📕 આધ્યાત્મિક વિચારક ગુરૂ નાનકજી 📕
📕 ગુરુ નાનક દેવજી શીખના પહેલા ગુરુ હતા. અંધવિશ્વાસ અને અને આડંબરના કટ્ટર વિરોધી ગુરુ નાનકનો જન્મ કાર્તિક પૂર્ણિમાના દિવસે મનાવાય છે. તેમનો જન્મ ૧૫ એપ્રિલ ૧૪૬૯ ના રોજ થયો હતો. તેમના જન્મથીજ તેમના માથા પર તર્જ હતું. ગુરુ નાનકના જન્મદિવસ પર દર વર્ષે સીખ શ્રધ્ધાળુઓ જત્થા નાનકાના સાહેબ જઈને અરદાસ કરે છે. નાનક દેવજીનો જન્મ ગુરુ પર્વ તરીકે મનાવામાં આવે છે. ત્રણ દિવસ પહેલાજ પ્રભાત ફેરી કાઢવામાં આવે છે, દરેક જગ્યાએ ભક્તો પાણી અને શરબતની વ્યવસ્થા કરે છે, ગુરુ નાનકજીનું નિધન સન ૧૫૩૯ માં થયું હતું. તેમને ગુરુ ગાદી ગુરુ અંગદદેવ ને આપી હતી. અને પોતે કરતારપુરની ‘જ્યોત’માં લીન થઇ ગયા.
📕 ગુરુ નાનકજીનું બાળપણ:-
👉 ગુરુ નાનક નાનપણથી જ ગંભીર પ્રવૃત્તિના હતા. બાલ્યકાળમાં જયારે તેમના સાથી રમત ગમત કરતા ત્યારે તેઓ પોતાની આંખો બંધ કરી ચિંતન મનન કરતા. આવું જોઇને તેમના માતા-પિતાને ખુબજ ચિંતા થતી. તેમના પિતાએ તેમને પંડિત હરદયાલ પાસે શિક્ષા માટે મોકલ્યા પરંતુ પંડિતજી બાળક નાનકના સવાલોથી નિરુત્તર થઇ જતા અને તેમના જ્ઞાનને જોઇને તેઓ સમજી ગયા હતા કે નાનકને સ્વયમ ભગવાનેજ ભણાવીને મોકલ્યા છે. પછી તેમને મૌલવી કુતુબુદીન પાસે અભ્યાસ માટે મોકલવામાં આવ્યા અને તેઓ પણ નાનકના સવાલો થી નિરુત્તર થઇ ગયા. નાનકે ઘર પરિવાર છોડી ખુબજ દુર દુર સુધી ભ્રમણ કર્યું જેથી ઉપાસનાનું સામાન્ય સ્વરૂપ સ્થિર કરવામાં તેમને સહાયતા મળી. છેલ્લે કબીરદાસની ‘નિર્ગુણ ઉપાસના’નો પ્રચાર તેમણે પંજાબમાં ચાલુ કર્યો અને તે સીખ સંપ્રદાયના આડી ગુરુ બની ગયા.
📕 ગુરુ નાનકજીનો પરિવાર:-
👉 સન ૧૪૮૫માં નાનકના લગ્ન સુલક્ખની સાથે થયા હતા. તેમના બે પુત્ર શ્રીચંદ અને લક્ષ્મીચંદ હતા. ગુરુ નાનકના પીતએ તેમને કૃષિ, વ્યાપાર વગેરેમાં મોકલ્યા પરંતુ એ બધાજ પ્રયત્નો નિષ્ફળ ગયા. તેમના પિતાએ તેમને ઘોડાનો વેપાર કરવા માટે જે પૈસા આપ્યા, નાનકે તેને સાધુ સેવામાં વાપરી નાખ્યા.
📕 પરમાત્મા સાથે સાક્ષાત્કાર:-
👉 સીખ ગ્રંથો મુજબ, ગુરુ નાનક નિયમિત સવારે બેઈ નદીમાં સ્નાન કરવા જતા. એક દિવસ તેઓ સ્નાન કર્યા પછી વનમાં અંતરધ્યાન થઇ ગયા તે સમયે તેમને ભગવાનનો સાક્ષાતકર થયો. પરમાત્માએ તેમને અમૃત પીવડાવ્યું અને કહ્યું- હું હમેશા તારી સાથે જ છું, જે કોઈ પણ તારા સંપર્કમાં આવશે તેઓ પણ ખુબજ આનંદિત રહેશે. જાઓ દાન કરો, ઉપાસના કરો, પોતે નામ લો અને બીજા પાસે પણ નામ બોલાવો. આ ઘટના પછી તેઓ પોતાના પરિવારનો ભાર પોતાના સસરાને સોંપીને ભ્રમણ માટે ચાલી નીકળ્યા. અને ધર્મનો પ્રચાર કરવા લાગ્યા, અને છેલ્લે તેઓ કરતારપુરમાં રહેવા લાગ્યા અને ૧૫૨૧ થી ૧૫૩૯ સુધી ત્યાજ રહ્યા.
📕 લંગર પ્રથાની શરૂઆત:-
👉 ગુરુ નાનક દેવજીએ જાત-પાતને સમાપ્ત કરી અને દરેક લોકોને સમાન દ્રષ્ટિથી જોવાની દિશામાં આગળ વધ્યા અને ‘લંગરની પ્રથા ચાલુ કરી. લંગરમાં દરેક નાના મોટા, અમીર-ગરીબ, બધાજ એક લાઈનમાં બેસીને ભોજન કરે. આજે પણ ગુરુદ્વારમાં એવી લંગર પ્રથા ચાલુ છે.
📕 ગુરુ નાનકજીની શિક્ષાનો મૂળ ઉદ્દેશ:-
👉 પરમાત્મા એક, અનંત, સર્વશક્તિમાન અને સત્ય છે. તેઓ બધેજ છે, મૂર્તિ પૂજા વગેરે નિરર્થક છે. નામ-સ્મરણ સર્વોપરી તત્વ છે અને નામ ગુરુ દ્વારા જ પ્રાપ્ત થાય છે. ગુરુ નાનકની વાણી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી ઓત-પ્રોત છે.
📕 અવસાન:-
👉 જ્યાં–જ્યાં નાનકજી ગયા ત્યાં–ત્યાં તેઓ આજે પણ પૂજાય છે. તિબેટમાં નાનકલામા, બર્મામાં નાનકદેવ, મુસ્લિમ દેશોમાં પીરે હિંદ અને હજરત નાનક શાહ તરીકે પૂજાય છે. સંવત 1596 ભાદરવા વદ દશમ ઈ.સ. 1539માં પરમ તત્વમાં વિલીન થઈ ગયા.
📕 ગુરુ નાનકજીની ૧૦ શિક્ષાઓ:-
01) ઈશ્વર એક છે.
02) હંમેશા એક જ ઈશ્વરની ઉપાસના કરવી.
03) ઈશ્વર દરેક જગ્યાએ અને દરેક પ્રાણીમાં હોય છે.
04) ઈશ્વરની ભક્તિ કરનાર લોકોને કોઈનો ડર નથી લાગતો.
05) ઈમાનદારીથી અને મહેનત કરીને પેટ ભરવું જોઈએ.
06) ખરાબ કાર્ય કરવા માટે ક્યારેય ના વિચારવું અને કોઈને પરેશાન ના કરવા.
07) હંમેશા ખુશ રહેવું અને ઈશ્વર પાસે હંમેશા પોતાના માટે માફી માંગવી.
08) મહેનત અને ઇમાનદારીના પૈસા માંથી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી.
09) દરેક સ્ત્રી અને પુરુષ સમાન છે.
10) ભોજન શરીરને જીવતું રાખવા માટે જરૂરી છે પરંતુ લોભ, લાલચ અને સંગ્રહવૃત્તિ ખુબજ ખરાબ છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment