📕 ઝવેરચંદ કાળીદાસ મેઘાણી 📕
👉 જન્મની વિગત: ૨૮ ઓગસ્ટ ૧૮૯૭, ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત
👉 મૃત્યુની વિગત: ૯ માર્ચ ૧૯૪૭ (૫૦ વર્ષ), બોટાદ, ભાવનગર, ગુજરાત
👉 અભ્યાસ: બી.એ. (સંસ્કૃત)
👉 ખિતાબ: રાષ્ટ્રીય શાયર
👉 જીવનસાથી: દમયંતીબેન, ચિત્રદેવી
👉 માતા-પિતા: ધોળીબાઈ-કાળીદાસ
👉 મૃત્યુનું કારણ: હ્રદય રોગ
👉 રાષ્ટ્રીયતા: ભારતીય
👉 હુલામણું નામ: દ.સ.ણી., સાહિત્યયાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ, શાણો
👉 નોંધનીય કાર્ય: સૌરાષ્ટ્રની રસધાર ૧, સિંધુડો, સોરઠ, તારાં વહેતાં પાણી, વેવિશાળ, દાદાજીની વાતો, વેણીનાં ફૂલ, પ્રભુ પધાર્યા, રા' ગંગાજળિયો, કુરબાનીની કથાઓ
👉 મુખ્ય પુરસ્કારો: રણજિતરામ સુવર્ણચંદ્રક
📕 ગુજરાતી લોક સાહિત્યની વાત આવે અટલે આપણા માનસપટમા સૌ પ્રથમ નામ ઝવેરચંદભાઈ મેઘાણી નું આવે, ભલે ગુજરાતી લોક સાહિત્યના પ્રારંભિક સર્જક મેઘાણી ના હોય પરંતુ લોક સાહિત્યના સંશોધન અને સર્જક તરીકે સૌથી પહેલો રણજિતરામ સુવર્ણચંદ્રક મેઘાણીભાઈને મળ્યો છે. ઝવેરચંદભાઈ મેઘાણીની વિશેષતા એ છે કે વ્યક્તિ તરીકે તેમજ સર્જક તરીકે તેઓ સૌરાષ્ટ્રના લોકસાહિત્યનો જીવ હતા. અટલે જ તો દુલા ભાયા ‘કાગ’નો આ દુહો ઝવેરચંદભાઈ મેઘાણીની એક આગવી ઓળખ તરફ આપણું ધ્યાન ખેંચે છે.
"હાથ વખાણાં હોય, કે વખાણું દિલ વાણિયા,
કલમ વખાણું હોય, કે તારી જીભ વખાણું ઝવેરચંદ !!"
📕 ઝવેરચંદભાઈ મેઘાણી ગુજરાતી સાહિત્યના એક એવા સર્જક જેનાં હ્રદય - આંખ - હાથ - જીભ અને કલમ સતત એકબીજાના સંવાદમાં રહેતા હતા. મેઘાણીએ હાથ, કલમ અને જીભ વડે એજ સંસ્કૃતિનું વર્ણન કર્યુ જે સંસ્કૃતિ પોતાના માટે હ્રદયસ્થ બની હતી. ઝવેરચંદભાઈ સૌરાષ્ટ્રની વનપ્રકૃતિ અને જનસંસ્કૃતિ સાથે સ્થપાયેલો ઘનિષ્ઠ સંબંધ, પોતાને "પહાડનું બાળક" કહી ઓળખાવે છે. મેઘાણી નાનપણથી ગુજરાતી સાહિત્યના આકર્ષક બન્યા હતા. નાનપણથી લોકસાહિત્ય પ્રત્યે જાગેલું આકર્ષણ મેઘાણીનાં વ્યક્તિત્વ અને સાહિત્યમાનસ ઘડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે,
" જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ,
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ..!! "
ઝવેરચંદ મેઘાણી એ એક કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, અનુવાદક હતા.
📕 જીવન પરિચય:-
👉 વસુંધરાના કસુંબલ રંગે રંગાયેલા સમર્થ સાહિત્યકાર ઝવેરચંદભાઈ મેઘાણીનો જન્મ ૧૭ ઓગસ્ટ, ૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામે થયો હતો. તેમની માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાળીદાસ દેવચંદ મેઘાણી હતું કે જેઓ બગસરા તાલુકાનાં દશા શ્રીમાળી જૈન વણીક હતાં. મેધાણી નાનપણમા અભ્યાસમા પ્રથમ, શરમાળ, ઓછુ બોલનાર કિશોર, પણ નિશાળે પ્રાથના અને જૈન પાઠશાળામા સત્વનો પોતે જ ગવડાવે. બ્રિટિશ કાઠીયાવાડ પોલીસ ખાતામાં પિતાની નોકરી હોવાથી પરીવાર સાથે સૌરાષ્ટ્રના અલગ અલગ ગામોમાં રહેવાનું થતું આથી સૌરાષ્ટ્રની લોક સંસ્કૃતિ સાથે ઘનિષ્ઠ સંબંધ બંધાયો હતો. ગીરના પ્રદેશમાં વિશેષપણે નોકરી નિમિત્તે રહેતા પિતા પાસે, શાળાઓની રજાઓ દરમિયાન વખતોવખત જવાને કારણે સૌરાષ્ટ્રની વનપ્રકૃતિ અને ત્યા વસતા લોકોની તાસીર અને રીત-રિવાજોની ઓળખ પોતાના સંસ્કારોમા હતી. તેમના પિતાની નોકરી પોલીસ ખાતામાં હતી અને પોલીસ ખાતા થકી તેમની બદલીઓ થવાને કારણે તેમણે પોતાના કુટુંબ સાથે ગુજરાતનાં અલગ અલગ ગામોમાં રહેવાનું થયું. ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાઓએ થયું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટીપી ગાંધી એન્ડ એમટી ગાંધી ગર્લ્સ સ્કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્યમિક શિક્ષણ મેળવીને ૧૯૧૨ મૅટ્રીક થયા હતા. ઇ.સ. ૧૯૧૬માં તેઓએ ભાવનગરનાં શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય ભણતર પૂરું કર્યું.
📕 ભણતર પુરુ કર્યા બાદ ઇ.સ. ૧૯૧૭માં તેઓ કોલકાતા સ્થિત જીવનલાલ લીમીટેડ નામની એક એલ્યુમિનીયમની કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે તેઓને એકવાર ઈંગ્લેંડ જવાનું પણ થયું હતું. ૩ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી તેઓ નોકરી છોડીને બગસરા સ્થાયી થયા. ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા. નાનપણથી જ ઝવેરચંદને ગુજરાતી સાહિત્યનું ધણું ચિંતન રહ્યું હતું અને તેમના કલકત્તા રહ્યા દરમ્યાન તેઓ બંગાળી સાહિત્યનાં પરિચયમાં પણ આવ્યા હતાં. બગસરામાં સ્થાયી થયા બાદ તેમણે રાણપુરથી પ્રકાશીત થતાં 'સૌરાષ્ટ્ર' નામનાં છાપામાં લખવાની શરુઆત કરી હતી. ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ 'સૌરાષ્ટ્ર'માં તંત્રી તરીકે રહ્યા હતા. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાહિત્યીક લખાણને ગંભીરતાપુર્વક લઈ 'કુરબાનીની કથાઓ' ની રચના કરી કે જે તેમની પહેલી પ્રકાશીત પુસ્તક પણ રહી. ત્યાર બાદ તેઓએ 'સૌરાષ્ટ્રની રસધાર' નું સંકલન કર્યુ તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરુઆત કરી.
📕 ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા બાદ તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાઈ થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. લોકગીતો, લોક-સુરો એ મેઘાણી કાવ્ય પ્રવૃતિને વેગ આપ્યો.
📕 કવિતા લેખનમાં તેમણે પગલાં 'વેણીનાં ફુલ' નામનાં ઇ.સ. ૧૯૨૬માં માંડ્યા. ઇ.સ. ૧૯૨૮માં તેમને લોકસાહિત્યમાં તેમનાં યોગદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યું હતું. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ 'સિંઘુડો' - એ ભારતનાં યુવાનોને પ્રેરીત કર્યા હતાં અને જેને કારણે ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદને બે વર્ષ માટે જેલમાં રહેવું પડ્યું હતું. આ સમય દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર 'ઝેરનો કટોરો' કાવ્યની રચના કરી હતી. ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં.[૩] તેમણે ફુલછાબ નામનાં છાપામાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યુ હતું. ઇ.સ. ૧૯૩૩માં તેમનાં પત્નીનાં દેહાંત બાદ તેઓ ૧૯૩૪માં મુંબઈ સ્થાયી થયા. અહીં તેમનાં લગ્ન ચિત્રદેવી સાથે થયા. તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં 'કલમ અને કીતાબ' નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલકથાઓ લખવાની શરુઆત કરી. ઇ.સ. ૧૯૩૬ થી ૧૯૪૫ સુધી તેઓએ ફુલછાબનાં સંપાદકની ભુમીકા ભજવી જે દરમ્યાન ૧૯૪૨માં 'મરેલાનાં રુધીર' નામની પોતાની પુસ્તીકા પ્રકાશિત કરી. ઇ.સ. ૧૯૪૬માં તેમની પુસ્તક 'માણસાઈનાં દીવા' ને મહીડાં પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાહિત્ય વિભાગનાં વડા તરીકે નીમવામાં આવેલાં.
📕 ઝવેરચંદ મેઘાણીનું સર્જન:-
👉 મેઘાણીએ ચાર નાટકગ્રંથ, સાત નવલિકા સંગ્રહ, તેર નવલકથા, છ ઇતિહાસ, તેર જીવનચરિત્રની તેમને રચના કરી હતી. તેમણે લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનું "માણસાઇના દીવા"માં વાર્તારુપે નિરુપણ કર્યુ છે. મેઘાણી તેમના લોકસાહિત્યમાં સૌરાષ્ટ્રની ધિંગી તળપદી બોલીની તેજસ્વિતા અને તાકાત પ્રગટાવી શક્યા છે. તુલસીક્યારો, યુગવંદના, કંકાવટી, સોરઠી બહારવટિયા, સૌરાષ્ટ્રની રસધાર વગેરે તેમનું નોંધપાત્ર સર્જન છે.
👉 રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતા મેઘાણીએ મહાનતા ન દેખાડતા કહ્યું હતું કે, “શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્ય વચ્ચે સેતુ બાંધે છે. સાથોસાથ અમો સહુ અનુરાગીઓમાં વિવેક, સમતુલા, શાસ્ત્રીયતા, વિશાલતા જન્માવે છે.”
📕 અવસાન:-
👉 ૯ માર્ચ ૧૯૪૭નાં દિવસે, ૫૦ વર્ષની ઉંમરે, હ્રદય રોગના હુમલામાં તેમના બોટાદ સ્થિત નિવાસસ્થાને તેમનું મૃત્યુ થયું. ઝવેરચંદભાઈ મેઘાણી સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી ભેગા કરેલ લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દ્રષ્ટિને મુખ્ય રાખી શિષ્ટ ભોગ્ય રૂપમાં આપણી પાસે મુકી એમાંથી જીવનના કેટલાક મુલ્યો, જીવનના કેટલાક કેડા, જીવનના કેટલાક પ્રકાશસ્થંભો એમણે આપણી પાસે ખડા કર્યા છે. આનાં અજવાળાઓમાં સૌરાષ્ટ્ર અને કાંઈક અંશે ગુજરાત પણ, ખાનાદાનીભરી એકતાના અમીઘૂંટ પી શક્યું. આંતરબાહ્ય ઝંઝાવાતો વચ્ચે ભીતરના અતાશને મેઘાણી જાળવી શક્યા - જીરવી શક્યા. જાહેરજીવનમાં ઝવેરચંદભાઈ મેઘાણી ખોટી બાંધછોડ કર્યા વગર પોતાને સમજાયેલ સત્યને વળગીને પોતે અણનમ ઉભા રહ્યા. ધરતીના માણસો વચ્ચે એમની લાલસા હતી તે રીતે, સામાન્ય માણસ તરીકે જીવી ગયા અને અસામાન્ય મધુરપ રેલાવી ગયા.
🏆 સન્માન:-
👉 ભારતીય ટપાલ વિભાગ દ્વારા ૧૪ સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
📕 ઝવેરચંદ મેધાણીની કૃતિઓ:-
📍 ચારણ-કન્યા
📍 ફૂલમાળ (ઝવેરચંદ મેઘાણી)
📍 કોડિયું (ઝવેરચંદ મેઘાણી)
📍 છેલ્લી પ્રાર્થના (ઝવેરચંદ મેઘાણી)
📍 માં -રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદઃ ઝવેરચંદ મેઘાણી)
📍 શૌર્યગીત: ખમા ! ખમા ! લખ વાર
📍 મોર બની થનગાટ કરે (ઝવેરચંદ મેઘાણી)
📍 ઘણ રે બોલે ને-
📍 છેલ્લો કટોરો
📍 ઝાકળબિંદુ !
📍 આગે કદમ ! આગે કદમ ! આગે કદમ
📕 લોકકથા:-
• ડોશીમાંની વાતો - ૧૯૨૩ • સૌરાષ્ટ્રની રસધાર ૧ - ૧૯૨૩ • સૌરાષ્ટ્રની રસધાર ૨ - ૧૯૨૪ • સૌરાષ્ટ્રની રસધાર ૩ - ૧૯૨૫ • સૌરાષ્ટ્રની રસધાર ૪ - ૧૯૨૬ • સૌરાષ્ટ્રની રસધાર ૫ - ૧૯૨૭ • સોરઠી બહારવટીયા - ભાગ પહેલો- ૧૯૨૭ • સોરઠી બહારવટીયા - ભાગ બીજો - ૧૯૨૮ • સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો - ૧૯૨૯ • કંકાવટી ૧ - ૧૯૨૭ • કંકાવટી ૨ - ૧૯૨૮ • દાદાજીની વાતો - ૧૯૨૭ • સોરઠી સંતો, ભાગ પહેલો - ૧૯૨૮ • સોરઠી ગીતકથાઓ - ૧૯૩૧ • પુરાતન જ્યોત - ૧૯૩૮ • રંગ છે બારોટ - ૧૯૪૫
📕 લોકગીતો:-
• રઢીયાળી રાત ૧ - ૧૯૨૫ • રઢીયાળી રાત ૨ - ૧૯૨૫ • રઢીયાળી રાત ૩ - ૧૯૨૭ • રઢીયાળી રાત ૪ - ૧૯૪૨ • ચુંદડી ૧ - ૧૯૨૮ • ચુંદડી ૨ - ૧૯૨૯ • ઋતુગીતો - ૧૯૨૯ • હાલરડાં - ૧૯૨૯ • સોરઠી સંતવાણી - ૧૯૪૭ • સોરઠીયા દુહા - ૧૯૪૭
📕 નાટક:-
• રાણો પ્રતાપ -(ભાષાંતર)૧૯૨૩ • રાજા રાણી - ૧૯૨૪ • શાહજહાંન -(ભાષાંતર)૧૯૨૭ • વંઠેલાં - ૧૯૩૩ •બલિદાન -
📕 જીવનચરિત્ર:-
• નરવિર લાલાજી - ૧૯૨૭ (બે દેશ દીપક ખંડ ૧) • સત્યવીર શ્રધ્ધાનંદ - ૧૯૨૭(બે દેશ દીપક ખંડ ૨) • ઠક્કર બાપા - ૧૯૩૯ • અકબરની યાદમાં - ૧૯૪૨ • આપણું ઘર - ૧૯૪૨ • પાંચ વરસનાં પંખીડાં - ૧૯૪૨ • મરેલાનાં રુધીર - ૧૯૪૨ • આપણાં ઘરની વધુ વાતો - ૧૯૪૩ • દયાનંદ સરસવતી - ૧૯૪૪ • માણસાઈના દીવા - ૧૯૪૫
📕 નવલકથા:-
• સત્યની શોધમાં - ૧૯૩૨ • નિરંજન - ૧૯૩૬ • વસુંધરાનાં વહાલાં દવલાં - ૧૯૩૭ • સોરઠ, તારાં વહેતાં પાણી - ૧૯૩૭ • સમરાંગણ - ૧૯૩૮ • અપરાધી - ૧૯૩૮ • વેવિશાળ - ૧૯૩૯ • રા' ગંગાજળિયો - ૧૯૩૯ • બિડેલાં દ્વાર - ૧૯૩૯ • ગુજરાતનો જય ૧ - ૧૯૪૦ • તુલસી-ક્યારો - ૧૯૪૦ • ગુજરાતનો જય ૨ - ૧૯૪૨ • પ્રભુ પધાર્યા - ૧૯૪૩ • કાલચક્ર - ૧૯૪૭
📕 કવિતાસંગ્રહ:-
• વેણીનાં ફૂલ - ૧૯૨૮ • કિલ્લોલ - ૧૯૩૦ • સિંધુડો - ૧૯૩૦ • યુગવંદનાં - ૧૯૩૫ • એકતારો - ૧૯૪૦ • બાપુનાં પારણાં - ૧૯૪૩ • રવિંદ્રવીણા - ૧૯૪૪
📕 લઘુકથા:-
• કુરબાનીની કથાઓ - ૧૯૨૨ • ચિતાનાં અંગારા ૧ - ૧૯૩૧ • ચિતાનાં અંગારા ૨ - ૧૯૩૨ • જેલ ઓફીસની બારી - ૧૯૩૪ • દરીયાપારનાં બાહરવટીયાં - ૧૯૩૨ • પ્રતિમાઓ - ૧૯૩૪ • પલકારા - ૧૯૩૫ • ધુપ છાયા - ૧૯૩૫ • મેઘાણીની નવલિકાઓ ખંડ ૧, મેઘાણીની નવલિકાઓ ખંડ ૨ - ૧૯૪૨ • વિલોપન - ૧૯૪૬
📕 લોકસાહિત્ય:-
• લોકસાહિત્ય ૧ - ૧૯૩૯ • પગડંડીનો પંથ - ૧૯૪૨ • ચારણો અને ચારણી સાહિત્ય - ૧૯૪૩ • ધરતીનું ધાવણ - ૧૯૪૪ • લોકસાહિત્યનું સમાલોચન - ૧૯૪૬
📕 પ્રવાસ ભાષણ:-
• સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં - ૧૯૨૮ • સોરઠને તીરે તીરે - ૧૯૩૩ • પરકમ્મા - ૧૯૪૬ • છેલ્લું પ્રયાણ - ૧૯૪૭
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.





No comments:
Post a Comment