📕 ગુજરાતી વિજ્ઞાન પત્રકારત્વના પિતા વિજય ગુપ્ત મૌર્ય 📕
📍 નામ: વાસુ વિજયશંકર મુરારજી
📍 ઉપનામ: વિજયગુપ્ત મૌર્ય, ઈન્દ્રધનુ, કૌટિલ્ય, કૌશિક શર્મા, ચાણક્ય, બૃહસ્પતિ, મુક્તાનંદ, વિશ્વયાત્રી, હિમાચલ, વિજયતુંગ, સોSહમ્
📍 જન્મ: ૨૬, માર્ચ-૧૯૦૯, પોરબંદર
📍 અવસાન: ૧૦,જુલાઈ- ૧૯૯૨,
📍 કુટુમ્બ: માતા– મોતી બાઈ, પિતા– મુરારજી, પત્ની – વસંતલીલા, પુત્રો – નાગેન્દ્ર વિજય, ભારદ્વાજ, વિજય
📍 શિક્ષણ: ૧૯૨૫ – મેટ્રિક, પોરબંદર
📍 વ્યવસાય: એડ્વોકેટ – મુંબાઈ યુનિવર્સીટી
📕 તેમના વિશે વિશેષ:-
👉 ૧૯૪૨ની આઝાદી લડતમાં નોકરીમાંથી રાજીનામું અને લડતમાં સક્રીય ભાગ.
👉 થોડોક વખત વકીલાત કરી.
👉 ૧૯૪૪થી – ‘જન્મભૂમિ’ના તંત્રી વિભાગમાં
👉 બાળપણથી જ પ્રકૃતિનાં વિવિધ તત્વોનો અભ્યાસ કરવાનો શોખ
👉 બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી અને પ્રકૃતિ મંડળના સભ્ય
👉 ૧૭ વર્ષની ઉંમરે તેમણે બ્રિટન અને જર્મનીના નૌકાયુદ્ધ વિશે પ્રથમ લેખ લખ્યો હતો.
👉 બાળકોને ઉપયોગી અનેક પુસ્તકો લખ્યાં
👉 પ્રથમ પુસ્તક – ‘પ્રિન્સ બિસ્માર્ક’
👉 ૧૯૭૩થી – નોકરી છોડી મરણ પર્યન્ત લેખન
👉 ‘નવચેતન’ના પ્રત્યેક દિવાળી અંકમાં તેમની સમુદ્રકથા આવતી
👉 ૧૯૭૦થી ૮૦ના ગાળામાં ચિત્રલેખાના ૩ લેખકો સૌથી વધુ પાવરફુલ હતા, તેમાંના એક એટલે વિજયગુપ્ત મૌર્ય.
👉 ‘અખંડ આનંદ’ સામયિકમાં તેમની પ્રશ્ન-જવાબની ‘જ્ઞાન-ગોષ્ઠિ’ નામે કૉલમ ચાલતી હતી.
👉 પાછલી અવસ્થામાં ગંભીર બિમારી, પાર્કિન્સન રોગના કારણે અવસાન
જીવનનાં છેલ્લાં દસેક વર્ષ તેમણે ભારે માંદગીનો સામનો કરવો પડ્યો. જોકે કપરી સ્થિતિમાં પણ તેમનું કામ બંધ ન હતું. અમદાવાદમાં અવસાન પહેલાં તેઓ ૩૫-૪૦ દિવસ હોસ્પિટલમાં રહ્યા. બિછાનેથી પણ તેઓ લેખો બોલીને લખાવતા (ડિક્ટેટ) રહેતા. પાર્કિન્સન્સ ડિસીઝથી પીડાતા હોવાને કારણે હાથ ધ્રૂજતા પણ તોય તેઓ ધ્રૂજતા હાથે એડિટિંગ કરી આપતા. અમદાવાદ આવી ગયા પછી તેમને આંખોની તકલીફ પણ વધી ગઈ હતી. ત્યારે તેઓ ચશ્માં ઉપરાંત હાથમાં મેગ્નિફાયિંગ ગ્લાસ રાખતા અને તેનાથી વાંચતા. તેમને કમરની પણ ભારે તકલીફ હતી. સતત કમર પર જાડો કમરપટ્ટો બાંધી રાખતા હતા. તેમના અંતિમ દિવસો યાદ કરતાં હર્ષલ પુષ્કર્ણા ઉમેરે છે, ‘હું મારા હાથે તેમને રોજ રોજ ૧૪ ગોળીઓ આપતો. જમવા બેસતા ત્યારે તેમને મજાકમાં કહેતો કે થોડી જગ્યા રાખજો બીજું ભોજન (૧૪ ગોળીઓ) પણ લેવાનું છે, પણ આવી માંદગી વચ્ચે તેમણે ક્યારેય લખવાનું બંધ કર્યું નહીં.’ જોકે અંતિમ દિવસોમાં તેમણે લખેલું લખાણ ધ્રૂજતા હાથે લખાયેલું છે. તે હસ્તપ્રતો સચવાયેલી પડી છે. દસમી જુલાઈ, ૧૯૯૨ (ગુરુવાર)ના દિવસે અમદાવાદ ખાતે લાંબી માંદગી બાદ તેમનું અવસાન થયું. સમગ્ર ગુજરાતી વિજ્ઞાન પત્રકારત્વના તેમને પિતા ગણવામાં આવે તો તેમાં અતિશયોકિત નહીં લેખાય.
📕 રચનાઓ:-
👉 જિંદગી જિંદગી – એક રોમાંચક સત્યકથા
👉 ચરિત્ર – પ્રિન્સ બિસ્માર્ક
👉 વિજ્ઞાન – પ્રકૃતિનાં લાડકવાયાં( ગુજરાતનાં પક્ષીઓ વિશે), 👉કીમિયાગર કબીર ( કીટકો વિશે), અવકાશની યાત્રા, દરિયાની દોલત , પૃથ્વીદર્શન, ગાલાપાગોસ, ઝગમગતું ઝવેરાત
👉 બાળવાર્તા – જંગલની કેડી,મોતનો સામનો, શિકાર અને શિકારી, શિકારીની તરાપ, કપિનાં પરાક્રમો, શેરખાન, હાથીના ટોળામાં,
👉 સત્યકથા – જિંદગી જિંદગી, માણસ જેમ બોલીને સુપરસ્ટાર બનેલી એક હતી મેના
👉 સંશોધન – સરકસ જ્ઞાનકોષ, આ છે રશિયા
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment