🎪 કીર્તિ મંદિર અને એના વિષે વાતો 🎪
🎪 કીર્તિ મંદિર (વડોદરા) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લા તેમ જ વડોદરા તાલુકાના મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના સમયના ગાયકવાડી શાસનના મુખ્ય મથક એવા વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ ત્રીજા દ્વારા ૧૯૩૬ની સાલમાં વિશ્વામીત્રી નદીના કિનારે પોતાના પુર્વજોની યાદમાં બનાવેલ સ્મારક છે. કીર્તિ મંદિર અંગ્રેજીના અક્ષર "E" ના આકારમાં પથ્થરથી બનેલ ઝરુખા સભર ઇમારત છે. ઇમારતમાં વચ્ચે શિખરબંધ મંદિર જેવો આકાર છે જેના ટોચ પર સુર્ય, ચંદ્ર અને પ્રુથ્વીના ગોળા પર આઝાદી પહેલાનાં અખંડ ભારતનો નક્શો બનેલો છે. ઇમારતમાં અંદર અનેક ખંડ છે, જેમાં ભોય પર સુંદર સફેદ આરસ પહાણના પથ્થર જડવામાં આવેલ છે. આ મંદિર એસ.એસ.જી. જનરલ અસ્પતાલ અને કમાટીબાગની એકદમ નજીક જ છે.
🎪 ગાયકવાડી શાસનમાં ઘણા બધા સ્મારકો નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આવો આજે તમને જણાવીએ એવાજ એક સ્મારક વિષે જે ગાયકવાડી પરિવાર અને તેમના દરેક સભ્યો માટે મહત્વનું છે, જેને વડોદરાના રહેવાસીઓ કીર્તિ મંદિરના નામથી ઓળખે છે. કીર્તિ મંદિર જેનું બીજું નામ જ્યોતનું મંદિર અને અંગ્રેજ સરકારના સમયમાં ટેમ્પલ ઓફ ફ્લેમથી ઓળખાતું હતું. આવો જાણીયે કીર્તિ મંદિરનો ભવ્ય ઇતિહાસ.
🎪 કીર્તિ મંદિર અને તેનું નિર્માણ 🎪
🎪 કીર્તિ મંદિર જેનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનકાળ માં કરવામાં આવ્યું હતું. મહારાજા એ કીર્તિ મંદિરનું નિર્માણ તેમના પૂર્વજોની યાદને જાળવી રાખવા માટે કરાવ્યું હતું. મંદિરનું નિર્માણ વિશ્વામિત્રી નદીના બ્રિજની નજીક કરવામાં આવ્યું છે. કીર્તિ મંદિરના શિખર પર ભારત દેશનો અવિભજિત નકશો અને એની સાથે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીને કાંસ્યનો ઉપયોગ કરીને ગઢવામાં આવ્યા છે.
🎪 જેનું નિર્માણ ૧૯૩૬ માં મહારાજ સયાજીરાવ ત્રીજાના ડાયમંડ જ્યુબેલી સમારોહમાંના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. કીર્તિ મંદિરનો સમાવેશ મહારાજા દ્વારા બનવેલા તમામ મંદિરોમાં કરવમાં આવ્યો છે. આ મંદિરને મહારાજા દ્વારા ભગવાન મહાદેવને સમર્પિત કરવામાં આવ્યું છે.
🎪 કીર્તિ મંદિરનો આંતરિક દેખાવ 🎪
🎪 તમને જાણવા માટે ઉત્સુક હસો કે ભવ્ય એવા કીર્તિ મંદિર માં શું આવેલું છે. કિર્તિ મંદિરના અંદરના ભાગનું આરસપાનથી નિર્માણ કરવામાં આવ્યો છે અને દરેક દીવાલ પર કોતરણીકામ કરવામાં આવ્યું છે, મધ્યમાં આવેલી દીવાલમાં ગંગાવતરણ, મીરાના જીવન અને પ્રખ્યાત બંગાળી કલાકાર નંદલાલ બોઝ દ્વારા કરવામાં આવેલી નાટિર પૂજા સાથે શણગારવામાં આવી છે. મહાન કલાકાર રાજા રવિ વર્મા દ્વારા મંદિર ના પાંચ દીવાલો પર મહાભારત ના વિવિધ તબકાઓ રજુ કરતા કલાકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે ઘણું અધભૂત અને ઉલ્લેખનીય છે.
🎪 કીર્તિ મંદિરના દરેક બાજુના નિર્માણ જેમકે બાલકની, શિખર, ડોમ સાથે તેને અક્ષર “ઇ” ના આકારમાં બાંધવામાં આવ્યું છે, જેનું મધ્ય શિખર લગભગ 35 મીટરની લંબાઈ ધરાવે છે. કીર્તિ મંદિર હાલના સમયમાં પ્રવાસીઓ માટે વડોદરા શહેરમાં મોટું આકર્ષણ ધરાવે છે. જેના કારણે પ્રવાસીઓ મંદિરની મુલાકાત લેવા માટે ઉત્સુક હોય છે. મંદિરમાં ગાયકવાડ પરિવાર ના સભ્યોની મૂર્તિયોં ની સાથે સિક્કાઓ, હથિયાર અને અંગત વસ્તુઓના ફોટોગ્રાફ્સ પણ મુકેલા છે. જે ગાયકવાડી પરિવાર ની ઇતિહાસ દર્શાવે છે.
🎪 આ મંદિરમાં ગાયકવાડ પરિવારને ઓરિએન્ટલ રીફાઇનમેન્ટ, કળા, સાહિત્ય, ફિલોસોફી અને વિજ્ઞાનના આશ્રયદાતાના પરંપરાના વારસદાર દર્શાવામાં આવ્યા છે જેમાં કોઈ પ્રકારની શંકા કરી શકાય એમ નથી. હાલ કીર્તિ મંદિર વડોદરામાં એક ભવ્ય સ્મારક તરીકે આગવું સ્થાન ધરાવે છે. મંદિર બહારથી સાધારણ અને અંદરથી એટલું જ ભવ્ય અને સુંદર છે. વડોદરાના રહેવાસીઓ જો તમે હજી સુધી નહીં ગયા આ મંદિરમાં તો નજીકના સમયમાં મંદિરની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment