ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Thursday, January 17, 2019

વ્યક્તિ પરિચય - મહાદેવ ગોવિંદ રાનડે

📃 ન્યાયાધીશ મહાદેવ ગોવિંદ રાનડે 📃

📃 ન્યાયાધીશ મહાદેવ ગોવિંદ રાનડેનો જન્મ ઇ.સ. ૧૮ જાન્યુઆરી ૧૮૪૨ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નિફાડ ગામે થયો હતો. 'હિંદી રાષ્ટ્રીય મહાસભા' (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ)ની સ્થાપનામાં તેઓએ આગળ પડતી ભૂમિકા ભજવી હતી. તે સમયના ભારતીય સમાજમાં વિધવા વિવાહ પર પ્રતિબંધ, અસ્પૃશ્યતા, બાળલગ્ન, વગેરે જેવા સામાજીક કુરિવાજો સામે પ્રજાને જાગૃત કરવાનું કાર્ય પણ તેમણે કર્યું. 

📃 કૉલેજમાં અંગ્રેજી ભાષાના પ્રાધ્યાપક તરીકે નીમાયા અને ત્યારપછી મુંબઇ હાઇકોર્ટમાં ન્યાયધીશ તરીકે નિમણૂક થઇ. ’હિંદી રાષ્ટ્રીય મહાસભા’ ની સ્થાપનામાં તેઓ અગ્રણી હતા. તેમનો ‘મરાઠા સત્તાનો ઉદય’ ગ્રંથ ખૂબ પ્રમાણભૂત ગણાય છે. તેમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે પૂના જ રહ્યું હતું. વ્યાખ્યાનમાળા, ઔધિગિક પ્રદર્શન, પ્રાર્થના સમાજ જેવી અનેક સંસ્થાઓના તેઓ સ્થાપક હતા. ’વિધવા વિવાહ ઉત્તેજકમંડળ’ ના તેઓ સક્રીય સભ્ય હતા. 

📃 ૨૨ વર્ષના લગ્નજીવન પછી તેમના પત્ની ક્ષયથી અવસાન પામતાં બીજીવાર લગ્ન પણ કરેલા આપણાં ભારતીય સમાજમાં પેસી ગયેલાં અનેક કુરિવાજો, જેવા કે વિધવા વિવાહ પર પ્રતિબંધ, સ્ત્રીઓની અવનત દશા, અસ્પૃશ્યતાનું કલંક, બાળલગ્ન વગેરેમાં ફસાયેલી પ્રજાને જાગૃત કરી જીવનભર સમાજ સુધારાના પાયાનું મૂલ્યવાન કાર્યં કર્યું. હિન્દી, અર્થશાસ્ત્ર અને સમાજ સુધારણા પરનાં તેમના લખાણોએ રાષ્ટ્રીય વિચારધારાને ખૂબ બળ પૂરું પાડ્યું હતું. મહારાષ્ટ્રમાં પડેલા દુષ્કાળ સમયે ખેડુતોની આર્થિક સ્થિતિનું નિરીક્ષણ કર્યું. બ્રિટિશ સરકારે તેમને ફાઇનાન્સ કમિટીમાં પણ સમાવ્યા હતા.

📃 ૩૧ માર્ચ ૧૮૬૭ના રોજ પ્રાર્થના સમાજની સ્થાપના કરી હતી. આર્થિક  ચિંતન ક્ષેત્રે તેઓએ અનેક લેખો થકી પરાધીન ભારતમાં આર્થિક રાષ્ટ્રવાદની ભૂમિકા તૈયાર કરી હતી. "મરાઠી સત્તાનો ઉદય "નામનો  તેમનો ઈતિહાસ  ગ્રંથ આજે પણ મરાઠી ઈતિહાસ માટે પ્રમાણભૂત ગણાય છે. ૧૮૮૩મા મુંબઈ હાઇકોર્ટમાં ન્યાયધીશ બન્યા પછી તેઓ "ન્યાયમૂર્તિ" તરીકે જાણીતા બન્યા હતા. મહાદેવ ગોવિંદ રાનડેની પ્રવૃતિઓ સમાજ સુધારા, આર્થિક ચિંતન જેવી  અનેક બાબતો સાથે સંકળાયેલી છે.સૌપ્રથમ તો પત્ની રમાબાઈને શિક્ષણ આપી સમાજ સુધારક બનાવ્યા હતા. 

📃 ૧૬ જાન્યુ.૧૯૦૧ના રોજ તેમનું અવસાન થયું હતું. તેમની સમાજસુધારાની ઝુંબેશ તેમના પત્ની રમાબાઈ રાનડેએ જલતી રાખી હતી. તેમના નિધન પછી ગોપાલકૃષ્ણ ગોખલેએ કહ્યું હતું કે "જે દેશમાં રાનડે જેવા એકાદ મહાપુરુષ પાકે તે દેશે કદી નિરાશ થવા જેવું નથી." ૧૬ જાન્યુઆરી ૧૯૦૧ના રોજ તેમનું અવસાન થયું. "To dare to will execute and to be silent." તેમના જીવનનો મંત્ર હતો

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.