ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમોના પ્રણેતા ડૉક્ટર હોમી જહાંગીર ભાભા
🔍 હોમી જહાંગીર ભાભા (ઓક્ટોબર ૩૦, ૧૯૦૯- જાન્યુઆરી ૨૪, ૧૯૬૬) પોતાના સમયના અગ્રગણ્ય ભૌતિકશાસ્ત્રી હતાં. તેઓ ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા ગણાય છે. ભાભા જ્યારે કૅવેન્ડિશ પ્રયોગશાળા, કેમ્બ્રિજ માં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા ત્યારે, બીજું વિશ્વયુદ્ધ ચાલુ થતાં તે પોતાનું સંશોધન કાર્ય ગુમાવી બેઠા અને તેમને ભારત પાછા આવવું પડ્યું, જ્યાં તેમણે ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયંસ, બેંગલોર ખાતે સી. વી. રામનના નેજા હેઠળ કૉસ્મિક રે ઇન્સ્ટિટ્યુટની સ્થાપના કરી (૧૯૩૯). જે.આર.ડી. તાતા ની મદદ વડે તેમણે મુંબઇમાં ટાટા ઇન્સ્ટિટ્યુટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચનો આરંભ કર્યો. વિશ્વયુદ્ધ પુરું થતાં, ભારતની સ્વતંત્રતા સાથે પંડિત જવાહરલાલ નહેરૂની પરવાનગી મેળવી તેમણે અણુશક્તિના શાંતિમય ઉપયોગોના સંશોધન તરફ પ્રયાસો આદર્યા. ૧૯૪૮ માં તેમણે અટૉમિક એનર્જી કમીશન ઑફ ઇન્ડીયાની સ્થાપના કરી. તેમણે આંતરરાષ્ટ્રીય અણુશક્તિ સભાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. તથા ૧૯૫૫માં તેઓ જીનીવામાં યોજાયેલ સંયુક્ત રાષ્ટ્રની અણુશક્તિના શાંતિમય ઉપયોગોની સભાના પ્રમુખ રહ્યા હતા.
🔍 ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમના જનક હોમી ભાભા ભારતના મહાન પરમાણુ વૈજ્ઞાનિક હતા. તેમને ભારતમા પરમાણુ ઉર્જા કાર્યક્રમના પિતા કહેવામાં આવે છે.
👉 હોમી ભાભા એ દેશના પરમાણુ કાર્યક્રમના ભવિષ્ય માટે એવો મજબુત પાયો નાખ્યો હતો, જેથી ભારત આજે વિશ્વના પરમાણુ ઉર્જા સમ્પન્ન દેશોની લાઇનમાં છે.
👉 ખુબ જ ઓછા વૈજ્ઞાનિકોની સહાયથી તેમણે પરમાણુના નાભીકીય ઉર્જા વિશે સંશોધનો શરુ ક્રયા હતા. એ વખતના સમયગાળામા આ પ્રકારની પરમાણુ ઉર્જાનુ જ્ઞાન ના બરાબર હતુ અને તેની મદદથી વિધ્યુત ઉત્પન્ન થાય તે માનવા કોઇ તૈયાર નહોતુ.
👉 તેમણે પૃથ્વીના વાયુમંડળ તરફ આવતા કોસ્મિક કિરણો વિશે સંશોધનો શરુ કર્યા હતા.આ ઉપરાંત તેમણે (TIFR) “ ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ “ અને (BARC) ‘ ભાભા એટમિક રિસર્ચ સેંન્ટર ‘ ની સ્થાપનામા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી
👉 હોમી ભાભા ભારતના ‘ એટોમિક એનર્જી કમિશન ‘ ના પ્રથમ અધ્યક્ષ હતા.
પ્રારંભિક જીવન અને અભ્યાસ
👉 તેમનો જન્મ મુંબઇના એક અમીર પારસી કુટુંંબમાં થયો હતો. તેમના પિતા જહાંગીર ભાભાએ કેમ્બ્રીજથી શિક્ષા પ્રાપ્ત કરી હતી, અને તેઓ એક જાણીતા વકીલ હતા. તેમણે એક સમયે ટાટા એંટરપ્રાઇઝ માટે પણ કામ કર્યુ હતું.
👉 હોમી ભાભા માટે તેમના ઘરે જ પુસ્તકાલયની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી જ્યા તેઓ વિજ્ઞાન અને અન્ય વિષયો સંબંધિત અધ્યયન કરતા હતા.
👉 તેમનુ પ્રારંભિક શિક્ષણ કેથરેડલ સ્કૂલમાંં થયુ અને આગળ ભણવા માટે જોન કેનન ભણવા ગયા.
👉 શરુઆતથી જ તેમની રુચી ભૌતિક વિજ્ઞાન અને ગણિતમા હતી,ત્યાર પછી તેમણે મુંબઇની એલ્ફિસ્ટન કોલેજ અને રોયલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ કોલેજ થી બી.એસ.સી ની પરિક્ષા પાસ કરી.
👉 1927 મા ઇંગ્લેડમા કેમ્બ્રીજ યુનિ.મા તેઓ વધુ અભ્યાસ માટે ગયા,ઇસ. 1930 મા તેમણે સ્નાતકની પદવી મેળવી.તેમની તેજ બુધ્ધિ ને કારણે તેમણે શિષ્યવૃત્તિ પણ મળતી હતી.પી.એચ.ડી દરમ્યાન તેમને સર આઇઝેક ન્યુટનની પદવી પણ મળી હતી.
👉 તેમને તે સમયગાળા દરમ્યાન જાણીતા વૈજ્ઞાનિકો સાથે કામ કરવાનો અવસર પણ મળ્યો હતો.
👉 હોમી ભાભા ને ભૌતિક વિજ્ઞાનમા જ રસ હતો, પરંતુ તેમના કુટુમ્બના સભ્યોની ઇચ્છાથી તેમણે એંજીનિયરીંગ કર્યુ હતુ. એંજીનિયરીંગ ભણતી વખતે પણ તેમનુ મન ભૌતિક વિજ્ઞાન પ્રત્યે આકર્ષાયેલુ હતું .
તેમની કારકિર્દી
👉 1939મા બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન તે ભારત પાછા આવી ગયા એ વખતે તેમની પ્રસિધ્ધિ પૂર જોશમા હતી, તે દરમ્યાન તેઓ બેંગ્લોરની ઇન્ડીયન સ્કૂલ ઓફ સાયન્સ મા જોડાઇ ગયા અને 1940 મા રીડરની પદવી પર નિયુક્ત થયા.
👉 તેમણે તે સમય દરમ્યાન ઇન્ડીયન સ્કૂલ ઓફ સાયન્સ મા કોસ્મિક કિરણોની શોધ માટે એક અલગ વિભાગની સ્થાપના કરી.
👉 વર્ષ 1941 મા 31 વર્ષની વયે ડો.ભાભા ને રોયલ સોસાયટીના સભ્ય ચુંટવામા આવ્યા,જે તેમની એક સારી પ્રગતિની શરુઆત હતી. 1944 મા તેમને પ્રોફેસર બનાવી દેવામા આવ્યા.
👉 ઇન્ડીયન સ્કૂલ ઓફ સાયન્સના તે વખતના અધ્યક્ષ અને નોબલ પુરસ્કાર વિજેતા પ્રો.સી.વી.રામન તેમનાથી ખુબજ પ્રભાવિત હતા.
👉 તેમણે જે.આર.ડી તાતા ની મદદથી મુંબઇમા ‘ટાટા ઇંસ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ’ ની સ્થાપના કરી, અને ઇસ. 1945 માં તેના નિર્દેશક પણ બની ગયા.
👉 1848 મા ભાભાએ 'પરમાણુ ઉર્જા આયોગ' ની સ્થાપના કરી અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જાના મંચ પર ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ, એ ઉપરાંત તેઓ ઘણા મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખ પણ બન્યા.
👉 હોમી ભાભા વિજ્ઞાનની સાથે સાથે શાસ્ત્રીય સંગીત,મૂર્તીકલા,ચિત્રકલા તથા નૃત્ય જેવા ક્ષેત્રોમા પણ સારી ફાવટ હતી,તેઓ ચિત્રકારો અને મૂર્તીકારોને પ્રોત્સાહિત કરવા માટે તેમના ચિત્રો અને મૂર્તીઓને ખરીદીને ટ્રોમ્બેમા સંસ્થામા લગાવતા હતા. તેઓ સંગીત કાર્યક્રમોમા પણ ભાગ લેતા હતા.
👉 પ્રખ્યાત ચિત્રકાર એમ.એફ.હુસૈનનું પ્રથમ પ્રદર્શનનું મુંબઇમાં ઉદઘાટન પણ હોમી ભાભાએ કર્યુ હતુ.
👉 નોબલ પૂરસ્કાર વિજેતા સી.વી.રામન તેમને ભારતના લિયોનાર્દો વિન્ચી કહેતા હતા.
👉 1955 મા જીનેવામા સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા આયોજીત 'શાંતીપૂર્ણ કાર્યો માટે પરમાણુ ઉર્જાનો ઉપયોગ' ના પ્રથમ સમ્મેલનમાં હોમી ભાભાને સભાપતિ બનાવાયા.
👉 હોમી ભાભાનુ પાંચવાર નોબલ પૂરસ્કાર માટે નામ સૂચવવામા આવ્યુ હતુ પરંતુ વિજ્ઞાનની દુનિયાનુ આ સૌથી મોટુ સન્માન તેમને પ્રાપ્ત થયુંં નહોતુંં. ભારતના આ સ્વપ્નદ્રષ્ટા મહાન વૈજ્ઞાનિકનુ અવસાન 21/1//1966 મા સ્વિટઝર્લેંડમા એક વિમાન દુર્ઘટનામા થયુ હતુ. ડૉક્ટર ભાભાનું અવસાન 24 જાન્યુઆરી 1966ના રોજ વિમાન દુર્ઘટનામાં થયુ હતુ. ભારત સરકારે આ મહાન વૈજ્ઞાનિકના યોગદાનને જોતા ભારતીય પરમાણુ રિસર્ચ સેન્ટરનું નામ ભાભા પરમાણુ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રાખ્યુ છે. ડોક્ટર ભાભાના અવસાનને લઇને કેટલાય અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. કહેવામાં આવે છે કે એર ઇન્ડિયાના જે બૉઇંગ 707 વિમાનમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા તેને અમેરિકન એજન્સી CIAના ઇશારે ક્રેશ કરાવવામાં આવ્યુ હતું .
🏆તેમને મળેલા સન્માન🏆
1.ઇસ 1941 માં 31 વર્ષની વયે વિદેશી વિશ્વવિધ્યાલયોમાથી કેટલીય માનદ ડીગ્રીઓ પ્રાપ્ત થઇ.
2.પાંચ વખત નોબલ પૂરસ્કાર માટે નામાંકન થયુ.
3.ઇસ.1943 માં એડમ્સ પૂરસ્કાર.
4.ઇસ.1948 માં હોપકિન્સ પૂરસ્કાર.
5.ઇસ.1949 માં કેમ્બ્રિજ વિશ્વવિધ્યાલયે ડો. ઓફ સાયન્સની પદવી.
6.ઇસ.1954 માં ભારત સરકારે ડો. ભાભાને પદ્મભૂષણ પૂરસ્કારથી સન્માનીત કર્યા.
No comments:
Post a Comment