🎠 રાણી લક્ષ્મીબાઈ વિશે વિસ્તૃત માહિતી 🎠
📍 જન્મની વિગત:- ૧૯ નોવેમ્બર ૧૮૩૫, કાશી, વરનાસી, હિન્દુસ્તાન
📍 મૃત્યુની વિગત:- ૧૭ જૂન ૧૮૫૮, ગ્વાલીઓર, હિન્દુસ્તાન
📍 રહેઠાણ:- ઝાંસી
📍 હુલામણું નામ:- માનું, છબિલિ, બાઇ-સાહેબ, ભાગુબા
📍 વ્યવસાય:- રાણી
📍 ઉંચાઇ:- ૫ ફૂટ, ૬ ઈંચ
📍 ધર્મ:- હિંદુ
📍 જીવનસાથી:- ઝાંસી નરેશ માહારાજ ગંગાધર રાઓ નેવાલકર
📍 સંતાન:- દામોદર રાઓ નેવાલકર, આનંદ રાઓ નેવાલકર
📍 માતા-પિતા:- મોરોપંત તાંબે અને ભાઘીરતીબાઈ તબ્બે
🎠 આમ રાણીનું નામ આવે એટલે ચાતુરી, પરાક્રમ અને બલિદાનનો ત્રિવિધ સંગમ ધરાવતી વિજળીના લીસોટા જેવી તેજસ્વી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સૌથી પહેલી યાદ આવે. આજે પણ કોઈ સ્ત્રીએ બહાદુરીનું કામ કર્યુ હોય તો લોકો એને તરત જ ‘ઝાંસીની રાણી’નો ખિતાબ આપીને સન્માનશે.
🎠 ઇ.સ. ૧૮૪૨માં એમના લગ્ન ઝાંસીના ૪૦ વર્ષના રાજા ગંગાધરરાવ નિવાલકર સાથે થયા. મહારાજાના પહેલાં પણ એક લગ્ન થયેલાં. પણ એમને કોઈ સંતાન નહોતું. લક્ષ્મીબાઈ થકી થયેલા પુત્ર-સુખનો લહાવો હજી તો પૂરો માણે, ત્યાં એ સંતાન ૩-૪ મહિનાની વયમાં જ અવસાન પામ્યું. પુત્રલાલસાની તીવ્ર ઘેલછા ધરાવનારા મહારાજા ગંગાધરજીને એવો તો આઘાત લાગ્યો કે સીધા પથારી ભેગા થયાં તે છેક મરણ સમય સુધી ઊઠી જ ના શક્યા અને ઇસ.૧૮૫૩માં અવસાન પામ્યાં. એમના અવસાન પછી પોતાની દુરંદેશી અને કુશાગ્ર બુધ્ધિનો પરિચય આપતાં લક્ષ્મીબાઈએ તરત જ પાંચ વર્ષના બાળક દામોદરરાવને દત્તક લઈ લીધો. એ વખતે ડેલહાઉસીની ‘ખાલસાનીતિ’ બહુ જોરમાં હતી. એમની નજર ક્યારની ભારતની ઉત્તર-મધ્યપ્રદેશની સીમા પર આવેલા ઝાંસી પર હતી. જેવા મહારાજાના અવસાનના સમાચાર મળ્યાં, કે તરત જ અંગ્રેજોએ દામોદરરાવને બાળક ગણીને ઉત્તરાધિકારી ગણવાની ના પાડી દીધી અને ઝાંસીને અંગ્રેજ સરકારનો એક હિસ્સો જાહેર કરી દીધો તથા રાણીને ૫,૦૦૦ રૂપિયા પેન્શન આપવાનું નક્કી કર્યું. વીરાંગના લક્ષ્મીબાઈએ ‘ મૈં અપની ઝાંસી કભી નહી દુંગી’ જેવો દ્ર્ઢ નિશ્વય કરીને એ જાહેરાતનો જોરદાર વિરોધ કર્યો. આખરે ૪ જુન, ૧૮૫૬ના રોજ ‘મીરતના બળવા’ વખતે રાણીએ ઝાંસીનો કિલ્લો જીતી લીધો અને ઝાંસીના સિંહાસન પર ખુમારીભેર બેસી ગયા.
🎠 અંગ્રેજોની રાજનીતિ 🎠
🎠 ડેલહાઉસીની રાજ્ય હડપવાની નીતિ - ખાલસા નીતિ- અનુસાર, અંગ્રેજોએ દામોદર રાવ - જે એ સમયે બાલક હતા -ને ઝાંસી રાજ્ય નો ઉત્તરાધિકારી માન્ય ન કર્યો, તથા ઝાંસી રાજ્યને અંગ્રેજ રાજ્યમાં મેળવી દેવાનો નિશ્ચય કરી લીધો. ત્યારે રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજ વકીલ જોહ્ન લૈંગ ની સલાહ લીધી અને લંડનની અદાલતમાં મુકદમો દાખલ કર્યો. મુકદમા માં ખૂબજ દલીલો થઇ પરંતુ આખરે તેને બિનલાયક ગણવામાં આવ્યો. અંગ્રેજી અધિકારીઓ એ રાજ્યનો ખજાનો જપ્ત કરી લિધો અને તેમના પતિ ના ઋણ ને રાણીના સાલિયાણામાંથી કાપી લેવામાં આવ્યુ. આ સાથે જ રાણીએ ઝાંસીના કિલ્લા ને છોડી ને ઝાંસીના રાણીમહેલમાં રહેવા જવું પડ્યુ. પણ રાણી લક્ષ્મીબાઈએ કોઇ પણ કીમત પર ઝાંસી રાજ્ય ની રક્ષા કરવાનો નિશ્ચય કરી લિધો હતો.
🎠 ઝાંસીનું યુદ્ધ 🎠
🎠 ઝાંસી ૧૮૫૭ના વિપ્લવનું એક પ્રમુખ કેન્દ્ર બની ગયું હતુ જ્યાં હિંસા ફાટી નીકળી હતી. રાણી લક્ષ્મીબાઈએ ઝાંસી ની સુરક્ષાને સુદૃઢ઼ કરવાનું શરૂ કરી દિધુ અને એક સ્વયંસેવક સેનાનં સંગઠન કરવાનું પ્રારમ્ભ કર્યુ. આ સેનામાં મહિલાઓંની ભરર્તી પણ કરવામાં આવી અને તેમને યુદ્ધ પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યુ. સાધારણ જનતાએ પણ આ વિદ્રોહમાં સહકાર આપ્યો.
🎠 ૧૮૫૭ના સપ્ટેમ્બર તથા ઓક્ટોબર મહિનામાં પડ઼ોસી રાજ્યો ઓરછા તથા દતિયાના રાજાઓંએ ઝાંસી ઉપર આક્રમણ કર્યુ. રાણીએ સફળતા પૂર્વક તેમને હરાવ્યા. ૧૮૫૮ના જાન્યુઆરી મહિનામાં અંગ્રેજ સેનાએ ઝાંસી તરફ આગળ વધવાનું ચાલું કર્યુ અને માર્ચ મહીનામાં શહેર ને ઘેરી લીધુ. બે અઠવાડીયાની લડાઈ પછી અંગ્રેજ સેનાએ શહેર ઉપર કબ્જો કરી લીધો. પરન્તુ રાણી, દામોદર રાવની સાથે અન્ગ્રેજોં થી બચીને ભાગી જવામાં સફળ થઇ. રાણી ઝાંસીથી ભાગીને કાલપી પહોંચી અને ત્યાં તાત્યા ટોપેને મળી.
બાદશાહી તો મોગલની,
વેપાર તો વણિકનો,
ખેડ તો કણબીની
ભેખ તો ભરથરીનો
અને રાણી તો ઝાંસીની…
🎠 શહેરની મધ્યમાં આવેલ કિલ્લાની ચોતરફ વિસ્તરેલું અને તે સમયના રાજા વીરસિંહે પહાડ પરની છાયા જોઈને બુંદેલી ભાષામાં ‘ઝાંઈ સી’ નામકરણ કરેલ જે પછીથી અપભ્રંશ થઇને ‘ઝાંસી’ નામે ઓળખાતું થયેલું ઝાંસી શહેર- ઇ.સ. ૧૮૫૭ના વિપ્લવ વખતે મહત્વનું કેન્દ્ર બની ગયેલું. લક્ષ્મીબાઈએ સ્વયં સેવક સેનાનું સંગઠન કરીને ત્યાંની મહિલા સહિત નાગરિકોને યુધ્ધ પ્રશિક્ષણ આપવા માંડ્યું. તેઓ આ બધી મહેનત પાછળ પૂછાતા લોકોના ઢગલોએ’ક પ્રશ્નોનો પ્રત્યુત્તર ‘હું એક ક્ષત્રિયાણી છું અને મરો ધર્મ બજાવું છું” કહીને આપતા.
🎠 ઓચ્છાના રાજા દિવાન નત્થેખાને લક્ષ્મીબાઈ પર હુમલો કરીને નાલેશીભરી હારનો સ્વાદ ચાખ્યા બાદ અંગ્રેજો સાથે ભળી જઈને એમને રાણીની વિરુદ્ધ ભડકાવવાનું ચાલુ કર્યુ. અંગ્રેજો આધુનિક શસ્ત્ર-સરંજામથી સજ્જ અને વિશાળ સેના ધરાવતા હતા જ્યારે લક્ષ્મીબાઈ પાસે હતા ફક્ત થોડા ઘણા ગુલામ ખાન અને ખુદાબક્ષ જેવા વફાદાર અને જાંબાઝ સૈનિકો. ધોખાથી અંગ્રેજોએ ઝાંસીના કિલ્લામાં પ્રવેશીને હુમલો કર્યો ત્યારે રાણીએ પોતાના પુત્રને કપડાંથી મજબૂત રીતે પીઠ પાછળ બાંધી દીધો અને પોતાના ઘોડાની લગામ મોંઢામાં લઈ બે હાથે તલવાર વીંઝતી દુશ્મન સેના પર વિદ્યુતની જેમ ત્રાટકી..અને ‘જે કર ઝુલાવે પારણું, તે કર શાસન પર કરતું રાજ’ આ કહેવત ‘ડીટ્ટૉ’ સાર્થક કરીને બતાવી..
🎠 કાલ્પીથી ભાગ્યા પછી અંગ્રેજોથી ઘેરાયેલી રાણી ગ્વાલિયર જઈ પહોચી અને ત્યાંના રાજાની મદદ માંગી, જેની એમણે ઘસીને ના પાડી દીધી. લગાતાર અંગ્રેજોની વિશાળ સેનાનો પીછો અને મુઠ્ઠીભર વફાદાર સૈનિકો સાથે ત્રીજા દિવસે તો લક્ષ્મીબાઈની સેના હાંફવા માંડી. ઇતિહાસકારોએ જણાવ્યાનુસાર ૧૮૫૭, ૧૭ જુનના રોજ ચોતરફ દુશ્મનોથી ઘેરાયેલી હોવા છતાં અદભુત ધીરજ અને સાહસનું પ્રદર્શન કરતી રાણી ગાજર-મૂળાની જેમ એમને કાપતી હતી ત્યાં એમના માથા પર કોઇક જોરદાર ફટકો પડતાં એની એક આંખ બહાર નીકળી આવેલી..એમ છતાં એ મર્દાની નારીએ પાછળ ફરીને એ ફટકો મારનાર અંગ્રેજને મોતને ઘાટ ઉતારી તો દીધો. પણ એનું શરીર પર અગણિત ઘાવથી સાવ ચળાઇ ગયેલું જેના પરિણામે એ પણ નદીના વોંકળામાં ફસડાઇ પડી અને ૧૮૫૭, ૧૮મી જૂનના રોજ મ્રુત્યુને શરણ થઈ
🎠 આજે છ-છ દાયકા વીત્યા પછી પણ રાણીની યાદગીરીરૂપ એની તલવાર, રાજદંડ અને ધ્વજને ઝાંસી પાછા લાવવાના ભરપૂર પ્રયાસો થઇ રહ્યાં છે. લોક્વાયકા મુજબ એની તલવાર અને બખ્તર ગ્વાલિયરમાં છે, તો રાજદંડ કુમાઊ રેઝીમેન્ટ પાસે, તો રાણીનો ધ્વજ તો વળી લંડનમાં છે..પણ કમનસીબી કે એક યા બીજા કારણોસર હજુ સુધી એક પણ વસ્તુ ઝાંસી પાસે નથી પહોંચી શકી.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment