🏡 નઝરબાગ પેલેસ અને એનો ભવ્ય ઇતિહાસ 🏡
🏡 વડોદરા શહેરમાં ગાયકવાડી રાજવી પરિવારનો શાહી પેલેસ એટલે નઝરબાગ પેલેસ. જે લક્ષ્મી વિલાસ પેલેસ પછીનો શાહી પેલેસ ગણાતો હતો. નઝરબાગ પેલેસ ૧૭૨૧ માં મલ્હાર રાવ ગાયકવાડ દ્વારા બનાવામાં આવ્યો હતો. મલ્હારરાવ ગાયકવાડ ખંડેરાવ ગાયકવાડના અનુગામી હતા. નઝરબાગ પેલેસનો ઉપયોગ ઔપચારિક પ્રસંગો માટે ગાયકવાડી રાજવી પરિવાર દ્વારા કરવામાં આવતો હતો. આ પેલેસ માં ત્રણ ભંડાર હતા તથા બંદુકો જે સોના અને ચાંદીથી નિર્માણ કરવા માં આવી હતી. દરેક બેરલ નું વજન ૧૦૦ કિલો સમાન હતું. નઝરબાગ પેલેસ ના મેદાન માં શીશ પેલેસ અને ગ્લાસ પેલેસનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
🏡 નઝરબાગ પેલેસ : શું હતો ઇતિહાસ ?
👉 મલ્હારરાવ ગાયકવાડે તેમના પાંચ વર્ષના શાસનકાળના સમયમાં વડોદરા શહેર ના મંડાવી ગેટ ની નજીક માં ૧૯ મી સદીના ઉત્તર્ધમાં નઝરબાગ પેલેસનું નિર્માણ કારવ્યું હતું. નઝરબાગ પેલેસ જુના પેલેસ અને જૂની ઇમારતોમાંથી એક હતો. નઝરબાગ પેલેસમાં ગાયકવાડી પરિવાર ના તમામ પ્રકાર ના ઝવેરાત નો સંગ્રહ કરવામાં આવતો હતો. જેમાં 10,000,000 ડોલર સુધીનો મૂલ્ય હતું તથા હીરાના હારનો સમાવેશ થતો હતો જે એ સમયમાં સંગ્રહ નો મહત્વનો ભાગ હતો.
🏡 કેવી રીતે અપાયું આ નામ ?
👉 નઝરબાગ પેલેસ તેના અલગ પ્રકાર ના દેખાવ ના કારણે જાણીતો હતો. જે યુરોપિયન શૈલી માં બનવામાં આવીયો હતો. જે પણ લોકો આ પેલેસ ને જોતા હતા તેમના મુખે એક જ ગુજરાતી કેહવત આવતી હતી કે “નજર ના લાગે આ પેલેસ ને”. જેમાંથી શરૂવાત ના સમય માં તેને નામર નામ આપવા માં આવ્યું હતું. આ પેલેસ ના મેદાન માં એક સુંદર બગીચાનું નિર્માણ કરવમાં આવ્યું હતું. બગીચાના નિર્માણ પછી આ પેલેસને “નઝરબાગ પેલેસ” નામ આપવમાં આવ્યું હતું.
🏡 શું છે આજ ની સ્થિતિ ?
👉 આ પેલેસ વિનાશની સ્થિતિમાં હતો અને તેની ભૂતપૂર્વ ઓળખાણ ગુમાવી ચુકીયો હતો. આજે નજરબાગ પેલેસના મેદાનનો ઉપયોગ મુલાકાતીઓ ના વાહનોના પાર્કિંગ માટે કરવામાં આવતો હતો. રાજવી પરિવારના આ આકર્ષક અને શાહી પેલેસની સ્થિતિ એવી હતી કે ઓળખી પણ ના શકાય.
🏡 ૨૦૧૪ ના ઓક્ટોબર મહિનામાં નઝરબાગ પેલેસ સંપૂર્ણ રીતે માટીથી ભરી ગયો હતો અને પેલેસના અમુક ભાગો જમીનદોસ થઇ ગયા હતા. નઝરબાગ પેલેસ કોર્ટના નિર્ણય અને શાહી પરિવારમાં કટ્ટર વિવાદ પછી, પેલેસને તોડી નાખવામાં આવ્યો છે. નઝરબાગ પેલેસની જમીનને વડોદરાના સૌથી મોટા શોપિંગ મોલ બનાવવા માટે વિકસાવવામાં આવી રહી છે અને જેનું નામ “નઝરબાગ” રાખવાનો નિર્ણય કરવામાં આવીયો છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment