🎁 ઝાંસીનો કિલ્લો 🎁
🎁 સને ૧૬૧૩ના વર્ષમાં ઝાંસીના કિલ્લાનું નિર્માણ રાજા બીરસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કિલ્લો શહેરની વચ્ચોવચ એક પહાડ પર આવેલો છે. આ છે ઝાંસીની રાણીનો 400 વર્ષ જુનો મહેલ, સહન કર્યા છે હજારો તોપના ગોળા. લક્ષ્મીબાઈ આ મહેલમાં માત્ર એક જ વર્ષ રાણી બનીને રહ્યાં, 1854માં છોડ્યો હતો આ મહેલ.
🎁 રાણી લક્ષ્મીબાઈ વર્ષ 1858માં અંગ્રેજો સાથે લડતા લડતા શહિદ થઈ ગઈ હતી. તેમની વિરાતના કિસ્સાઓને લોકો આજે પણ યાદ કરે છે. તેમના કિસ્સાઓમાં ઝાંસીમાં આવેલો લક્ષ્મીબાઈના કિલ્લાનો પણ સમાવેશ થાય છે. આ ઐતિહાસિક ઈમારતનો એક એક ખૂણો તેમના સાહસનો પુરાવો છે. એક સમયે અંગ્રેજોએ ઝાંસીની રાણી લક્ષ્મીબાંઈનું અસ્તિત્વ ખતમ કરવા માટે આ કિલ્લા પર 60-60 કિલો વજનના તોપના ગોળા વરસાવ્યા હતાં. આટલું જ નહિ તેમણે ઘણી વાર કિલ્લા પર આક્રમણ પણ કર્યું હતું. તેમ છતાં છેલ્લા 400 વર્ષથી આ કિલ્લો અડિખમ ઊભો છે.
🎁 ઓરછાના રાજા વીર સિંહ દેવેએ ઈ.સ.1613માં ઝાંસીનો કિલ્લો બનાવ્યો હતો. કિલ્લો બંગરા નામના પહાડ પર બનાવવામાં આવ્યો છે. આમ, તો આ કિલ્લો બન્યા પછી અલગ અલગ રાજાઓને આધીન રહ્યો છે. તાકાતવાર મરાઠાઓએ આ કિલ્લા પર સેંકડો વર્ષો સુધી શાસન કર્યું છે. પરંતુ બહાદુરીની મિશાલ બનેલો આ કિલ્લો રાણી લક્ષ્મીબાઈના નામથી ઓળખવામાં આવે છે.
🎁 વર્ષ 1853માં ઝાંસીની રાણી બની હતી લક્ષ્મીબાઈ. પિતા શિવરામ ભાઉ પછી ગંગાધર રાવ ઝાંસીના રાજા બન્યા હતાં. લગ્ન પછી ઝાંસીએ એક દીકરાને જન્મ આપ્યો હતો.પરંતુ તેનું અકાળે મૃત્યુ થયું હતું. વર્ષ 1853માં રાવના નિધન પછી લક્ષ્મીબાઈ ઝાંસીની રાણી બની હતી.
🎁 એક વર્ષમાં જ રાણીને છોડવો પડ્યો હતો કિલ્લો. રાજા ગંગાધર રાવના નિધન પહેલા રાણીએ એક દીકરાને દત્તક લીધો હતો. પરંતુ અંગ્રેજોએ દામોદર રાવને દત્તક દીકરો માનવાની ના પાડી દીધી હતી. આ કારણથી 28 એપ્રિલ 1854ના રોજ રાણી લક્ષ્મીબાઈએ કિલ્લો છોડવો પડ્યો હતો. ત્યાં સુધી લક્ષ્મીબાઈ આ મહેલમાં રાણી બનીને રહી હતી. પહેલા આ જગ્યાને સરકારી આવાસ ગણવામાં આવતું હતું પરંતુ લક્ષ્મીબાઈના રહેવા આવ્યા પછી તેને રાણીનો મહેલ કહેવામાં આવ્યો.
🎁 અંગ્રેજોએ કિલ્લાનું અસસ્તિવ પુરૂ કરવા 60-60 કિલોના બારૂદ ગોળા વરસાવ્યા.
🎁 કિલ્લામાં આ વસ્તુ છે આકર્ષણનું કેન્દ્ર:-
👉 કિલ્લામાં ઝાંસીની રાણીનું ગાર્ડન, શિવ મંદિર, ગુલામ ગૌસ ખાન, મોતીબાઈ અને ખુદા બખ્શની મજાર ટુરિસ્ટો માટે આકર્ષણ છે. તે સાથે જ રાણીનું પંચશીલ મહેલ અને કડક વીજળી તોપને પણ કિલ્લાનું મુખ્ય આકર્ષણ છે. ગુલામ ગૌસ ખાન કડક વીજળીનો તોપ ચલાવતા હતાં. અહિ ફાંસી ગૃહ પણ આવેલું છે. રાણી સાથે લગ્ન પહેલા અહિ ગુનેગારોને સજા આપવામાં આવી હતી પરંતુ રાણી લક્ષ્મીબાઈના આગ્રહ પછી તે પ્રથા બંધ કરી દેવામાં આવી.
🎁 શું કહે છે ટુરિસ્ટ:-
👉 એક ટુરિસ્ટ જણાવ્યા પ્રમાણે આ કિલ્લો આજે પણ રાણીની બાહુદીરીની ગાથા ગાય છે. આ મહેલની એક એક ઈટ રાણીની બહાદુરીની સાક્ષી છે. બીજા ટુરિસ્ટ રશ્મિએ કહ્યું કે, અહિથી શહેરનું સુંદર દ્રશ્ય દેખાય છે. આ કિલ્લો ઝાંસીના સથાનિક લોકો સિવાય અન્ય લોકોને પણ ઉર્જા આપે છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment