🏦 પ્રતાપ વિલાસ મહેલ 🏦
🏦 પ્રતાપ વિલાસ મહેલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા શહેરના ખ્યાતનામ વિસ્તાર લાલબાગ નજીક આવેલ ગાયકવાડી જમાનાનો મહેલ છે. આ મહેલ ઇ. સ. ૧૯૧૪ની સાલમાં બનાવવામાં આવ્યો હતો. આશરે ૫૫ એકર જમીનમાં બગીચા અને ઘાસની લીલીછમ ચાદર વચ્ચે પ્રતાપ વિલાસ મહેલ આવેલ છે. હાલમાં આ મહેલ ભારતીય રેલ્વેની સ્ટાફ કોલેજમાં રુપાંતરિત થઇ ગયેલ છે. આ કોલેજ ભારતીય રેલ્વેમાં જોડાયેલ નવા તેમ જ જુનાં ઓફિસર અને એક્ઝીક્યુટીવ કક્ષાનાં માણસોને તાલિમ આપે છે.
🏦 વડોદરામાં આવેલ પ્રતાપ વિલાસ પેલેસ યુરોપીય સ્થાપત્યો તથા ભારતીય કોતરણી કામનો સુંદર નમૂનો છે. આ મહેલનું નિર્માણ જામ રંજીતસિંહે ઈ.સ. 1914 માં કરાવ્યું હતું.આ મહેલ 720 એકરમાં ફેલાયેલ છે જેમાં બગીચો અને ગોલ્ફ કોર્સ પણ સામેલ છે. અહીંનું પ્રવેશદ્વાર, દરબાર હોલ, 7 ડોમ, 12 બારીઓ પરનું કલાત્મક કામ જોતા જ ગમી જાય તેવું છે.અહીંના સ્થાપત્યમાં ઉત્તર અને દક્ષિણ ભારત તેમજ ઇસ્લામિક પરંપરાની શૈલીનો પ્રભાવ જોવા મળે છે.વતર્માન સમયમાં આ મહેલ ભારતીય રેલવે કર્મચારીઓનું નિવાસ સ્થાન છે.આ ઉપરાંત અહીંના નજરબાગ પેલેસ અને મકરપુરા પેલેસ પણ જોવા લાયક છે.
🏦 પ્રતાપ વિલાસ મહેલ : નિર્માણ 🏦
🏦 પ્રતાપ વિલાસ મહેલનું નિર્માણ કાર્ય ૧૫ ફેબ્રુઆરી, ૧૯૦૮ ના રોજ શરુ કરવામાં આવ્યું અને ૩૦ જુલાઈ ૧૯૧૪ ના રોજ પૂર્ણ કરવામાં આવ્યું. મહેલના ફર્નિચરનું કામ ૧૯૧૮ માં કરવામાં આવ્યું હતું. મહેલના ડિઝાઇનની જવાબદારી બ્રિટીશ આર્કિટેક્ટ, એફ.વી. સ્ટીવન્સના સુપુત્ર ચાર્લ્સ એફ. સ્ટીવેન્સ ને સોંપવામાં આવી હતી. આ પહેલા ચાર્લ્સ એફ. સ્ટીવેન્સ દ્વારા બોમ્બેના (મુંબઈ) પ્રખ્યાત વિક્ટોરિયા ટર્મિનસની રચના કરી હતી.
🏦 પ્રતાપ વિલાસ મહેલનું નિર્માણ ૫૫ એકર જમીનમાં કરવામાં આવ્યું છે. જેમાં વિશાળ બગીચો અને તેની આજુ બાજુના વિસ્તારમાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવમાં આવ્યા છે. મહેલ ને પ્રિન્સ પેલેસ તરીકે પણ ઓળખવમાં આવતો હતો.
🏦 મહેલના સ્થાપત્યનું નિર્માણ પુનર્જાગરણમાં કરવામાં આવ્યું છે. મહેલના સ્થાપત્યની ભવ્યતા તેમાં આવેલા કૉલમ અને કમાનો દ્વારા જાણી શકાય છે. જેને દક્ષિણ ભારત, મધ્ય ભારત, ઉત્તર ભારત અને ઇસ્લામિક સંસ્કૃતિના પરંપરા આધારિત દોરવામાં આવ્યા છે. મહેલના પ્રવેશદ્વારને કોતરકામથી શણગારવામાં આવ્યું છે. મહેલના દરેક સ્તંભમાં વેલાઓ, ફૂલો, પાંદડા, પક્ષીઓ અને પ્રાણીઓના કોતરકામથી બનવામાં આવ્યા છે. મહેલમાં કરાયેલા કોતરકામ મહેલને જીવંત રાખે છે.
🏦 પ્રતાપ વિલાસ મહેલ અને રેલવે કોલેજ 🏦
🏦 ૩૧ જાન્યુઆરી, ૧૯૪૯ ના રોજ બોમ્બે(મુંબઈ) રાજ્ય દ્વારા આ સ્થળને મર્યાદિત સમયના કરાર પર લીધું હતું અને ભારતીય રેલવેને સોંપવામાં આવ્યું હતું. કરાર બાદ રેલવે દ્વારા ૬ જાન્યુઆરી, ૧૯૬૪ ના રોજ ૨૪,૩૮,૨૭૧ રૂપિયામાં ખરીદી લેવામાં આવ્યું હતું. મહેલ હાલ ભારતીય રેલવેની સંપત્તિ ગણાય છે.
🏦 પ્રતાપ વિલાસ મહેલ હાલ ભારતીય રેલવેના ઉપયોગમાં લેવામાં આવે છે. રાષ્ટ્રીય એકેડેમી ઓફ ઇન્ડિયન રેલવે જે પેહલા રેલવે સ્ટાફ કોલેજ તરીકે ઓળખાતી હતી અને જેની સ્થપાના ૧૯૩૦ માં પ્રેમનગર, દેહરાદૂન ખાતે કરવામાં આવી હતી. રેલવે સ્ટાફ કોલેજને ૩૧ જાન્યુઆરી, ૧૯૫૨ ના રોજ લાલબાગ નજીકના ભવ્ય પ્રતાપ વિલાસ મહેલમાં સ્થળાંતર કરવામાં આવી.
🏦 મહેલમાં શરૂવાતના સમયમાં રેલવેના કર્મચારીઓ માટેની કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું નામ રેલવે સ્ટાફ કોલેજ રાખવામાં આવ્યું હતું. જેને સમય જતા નેશનલ એકેડેમી ઓફ ઇન્ડિયન રેલવે અથવા ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડેમી કરી દેવામાં આવ્યું છે અને હજી પણ રેલવેના કર્મચારીઓ ત્યાં શૈક્ષણિક તાલીમ મેળવે છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment