ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Tuesday, March 26, 2019

વ્યક્તિ પરિચય - પંડિત રવિશંકર

🎸 પંડિત રવિશંકર: સિતારની સરિતા 🎸

🎸 પંડિત રવિશંકર એટલે સિતારની સરિતા. ન માત્ર સરિતા સાત સમુદ્ર પાર વહેતી સરિતા. ભારતીય સંગીતના વૈશ્વિક ગોડફાધર પંડિત રવિશંકરની ખ્યાતિ જેમ જેમ દેશવિદેશમાં વધતી ગઈ તેમ તેમ તેમની સિતારના સૂરનો સિતારો વધુને વધુ ચમકતો ગયો હતો. પંડિત રવિશંકર ભારતીય સંગીતના વૈશ્વિક દૂત બની રહ્યા હતા, પછી તો લોકો તેમને વિશ્વસંગીતના ગોડફાધર ગણવા લાગ્યાં હતાં. ગંગાની લહેરોની સાથે તેમની સિતારના સૂર સરહદના સીમાડાઓ ઓળંગી ગયા હતા.

🎸 તેમનો જન્મ ૭ એપ્રિલ ૧૯૨૦ના રોજ બનારસમાં એક બંગાળી પરિવારમાં થયો હતો. રવિન્દ્ર શંકરે ગાંધી શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરી ત્રણ સ્વર છુટ્ટા પાડયા ગ, ધ, નિ. તેમાં સા, અને મ જોડી રાગ તૈયાર કર્યો. સા, ગ, મ, ધ, નિ, સા... સા, નિ, ધ, મ, ગ, સા... આ રાગ માલકૌંસની નજીકનો હતો. તેને નામ આપ્યું, મોહનકૌંસ. બરાબર એક વર્ષ પછી તેઓ આકાશવાણી દિલ્હીમાં સંગીત નિર્દેશક તરીકે જોડાઈ ગયા.

🎸 પંડિતજીએ તેમના ભાઈ ઉદયશંકર સાથે એક ડાન્સર તરીકે તેમની કરિયર શરૃ કરી હતી પણ તેમાં ખાસ રુચિ નહીં રહેતાં ૧૯૩૮માં તેમણે સિતારના તાર સાથે તાલમેલ સાધ્યું, ૧૯૪૫માં તેમણે પહેલાં શુદ્ધ ભારતીય રાગનું કમ્પોઝ કર્યું હતું. વેસ્ટર્ન મ્યુઝિક, જાઝ તેમજ અન્ય રાગ પણ તેમની પહેલી પસંદ હતા. રશિયા, જાપાન અને નોર્થ અમેરિકામાં તેમણે અનેક કાર્યક્રમો આપ્યા હતા. ૧૯૭૦માં તેઓ બિટલ્સના હેરિસન સાથે જોડાયા અને પછી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની ખ્યાતિએ કદી પાછું વાળીને જોયું નથી. પંડિતજીની સિતાર અને તેમનો સિતારો હંમેશાં બુલંદ જ બનતો ગયો હતો. તેઓ એક ઊંચા ગજાના ભારતીય શાસ્ત્રીય સંગીતજ્ઞા હતા. ભારતીય સંગીત અને ભારતીય સંસ્કૃતિની ધ્વજાપતાકા તેમણે વિશ્વમાં લહેરાવી હતી અને ભારતીય સંગીતને મુઠ્ઠી ઊંચેરૃં સન્માન અપાવ્યું હતું. 

🎸 ૧૯૫૬ સુધી તેઓ આકાશવાણી દિલ્હીમાં કાર્યરત રહ્યા. રવિન્દ્ર શંકર નામ બોલવામાં લાંબું પડતું હોવાથી તેમણે ટુંકાવીને રવિશંકર કરી નાખ્યું.  ૧૯૮૨માં બ્રિટિશ ચલચિત્રકાર રિચાર્ડ એટનબરોએ જ્યારે ગાંધી ફિલ્મ બનાવી ત્યારે તેનો સાઉન્ડ ટ્રેક પંડિત રવિશંકર પાસે જ સ્વરબદ્ધ કરાવ્યો. ગાંધીની એ ફિલ્મ કાળજયી બની અને તેનું સંગીત પણ.

🎸 મોહમ્મદ ઇકબાલે ૧૯૦૪માં સારે જહાં સે અચ્છા, હિંદોસ્તાં હમારા- ગીત લખ્યું હતું. તેની ધુન પહેલા આટલી સુરીલી નહોતી. કારણ કે તે છંદના પરંપરાગત ઢાળમાં ગવાતી હતી. ૧૯૪૫માં પંડિત રવિશંકરે આ ધૂનને નવેસરથી રચી. જે આજ સુધી ફેમસ છે. નવી ધુન એટલી બધી લોકપ્રિય બની ગઈ કે તે જ પરંપરાગત બની ગઈ. લોકો એ ભૂલી ગયા કે આ ધુન પંડિત રવિશંકરે રચી હતી.

🎸 બંગાળી હોવાના નાતે ખ્યાત દિગ્દર્શક સત્યજીત રે સાથે તેમને ગાઢ સંબંધો બંધાયા. પાથેર પાંચાલી, અપરાજિતો અને અપૂર સંસારમાં તેમણે જ સંગીત આીલપ્યું હતું. સત્યજીત રે જ્યારે દેહાંત પામ્યા ત્યારે પંડિતજીએ તેમની યાદમાં એક ખાસ ધુન રચી હતી. તેને ફેરવેલ માય ફ્રેન્ડ એવું નામ આપ્યું. બહુ જૂજ ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું, પરંતુ દરેક એલબમ એક  ગગનચૂંબી શિખર હતો.

🎸 વિશ્વમાં સંગીતનો સૌથી મોટો અવોર્ડ કોઈ હોય તો તે ગ્રેમી અવોર્ડ. પંડિત રવિશંકરને મૃત્યુપર્યંત ત્રણ ગ્રેમી મળ્યા. પ્રથમ ગ્રેમી ૧૯૬૮માં મળ્યો. ૧૯૬૭માં તેમણે પોતાના ગાઢ મિત્ર અને પશ્ચિમના ખ્યાત સંગીતકાર યહૂદી મેનુહિન સાથે મળી વેસ્ટ મીટ્સ ઇસ્ટ નામનો એલબમ બહાર પાડયો હતો. બે મિનિટ સમય કાઢી આ એલબમની એક નાનકડી ટયુન યુટયુબ પર સર્ચ કરીને સાંભળો. પાગલ થઈ જશો. ૧૯૬૭માં આવું સંગીત. તમને ખ્યાલ આવશે કે પંડિતજી તેમના સમયથી કેટલા આગળ હતા. અને શા માટે હતા!

🎸 તેમણે માત્ર પૂર્વ અને પશ્ચિમને જોડવાની કોશિશ નહોતી કરી. પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળને જોડવાના પણ પ્રયત્નો કર્યા હતા. ૧૯૭૧માં બાંગ્લાદેશના જન્મના થોડા જ દિવસોમાં ત્યાં કોન્સર્ટ યોજવાની હિંમતવાન પહેલ કરી. વિખ્યાત મ્યુઝિક ગુ્રપ બિટલ્સના ગિટારીસ્ટ અને પંડિતજીના શીષ્ય જ્યોર્જ હેરિસન પણ આ જલસામાં તેમની સાથે હતા. ગુરુભાઈ અને સોરદવાદક એવા ઉસ્તાદ અલી અકબરખાને તેમની સંગત કરી હતી. કે જે ઉસ્તાદ અલ્લાઉદીન ખાનના પુત્ર થાય. આ કાર્યક્રમમાં તબલા પર હતા ઉસ્તાદ ઝાકિર હુસૈનના પિતા ઉસ્તાદ અલ્લારખ્ખા ખાં સાહેબ.

🎸 પંડિત રવિશંકર ભારતીય સંગીતની શિક્ષા ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં પાસેથી લીધી હતી. તેમણે વિશ્વના ઘણા મહત્વના સંગીતોત્સવમાં ભાગ લીધો. અને ભારતીય સંગીતની પશ્ચિમમાં ઓળખ કરાવી. પંડિત રવિશંકરે ઈ.સ. 1949 થી ઈ.સ. 1956 દરમિયાન ઓલ ઈન્ડિયા રેડિયોનાં સંગીત નિર્દેશક તરીકે ની તાલિમ લીધી. સત્યજીત રેની ‘અપુ ત્રયી’ અપુ ટ્રાયોલોજીમાં પંડિત રવિશંકરે સંગીત આપ્યું હતું. માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ આ ફિલ્મોનાં સંગીતની પ્રશંસા થઈ.

🎸 પંડિત રવિશંકરે વર્ષ 1962માં કિન્નારા સ્કૂલ ઓફ મ્યુઝિકની સ્થાપના કરી હતી. ઈ.સ. 1962 સુધી ચતુરલાલ તબલા પર પંડિત રવિશંકરની સંગત કરતા. ત્યારબાદ આ સ્થાન ઉસ્તાદ અલ્લારખા ખાને લીધું. જે વિખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનના પિતા થાય.

🎸 પંડિત રવિશંકરને ઈ.સ.1967માં પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા. ગ્રેમી એવોર્ડને પોતાને નામે કરી ચૂકેલા પંડિત રવિશંકરને 1999માં દેશના સર્વોચ્ચ સન્માન એવા ભારત રત્નથી પણ સન્માનિત કરાયા હતા. ઑલ ઈન્ડિયા રેડિયોના મ્યૂઝિક ડિરેક્ટર રહી ચૂકેલા પંડિત રવિશંકર રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. પંડિત રવિશંકરની દિકરી અનુષ્કા એ પણ સિતારવાદમાં સારૂ એવી ખ્યાતિ મેળવી છે અને તેના
પિતાનો આ સંગીતમય વારસો ટકાવી રાખવા પ્રયત્નો કરી રહી છે.  ૧૧ ડિસેમ્બર ૨૦૧૨ ના રોજ તેમનું અવસાન થયું.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.