🏢 ગુજરાતી ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી 🏢
🏢 ધીરજલાલ હિરાચંદ અંબાણી કે જેમને ધીરુભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨, -૬ જુલાઈ ૨૦૦૨, સંઘર્ષ કરીને આપબળે ધનવાન બનેલા ભારતીય હતા કે જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ની સ્થાપના કરી હતી. 1977માં અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઈ ગયા અને 2007 સુધીમાં તેમના પરિવાર (દીકરાઓ અનિલ અને મુકેશની સંયુક્ત સંપત્તિ 60 અબજ ડોલર હતી, જેને પગલે અંબાણીઓ વિશ્વના સૌથી વધુ ધનવાન પરિવારોમાં સ્થાન પામ્યા હતા.
🏢 શરૂઆતનું જીવન:-
👉 ધીરુભાઈ અંબાણીનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૨ ભારતના (હવે ગુજરાત રાજ્યના જૂનાગઢના) ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વણિક પરિવારમાં થયો હતો. તેઓ સ્કૂલ ટીચરના બીજા સંતાન હતા. 16 વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા. તેમણે 300 રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કું. (A. Besse & Co.)માં કામ કર્યું.બે વર્ષ બાદ એ.બીસ. એન્ડ કું.(A. Besse & Co.) શેલ(Shell) ઉત્પાદનોની ડિસ્ટ્રીબ્યુટર બની અને ધીરુભાઈને બઢતી સાથે કંપનીના એડનના બંદર ખાતેના ફિલિંગ સ્ટેશનના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી. કોકિલાબેન સાથે તેમના લગ્ન થયા અને બે દીકરા મુકેશ અને અનિલ તથા બે દીકરીઓ નિતા કોઠારી અને રિના સલગાંવકર થયા.
🏢 જીવનઝરમર:-
👉 1949 – એડન મુકામે એ. બેસ્સ. એન્ડ કું. નામની ફ્રેંચ ટ્રેડિંગ કંપનીમાં પેટ્રોલપંપ પર ક્લાર્ક તરીકે નોકરી; પોતાની મહેનત અને કોઠાસુઝ ને લીધે ટુંક સમય માં શેલ કંપની મા મેનેજર પદે પહોચી ગયા;
👉 1957 – મુંબઇ પરત આવ્યા અને ફક્ત 15000 રૂ. ની મુડીથી મસાલાઓ, કપડાં વિ. વસ્તુઓ નિકાસ કરતી રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશનની સ્થાપના કરી ;
👉 1966 – અમદાવાદમાં નરોડામાં ટેક્સટાઇલ ની ફેક્ટરી ની સ્થાપના કરી, જેને 1978 થી લોકો ‘વિમલ’ ના નામે જાણે છે.
👉 1977 – રિલાયન્સને પબ્લીક લિ. કંપની કરી ;
👉 1991 – હજીરા પ્રોજેક્ટની શરૂઆત;
👉 1992 – વિદેશી ભંડોળ – શેરબજારની ભાષામાં જી.ડી.આર. લાવનાર પ્રથમ ભારતીય કંપની ;
👉 1999 – જામનગર ખાતે વિશ્વની સૌથી મોટી રીફાઇનરી નો આરંભ ;
👉 2002 – સરકારી કંપની આઇ.પી.સી.એલ. રિલાયન્સના સંચાલન હેઠળ ; તેમની દીર્ઘદ્રષ્ટિ, મહેનત અને કોઠાસુઝ ને લીધે આજે રિલાયન્સ જુથ ભારતની સૌથી મોટી ઉદ્યોગ સંસ્થા અને ફોર્ચ્યુન- 500 માં સ્થાન પામ્યુ છે; પાવર, પેટ્રોલીયમ, ટેલીકોમ્યુનીકેશન, કેપીટલ માર્કેટ, એડ્વર્ટાઇઝીંગ વિ. અનેક ક્ષેત્રોમાં ટોચની ઉદ્યોગ સંસ્થાઓના સ્થાપક; 76-77 માં 70 કરોડ રૂ. ના ટર્ન ઓવરને માત્ર 15 જ વર્ષમાં 3,000 કરોડ પર પહોંચાડ્યું ; 85, 000 માણસોને રોજી આપતી ઉદ્યોગ સંસ્થાના સર્જક; ઉદ્યમી, સ્વપ્નદ્રષ્ટા અને અપ્રતીમ સાહસિક.
🏆 સન્માન:-
👉 ઘણા બધા સન્માન અને એવોર્ડથી નવાજવામાં આવ્યા છે;
👉 એશીયા વીક મેગેઝીન દ્વારા 1997-1998-2000 એમ ત્રણ વાર પાવર-50 એશિયાના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે સન્માન ;
👉 FICCI (ફેડરેશન ઓફ ઇન્ડીયા ચેમ્બર્સ ઓફ કોમર્સ) દ્વારા 20મી સદીના ભારતીય ઉદ્યોગ સાહસિક તરીકે જાહેર કરવામાં આવ્યા;
👉 1998 – એક અસાધારણ વ્યક્તિત્વ તરીકે પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીની વ્હાર્ટન બિઝનેસ સ્કુલ દ્વારા ડીન્ઝ મેડલ પુરસ્કૃત કરવામાં આવ્યું;
👉 2001 – ટાઇમ્સ ગ્રુપ ના ‘ઇકોનોમીક ટાઇમ્સ’ દ્વારા ધી ઇકોનોમીક્સ ટાઇમ્સ એવોર્ડ ફોર કોર્પોરેટ એક્સેલેંસ થી નવાજવામાં આવ્યા;
તેમની તસ્વીર વાળી ટપાલ ટિકીટ બહાર પડી છે.
🙏 અવસાન:-
👉 મોટા હદય રોગના હુમલાના કારણે 24 જૂન 2002ના રોજ ધીરુભાઈ અંબાણીને મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ તેમનો બીજો હુમલો હતો, પ્રથમ હુમલો ફેબ્રુઆરી 1986માં આવ્યો હતો અને તેમના જમણા હાથે લકવો થયો હતો.એક અઠવાડિયા કરતાં વધારે સમય સુધી તેઓ બેભાન અવસ્થામાં રહ્યા. તબીબોની ટૂકડી તેમનું જીવન બચાવવામાં નિષ્ફળ રહી. તેઓ 6 જુલાઈ, 2002,ના રોજ રાત્રે 11:50 ની આસપાસ મૃત્યુ પામ્યા.
👉 તેમની અંતિમ સંસ્કાર વિધિમાં માત્ર ઉદ્યોગપતિઓ, નેતાઓ અને સુપ્રસિદ્ધ માણસો જ નહિ, પરંતુ હજારોની સંખ્યામાં સામાન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ પરંપરા અનુસાર તેમના મોટા દીકરા મુકેશ અંબાણીએ અંતિમ સંસ્કાર કર્યા હતા. મુંબઈ ખાતેના ચંદનવાડી સ્મશાનગૃહ ખાતે 7 જુલાઈ, 2002ના રોજ સાંજે 4:30 કલાકે તેમને અગ્નિદાહ અપાયો હતો.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment