🎪 પરબધામ 🎪
🎪 ધાર્મિક માહાત્મ્ય:-
👉 પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે. તેઓનો જન્મ રબારી જ્ઞાતિમાં મુંજીયાસર ગામના નેસમાં જીવાભગત અને સાજણબાઈના ઘરે થયો હતો. દેવીદાસ પરબધામ ખાતે રક્તપિત્તના દર્દીઓની સેવા કરી ભૂખ્યા લોકોને ભોજન આપતા હતા. પરબધામની સ્થાપના સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે કરી હોવાનું મનાય છે.
👉 ધીમે ધીમે જગ્યાનું મહત્ત્વ વધતું ગયું. દેવા ભગતની શ્રદ્ધા અને માનવસેવાથી પ્રસન્ન થઈ ગિરનારી સંત જેરામભારથીએ દેવા રબારીમાંથી દેવીદાસનું નામ આપ્યું. દેવીદાસે આજુબાજુનાં ગામમાંથી ભોજન લાવવા માટે કાવડ ચાલુ કરી અને ભૂખ્યાઓને ખવડાવવા લાગ્યાં. રક્તપિત્તિયાઓને લીમડાના પાણીથી નવડાવી સેવા કરી નવું જીવન આપવા લાગ્યા.
👉 દેવીદાસના સેવા યજ્ઞની વાત દૂર દૂરનાં ગામો સુધી પહોંચી ગઈ હતી. એવામાં અમર મા પણ તેમની સાથે સેવા યજ્ઞમાં જોડાયાં. અમરબાઈ આહીર જ્ઞાતિનાં હતાં અને તેઓ વીસાવદરના શોભાવડલા ગામે રહેતાં હતાં. લગ્ન પછી તેઓનું આણું જઈ રહ્યું હતું.
👉 રસ્તામાં પરબધામે આ લોકો બપોરા(બપોરનું ભોજન) કરવા માટે રોકાયા હતા. અમરમા તેમના નણંદ સાથે પરબના પીરનાં દર્શન કરવા ગયા. અમરમાએ દેવીદાસ બાપુને રક્તપિત્તના દર્દીઓની સેવા કરતા જોયા. આ જોઈ અમરમાનું મન સંસારમાંથી ઊઠી ગયું. તેઓએ પતિ સાથે જવાના બદલે પરબની જગ્યામાં રહેવાનું નક્કી કર્યુ.
👉 દેવીદાસ બાપુએ તેમને જવા માટે બહુ મનાવ્યા પણ તેઓ માન્યા નહીં. પછી તેઓને શિષ્યા બનાવ્યાં. અમરમા ઝોળી ફેરવી દેવીદાસને મદદ કરવા લાગ્યાં. આ જગ્યા સાથે જોડાયેલા પરચા પણ એટલા છે. સમય જતાં દેવીદાસ બાપુએ સમાધિ લીધી. ત્યારપછી સમય જતાં અમરમાએ પણ સમાધિ લીધી હતી.
🎪 નિર્માણ:-
👉 સંત દેવીદાસે 350 વર્ષ પૂર્વે અહીં આશ્રમ સ્થાપ્યો હતો. પરબધામમાં નવા મંદિરનું ખાતમુહૂર્ત કરશનદાસબાપુના ગુરુ સેવાદાસબાપુએ 1982માં કર્યું હતું અને આ મંદિરનું નિર્માણ 1999માં પૂર્ણ થયું હતું. આ નવું મંદિર ભવ્ય અને વિશાળ બનાવાયું છે.
🎪 મંદિરનાં મુખ્ય આકર્ષણો:-
👉 દર વર્ષે અષાઢી બીજનો અહીં ભવ્ય મેળો ભરાય છે. મહા મહિનાની બીજ, દશેરા અને મહંત સેવાદાસબાપુની પુણ્યતિથિ નિમિતે 4 એપ્રિલના અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે. જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. પરબધામમાં મુખ્ય 9 સમાધિ છે.
👉 જેમાં દેવીદાસ બાપુ, અમર માતા, જશાપીર, વરદાનપીર, સાદુલપીર, કરમણપીર, અમરીમા, દાનેવપીર, સાંઈ સેલાણીબાપુ છે. ત્યારપછી ઘણા ગાદીપતિ આ જગ્યા પર થઈ ગયા છેલ્લે સેવાદાસ બાપુ સ્વધામ ગયા પછી તેમના શિષ્ય કરશનદાસબાપુ પરબધામના હાલના મહંત છે.
👉 પરબધામમાં મુખ્ય 9 સમાધિ છે. જેમાં દેવીદાસ બાપુ, અમર માતા, જશાપીર, વરદાનપીર, સાદુલપીર, કરમણપીર, અમરીમા, દાનેવપીર, સાંઈ સેલાણીબાપુ છે.
🔔 આરતીનો સમય:-
👉 સવાર : 5.00 વાગ્યે,
👉 સાંજે 7.30 વાગ્યે.
🙏 દર્શનનો સમય:-
👉 સવારના પાંચ વાગ્યાથી સાંજના 7.30 વાગ્યા સુધી.
🚍 કેવી રીતે પહોંચવું:-
🚌 ભેસાણથી 3 કિમી દૂર અને પરબવાવડી ગામની બાજુમાં આવેલું છે પરબધામ, જે જૂનાગઢથી 40 કિમી, રાજકોટથી 95 કિમી અને અમરેલીથી 65 કિમી થાય છે. જૂનાગઢથી આવનાર શ્રદ્ધાળુઓએ વાયા ભેંસાણ થઈ જઈ શકાશે અને રાજકોટ તરફથી આવતા શ્રદ્ધાળુઓ વાયા જેતપુરથી બગસરા તરફનો માર્ગ લેવો જ્યાં બરવાળા કોલેજની ચોકડી આવે છે ત્યાથી ત્રણ કિમીના અંતરે પરબધામ છે.
🚉 નજીકનું રેલવે સ્ટેશન જૂનાગઢ છે, જે 40 કિમી દૂર છે.
✈ નજીકનું એરપોર્ટ રાજકોટ છે જે 95 કિમી દૂર છે.
🎪 નજીકનાં મંદિરો:-
1). સતાધાર મંદિર (વીસાવદર) 50 કિમી
2). ભવનાથ મહાદેવ મંદિર 37 કિમી.
3). જલારામ મંદિર-વીરપુર 39 કિમી
🏢 રહેવાની સુવિધા:-
👉 પરબધામ જેટલું ભવ્ય અને સુંદર છે તેટલી જ ભવ્ય અને સુંદર અહીં રહેવાની વ્યવસ્થા છે. અહીં રહેવા અને જમવાની દરેક શ્રદ્ધાળુ માટે ફ્રીમાં વ્યવસ્થા છે. અહીં કુલ 250 રૂમ છે. મંદિરના ભોજનાલયમાં સવારની 5 વાગ્યાની આરતી પછી ચાપાણીની વ્યવસ્થા હોય છે. સવારે 11.30થી બપોરે 3 વાગ્યા સુધી અને સાંજે 8થી રાત્રિના 12 વાગ્યા સુધી જમવા માટે રસોડું ધમધમે છે. બપોર પછી 3થી 6 ચા-પાણીની વ્યવસ્થા પણ છે.
📃 સરનામું:- પરબધામ, પરબ-વાવડી, તાલુકો-ભેંસાણ, જિલ્લો જૂનાગઢ
☎ ફોન નંબર:- 9879970572, 7211199764
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.



No comments:
Post a Comment