગ્ન સુરજબા સાથે થયા હતા. તેઓ જ્યારે ૧૯ વર્ષના હતા ત્યારે તેમના પિતા અને ૨૨ વર્ષના થયા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું.

📕 તેઓએ આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક, વગેરે ઉપનામોથી તેમને નવાજવામાં આવ્યા છે. નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા. વિનોબા ભાવેની ભુદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું અને એ ઉપરાંત પાટણવાડીયા, બારૈયા કોમો અને બહારવટીયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું.

📕 ૧૯૨૦માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો. તે જ વર્ષે સુણાવમાં રાષ્ટ્રીય શાળની સ્થાપના કરી, આચાર્યથી માંડી પટાવાળા સુધીની ફરજ બજાવતા. તે પછીના વર્ષે મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલ્કત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત કરી દીધું. ૧૯૨૩માં બોરસદ સત્યાગ્રહ, હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ શરૂ કરી. ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ ભજવ્યો હતો. જેલવાસ દરમ્યાન જેલમાં ગામઠી ગીતા સમજાવતા, આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત થઈ ગયા. ૧૯૫૫થી ૧૯૫૮ ના ત્રણ વર્ષ દરમ્યાન ૭૧ વર્ષની ઉંમરે ભૂદાન માટે ૬,૦૦૦ કિલોમીટર ચાલ્યા હતા. આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક ભોજન લેતા અને તે પણ માત્ર લુખ્ખી ખીચડી. પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા અને તે કારણે જ 'કરોડપતિ ભિખારી' જેવું ઉપનામ પણ તેમને મળ્યું.

📕 અવસાન:- ગુજરાતના આ મૂકસેવક પ્રખર ગાંધીવાદી હતા. 101 વર્ષમાં પ્રવેશ કરી ઈ. ૧૯૮૪ના જુલાઈની પહેલી તારીખે બોરસદ ખાતે તેમણે મહાપ્રયાણ ક્યું. ભૂદાનપ્રવૃત્તિના એ જબરા ચાહક હતા.

📕 સન્માન:-
ભારત સરકારે તેમના માનમાં ૧૯૮૪માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન ­દાન કરનાર વ્યક્તિને સામાજીક કાર્ય માટે INR૧ લાખનો રવિશંકર મહારાજ પુરસ્કાર ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તેમના સન્માનમાં અપાય છે.

📕 સાહિત્યમાં:-
👉રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા નામની નવલકથા લખી હતી, જેને ગુજરાતી વાચકોએ ખૂબ પસંદ કરી હતી. પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર જેને જીવી જાણ્યું (૧૯૮૪) નવલકથા લખી છે.
📕 મહારાજની વાતો
📕 વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ – યશવંત શુકલ
📕 માણસાઇના દીવા – ઝવેરચંદ મેઘાણી (આ પુસ્તકનું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું છે. )

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.