ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Monday, December 31, 2018

વ્યક્તિ પરિચય - સંત જ્ઞાનેશ્વર

👑 સંત જ્ઞાનેશ્વર 👑
📍 જન્મ - ઈ.સ. ૧૨૭૫ મહારાષ્ટ્ર
📍 મૃત્યુ - ઈ.સ. ૧૨૯૬
📍 પિતા -  વિઠ્ઠલ પંત
📍 માતા - રુક્મિણી બાઈ
📍 ગુરુ - નિવૃત્તિનાથ
📍 મુખ્ય રચનાઓ - જ્ઞાનેશ્વરી ,અમૃતાનુભવ
📍 ભાષા- મરાઠી
📍 જાણકારી - જ્ઞાનેશ્વરે ભગવદગીતા ઉપર મરાઠી ભાષામાં એક જ્ઞાનેશ્વરી નામનું  ૧૦,૦૦૦ પદ્યોનો ગ્રંથ લખ્યો છે

📕 સંતજ્ઞાનેશ્વરની ગણના ભારતના મહાન સંતો એવં મરાઠી કવિઓમાં થાય છે. એમનો જન્મ ઈ.સ. ૧૨૭૫માં મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં પૈઠણની પાસે આપેગાંવમાં ભાદ્રપદની કૃષ્ણપક્ષની અષ્ટમીએ થયો હતો. એમનાં પિતાનું નામ વિઠ્ઠલ પંત તથા માતાનું નામ રુકિમણી બાઈ હતું. વિવાહના ઘણાં વર્ષો પછી પણ કોઈજ સંતાન ના થતાં વિઠ્ઠલ પંતે સન્યાસ ગ્રહણ કરી લીધો અને સ્વામી રામાનંદને પોતના ગુરુ બનાવ્યાં. પછી થી ગુરુના આદેશ પર જ એમણે ફરીથી ગૃહસ્થ જીવન શરુ કર્યું !!! એમનાં આ કાર્યને સમાજે માન્યતા પ્રદાન નાં કરી અને સમાજે એમનો બહિષ્કાર કરી દીધો અને એમનું બહુજ અપમાન કર્યું !!!! જ્ઞાનેશ્વરનાં માતા-પિતા આ અપમાંનનો બોજ સહી નાં શક્યા અને એમણે ત્રિવેણી સંગમમાં ડૂબી જઈને પ્રાણ ત્યાગી દીધાં. સંત જ્ઞાનેશ્વરે પણ ૨૧ વર્ષની આયુમાં જ સંસારનો ત્યાગ કરીને સમાધિ ગ્રહણ કરી !!!!

👑 પારિવારિક પૃષ્ઠભૂમિ:-
સંત જ્ઞાનેશ્વરનાં પૂર્વજ પૈઠણની પાસે ગોદાવરી તટનાં નિવાસી હતાં અને પછીથી આલંદી નામનાં ગામમાં વસી ગયાં હતાં. જ્ઞાનેશ્વરના પિતા ત્રયંબક પંત ગોરખનાથનાં શિષ્ય અને પરમ ભક્ત હતાં. જ્ઞાનેશ્વરના પિતા વિઠ્ઠલ એ આ ત્ર્યંબક પંતનાં જ પુત્ર હતાં. વિઠ્ઠલ પંત મોટાં વિદ્વાન અને ભક્ત હતાં. એમણે દેશાટન કરીને શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું. એમનાં વિવાહને ઘણાં વર્ષો થઇ ગયાં પણ કોઈ જ સંતાન થયું નહીં. આનાથી એમણે સન્યાસ લેવાનો વિચાર કર્યો, પણ પત્ની એમનાં પક્ષમાં નહોતી. એટલાં માટે એમણે ચુપચાપ ઘરેથી નીકળી જઈને કાશીના સ્વામી રામાનંદની પાસે પહોંચ્યા અને એમ કહ્યું કે સંસારમાં હું એકલો છું અને એમણે દીક્ષા લઇ લીધી !!!

👑 જન્મ:-
થોડાં સમય પછી સ્વામી રામાનંદ દક્ષિણ ભારતની યાત્રા કરતાં કરતાં આલંદી ગામમાં પહોંચ્યા. અહી જયારે વિઠ્ઠલ પંતની પત્નીએ એમને પ્રણામ કર્યા. તો સ્વામીજીએ એને પુત્રવતી હોવાનાં આશીર્વાદ આપ્યાં. આના પર વિઠ્ઠલ પંતની પત્ની રુકિમણી બાઈએ કહ્યું —– ‘મને તમે પુત્રવતી થવાનાં આશીર્વાદ તો આપ્યાં પણ મારાં પતિને તો તમે પહેલેથી જ સન્યાસી બનાવી દીધાં છે. આ ઘટના પછી સ્વામીજીએ કાશી આવીને વિઠ્ઠલ પંતને ફરીથી ગૃહસ્થ જીવન જીવવાની આજ્ઞા આપી. એનાં પછી જ એમને ત્રણ પુત્ર અને એક કન્યા પેદા થઇ જ્ઞાનેશ્વર એમાંનાં જ એક હતાં !!! સંત જ્ઞાનેશ્વરનાં બંને ભાઈ નિવૃત્તિનાથ એવં સોપનદેવ પણ સંત સ્વભાવનાં હતાં. એમની બહેનનું નામ મુક્તાબાઈ હતું !!

👑 માતા-પિતાનું મૃત્યુ:-
સન્યાસ છોડીને ગૃહસ્થી બનવાનાં કારણે સમાજે જ્ઞાનેશ્વરના પિતા વિઠ્ઠલ પંતનો બહિષ્કાર કરી દીધો. એ કોઈ પણ પ્રાયશ્ચિત કરવાં માટે તૈયાર હતાં, પણ શાસ્ત્રકારો એ બતાવ્યું કે એમણે માટે દેહ ત્યાગ સિવાય અતિરિક્ત કોઈ બીજું પ્રાયશ્ચિત નથી અને એમનાં પુત્રો પણ જનોઈ ધારણ ના કરી શકે. આનાં પર વિઠ્ઠલ પંતે પ્રયાગમાં ત્રિવેણીમાં જઈને પોતાની પત્નીની સાથે સંગમમાં ડૂબી જઈને પ્રાણ આપી દીધાં
બાળકો અનાથ થઇ ગયાં ….. લોકોએ એમને ગામનાં પોતાનાં ઘરમાં પણ ના રહેવાં દીધાં. હવે એમની સામે ભીખ માંગીને પેટ પાળવા સિવાય કોઈ ચારો હતો જ નહીં

👑 શુદ્ધિપત્રની પ્રાપ્તિ:-
પછીનાં દિવસોમાં જ્ઞાનેશ્વરનાં મોટાભાઈ નિવૃત્તિનાથ ની ગુર ગીમીનાથથી મુલાકાત થઇ. એ વિઠ્ઠલ પંતનાં ગુરુ રહી ચૂકયા હતાં. એમણે નિવૃત્તિનાથને યોગમાર્ગની દીક્ષા આપી અને કૃષ્ણ ઉપાસનાનો ઉપદેશ આપ્યો. પછીથી નિવૃત્તિનાથે જ્ઞાનેશ્વરને પણ દીક્ષિત કર્યા. પછી આ લોકો પીડિતો પાસે શુદ્ધિપત્ર લેવાના ઉદ્દેશથી પૈઠણ પહોંચ્યા. અહિયાં રહેવાની ઘણી ચમત્કારિક કથાઓ જ્ઞાનેશ્વરની બાબતમાં પ્રચલિત છે. કહેવાય છે કે એમણે ભેંસના માથે હાથ મુકીને એના મુખેથી વેદ મંત્રોનું ઉચ્ચારણ કરાવ્યું હતું. ભેંસ જે ડંડા મારવામાં આવ્યાં તો એનાં નિશાન જ્ઞાનેશ્વરનાં શરીર પર ઉપસી આવ્યાં. આ બધું જોઇને પૈઠણના પીડિતોએ જ્ઞાનેશ્વર અને એમનાં ભાઈને શુદ્ધિપત્રક આપી દીધું. હવે એમની ખ્યાતિ પોતાનાં ગામ સુધી પહોંચી ગઈ. ત્યાં પણ એમનું સ્વાગત બહુજ ઉત્સાહ અને પ્રેમપૂર્વક થયું !!!

👑 રચનાઓ:-
પંદર વર્ષની ઉંમરમાં જ જ્ઞાનેશ્વર ભક્ત અને યોગી બની ચુક્યા હતાં. મોટાભાઈ નિવૃત્તિનાથનાં કહેવાથી જ એમણે એક વર્ષની અંદર જ ભગવદ ગીતા પર ટીકા લખી નાંખી. “જ્ઞાનેશ્વરી” નામનો આ ગ્રંથ મરાઠી ભાષાનો અદ્વિતીય ગ્રંથ મનાય છે !!!! આ ગ્રંથ ૧૦,૦૦૦ પદ્યોમાં લખાયેલો છે. આ પણ અદ્વૈતવાદી રચના છે. કિન્તુ એ યોગ પર પણ બળ આપનારી છે. ૨૮ અભંગો (છંદો)માં એમણે હરીપાથ નામની એક પુસ્તિકા પણ લખી છે …… જેના પર ભાગવતનો પ્રભાવ છે
ભક્તિનો ઉદ્ગાર એમાં અત્યાધિક છે
મરાઠી સંતોમાં એ પ્રમુખ ગણાય છે
એમની કવિતા દાર્શનિક તથ્યોથી પૂર્ણ છે
તથા શિક્ષિત જનતા પર એનો ઊંડો પ્રભાવ પાડનારી છે !!!
એની અતિરિક્ત સંત જ્ઞાનેશ્વર રચિત કેટલાંક અન્ય ગ્રંથો પણ છે
“અમ્ર્તાનુભાવ ”
“ચાંગદેવપાસષ્ટિ”
“યોગવસિષ્ઠ ટીકા”
આદિ…
જ્ઞાનેશ્વરે ઉજ્જયિની, પ્રયાગ, કાશી, ગયા, અયોધ્યા, વૃંદાવન, દ્વારકા, પંઢરપુર, આદિ તીર્થસ્થાનોની યાત્રા કરી હતી !!!

👑 મૃત્યુ:-
સંત જ્ઞાનેશ્વરનું મૃત્યુ ઇસવીસન ૧૨૯૬માં થયું. એમણે માત્ર ૨૧ વર્ષની ઉંમરમાં આ નશ્વર સંસારનો પરિત્યાગ કરીને સમાધિ ગ્રહણ કરી. 

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ચિત્ર પરિચય - સફેદ રણ, કચ્છનું રણ

🌅 સમગ્ર પૃથ્વી પરનું એક માત્ર સફેદ રણ : કચ્છનું રણ 🌅

🌅 આજકાલ લોકોના આકર્ષણનું ખાસ કેન્દ્ર બની રહેતું આ કચ્છનું રણ ખરેખર અજબ છે. આખા રણમાં જાણે સફેદ કલરની ચાદર પાથરી હોય તેટલું સુંદર અને સફેદ દેખાય છે. આ રણને કચ્છનું મોટું રણ કે કચ્છનું સફેદ રણ પણ કહેવામાં આવે છે. કચ્છના રણના અમુક ભાગો પાકિસ્તાનમાં પણ આવેલા છે. તો ચાલો જાણીએ કચ્છના રણ વિશે થોડી અવનવી વાતો.

🌅 કચ્છનું  રણ પશ્ચિમ ગુજરાતના કચ્છ જીલ્લામાં થાર રણમાં મીઠી માર્શી જમીન છે. તે પાકિસ્તાનના સિંધ પ્રાંત અને ભારતના ગુજરાત વચ્ચે આવેલું છે. તેમાં આશરે ૩૦,૦૦૦ ચોરસ કિલોમીટર જમીન છે.  જેમાં કચ્છનું મોટુ રણ, કચ્છનું  નાનું રણ અને બન્ની ઘાસભૂમિ વિસ્તારનો સમાવેશ થાય છે.

🌅 કચ્છનો રણ તેના સફેદ મીઠાની રેતી માટે જાણીતું  છે. અને તે વિશ્વનો સૌથી મોટું  મીઠું રણ તરીકે ગણાય છે. ‘રણ’ એટલે હિન્દીમાં ડેજર્ટ નો અર્થ છે જે સંસ્કૃત શબ્દ ‘ઇરિના’  પરથી આવ્યો છે જેનો અર્થ રણ પણ થાય છે. કચ્છના રહેવાસીઓને કચ્છિ કહેવામાં આવે છે અને તે જ નામથી પોતાની ભાષા ધરાવે છે. કચ્છના રણની મોટા ભાગની વસ્તી હિન્દુઓ, મુસ્લિમો, જૈનો અને શીખોનો સમાવેશ કરે છે.

🌅 કચ્છ ક્ષેત્રનો રણ પારિસ્થિતિક રીતે સમૃદ્ધ વન્ય જીવન જેમ કે ફ્લેમિંગોસ અને જંગલી ગધેડોનો માટે પ્રાકૃતીક આશ્રય સ્થાન છે. જે ઘણીવાર રણની આસપાસ જોવા મળે છે. રણનો  થોડા વિસ્તાર વન્ય જીવન જેમ કે ભારતીય જંગલી ગધેડો અભ્યારણ્ય, કચ્છ રણ વન્યજીવન અભયારણ્ય વગેરે નો ભાગ છે.  તે વન્યજીવન ફોટોગ્રાફરો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે.

🌅 ગુજરાત સરકારે દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી દર વર્ષે ‘રણ ઉત્સવ’ નામથી ઉત્સવ ઉજવ્યો છે. જેમા મુલાકાતીઓને સ્થાનિક વાનગીઓ, કલા અને કચ્છની સંસ્કૃતિ અને હોસ્પિટાલિટી પરોસવામા આવે છે. જેને જોવા અને માણવા માટે વિશ્વભરના મુલાકાતીઓને આ સ્થળની મુલાકાત માટે આવે છે. આસપાસના સ્થાનિક લોકો માટે આ આવકનો મુખ્ય સ્રોત છે.

🚌 કેવી રીતે પહોંચવું:-
✈ વિમાન દ્વારા : નજીકનું હવાઇમથક ભુજ છે
🚉 ટ્રેન દ્વારા : નજીકનું રેલ્વે સ્ટેશન ભુજ છે
🚏 માર્ગ દ્વારા : નજીકનું શહેર ભુજ છે

🏢 રહેવા:-
👉 ધોરડો ખાતે ઘણી બધી હોટેલો અને રીસોર્ટ્સ છે, તમને ભુજમાં તમને ધણી સારી હોટેલો અને ધર્મશાળાઓ ઉપલ્બધ છે.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Sunday, December 30, 2018

વ્યક્તિ પરિચય - અંગ્રેજી મહિનાઓ

બાર મહિનાઓના નામ કેવીરીતે પડ્યા જાણો છો? વાંચો રસપ્રદ હકીકત.

🙏 શું તમને ખબર છે કે અંગ્રેજી મહિનાઓનું નામ કેવી રીતે પડ્યું. એટલે કે તેનું નામકરણ કેવી રીતે થયું. નાના બાળકો પણ પટપટ તમામ 12 મહિનાના નામ જાણતા હશે. પણ બહુ જ ઓછા લોકો મહિનાઓના નામકરણ વિશે જાણતા હશે. બહુ જ ઓછા લોકો જાણતા હશે કે, આ મહિનાઓના નામકરણ પાછળ કહી હકીકત છુપાયેલી છે, અને તેનો શું મતલબ થાય છે. દરેક મહિનો કોઈને કોઈ મેસેજ આપે છે.

📅 જાન્યુઆરી:-
👉 જાન્યુઆરી મહિનાનું નામ રોમન દેવતા જેનસના નામ પરથી રાખવામા આવ્યું છે. માન્યતા છે કે, જેનસ દેવતાના બે ચહેરા છે, એક આગળની તરફ અને બીજો પાછળની તરફ. આ પ્રકારે જાન્યુઆરી મહિનાના પણ બે ચહેરા છે. એક તો ગત વર્ષ તરફ જુએ છે, અને બીજો આવતા વર્ષને જુએ છે. જેનસને લેટિન ભાષામાં જૈનઅરિસ કહેવાય છે. જેનસની બાદ જેનુઆરી બન્યું, અને બાદમાં જાન્યુઆરી બન્યું.

📅 ફેબ્રુઆરી:-
👉 આ મહિનાનો સંબંધ લેટિનના ફેબરા સાથે છે. જેનો મતલબ થાય છે શુદ્ગિની દાવત. પહેલા લોકો આ મહિનાની 15 તારીખે આ દાવત આપતા હતા. કેટલાક લોકોનું માનવું છે કે, ફેબ્રુઆરીનો સંબંધ રોરમની દેવી ફેબરુએરિયાથી છે. જે સંતાન આપવાની દેવી છે. તેથી આ મહિનામાં સ્ત્રીઓ સંતાન માટે દેવીની પૂજા કરે છે.

📅 માર્ચ:-
👉 આ નામ રોમન દેવતા માર્સના નામ પરથી પડ્યું છે. રોમન કેલેન્ડરની શરૂઆત આ મહિનાથી થાય છે. ઠંડીના પૂરા થયા બાદ લોકો પોતાના દુશ્મનો પર હુમલો કરે છે, તેથી આ મહિનાને માર્ચના નામથી બોલાવવા લાગ્યા હતા.

📅 એપ્રિલ:-
👉 આ મહિનાનું નામકરણ લેટિન શબ્દ એસ્પેરાયરથી થયું. જેનો મતલબ ખોલવું એવો થાય છે. રોમમાં આ મહિને જ કળીઓમાંથી ફુલ ખીલવાની શરૂઆત થાય છે. એટલે કે વસંતનું આગમન થાય છે. તેથી શરૂઆતમાં તેને એપ્રિલિસ કહેવાતો હતો. વૈજ્ઞાનિકોએ પૃથ્વીની સાચી ભ્રમણની જાણકારી દુનિયા સામે રજૂ કરી, તો વર્ષમાં 2 મહિના વધુ જોડી દીધા અને ફરીથી એપ્રીલિસને બતાવવામાં આવ્યો.

📅 મે:-
👉 મે મહિનાનુ નામ રોમન દેવતા મરકરીની માતા મઈયાના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેને મતલબ છે પૂર્વજો રઈસ છે. એમ પણ કહેવાય છે કે, મે શબ્દની ઉત્તપત્તિ લેટિનના મેજોરેસથી થઈ છે.

📅 જૂન:-
👉 આ મહિનામાં લોકો વિવાહ કરીને ઘર વસાવે છે. તેથી પરિવાર માટે ઉપયોગમાં લેવાતા જેન્સ શબ્દ પરથી તેનું નામ જૂન પડ્યું. એક માન્યતા અનુસાર, જે ધર્મમાં ઈન્દ્રને દેવતાઓનો રાજા માનવામાં આવે છે, તેમ રોમમાં સૌથી મોટો દેવતા જીયસ છે. જીયસની પત્નીનું નામ જૂની હતુ. આ દેવીના નામથી જ જૂન મહિનાનું નામકરણ થયું હોવાનુ માનવામાં આવે છે.

📅 જુલાઈ:-
👉 રાજા જુલિયસ સીઝરનો જન્મ અને મરણ બંને જુલાઈ મહિનામાં થયો હતો. તેથી તેમનુ નામ જુલિયસ પરથી જુલાઈ થયું.

📅 ઓગસ્ટ:-
👉 રાજા જુલિયસ સીઝરના ભત્રીજો આગસ્ટસ સીઝરે પોતાના નામને દુનિયામાં અમર બનાવવા માટે સેક્સટિલીસ મહિનાનું નામ બદલીને અગસ્ટસ કર્યું હતું. જે બાદમાં આગળ જઈને માત્ર ઓગસ્ટ રહી ગયું.

📅 સપ્ટેમ્બર:-
👉 રોમમાં સપ્ટેમ્બરને સૈપ્ટેમ્બર કહેવાય છે. સૈપ્ટેમ્બરમાં સૈપ્ટે લેટિન શબ્દ છે, જેનું મતલબ થાય છે સાત અને બરનો મતલબ છે વા. એટલે સાતમો. પરંતુ બાદમાં આ મહિનો નવમો બની ગયો.

📅 ઓક્ટોબર:-
👉 આ લેટિન શબ્દ ઓક્ટ એટલે કે આઠ પરથી આધારિત છે. જેનો મતલબ થાય છે આઠમો. પરંતુ બાદમાં જ્યારે 2 મહિના જોડી દેવામાં આવ્યા ત્યારે તે દસમો મહિનો બની ગયો, પંરતુ નામ તો ઓક્ટોબર જ રહી ગયું.

📅 નવેમ્બર:-
👉 નવેમ્બરને લેટિન ભાષામાં નોવેમ્બર એટલે નવમો મહિનો કહેવાયો હતો. પરંતુ બાદમાં તે અગિયારમો મહિનો બની ગયો.

📅 ડિસેમ્બર:-
👉 આ શબ્દ લેટિન શબ્દ ડેમેસથી પડ્યો છે. તેને ડેસેમ્બર કહેવાતું હતું. જેનો મતલબ 10મો એમ થતો હતો. પંરતુ બાદમાં તે 12મો મહિનો બની ગયો. પંરતુ તેના નામમાં કોઈ પરિવર્તન ન આવ્યું.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ચિત્ર પરિચય - ગિરિમથક સાપુતારા, જિ.ડાંગ

🌄 સાપુતારા : ગુજરાતનુ એકમાત્ર હિલસ્ટેશન 🌄

🌅 સાપુતારા એ ભારત દેશના ગુજરાત રાજ્યનું એકમાત્ર હવાખાવાનું સ્થળ છે. આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઉંચાઇ પર આવેલું છે. આ ક્ષેત્ર ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે. અહીં ઉનાળા દરમિયાન પણ તાપમાન આશરે ૩૦ ડીગ્રીથી ઓછું રહે છે.

🌅 અહીંના સ્થાનિક લોકો આદિવાસીઓ છે, જે સરકારની વિનંતીથી સાપુતારાનું વંશપરંપરાગત રહેઠાણ ખાલી કરી નવાનગર ખાતે રહેવા ગયા છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

🌅 જોવાલાયક સ્થળો:-
👉 જળાશય (નૌકાવિહાર સગવડ સાથે), રોપ વે, સાપુતારાનો સાપ, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, નવાનગર (ડાંગી સંસ્ક્રૃતિનું દર્શન) તેમ જ ઋતુંભરા વિદ્યાલય વગેરે અહીંના જોવાલાયક સ્થળો છે.

🌅 સાપુતારા સંગ્રહાલય:- 
👉 આ સંગ્રહાલયન આદિવાસી કલા અને સંસ્કૃતિ માટે વિખ્યાત છે. અહીં પ્રદર્શન મુખ્ય ૪ વર્ગોમાં વહેંચવામાં આવેલું છે આદિવાસી સંગીતવાદ્યો, આદિવાસી વસ્ત્ર, આદિવાસી દાગીના, ડાંગ વિસ્તારના પૂર્વ ઐતિહાસિક સાધનો વગેરેનો સમાવેશ થાય છે. સંગ્રહાલયમા લગભગ ૪૨૦ પ્રકારના પ્રદર્શન છે.

🌳 બગીચા:- 
🌹રોઝ ગાર્ડન, સ્ટેપ ગાર્ડન.

🏢 સાપુતારા આસપાસ પ્રવાસનના સ્થળો:-
🌹વનસ્પતિ-ઉદ્યાન: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર, ભારતભરમાંથી ૧૪૦૦ છોડની જાતો સાથે ૨૪ હેક્ટરમાં બગીચો આવેલો છે.
⛲ ગિરા ધોધ: સાપુતારાથી ૪૯ કિ.મી. દૂર સાપુતારા-વઘઈ માર્ગ પર આવેલો છે. આ ધોધને પોતાનું આગવું સૌન્દર્ય છે. આશરે ૩૦૦ ફૂટ જેટલે ઉંચેથી, બિલકુલ સીધો જ નીચે પડે છે. ચોમાસામાં પાણી ઘણું વધારે હોય ત્યારે આ ધોધ ખૂબ ભવ્ય લાગે છે. એટલે એને ‘ગુજરાતનો નાયગરા’ કહેવાય છે.
⛺ સપ્તશૃંગી ગઢ: સાપુતારાથી ૫૦ કિ.મી. દૂર આવેલ સ્થળ.

📃 પ્રવાસ માટેની માહિતી:-
👉 સાપુતારા અમદાવાદથી ૪૨૦ કિ.મી., ભાવનગરથી ૫૮૯ કિ.મી., રાજકોટથી ૬૦૩ કિ.મી., સુરતથી ૧૭૨ કિ.મી., વઘઇથી ૪૯ કિ.મી., બીલીમોરાથી ૧૧૦ કિ.મી., નાસિકથી ૮૦ કિ.મી., મુંબઇથી ૧૮૫ કિ.મી.ના અંતરે આવેલું છે.

🚌 કઈ રીતે પહોચવું:-
✈ વિમાનમથક: સુરત ૧૭૨ કિમી દૂર, મુંબઇ ૨૨૫ કિ.મી. દૂર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
🚉 નેરોગેજ રેલ્વેસ્ટેશન: વઘઇ
🚈 બ્રોડગેજ રેલ્વેસ્ટેશન: બીલીમોરા
🚌 ધોરી માર્ગ: સાપુતારાથી આહવા, વઘઇ, બીલીમોરા, સુરત, વલસાડ, વડોદરા, પાટણ, અમદાવાદ, નાસિક, સપ્તશ્રુંગી ગઢ, કળવણ, શીરડી જવા માટે ગુજરાત તેમ જ મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની બસો પ્રાપ્ય છે.

🌅 ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન તરીકે સાપુતારા અનેક ખુબીઓ ધરાવે છે. અહી તળાવો, પર્વતમાળાઓ, જળધોધ જેવી કુદરતની સંપત્તિઓને અખૂટ ભંડાર છે. શું આપણે આ કુદરતને સાચવવી જોઇએ નહી!? આપણા પોતીકા આનંદ માટે કુદરતી સંપત્તિનો બગાડ કરવો કે તેને નુકશાન પહોચાડવું એક ગંભીર ગુનો છે. પ્રવાસન વિભાગ દ્વારા કાયદાઓ બનાવવામાં આવેલા છે. આપણે એક જાગૃત નાગરીક તરીકે તેનું પાલન કરીને કુદરતની આ અમૂલ્ય ભેંટનું સંવર્ધન કરવું જોઇએ.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Thursday, December 27, 2018

વ્યક્તિ પરિચય - ધીરુભાઈ અંબાણી

🏢 ગુજરાતી ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી 🏢

🏢 ધીરજલાલ હિરાચંદ અંબાણી કે જેમને ધીરુભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨, -૬ જુલાઈ ૨૦૦૨, સંઘર્ષ કરીને આપબળે ધનવાન બનેલા ભારતીય હતા કે જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ની સ્થાપના કરી હતી. 1977માં અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઈ ગયા અને 2007 સુધીમાં તેમના પરિવાર (દીકરાઓ અનિલ અને મુકેશની સંયુક્ત સંપત્તિ 60 અબજ ડોલર હતી, જેને પગલે અંબાણીઓ વિશ્વના સૌથી વધુ ધનવાન પરિવારોમાં સ્થાન પામ્યા હતા.

🏢 શરૂઆતનું જીવન:-
👉 ધીરુભાઈ અંબાણીનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૨ ભારતના (હવે ગુજરાત રાજ્યના જૂનાગઢના) ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વણિક પરિવારમાં થયો હતો. તેઓ સ્કૂલ ટીચરના બીજા સંતાન હતા. 16 વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા. તેમણે 300 રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કું. (A. Besse & Co.)માં કામ કર્યું.બે વર્ષ બાદ એ.બીસ. એન્ડ કું.(A. Besse & Co.) શેલ(Shell) ઉત્પાદનોની ડિસ્ટ્રીબ્યુટર બની અને ધીરુભાઈને બઢતી સાથે કંપનીના એડનના બંદર ખાતેના ફિલિંગ સ્ટેશનના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી. કોકિલાબેન સાથે તેમના લગ્ન થયા અને બે દીકરા મુકેશ અને અનિલ તથા બે દીકરીઓ નિતા કોઠારી અને રિના સલગાંવકર થયા.

🏢 જીવનઝરમર:-
👉 1949 – એડન મુકામે એ.  બેસ્સ.  એન્ડ કું. નામની  ફ્રેંચ ટ્રેડિંગ કંપનીમાં પેટ્રોલપંપ પર ક્લાર્ક તરીકે નોકરી;  પોતાની  મહેનત અને કોઠાસુઝ ને લીધે ટુંક સમય માં શેલ કંપની મા મેનેજર પદે પહોચી ગયા; 
👉 1957 – મુંબઇ પરત આવ્યા અને ફક્ત 15000  રૂ. ની મુડીથી મસાલાઓ, કપડાં વિ. વસ્તુઓ નિકાસ  કરતી રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશનની સ્થાપના કરી ; 
👉 1966 – અમદાવાદમાં નરોડામાં ટેક્સટાઇલ ની ફેક્ટરી ની સ્થાપના કરી, જેને 1978 થી લોકો ‘વિમલ’ ના નામે જાણે છે. 
👉 1977 – રિલાયન્સને પબ્લીક લિ. કંપની કરી ; 
👉 1991 – હજીરા પ્રોજેક્ટની શરૂઆત;
👉 1992 – વિદેશી ભંડોળ – શેરબજારની ભાષામાં જી.ડી.આર. લાવનાર પ્રથમ ભારતીય કંપની ; 
👉 1999 – જામનગર ખાતે વિશ્વની સૌથી મોટી રીફાઇનરી નો આરંભ ; 
👉 2002 –  સરકારી કંપની આઇ.પી.સી.એલ. રિલાયન્સના સંચાલન હેઠળ ; તેમની દીર્ઘદ્રષ્ટિ, મહેનત અને કોઠાસુઝ ને લીધે આજે રિલાયન્સ જુથ ભારતની સૌથી મોટી ઉદ્યોગ સંસ્થા અને ફોર્ચ્યુન- 500 માં સ્થાન પામ્યુ છે; પાવર, પેટ્રોલીયમ, ટેલીકોમ્યુનીકેશન, કેપીટલ માર્કેટ, એડ્વર્ટાઇઝીંગ વિ. અનેક ક્ષેત્રોમાં  ટોચની ઉદ્યોગ સંસ્થાઓના સ્થાપક; 76-77 માં 70 કરોડ રૂ. ના ટર્ન ઓવરને   માત્ર 15 જ વર્ષમાં 3,000 કરોડ પર પહોંચાડ્યું ; 85, 000 માણસોને રોજી આપતી ઉદ્યોગ સંસ્થાના સર્જક; ઉદ્યમી, સ્વપ્નદ્રષ્ટા અને અપ્રતીમ સાહસિક.

🏆 સન્માન:-
👉 ઘણા બધા સન્માન અને એવોર્ડથી નવાજવામાં આવ્યા છે;  
👉 એશીયા વીક મેગેઝીન દ્વારા 1997-1998-2000 એમ ત્રણ વાર પાવર-50 એશિયાના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે સન્માન ; 
👉 FICCI (ફેડરેશન ઓફ ઇન્ડીયા ચેમ્બર્સ ઓફ કોમર્સ) દ્વારા 20મી સદીના ભારતીય ઉદ્યોગ સાહસિક તરીકે જાહેર કરવામાં આવ્યા;
👉 1998 – એક અસાધારણ વ્યક્તિત્વ તરીકે પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીની વ્હાર્ટન બિઝનેસ સ્કુલ દ્વારા ડીન્ઝ મેડલ પુરસ્કૃત કરવામાં આવ્યું; 
👉 2001 – ટાઇમ્સ ગ્રુપ ના ‘ઇકોનોમીક ટાઇમ્સ’ દ્વારા ધી ઇકોનોમીક્સ ટાઇમ્સ એવોર્ડ ફોર કોર્પોરેટ એક્સેલેંસ થી નવાજવામાં આવ્યા;
તેમની તસ્વીર વાળી ટપાલ ટિકીટ બહાર પડી છે.

🙏 અવસાન:-
👉 મોટા હદય રોગના હુમલાના કારણે 24 જૂન 2002ના રોજ ધીરુભાઈ અંબાણીને મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ તેમનો બીજો હુમલો હતો, પ્રથમ હુમલો ફેબ્રુઆરી 1986માં આવ્યો હતો અને તેમના જમણા હાથે લકવો થયો હતો.એક અઠવાડિયા કરતાં વધારે સમય સુધી તેઓ બેભાન અવસ્થામાં રહ્યા. તબીબોની ટૂકડી તેમનું જીવન બચાવવામાં નિષ્ફળ રહી. તેઓ 6 જુલાઈ, 2002,ના રોજ રાત્રે 11:50 ની આસપાસ મૃત્યુ પામ્યા.
👉 તેમની અંતિમ સંસ્કાર વિધિમાં માત્ર ઉદ્યોગપતિઓ, નેતાઓ અને સુપ્રસિદ્ધ માણસો જ નહિ, પરંતુ હજારોની સંખ્યામાં સામાન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ પરંપરા અનુસાર તેમના મોટા દીકરા મુકેશ અંબાણીએ અંતિમ સંસ્કાર કર્યા હતા. મુંબઈ ખાતેના ચંદનવાડી સ્મશાનગૃહ ખાતે 7 જુલાઈ, 2002ના રોજ સાંજે 4:30 કલાકે તેમને અગ્નિદાહ અપાયો હતો.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ચિત્ર પરિચય - ગીરા ધોધ, વઘઈ, જિ.ડાંગ

ગીરા ધોધ (ગી૨માળ, જિ. ડાંગ)

⛲ ધોધ જોવાનો કોને ન ગમે? ધોધ એ કુદરતનું અદભૂત સર્જન છે. ધોધને જોઇને મન આનંદથી ઝૂમી ઉઠે છે અને દોડીને ધોધમાં ઉભા રહેવાનું મન થઇ જાય છે. આપણા ગુજરાતમાં નાનામોટા અનેક ધોધ આવેલા છે, એમાં ગીરાનો ધોધ સૌથી વધુ જાણીતો છે. અહીં ડાંગ જીલ્લાના વઘઈ ગામ પાસે ખાપરી નદી ધોધરૂપે અંબિકા નદીમાં ખાબકે છે. અંબિકા નદી ત્યાર પછી આગળ વહીને બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે. આ ધોધની ઉંચાઇ ૨૫ મીટર જેટલી છે. આશરે ૩૦૦ મીટર પહોળી નદી આટલે ઉંચેથી પડતી હોય એ દ્રશ્ય કેવું ભવ્ય લાગે ! નદીમાં પાણી ઓછું હોય ત્યારે ધોધ આખો સળંગ દેખાવાને બદલે, ઘણા નાનાનાના ધોધમાં વહેંચાઇ જાય છે. એ જોવાની પણ મજા આવે છે. ચોમાસામાં ખાપરી નદી જયારે આખી ભરેલી હોય ત્યારે ધોધનું સ્વરૂપ બહુ જ જાજરમાન લાગે છે. એવે વખતે ધોધ જોવા અહીં હજારો ટુરિસ્ટો ઉમટી પડે છે. ચોમાસામાં ધોધમાં આવતું પાણી ડહોળું દેખાય છે. એનો અવાજ પણ ગર્જના જેવો મોટો લાગે છે.

 ગીરા ધોધ વઘઈથી માત્ર ૪ કી.મી. જ દૂર છે. વઘઇથી સાપુતારા જવાને રસ્તે ૨ કી.મી. જેટલું ગયા પછી, સાઈડમાં ધોધ તરફ જવાનો રસ્તો પડે છે. આ સાઈડના રસ્તે બીજા ૨ કી.મી. જાવ એટલે અંબિકા નદીના કિનારે પહોંચી જવાય. કિનારેથીજ ધોધનાં દર્શન થાય છે. ધોધ પડ્યા પછી નદી વળાંક લે છે. કિનારેથી નદીની રેતીમાં ઉતરીને, ખડકાળ પત્થરોમાં પાંચેક મિનીટ જેટલું ચાલીને ધોધની બિલકુલ સામે પહોંચાય છે. અહીં ખડકો પર જ ઉભા રહીને ધોધ જોવાનો અને ધોધનો કર્ણપ્રિય અવાજ સંભાળવાનો. ધોધના ફોટા પાડવા માટે આ સરસ જગા છે. પાણીમાં ઉતરાય એવું છે નહિ. જો ઉતરો તો ડૂબી જવાય કે નદીમાં ખેંચાઈ જવાય. ધોધનું પાણી જે જગાએ પડે છે, તે જગાએ જવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી. ત્યાં જઈને ધોધમાં નહાવાનું તો શક્ય જ નથી.

 સામે ખડકો પર ઉભા રહી, ધોધ જોવાનો અનેરો આનંદ આવે છે. મન પ્રફુલ્લિત થઇ જાય છે. ધોધ પડવાથી ઉઠતાં પાણીનાં ફોરાં અને ધુમ્મસ છેક આપણા સુધી આવે છે અને આપણને સહેજ ભીંજવે છે. પણ ભીંજાવાની મજા આવે છે. ધોધ જોવા આવેલા લોકો આનંદની ચિચિયારીઓ પાડે છે અને ખુશી વ્યક્ત કરે છે. ધોધનું દ્રશ્ય જ એટલું સરસ છે કે બસ એને જોયા જ કરીએ. અહીંનો માહોલ જોઇને એમ લાગે છે કે ‘વાહ ! ગુજરાતમાં કેવો સરસ ધોધ આવેલો છે !’ આપણને ગુજરાતનો પ્રખ્યાત ધોધ જોયાનો સંતોષ થાય છે. ટુરિસ્ટોનો આ માનીતો ધોધ છે. પીકનીક મનાવવા માટે આ એક સરસ સ્થળ છે.

 નદીકિનારે ચાની લારીવાળા તથા ચવાણું, પાપડી, ભજીયાં, મકાઈ, બિસ્કીટ એવું બધું વેચવાવાળા ફેરિયાઓ ઉભા હોય છે. ધોધ જોયા પછી ચા નાસ્તો કરવાનું મન થઇ જ જાય છે. સ્થાનિક લોકો વાંસમાંથી બનાવેલી ચીજો વેચવા બેઠા હોય છે. અહીં નદીની બંને બાજુએ ગાઢ જંગલો આવેલાં છે. એમાં વાંસનાં ઝાડ ખૂબ જ છે. ધોધની નજીકમાં અંબાપાડા ગામ આવેલું છે.

 અહીં ધોધ જોવા આવનારા લોકો ક્યારેક ગંદકી પણ કરતા હોય છે. કાગળના ડૂચા અને પ્લાસ્ટીકની કોથળીઓ ગમે ત્યાં ફેંકે છે. દુકાનોવાળા પણ ચોખ્ખાઈ નથી રાખતા. પ્રજાએ પોતે સ્વચ્છતા પ્રત્યે સભાનતા કેળવવાની જરૂર છે. અહીં સરકાર સરસ બગીચો બનાવે, રહેવાજમવા માટે સાફસુથરું એક મહેમાનગૃહ ઉભું કરે અને ધોધ જોવા માટે એક સુંદર વ્યૂ પોઈન્ટ બનાવે તો લોકોનું આ ધોધ પ્રત્યે આકર્ષણ વધે અને વધુ લોકો આવતા થાય. વઘઇથી ધોધ સુધી જવા માટે વાહન પણ સરળતાથી મળે એવી સગવડ થવી જોઈએ. વધુ લોકો અહીં આવે તો સરકાર અને સ્થાનિક લોકોની આવક વધે અને ધોધ દુનિયામાં વધારે જાણીતો થાય. કુદરતે ગુજરાતને આવો સરસ ધોધ આપ્યો છે, તો એની યોગ્ય જાળવણી થવી જોઈએ.

 ગીરા ધોધ જોવા માટે ચોમાસાથી ડીસેમ્બર સુધીનો સમય ઉત્તમ છે. નદીના કિનારા સુધી વાહનો જઇ શકે છે. વઘઇ જવા માટે બસની ઘણી જ સરસ સુવિધા છે. અમદાવાદ, વડોદરા, સુરત, બીલીમોરા વગેરે શહેરોથી વઘઇની બસો મળે છે. આ શહેરોથી સાપુતારા જતી બસો વઘઇ થઈને જ જાય છે. વઘઇ, અમદાવાદથી ૩૬૦ કી.મી., વડોદરાથી ૨૫૦ કી.મી., સુરતથી ૧૧૦ કી.મી. અને બીલીમોરાથી ૬૫ કી.મી. દૂર છે. વઘઇથી સાપુતારા માત્ર ૫૦ કી.મી. જ દૂર છે. ડાંગના મુખ્ય મથક આહવાથી વઘઇ ૩૨ કી.મી. દૂર છે. વઘઇને રેલ્વે સ્ટેશન પણ છે. બીલીમોરાથી વઘઇની નેરોગેજ લાઈન પર વઘઇ છેલ્લું સ્ટેશન છે. લોકો પોતાની પ્રાઇવેટ કાર લઈને પણ ગીરા ધોધ જોવા આવતા હોય છે. સાપુતારા જનારા પ્રવાસીઓએ પોતાના રૂટમાં ગીરા ધોધ જોવાનું ગોઠવી દેવું જોઈએ. વઘઇ અને સાપુતારામાં રહેવા માટે હોટેલો છે.

 વઘઇ જતાં, વઘઇ આવતા પહેલાં, ઉનાઈ અને વાંસદા ગામો આવે છે. ઉનાઈમાં ગરમ પાણીના કુંડ છે. વાંસદાનાં જંગલોમાં વાંસદા નેશનલ પાર્ક છે. આ બંને જગાઓ જોવા જવી છે. વઘઇમાં બોટાનિકલ ગાર્ડન જોવા જેવો છે.

 ડાંગમાં શીંગણા ગામ આગળ ગીરામલ નામનો એક બીજો ધોધ છે. ૩૦૦ ફૂટની ઉંચાઈ ધરાવતો આ ધોધ ગુજરાતનો ઉંચામાં ઉંચો ધોધ છે. ડાંગમાં આ ઉપરાંત,બીજી ઘણી જોવા જેવી જગાઓ છે. ક્યારે જાઓ છો ગીરા ધોધ અને ડાંગ જોવા?

ગીરા ધોધ (ગી૨માળ)
સ્થળનું નામ
ગીરા ધોધ (ગી૨માળ, જિ. ડાંગ)
સ્થળની વિસ્તૃત માહિતી
મહારાષ્ટ્રમાંથી નીકળીને આવતી ગીરા નદી ડાંગ જિલ્લાના ગરીમાળ ગામે ડુંગ૨ ઉપ૨થી સમગૂ નદી ધોધ સ્વરૂપે આકા૨ લઈને નીચે પડે છે. જેથી ગીરા ધોધ તરીકે વિખ્યાત છે. ચોમાસાની ઋતુમાં જંગલમાં પડતા ભારે વ૨સાદથી નદીમાં થતાં પાણીના વહનથી ધોધ ઉત્પન્ન થાય છે. સમગૂ જંગલ વિસ્તા૨ હોઈ ચોમાસાની ઋતુ દ૨મ્યાન ચારે બાજુ લીલીછમ વનરાજી વચ્ચેથી પડતો ધોધ ૨મણીય અને અનેરૂ દૂશ્ય ઉપજાવે છે. જે જોવા માટે આજુબાજુ ના અને દુ૨-સદુ૨થી આવતાં ઘણાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દૂ બનેલ છે.
સ્થળ પ૨ કેવી રીતે પહોચવું
જિલ્લા મથક આહવાથી ૨સ્તા માર્ગે જઈ શકાય છે.
અંત૨ કી.મી. (જિલ્લા કક્ષાએથી)
જિલ્લાના મઘ્યમાંથી આશરે પ૦ કિ.મી.
અગત્યનો દિવસ
ચોમાસાની ઋતુ દ૨મ્યાન ગમે તે સમયે જઈ શકાય છે.
અનુકુળ સમય
જુલાઈ માસથી ઓકટોબ૨ માસ સુધીના સમયમાં જવાથી ધોધની ૨મણીયતા નિહાળી શકાય છે.



📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Wednesday, December 26, 2018

વ્યક્તિ પરિચય - મહાજ્ઞાની નચિકેતા

👦 આપણી સંસ્કૃતિનું રત્ન નચિકેતા 👦

👦 નચિકેતાની વાત પણ વેદકાલીન છે. વાજશ્રવાસ નામના એક ઋષિ હતા. તેઓ તપ સ્વાધ્યાય- નિરત અને અયાચક વૃતિ થી જીવનારા હતા. તેમને નચિકેતા નામનો એક પુત્ર હતો. જીવનના છેલ્લા પગથીયે બેઠેલા આ ઋષિ નું જીવન આખું સંસ્કૃતિ માટે પસાર કર્યું હતું.

👦 બાળપણથી જ કુશાગ્ર બુદ્ધિશાળી. ક્યારેય કોઈની વાતે દોરવાય નહીં. બાળપણથી જ અનેક ગ્રંથોનો અભ્યાસ કરતો. સાચી વાત માટે ગમે તેની સાથે ઝઘડી પડતો. તેને ખોટું લગારે ગમે નહીં. તે હંમેશા નીતિ અને ન્યાયને પડખે ઊભો રહેતો. એકવાર તેના પિતાજીએ યજ્ઞ કર્યો. યજ્ઞ નિમિત્તે તેમણે બ્રાાહ્મણોને બોલાવ્યા. યજ્ઞની પૂર્ણાહુતિ વખતે તેમણે ગાયોનું દાન કર્યું, પરંતુ આ બધી ગાયો વસૂકી ગયેલી અને ઘરડી હતી. આ જોઈ પુત્ર નચિકેતાને ખૂબ દુ:ખ થયું. 

👦 ઘરડી અને દૂબળી ગાયો દાનમાં આપી દેવી એ તો નર્યો દંભ જ કહેવાય. આને સાચું દાન કહેવાય નહીં. નચિકેતાના બાળહૃદયને આઘાત લાગ્યો. તે પહોંચ્યો પોતાના પિતા પાસે અને કહ્યું, "પિતાજી, આ ઘરડી અને લૂલી-લંગડી ગાયો તમે દાનમાં આપીને મોટો અધર્મ કર્યો છે. એના કરતાં મને જ દાનમાં આપી દેવો હતો ને ? હું તો બ્રાહ્મણોના કંઈક કામમાં આવતને!

👦 પિતા ગુસ્સાથી સમસમી ગયા. તેમણે ક્રોધના આવેશમાં આવીને કહ્યું, "જા આજથી તને હું મૃત્યુના દેવ યમદેવને દાનમાં અર્પણ કરું છું. પિતાજી આટલા બધા ગુસ્સે થશે એવું તો તેણે વિચાર્યું પણ નહોતું. તેને તો માત્ર સાચી હકીકતનું ધ્યાન દોરવું હતું. ઊલટો તેમણે તો મને મૃત્યુદેવને શરણે ધરી દીધો.

👦 નચિકેતા સત્યપ્રેમી તો હતો જ પણ સાથે આજ્ઞાંકિત પણ હતો. તેણે વિચાર્યું કે ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. હવે મારે અહીં રહીને જીવવાનો કોઈ અધિકાર નથી. હું તો મૃત્યુને અર્પણ થયેલો છું. મારે તો યમદેવની પાસે જવું જોઈએ. એક પણ ઘડીનો વિચાર કર્યા વિના તે મૃત્યુને ભેટવા યમદેવના દ્વારે આવીને ઊભો રહ્યો. યમદેવના દ્વારપાળોએ તેને રોક્યો અને અહીં આવવાનું કારણ પૂછ્યું. તેણે કહ્યું, "મારે યમદેવતાને મળવું છે. યમદેવતા ઘરે નહોતા. દ્વારપાળોએ તેને ઘરે પાછા જવા વિનંતી કરી. પરંતુ એમ પાછો જાય તો નચિકેતા શાનો ? તે સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યો-તરસ્યો યમરાજના દ્વારે ઊભો રહ્યો. ચોથા દિવસે યમરાજ યમલોકમાં આવ્યા. તેમણે જોયું તો એક તેજસ્વી બાળક આંગણે આવીને ઊભો છે. ત્રણ દિવસના ઉપવાસથી તેનું શરીર નિસ્તેજ બની ગયું છે. યમરાજ તેની સામે જોઈ જ રહ્યા.

👦 નચિકેતાએ કહ્યું, ‘શું યમરાજ, તમે મને અંદર નહીં બોલાવો ? આંગણે આવેલા અતિથિને આવકાર આપવો એ તો ધર્મ છે. હું ત્રણ દિવસથી ભૂખ્યો-તરસ્યો છું. મને પાણી પણ નહીં પીવડાવો ?’ યમરાજે તેને અહીં આવવાનું કારણ પૂછ્યું. બાળક નચિકેતાએ કહ્યું, "મારા પિતાએ મને તમારી પાસે મોકલ્યો છે. મને દાનમાં અર્પણ કરી દીધો છે. હવે હું તમારી પાસે જ રહીશ. યમરાજે તેના માથે હાથ ફેરવતાં કહ્યું, "બેટા, હજી તો તારી ઉંમર ઘણી નાની છે. છતાં પિતાની આજ્ઞા પાળવા માટે ત્રણ દિવસથી તું અહીં ઊભો છે. તારા આ તપ અને ધર્મથી હું પ્રસન્ન થયો છું. તું મારી પાસે આવવાની જીદ છોડી દે. હું તને તું કહે તે ત્રણ વરદાનનું વચન આપું છું.

👦 નચિકેતાએ કહ્યું, "મને પહેલું વરદાન એ આપો કે હું જ્યારે અહીંથી પાછો ફરું ત્યારે મારા પિતાજી શાંત ચિત્તે મારું સ્વાગત કરે.
"મને બીજું વરદાન એ આપો કે જે વિદ્યા વડે સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે તે અગ્નિવિદ્યા મને પ્રાપ્ત થાય.
"અને ત્રીજું વરદાન એ આપો કે આત્મા એટલે શું અને તેનું રહસ્ય મને સમજાવો.
નચિકેતાની બુદ્ધિપ્રતિભાથી યમરાજ પ્રસન્ન થયા. તેમણે ‘તથાસ્તુ’ કહીને બાળકને આશીર્વાદ આપ્યા.
પહેલી માગણી દ્વારા તેણે ચતુરાઈથી પોતાના ઘરે પાછા ફરવાનું અને પિતાને શાંત કરવાનું વચન માંગી લીધું.

👦 બીજા વરદાનમાં તેણે જીવનને ઉચ્ચ બનાવનારી અગ્નિવિદ્યા માગી. યમરાજે કહ્યું, ‘તું જે અગ્નિવિદ્યા માંગી રહ્યો છે તે હવે પછી ‘નચિકેતા અગ્નિ’ તરીકે પ્રસિદ્ધ થશે. ’ ત્રીજા વરદાનમાં તેણે આત્માનું જ્ઞાન અને મોક્ષ માગ્યો હતો, જેના માટે ઋષિ-મુનિઓ હજારો વર્ષોનું તપ કરે છે. યમરાજે તેને આ ત્રીજું વરદાન છોડી દેવા કહ્યું. તેના બદલામાં હાથી ઘોડા, સોનું, ‚પું, પૃથ્વીનું રાજ્ય અને અખંડ વૈભવ આપવા તૈયારી દર્શાવી. પણ નચિકેતા ટસનો મસ થયો નહીં. તેણે કહ્યું, "મારે આ ક્ષણિક દુન્યવી સુખ જોઈતું નથી. મારે તો અખંડ સુખ જોઈએ છે, જે આત્માના સુખ દ્વારા પ્રાપ્ત થાય છે.

👦 છેવટે યમરાજે તેને પ્રસન્ન થઈ આત્માનું જ્ઞાન આપ્યું, અને કહ્યું, "મન ખૂબ ચંચળ છે. તે સહેલાઈથી ચલિત થઈ જાય છે. માટે દરેક વસ્તુનો બુદ્ધિપૂર્વક વિચાર કરવો. મનના ઘોડાને બુદ્ધિના ચાબુક વડે કાબૂમાં રાખવો. સાચી બુદ્ધિ વડે જ આત્માનું જ્ઞાન થાય છે અને આત્માના જ્ઞાન દ્વારા જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. જગતમાં સર્વશ્રેષ્ઠ પરમાત્મા જ છે. પરંતુ તેને પામવાનો માર્ગ કઠિન છે. આજે તું તે જ્ઞાન મેળવવા હક્કદાર બન્યો છે.

👦 બાળક નચિકેતાના આનંદનો કોઈ પાર રહ્યો નહીં. જ્ઞાની બાળક યમલોકના દ્વારેથી સદેહે ધરતી પર પાછો આવ્યો. ઘરે પહોંચતાં જ પિતાજીએ તેનું ઉમળકાભેર સ્વાગત કર્યું અને પોતાની ભૂલ બદલ પસ્તાવો વ્યક્ત કર્યો. આ બાળક મોટો થઈ મહાજ્ઞાની નચિકેતા તરીકે પ્રસિદ્ધ થયો.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ચિત્ર પરિચય - રાણાકુંભા અને કુંભલગઢ, રાજસ્થાન

🌄 રાણાકુંભા અને કુંભલગઢ 🌄
🌄 કુંભલગઢ કિલ્લાની દિવાલ ચીનની દિવાલ પછી દુનિયાની સૌથી મોટી દિવાલ છે...જેની લંબાઇ આશરે ૩૬ કિમિ. જેટલી છે...કિલ્લાઓ અને મહેલોની ભૂમિ તરીકે ઓળખાતા, ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના રાજસમંદ જિલ્લામાં કુંભલગઢ આવેલ છે.

🌄 આ સ્થળ ઉદયપૂરની ઉત્તર-પશ્ચિમે આશરે ૮૦ કિ.મી. અંતરે આવેલ છે. સમુદ્રસપાટીથી આશરે ૧૧૦૦ મીટરની ઉંચાઈએ આ કિલ્લો આવેલો છે. મેવાડના રાજા રાણા કુંભાએ આ ગઢનુ બાંધકામ ઇ.સ. ૧૪૪૩ માં શરૂ કરી અને ઇ.સ.૧૪૫૮ માં પૂર્ણ કર્યું હતું.આ કિલ્લાની બાંધણી મેવાડી શૈલીની છે. અરવલ્લી પર્વતમાળાની ટોચે વ્યુહાત્મક જગ્યાએ આવેલો કુંભલગઢ નો દુર્ગ માઇલો દૂરથી દેખાય છે. આકિલ્લાની આસપાસ (ચોપાસ) બાંધવામાં આવેલી દિવાલની લંબાઇ ૩૬ કિ.મી. જેટલી થાય છે. આ દિવાલની પહોળાઇ આશરે ૧૫ ફૂટ થાય છે. કુંભલગઢની અંદર જ એક બીજો કિલ્લો છે, જે કટારગઢ ના નામથી ઓળખાય છે. જ્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો એમ ઘણા ઇતિહાસકારોનુ મંતવ્ય છે. આ કિલ્લાની અંદર બાદલમહેલ, કુંભમહેલ ,આશરે ૩૬૦ જેટલા મંદિરો (જેમાં ૩૦૦ જેટલા જૈનમંદિરો છે), બાગબગીચા અને પાણીપૂરવઠા ની વ્યવસ્થા છે. રાજસ્થાન રાજ્યના રાજસ્થાન પ્રવાસન વિભાગ તરફથી ધ્વનિ અને પ્રકાશ કાર્યક્રમ (લાઇટ એન્ડ સાઉન્ડ શૉ) તૈયાર કરવામાં આવ્યોછે જેનો પ્રવાસીઓ લાભ લઈ શકે છે.

🌄 પરાક્રમી રાણા કુંભાએ આ ઇ.સ.૧૪૪૩માં દિવાલ અને કિલ્લો બનાવ્યા હતા..આ દિવાલને ભેદવામાં અકબર જેવો મુસ્લિમ આક્રમણખોર પણ નિષ્ફળ નિવડ્યો હતો. આ દિવાલના બાંધકામ પાછળ એક વાયકા એવી છે જેમ જેમ દિવાલ બનતી હતી એમ રસ્તો આગળ વધતો જતો...જેનાં કારણે દિવાલની લંબાઇ વધતી જતી હતી.આ દિવાલ બનાવનારા કારીગરોનાં કહેવાં મુજબ અહીં કોઇ દેવીનો વાસ હોવો જોઇએ.જેથી રાણાકુંભાએ એક સંતને બોલાવ્યા,સંતનાં કહેવાં મૂજબ આ દેવીને કોઇ માનવબલી ચડશે તો જ આ સમસ્યાનો અંત આવશે.આ સાંભળીને રાણાકુંભાને વિચારવાં લાગ્યો કે કોની બલિ આપવી.રાણાની મુંજવણ જોઇને સંતે ખુદ બલિ માટે તૈયાર થયા...સંતે કહ્યુ કે મને આ પહાડી ઉપર ચાલવાની મંજુરી આપો અને સંત ચાલવાં લાગ્યા..ચાલતાં ચાલતાં સંત જ્યા રોકાયા ત્યારે સંતનાં કહેવાં મૂજબ જ્યાં એ રોકાય ત્યાં એનો બલિ આપવામાં આવે અને ત્યાં દેવીનું મંદિર બનાવવામાં આવે...રાણાએ એ જગ્યાએ સંતનો બલિ ચડાવ્યો.

🌄 જ્યાં સંતનું ધડ પડ્યું ત્યાં આ કિલ્લાનું મુખ્ય દ્રાર બનાવવામાં આવ્યુ. અરવલ્લીનાં પહાડ પર સમુદ્ર તટથી ૧૯૧૪ મિટર ઉંચાઇ પર બાંધવામાં આવેલો આ કિલ્લો અને દિવાલ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. અજેય યોધ્ધા કહેવાતા રાણાકુંભાનું શાસન ઇ.સ.૧૪૩૩થી ઇ.સ.૧૪૬૮ સુધી ચાલ્યુ હતુ. રાણાકુંભાનાં શાસન દરમિયાન સારંગપુર, નાગોર, નરાણા, અજમેર, મંડોર, મોડાલગઢ, બુંદી, ખાટુ જેવા કિલ્લાઓ જીત્યા હતા એ ઉપંરાંત એને દિલ્હીનાં સુલતાન સૈયદ મહમદશાહ અને ગુજરાતના સુલતાન અહમદશાહને પણ ધુળ ચાટતાં કર્યાં હતાં. એમનાં શાસન દરમિયાન એક પણ મુસ્લિમ આક્રમણખોર રાણાનો વાળ વાંકો કરી શક્યો નહોતો.                                         

🌄 તમે રાજસ્થાન જાઓ ત્યારે ચિતોડગઢ, કુંભલગઢ અને અચલગઢ જેવાં ઉંચા પહાડી પર કિલ્લાઓ જુઓ ત્યારે એમ થાય કે આને બનાવવામાં કેટલા માણસો અને કેવી મહેનત કરવી પડી હશે. રાણાએ પાંત્રીસ વર્ષની ઉમરમાં આવાં ૩૨ કિલ્લાઓ બનાવ્યા છે જે આજે પણ ભારતિય ઇતિહાસની ધરોહર ગણાય છે. મેવાડમાં જે ૮૪ દુર્ગ છે એમાથી ૩૨ દુર્ગ રાણાકુંભાએ બનાવેલા છે.

🌄 પડછંડ રાણા માત્ર લડાયક યોધ્ધો જ ના હતો એ એક સંગીત વિશારદ અને સાહિત્યકાર પણ હતો.સંગીતમાં જેને કિર્તીસ્તંભ માનવામાં આવે છે એવી "સંગીતરાજ" નામની સાહિત્ય રચનાં રાણાકુંભાની છે,આ ઉપંરાત એને એકલિંગજી મહાદેવ મંદિરનો જીર્ણોધાર કરાવ્યો. વસંતપુરને ફરીથી વસાવ્યુ.અનેક સંગીતનાં ગ્રંથોની રચનાં કરી હતી.ચંડીશતક અને ગીતગોવિંદની એને વ્યાખ્યા કરી હતી.

🌄 જે રાણાકુંભાને કોઇ ન હરાવી શક્યુ.ઘણા લોકોને ખબર નથી કે રાણાકુંભાને  મારી નાખનાર અન્ય કોઇ નહી પણ એનો ખુદનો પુત્ર ઉદયસિંહનાં હાથે થઇ હતી. આવા મહાન અને અજેય યોધ્ધા જે મુસ્લિમ આક્રમણખોરોનાં યુગમાં અજેય રહ્યા હોય એવા રાજાઓનાં ઇતિહાસને બદલે જેને હરાવી ન શકનાર અકબર જેવાં મુસ્લિમ આક્રમણખોરોનાં ઇતિહાસ ભણાવવામાં આવે છે..

🌄 કુંભલગઢથી ચાલીસ કિમિં દુર રાણકપૂર ગામમાં પ્રખ્યાત જૈન મંદિર આવેલ છે,જે એનાં સ્થાપત્યને કારણે પ્રખ્યાત છે. આ મંદિર ઇ.સ.૧૪૪૬  રાણાકુંભા,આચાર્ય શ્યામસુંદરજી,ધરન શાહ અને દેપાએ બંધાવ્યુ હતુ અને આ બેનમુન બાંધકામને પૂર્ણ થતાં લગભગ પચાસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો...જેનાં એક એક સ્તંભ પર કોતરણી ખજુરાહોનાં શીલ્પની યાદને તાદશ કરે છે.

🌄 કહેવાય છે કે ધરન શાહને "નલિની ગુલ્મા" વિમાનનાં દર્શન થયા હતાં અને આ સપનાને કારણે ધરન શાહને આ મંદિર બનાવવાનો વિચાર આવ્યો અને રાણાકુંભાએ એને જમીન આપી હતી.આ મંદિરની ખાસ વાસ્તું વિશેષતાં એ છે કે આ મંદિરમાં ૧૪૪૪ સ્તંભ છે છતાં પણ એક પણ સ્તંભ મુખ્ય ગર્ભદ્રારનાં દર્શનાં આડસ બનતાં નથી.વાસ્તુશાસ્ત્ર અને શિલ્પની ભવ્યતાં આ મંદિરની બેનમુન કહી શકાય એવી છે.

🌄 આ મંદિરની સાથે એવી માન્યતાં જોડાયેલી છે જેનાં દર્શન કરવાથી ૮૪યોનીમાથી મુકિત પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે.જેનાં કારને અહીંયાં લાખોની સંખ્યામાં જૈન શ્રધ્ધાળું આવે છે અને શિલ્પકલાની બેનમુન કારીગીરીને જોવા હજારો લોકો અહીંયા આવે છે. આ મંદિર માટે જ્યારે રાણાકુંભાએ જમીન આપી ત્યારે ત્યાં ગામ વસાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો ત્યારે મદગી નામનો એક નાનો કસબો હતો જે પછીથી ગામ વસતાં રાણાનાં નામ ઉપર રણપૂર નામ આપવામાં આવ્યુ હતું જે પાછળથી રાણકપુર તરીકે પ્રખ્યાત થઇ ગયું

🌄 આવી અસંખ્ય ઐતહાસિક ધરોહર પૂરા ભારતવર્ષમાં ફેલાયેલી છે જે આપણાં પૂર્વજોની જાહોજલાલી અને કલા પારખુની સાબિતિ આપે છે. કુંભલગઢમાં રાણાકુંભાનાં નામે પહાડોથી ઘેરાયેલ એક જંગલ છે. જેમાં દોઢ મહિના પહેલા જ એક નવો રૂટ બનાવ્યો છે. જે અસંખ્ય ચડાવ અને ઉતારથી ભરેલો પહાડૉ કોતરીને બનાવ્યો છે. જે રસ્તાં પર જિપ્સી અથવાં ફોર વ્હિલ ડ્રાઇવ વાહન સિવાઇ અન્ય વાહન ચાલી શકે નહી. આ તેર કિમિનો અત્યંત વિકટ અને ચડાવ ઉતાર વાળો માર્ગ પૂરો કરવાં માટે બે કલાક જેટલો સમય લાગે ઉડીં ખાઇઓની ધાર પર જિપ્સી પર બેસીને પસાર થતા હોય ત્યારે કાચાપોચા માણસની છાતીનાં પાટીયા બેસી જાય એવો વિકટ માર્ગ છે. સાહસનાં શોખિન લોકોએ આ જિપ્સીમાં જંગલ ફરવાનો ચોક્ક્સ લાભ લેવો જોઇએ...

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.