📕 જયશંકર ભોજક સુદરી 📕
📍 જન્મની વિગત:- ૩૦ જાન્યુઆરી ૧૮૮૯ વિસનગર
📍 મૃત્યુની વિગત:- ૨૨ જાન્યુઆરી ૧૯૭૫ વિસનગર
📍 વ્યવસાય:- નાટ્યકલાકાર, નાટ્ય દિગ્દર્શક
📍 પુરસ્કાર:- પદ્મભૂષણ, સંગીત નાટક અકાદમી પુરસ્કાર, રણજિતરામ સુવર્ણચંદ્રક
📕 જયશંકર ભૂધરદાસ ભોજક (૩૦ જાન્યુઆરી ૧૮૮૯, ૨૨ જાન્યુઆરી ૧૯૭૫) જેઓ જયશંકર સુંદરી તરીકે જાણીતા છે, ગુજરાતી રંગભૂમિના કલાકાર, આત્મકથાકાર અને દિગ્દર્શક હતા.
📕 પ્રારંભિક જીવન:-
👉 તેમનો જન્મ ભોજક બ્રાહ્મણ કુટુંબમાં, ૩૦ જાન્યુઆરી ૧૮૮૯ના રોજ વિસનગર નજીક ઉઢાઇમાં થયો હતો.
👉 તેમનું કુટુંબના સભ્યો નાટક અને ગાયન કલા સાથે જોડાયેલા હતા. તેમણે બે ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. નાટક અને ગાયનની તાલીમ તેમણે તેમના દાદા, ત્રિભુવનદાસથી મેળવી હતી જેઓ ઉસ્તાદ ફકરુદ્દીનના શિષ્ય હતા. પંડિત વાડીલાલ નાયક વડે પણ તેમને તાલીમ મળી હતી.
📕 કારકિર્દી:-
👉 ઇ.સ ૧૯૦૧ માં ૧૨ વર્ષની ઉંમરે સૌપ્રથમ 'સૌભાગ્યસુંદરી'માં મહિલાની સર્વત્તમ ભૂમિકા કરી અને તેઓ 'ભોજક' ના બદલે 'સુંદરી' નામે ઓળખાયા.૧૮૯૭માં તેમણે પોતાની કારકિર્દીનો પ્રારંભ કલકત્તાની ઉર્દૂ નાટક મંડળીમાં જોડાઇને કર્યો હતો. ત્યારબાદ તેઓ ૧૯૦૧માં છોટાલાલ કાપડિયાના મુંબઈ ગુજરાતી નાટક મંડળમાં જોડાયા. ગુજરાતીની સાથે તેમણે હિંદી અને ઉર્દૂ ભાષાના નાટકોમાં પણ કામ કર્યું હતું. તેમણે નાટકોમાં મુખ્યત્વે સ્ત્રી ભૂમિકાઓ ભજવી હતી કારણકે તે સમયે નાટકોમાં સ્ત્રીઓને કામ કરવાની મનાઇ હતી.
👉 મુંબઈમાં પારસી થિયેટરના શેક્સપિયરના ઓથેલો પર આધારિત નાટક સૌભાગ્ય સુંદરીમાં તેમણે ડેસ્ડેમોના પાત્રને "સુંદરી" તરીકે ભજવ્યું હતું. આ નાટક અત્યંત સફળ રહ્યું હતું અને તેના પછી જયશંકરને સુંદરી ઉપનામ મળ્યું હતું. બાપુલાલ નાયકની સાથે તેમણે અનેક મુખ્ય સ્ત્રી પાત્રો ભજવ્યા હતા. બાપુલાલ નાયક સાથે તેમણે ગોવર્ધનરામ ત્રિપાઠીના સરસ્વતીચંદ્ર, નૃસિંહ વિભાકર અને મુળશંકર મુલાણીના નાટકો ભજવ્યા હતા. ૧૯૩૨માં તેઓ નિવૃત્ત થયા હતા અને વિસનગર પાછા ફર્યા હતા. જ્યાં તેમણે રંગભૂમિ વિશે લેખો લખવાનું શરૂ કર્યું.
👉 ૧૯૪૮ થી ૧૯૬૨ સુધી તેઓ અમદાવાદમાં રંગભૂમિમાં દિગ્દર્શક રહ્યા હતા. ઇ.સ. ૧૯૪૮માં અમદાવાદ ખાતે રસિકલાલ પરીખ અને ગણેશ માવળંકરની સાથે નાટ્ય વિદ્યામંદિરની રચના કરી, જેમાં તેઓ આચાર્ય બન્યા. આ વિદ્યામંદિરમાંથી નાટક શાળા નાટ્યમંડળનો જન્મ થયો હતો. દલપતરામના નાટક મિથ્યાભિમાન વડે તેમણે લોક કલા ભવાઈને પુન:જીવિત કરી હતી. ૧૯૫૩માં તેમણે મેના ગુર્જરી જેવા નાટકો વડે ભવાઈ અને બેઇજિંગ ઓપેરા જેવા કળાનું મિશ્રણ કર્યું હતું.
👉 તેમનું અવસાન ૨૨ જાન્યુઆરી ૧૯૭૫ના રોજ વિસનગરમાં થયું હતું.
📕 પુરસ્કારો:-
👉 ૧૯૫૧માં તેમને ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ સન્માન રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયું હતું. ૧૯૫૭માં ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેમને નાટ્ય કળાના દિગ્દર્શન માટેનો સર્વોચ્ચ પુરસ્કાર પ્રેસિડેન્ટ એવોર્ડ એનાયત કર્યો હતો, જે હવે સંગીત નાટક અકાદમી એવોર્ડ તરીકે ઓળખાય છે. ૧૯૬૩માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના કળા વિભાગના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ૧૯૬૭માં ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય અકાદમી તરફથી તેમનું સન્માન કરાયું હતું. ભારતના રાષ્ટ્રપતિ વી. વી. ગિરિએ તેમને ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ ૧૯૭૧માં એનાયત કર્યો હતો.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:
Post a Comment