ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Tuesday, March 26, 2019

ચિત્ર પરિચય - ડાકોરના રણછોડરાયજી

🎪 ડાકોરના રણછોડરાયજી ભગવાનની પ્રાગટ્ય કથા અને સંપૂર્ણ ઇતિહાસ 🎪
🎪 ગુજરાત રાજ્યમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ડાકોરમાં આવેલું છે જે શ્રદ્ધાળુઓ માટે યાત્રા ધામ છે. ભગવાન રણછોડરાયજીનું નામ એ અપભ્રંશ થયેલું નામ છે. અર્થાત્ રણમાં જે શૂરવીર હોય તેને રણ:શૌડ સંસ્કૃતમાં કહેવાય છે પરંતુ લોકબોલીમાં આ શબ્દ અપભ્રંસ થઈને રણ છોડીને ભાગ્યા હોવાના કારણે પણ ‘રણછોડ’ કહેવાયા હોવાનું સૌ માને છે. પુરાતન કાળનું ડંકપુર એટલે હાલનું ડાકોર. ડાકોર અમદાવાદથી આશરે ૭૫ કિ.મી., વડોદરાથી 45 કિલોમીટર, નડિયાદથી ૩૮ કિ.મી. દૂર આવેલું છે. ડાકોર હવે એક્સપ્રેસ હાઇવેના કારણે દર્શનાર્થીઓને જવા-આવવા માટે વિશિષ્ટ રીતે અનુકૂળ ધાર્મિક સ્થળ બની ગયું છે.

🎪 દ્વાપરયુગમાં ડંક મુનિ એ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખરીયુ વન હતું, પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકર ને પ્રસન્ન કર્યા. ભગવાને ડંક મુનિને આર્શિવાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહી આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરુપે અહી રહેશે. આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે એ બાબતની સાક્ષી પુરાવે છે. આજ ડંક મુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો જેમા પશુ પંખી ર્નિભિક પણે પાણી પીતા હતા.

🎪 એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત ડંક મુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા ત્યારે ભીમને તરસ લાગતા કુંડ માથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠો. અચાનક વિચાર આવ્યો કે આટલા સુન્દર જળ નો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી સુગમતાથી મળે અને ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડ ૯૯૯ વિઘા મોટો કર્યો. આ કુંડ આજે ગોમતી ના નામે ઓળખાય છે. વર્ષો વીતતા ગોમતીકુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવી વસ્યા અને પહેલા ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બન્યું.

🎪 ડાકોરમાં ભગવાન રણછોડરાયજીની પ્રાગટ્ય કથા:-
👉 ડાકોર ગામમાં વીરસિંહ અને રતનબેનને ત્યાં વિજયસિંહ નામના બાળકનો જન્મ થયો તે જાતે રજપુત બોડાણા હતા. વિજયસિંહની પત્નીનું નામ ગંગાબાઈ હતું. તેઓ ખેતમજૂરી કરીને જીવન વિતાવતાં હતાં. આ દંપતીએ દ્વારિકા જતાં પગપાળા સંઘ સાથે દ્વારિકા જવાની પ્રેરણા લઈને દ્વારિકા ગયાં. દ્વારિકાનાથની દિવ્ય મૂર્તિનાં દર્શન કર્યાં. પ્રભુના શૃંગાર ઉપર તુલસીની માળા જોઈને બોડાણાના મનમાં થયું કે પ્રભુનાં રત્નજડિત આભૂષણોની ઉપર તુલસીની કંઠી છે તે પ્રભુને ખૂબ જ ગમે છે તેમ મનોમન નક્કી કરી લઈને પ્રત્યેક વર્ષે તુલસી છોડ લઈને દ્વારિકા જવું.

🎪 આથી શ્રીકૃષ્ણ ભક્ત બોડાણા દર વર્ષે પુનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડુ લઈ, ભગવાનના દર્શનાર્થે જતો હતો. ભક્ત બોડણો ૭૨ વર્ષની ઉંમર સુઘી રાબેતા મુજબ આ ક્રમ કરતો રહ્યો પરંતુ ત્યારબાદ ઉંમર ના કારણે એમને તકલીફ પડવા લાગી. પોતાના ભક્તની આ તકલીફ શ્રીકૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકા થી ડાકોર આવીશ. તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે.બોડાણો આ પછી જ્યારે દ્વારકા જવાનો હતો ત્યારે તેણે ભગવાનનાં કહેવા મુજબ ગાડાની વ્યવસ્થા કરવા માંડી. બોડાણો ખૂબ ગરિબ હતો, તેની પાસે પુરતું નાણું પણ ન હતું જેથી તે ભગવાનને છાજે તેવું ગાડું સાથે લઈ જઈ શકે, તેણે જેમ-તેમ કરીને ખુબ જ વૃદ્ધ થઈ ગયેલા બે બળદ અને ખખડી ગયેલાં ગાડાની વ્યવસ્થા કરી, અને તે લઇને તે દ્વારકા પહોંચ્યો.

🎪 તેને ગાડા સાથે જોઈને પુજારીઓએ પુછતાં નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે. ભગવાન દ્વારકા છોડીને જતા રહેશે તો પોતાની આજીવિકાનું શું થશે તેના ડરે, ગુગળીઓ (દ્વારકાનાં પૂજારીઓ)એ રાત્રે મંદિરને તાળા મારી દીધાં. પરંતુ ભગવાન કોઇનાં બંધનમાં રહેતાં નથી, તેમણે આ તાળા તોડીને બોડાણાની સાથે ડાકોર જવા પ્રયાણ કર્યું. દ્વારકાથી થોડા દુર નીક્ળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યુ કે હવે તું ગાડાંમાં આરામ કર હું ગાડું ચલાવીશ.

🎪 ફ્ક્ત એક રાતમા ભગવાન રાજા રણછોડ, મરવાનાં વાંકે જીવતા બે બળદને હંકારી ખખડેલું ગાડું લઈને ડાકોર નજીક ઉમરેઠ સુધી પહોંચી ગયા. ઉમરેઠ પહોંચતા સુધીમાં પ્રભાત થઈ ગયું હતું, તેથી કોઇ જોઈનાં જાય માટે ભગવાને ઉમરેઠની સીમમાં બિલેશ્વર મહાદેવ નજીક ગાડું ઉભું રાખ્યું. બોડાણો સવાર થતાં ઉઠ્યો તો દાતણ માટે ભગવાને લીમડા ડાળ પકડી. ભગવાનના સ્પર્શથી લીમડાની એક ડાળ મીઠી થઇ ગઇ. હવે ભગવાને બોડાણાને ગાડું ચલાવવા કહ્યુ.ભગવાનને દ્વારકાના મંદિરમાં ન જોતાં ગુગળીઓ સમજી ગયાકે બોડાણો જ ભગવાનને લઈ ગયો છે. તેથી તેઓ પાછળ પાછળ ડાકોર આવી પહોંચ્યા.

🎪 દ્વારકાનાં પુજારીઓને મન તો ભગવાન ફક્ત આજીવિકાનું જ સાધન હતાં, તેથી તેમણે પોતાને પર્યાપ્ત ધન મળી રહે તે આશયથી ડાકોર આવી પહોંચેલા ગુગળીઓ એવી શરત મુકી કે, જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતાં હતાં કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહી શકે અને શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે અને જો ડાકોરમાં રહી પણ જાય તો તેમને ભગવાનને ભારોભાર સોનું મળી રહેશે.

🎪 બોડાણા પાસે સોનાના નામે તેની પત્ની ગંગાબાઈએ પહેરેલી નાકની ફક્ત એક વાળી હતી. ગોમતીને તીરે જ્યારે મૂર્તિને ત્રાજવાનાં એક પલ્લામાં મુકી તેની સામેનાં પલ્લામાં આ વાળી મુકવામાં આવી ત્યારે તેનું વજન મૂર્તિનાં વજન કરતાં પણ વધારે થયું. આમ કૃષ્ણ ભગવાને ગંગાબાઈની ફક્ત એક વાળી ગુગળીઓને આપી તેમને વિદાય કર્યાં અને પોતે ડાકોરમાં સ્થાયી થયાં. આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલા દ્વારકામાં હતી.


🎪 શ્રીરણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ડાકોર:-
👉 ડાકોરમાં હાલનું મંદિર શ્રી ગોપાલ જગન્નાથ તાંબવેકરે રૂ. એક લાખના ખર્ચે ઈ.સ. ૧૭૭૨માં બંધાવ્યું છે. આ મંદિર ૧૬૮ ફૂટ બાય ૧૫૧ ફૂટની ચોરસ બેસણી આકારનું, બાર રાશિ પ્રમાણે પગથિયાં સાથે બાંધેલું છે. જેને આઠ ગુંબજ અને ૨૪ મિનારા છે. સૌથી ઊંચો મિનારો ૯૦ ફૂટનો છે. આ મિનારાઓ સોનાથી મઢેલા છે. રણછોડજી મંદિર માં ચાંદીના 2 મોટા દરવાજા છે કે જેના પર ભગવાન સુર્ય, ચંદ્ર, ગણપતિ, વિષ્ણુ તેમજ વિવિધ કલાકૃતિઓ કંડારવામાં આવી છે. ગર્ભગૃહમાં ભગવાન શ્રીરણછોડજી આરસપહાણના બનેલા અને સોનાના પતરાથી મઢેલી ઉચ્ચ વેદી પર બિરાજમાન છે.

🎪 મંદિરના પ્રવેશદ્વારે બંને બાજુ પાંચ માળની ૫૦ ફૂટ ઊંચી બે દીપમાળાઓ છે. જેના મિનારા પણ સોનાના વરખથી મઢેલા છે. દીપમાળાઓમાં ૮૦૦ દીવાઓ એકસાથે પ્રગટાવી શકાય છે. આ મંદિરમાં રાજા રણછોડરાયની ચાર હાથવાળી કસોટીના પથ્થરમાંથી બનાવેલી સુંદર પ્રતિમા છે. મંદિરમાં અનેક ઉત્સવો ઊજવાય છે. દર પૂનમે જાણે મેળા જેવો માહોલ સર્જાય છે. અહીંના મંદિરમાં લોકો પ્રસાદના રુપે ભગવાનને માખણ, મિશરી, મગસ (બેસનની મીઠાઈ) ચઢાવે છે. કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વહાલી હતી એટલે અહીં લોકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય છે.

🎪 અહીં ડાકોરના ગોટા ખૂબ પ્રસિધ્ધ છે. અહીં આવનાર દરેક યાત્રી ડાકોરના પ્રસિધ્ધ ગોટાનો સ્વાદ જરૂર માણે છે. અહીં આવેલ રણછોડરાયની ભોજનશાળામાં માત્ર પાંચ રુપિયામાં ભરપેટ ભોજન મળી જાય છે.
આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ – જય દ્વારકાધીશ…

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.