🏦 મકરપુરા પેલેસનો ભવ્ય ઇતિહાસ 🏦
🏦 વડોદરા શહેરનાં ચાર અતિભવ્ય રાજમહાલયો પૈકીનો એક મકરપુરા પેલેસ વડોદરાની દક્ષિણે આવેલો ભવ્ય અને રળિયામણો રાજમહેલ છે. આ ભવ્ય અને વિશાળ રાજમહેલ મહારાજા ખંડેરાવ ગાયકવાડે બનાવ્યો હતો અને સર સયાજીરાવ ગાયકવાડે તેનું સમારકામ કરાવ્યું હતું સને ૧૮૮૩-૧૮૯૦ દરમિયાન તેમાં એક નવીન વિભાગ જોડવામાં આવ્યો હતો આ નવીન વિભાગની ડિઝાઈન ચીસોલ્સ નામના સ્થાપિત એ કન્ટેમ્પરી યુરોપિયન શૈલીમાં તૈયાર કરી હતી. રાજમહેલને ફરતે વિશાળ અને રળિયામણો બગીચો આવેલો છે. તથા એક સુંદર સમર હાઉસ (ગ્રીષ્મકુટીર) પણ આવેલ છે. હાલમાં આ મહેલ ભારતીય વાયુ સેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. અને પ્રવાસીઓ માટે પ્રવેશ નિષેઘ છે.
🏦 મકરપુરા પેલેસ એટલે આજનું વડોદરાના મકરપુરામાં આવેલું ભારતીય હવાઈ દળ મથક (એરફોર્સ). મકરપુરા પેલેસ ગાયકવાડ શાસનનો વિદેશી બનાવટનો ઉત્તમ નમુનો છે. જે ઈ.સ. 1870માં મહારાજા ખંડેરાવ ગાયકવાડ-2 દ્વારા બનાવવામાં આવ્યો હતોુ. આ પેલેસ ની ડીઝાઈન ઇટાલિયન શૈલીમાં કરવામાં આવી હતી. ગાયકવાડ પરિવારે ઉનાળાના વેકેશન માટે તમિલનાડુમાં નીલગીરી જંગલોમાં એક પેલેસ બનાવ્યો હતો છતાં પણ વેકેશન માણવા તો ગાયકવાડ પરિવાર મકરપુરા પેલેસ જ આવતા તેથી મકરપુરા પેલેસને સમર પેલેસ તર્રીકે પણ ઓળખાય છે.
🏦 મકરપુરા પેલેસનો ભવ્ય ઇતિહાસ:-
હકીકત જાણવા જઈએ તો મકરપુરા પેલેસને શિકાર ખાના તરીકે બનાવવામાં આવ્યો હતો. રાજા ખંડેરાવ ગાયકવાડ બીજાએ મકરપુરા નજીક ધનીયાવી ખાતે વિશાળ હરણ પાર્ક (અત્યારનું સુંદરપુરાનું અભયારણ્ય) બનાવ્યો હતો.
🏦 મકરપુરા પેલેસની મુખ્ય વિશેષતા જાપાનીઝ સ્ટાઇલથી બનાવેલો બગીચો છે જેમાં રોયલ બોટનીકલ ગાર્ડન્સના આર્કિટેક્ટ કેવ, સ્વિમિંગ પુલ અને હંસ સાથેનું તળાવ, વગેરે ડીઝાઇન કરવામાં આવ્યા હતા. બગીચામાં ઇટાલિયન શૈલીના હાથીદાંત ફુવારાઓ હતા. રાજા જેવા બગીચામાં પ્રવેશે તેવા તેમને આવકારવા માટે સજ્જ રહેતા.
🏦 હવે વાત કરીએ પેલેસના ઈમારતની તો પેલેસ ત્રણ માળનો હતો. પેલેસમાં 100 થી વધુ ઓરડાઓ છે. ઇટાલિયન શૈલીની ઈમારતમાં ફ્રેમ આર્ક બાલ્કનીઓ અને પ્રથમ માળ તરફ તરફ જવા માટે લાકડાની સીડી સુંદર ડીઝાઇન કરેલી છે. અને ઇમારતમાં ઓર્નેટ ઈંટનો ઉપયોગ કરવામાં આવેલો છે. પેલેસની સુંદરતા તો તેના બગીચાથી જ સુશોભિત થાય છે.
🏦 ઓર્નેટ ઈંટનો ઉપયોગ કરવાને કારણે પેલેસમાં બારેમાસ ઠંડક જ રહેતી હતી. માટે જ ગાયકવાડ પરિવાર ઉનાળામાં અહિયાં વેકેશન માણવા આવતા હતા. પણ એક સમયે આ પેલેસ પર એક આફત આવી હતી અને ત્યારે મહારાજા ખંડેરાવ ગાયકવાડના ભાઈ મલહારરાવ ગાયકવાડ જેણે 1870 થી 1875 સુધી વડોદરા પર શાસન કર્યું ત્યારે મલહારરાવે આ પેલેસનો એક ભાગ નષ્ટ કર્યો હતો. પણ પાછળથી મહારાજા સયાજીરાવ ગાયકવાડ-3 ધ્વારા ફરીથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હતું.
🏦 મકરપુરા પેલેસ ગાયકવાડ શાસનની એક ઐતિહાસિક ઈમારત ગણાય છે.સાંસ્કૃતિક વારસા તરીકે હજુ પણ તે પેલેસ એની આન-બાન શાન સાથે એની સુંદરતા ફૂલોની મહેક વચ્ચે પણ બગીચા વચ્ચે એકદમ અડીખમ ઉભો છે. અત્યારે તો આ જગ્યાનો ઉપયોગ ભારતીય હવાઈ દળ તાલીમ સ્થળ તરીકે કરે છે.
🏦 મકરપુરા પેલેસ અત્યારે ભારતીય હવાઈ દળની સત્તામાં હોવાથી પ્રવાસીઓ માટે જોઈ શકાતો નથી. પરંતુ આ પેલેસના ઊંચા ઊંચા થાંભલાઓ અને ઉંચી ઇમારત જોઇને કોઈપણ પ્રવાસીને આકર્ષિત કરશે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:
Post a Comment