👑 સંત જ્ઞાનેશ્વર 👑
📍 જન્મ - ઈ.સ. ૧૨૭૫ મહારાષ્ટ્ર
📍 મૃત્યુ - ઈ.સ. ૧૨૯૬
📍 પિતા - વિઠ્ઠલ પંત
📍 માતા - રુક્મિણી બાઈ
📍 ગુરુ - નિવૃત્તિનાથ
📍 મુખ્ય રચનાઓ - જ્ઞાનેશ્વરી ,અમૃતાનુભવ
📍 ભાષા- મરાઠી
📍 જાણકારી - જ્ઞાનેશ્વરે ભગવદગીતા ઉપર મરાઠી ભાષામાં એક જ્ઞાનેશ્વરી નામનું ૧૦,૦૦૦ પદ્યોનો ગ્રંથ લખ્યો છે
📕 સંતજ્ઞાનેશ્વરની ગણના ભારતના મહાન સંતો એવં મરાઠી કવિઓમાં થાય છે. એમનો જન્મ ઈ.સ. ૧૨૭૫માં મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં પૈઠણની પાસે આપેગાંવમાં ભાદ્રપદની કૃષ્ણપક્ષની અષ્ટમીએ થયો હતો. એમનાં પિતાનું નામ વિઠ્ઠલ પંત તથા માતાનું નામ રુકિમણી બાઈ હતું. વિવાહના ઘણાં વર્ષો પછી પણ કોઈજ સંતાન ના થતાં વિઠ્ઠલ પંતે સન્યાસ ગ્રહણ કરી લીધો અને સ્વામી રામાનંદને પોતના ગુરુ બનાવ્યાં. પછી થી ગુરુના આદેશ પર જ એમણે ફરીથી ગૃહસ્થ જીવન શરુ કર્યું !!! એમનાં આ કાર્યને સમાજે માન્યતા પ્રદાન નાં કરી અને સમાજે એમનો બહિષ્કાર કરી દીધો અને એમનું બહુજ અપમાન કર્યું !!!! જ્ઞાનેશ્વરનાં માતા-પિતા આ અપમાંનનો બોજ સહી નાં શક્યા અને એમણે ત્રિવેણી સંગમમાં ડૂબી જઈને પ્રાણ ત્યાગી દીધાં. સંત જ્ઞાનેશ્વરે પણ ૨૧ વર્ષની આયુમાં જ સંસારનો ત્યાગ કરીને સમાધિ ગ્રહણ કરી !!!!
👑 પારિવારિક પૃષ્ઠભૂમિ:-
સંત જ્ઞાનેશ્વરનાં પૂર્વજ પૈઠણની પાસે ગોદાવરી તટનાં નિવાસી હતાં અને પછીથી આલંદી નામનાં ગામમાં વસી ગયાં હતાં. જ્ઞાનેશ્વરના પિતા ત્રયંબક પંત ગોરખનાથનાં શિષ્ય અને પરમ ભક્ત હતાં. જ્ઞાનેશ્વરના પિતા વિઠ્ઠલ એ આ ત્ર્યંબક પંતનાં જ પુત્ર હતાં. વિઠ્ઠલ પંત મોટાં વિદ્વાન અને ભક્ત હતાં. એમણે દેશાટન કરીને શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું. એમનાં વિવાહને ઘણાં વર્ષો થઇ ગયાં પણ કોઈ જ સંતાન થયું નહીં. આનાથી એમણે સન્યાસ લેવાનો વિચાર કર્યો, પણ પત્ની એમનાં પક્ષમાં નહોતી. એટલાં માટે એમણે ચુપચાપ ઘરેથી નીકળી જઈને કાશીના સ્વામી રામાનંદની પાસે પહોંચ્યા અને એમ કહ્યું કે સંસારમાં હું એકલો છું અને એમણે દીક્ષા લઇ લીધી !!!
👑 જન્મ:-
થોડાં સમય પછી સ્વામી રામાનંદ દક્ષિણ ભારતની યાત્રા કરતાં કરતાં આલંદી ગામમાં પહોંચ્યા. અહી જયારે વિઠ્ઠલ પંતની પત્નીએ એમને પ્રણામ કર્યા. તો સ્વામીજીએ એને પુત્રવતી હોવાનાં આશીર્વાદ આપ્યાં. આના પર વિઠ્ઠલ પંતની પત્ની રુકિમણી બાઈએ કહ્યું —– ‘મને તમે પુત્રવતી થવાનાં આશીર્વાદ તો આપ્યાં પણ મારાં પતિને તો તમે પહેલેથી જ સન્યાસી બનાવી દીધાં છે. આ ઘટના પછી સ્વામીજીએ કાશી આવીને વિઠ્ઠલ પંતને ફરીથી ગૃહસ્થ જીવન જીવવાની આજ્ઞા આપી. એનાં પછી જ એમને ત્રણ પુત્ર અને એક કન્યા પેદા થઇ જ્ઞાનેશ્વર એમાંનાં જ એક હતાં !!! સંત જ્ઞાનેશ્વરનાં બંને ભાઈ નિવૃત્તિનાથ એવં સોપનદેવ પણ સંત સ્વભાવનાં હતાં. એમની બહેનનું નામ મુક્તાબાઈ હતું !!
👑 માતા-પિતાનું મૃત્યુ:-
સન્યાસ છોડીને ગૃહસ્થી બનવાનાં કારણે સમાજે જ્ઞાનેશ્વરના પિતા વિઠ્ઠલ પંતનો બહિષ્કાર કરી દીધો. એ કોઈ પણ પ્રાયશ્ચિત કરવાં માટે તૈયાર હતાં, પણ શાસ્ત્રકારો એ બતાવ્યું કે એમણે માટે દેહ ત્યાગ સિવાય અતિરિક્ત કોઈ બીજું પ્રાયશ્ચિત નથી અને એમનાં પુત્રો પણ જનોઈ ધારણ ના કરી શકે. આનાં પર વિઠ્ઠલ પંતે પ્રયાગમાં ત્રિવેણીમાં જઈને પોતાની પત્નીની સાથે સંગમમાં ડૂબી જઈને પ્રાણ આપી દીધાં
બાળકો અનાથ થઇ ગયાં ….. લોકોએ એમને ગામનાં પોતાનાં ઘરમાં પણ ના રહેવાં દીધાં. હવે એમની સામે ભીખ માંગીને પેટ પાળવા સિવાય કોઈ ચારો હતો જ નહીં
👑 શુદ્ધિપત્રની પ્રાપ્તિ:-
પછીનાં દિવસોમાં જ્ઞાનેશ્વરનાં મોટાભાઈ નિવૃત્તિનાથ ની ગુર ગીમીનાથથી મુલાકાત થઇ. એ વિઠ્ઠલ પંતનાં ગુરુ રહી ચૂકયા હતાં. એમણે નિવૃત્તિનાથને યોગમાર્ગની દીક્ષા આપી અને કૃષ્ણ ઉપાસનાનો ઉપદેશ આપ્યો. પછીથી નિવૃત્તિનાથે જ્ઞાનેશ્વરને પણ દીક્ષિત કર્યા. પછી આ લોકો પીડિતો પાસે શુદ્ધિપત્ર લેવાના ઉદ્દેશથી પૈઠણ પહોંચ્યા. અહિયાં રહેવાની ઘણી ચમત્કારિક કથાઓ જ્ઞાનેશ્વરની બાબતમાં પ્રચલિત છે. કહેવાય છે કે એમણે ભેંસના માથે હાથ મુકીને એના મુખેથી વેદ મંત્રોનું ઉચ્ચારણ કરાવ્યું હતું. ભેંસ જે ડંડા મારવામાં આવ્યાં તો એનાં નિશાન જ્ઞાનેશ્વરનાં શરીર પર ઉપસી આવ્યાં. આ બધું જોઇને પૈઠણના પીડિતોએ જ્ઞાનેશ્વર અને એમનાં ભાઈને શુદ્ધિપત્રક આપી દીધું. હવે એમની ખ્યાતિ પોતાનાં ગામ સુધી પહોંચી ગઈ. ત્યાં પણ એમનું સ્વાગત બહુજ ઉત્સાહ અને પ્રેમપૂર્વક થયું !!!
👑 રચનાઓ:-
પંદર વર્ષની ઉંમરમાં જ જ્ઞાનેશ્વર ભક્ત અને યોગી બની ચુક્યા હતાં. મોટાભાઈ નિવૃત્તિનાથનાં કહેવાથી જ એમણે એક વર્ષની અંદર જ ભગવદ ગીતા પર ટીકા લખી નાંખી. “જ્ઞાનેશ્વરી” નામનો આ ગ્રંથ મરાઠી ભાષાનો અદ્વિતીય ગ્રંથ મનાય છે !!!! આ ગ્રંથ ૧૦,૦૦૦ પદ્યોમાં લખાયેલો છે. આ પણ અદ્વૈતવાદી રચના છે. કિન્તુ એ યોગ પર પણ બળ આપનારી છે. ૨૮ અભંગો (છંદો)માં એમણે હરીપાથ નામની એક પુસ્તિકા પણ લખી છે …… જેના પર ભાગવતનો પ્રભાવ છે
ભક્તિનો ઉદ્ગાર એમાં અત્યાધિક છે
મરાઠી સંતોમાં એ પ્રમુખ ગણાય છે
એમની કવિતા દાર્શનિક તથ્યોથી પૂર્ણ છે
તથા શિક્ષિત જનતા પર એનો ઊંડો પ્રભાવ પાડનારી છે !!!
એની અતિરિક્ત સંત જ્ઞાનેશ્વર રચિત કેટલાંક અન્ય ગ્રંથો પણ છે
“અમ્ર્તાનુભાવ ”
“ચાંગદેવપાસષ્ટિ”
“યોગવસિષ્ઠ ટીકા”
આદિ…
જ્ઞાનેશ્વરે ઉજ્જયિની, પ્રયાગ, કાશી, ગયા, અયોધ્યા, વૃંદાવન, દ્વારકા, પંઢરપુર, આદિ તીર્થસ્થાનોની યાત્રા કરી હતી !!!
👑 મૃત્યુ:-
સંત જ્ઞાનેશ્વરનું મૃત્યુ ઇસવીસન ૧૨૯૬માં થયું. એમણે માત્ર ૨૧ વર્ષની ઉંમરમાં આ નશ્વર સંસારનો પરિત્યાગ કરીને સમાધિ ગ્રહણ કરી.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment