🗻 અડાલજની વાવ 🗻
| અડાલજની વાવ | |
|---|---|
અડાલજની વાવ - કૂવો
| |
| સામાન્ય માહિતી | |
| સ્થાપત્ય શૈલી | હિંદુ અને ઇસ્લામ સ્થાપત્ય |
| નગર અથવા શહેર | અમદાવાદ |
| દેશ | ભારત |
| અક્ષાંસ-રેખાંશ | 23.16691°N 72.58024°E |
| બાંધકામ શરૂઆત | ૧૪૯૯ |
| પૂર્ણ | ૧૫મી સદી |
| તકનિકી વિગતો | |
| માપ | પાંચ માળ ઉંડી વાવ |
| રચના અને બાંધકામ | |
| સ્થપતિ | સ્થાનિક |
🗻 અડાલજની વાવ ગુજરાતનાં અમદાવાદ પાસેથી પસાર થતાં સરખેજ-ગાંધીનગર ધોરીમાર્ગ ઉપર ગાંધીનગર તાલુકાનાં અડાલજ ગામમાં આવેલી વાવ છે. રૂડાબાઈની વાવ કે જે મોટેભાગે અડાલજની વાવ તરીકે ઓળખાય છે.
🗻 ઈતિહાસ:-
👉 અડાલજ ગામની સીમમાં વીરસંગ વાધેલાએ પત્ની રાણી રૂડીબાઈની માટે વાવનું બાંધકામ શરૂ કરાવ્યું હતું પરંતુ તે યુદ્ધમાં માર્યો ગયો હતો. તેના પછી મહમદ બેગડાએ વાવનું નિર્માણ ઇ.સ. ૧૪૯૯માં પૂર્ણ કરાવ્યું હતું. તેથી આ વાવ અડાલજની વાવ અથવા રૂડીબાઈની વાવના નામથી પ્રચલિત થઇ. આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે ૫ લાખ રુપિયાનો ખર્ચ થયો હતો. આ વાવના સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરા મારન હતા.
🗻 સ્થાપત્ય:-
👉 આ વાવ ચુના પથ્થરથી નિર્મિત હિંદુ-મુસ્લિમ સ્થાપત્યકળાનો એક ઉત્કૃષ્ઠ નમુનો છે. આ વાવ પાંચ માળ ઊંડી છે. આ વાવ ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર ધરાવતી હોવાથી શાસ્ત્રો મુજબના વર્ગીકરણ પ્રમાણે જયા પ્રકારની ગણાય છે. ઉત્તર દક્ષિણ ધરી પર ગોઠવાયેલી આ વાવની કુલ લંબાઇ ૨૫૧ ફૂટ છે, જ્યારે ઉત્તર દિશામાં આવેલા કૂવાની ઊંડાઇ ૫૦ ફૂટ જેટલી છે. પાંચ માળની આ ઇમારત જમીનમાંનાં પાણીના પ્રથમ ઝરણા સુધી બનાવવામાં આવી છે. જેના દ્વારા ગરમ અને સૂકા પ્રદેશમાં પાણીનું બાષ્પીભવન થયા વગર પાણી મળતું રહે. પાણીની અછતવાળા પ્રદેશમાં અતિ ઉપયોગી એવા આ પ્રકારનાં સ્થાપત્ય વિશ્વમાં માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ જોવા મળે છે. જમીનમાં ઊંડા ખોદકામથી માટી ધસી ન પડે તે માટે પથ્થરની દીવાલ ચણવામાં આવી છે, જેને સિમેન્ટ કે સળિયા વગર માત્ર પથ્થરના જ થાંભલા વડે ટેકવવામાં આવી છે. પાંચસો વર્ષ પહેલાં બંધાયેલી આ ઇમારત ધરતીકંપ, પૂર જેવી કુદરતી હોનારતો સામે અડીખમ ઉભી રહી તેના બાધકામના ઇજનેરી કૌશલ્યનો સચોટ ખ્યાલ આપે છે. વાવમાં પગથિયાં દ્વારા ૫૦ ફૂટ ઊંડા પાણીના કૂવા સુધી પહોંચાય છે, જ્યારે પશુને પાવા માટે તથા સિંચાઇને લગતા પાણી માટે ૧૭ ફૂટ વ્યાસના ગોળ કૂવામાંથી ગરગડી દ્વારા પાણી ખેંચી શકાય તેવી વ્યવસ્થા છે. પગથિયાનાં કૂવાની ફરતે ગેલેરી સ્વરૂપે પથ્થરના ચોતરાઓ અને બેઠકો વિસામા માટે રચવામાં આવી છે. શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવ અનેરૂં મહત્ત્વ ધરાવે છે અને ભારત સરકાર દ્વારા તેને સુરક્ષિત સ્થળ ઘોષિત કરવામાં આવી છે.
🗻 ધાર્મિક મહત્વ:-
👉 ઇજનેરી કૌશલ્ય ઉપરાંત આધ્યાત્મિક ભાવ ઉપજાવતી આ વાવ પર માતાજીનું સ્થાનક સ્થાપિત છે. જેમાં પૃથ્વીના ગર્ભમાં જવાના ભાવરૂપે વાવનાં ગોખમાંની માતાજી, ત્રિશૂળ, વાઘ, ગાગર વગેરે અને છેક છેવાડેના કૂવાની દીવાલ પરનું ગણેશજીનું શિલ્પ દેખાય છે, જે પવિત્ર યાત્રાનો શુભારંભ સૂચવે છે. આવી આધ્યાત્મિક ભાવના સાથે કેટલાય કુટુંબમાં નવ દંપતિને ફળદ્રુપતાના આશીર્વાદ લેવા વાવમાં દર્શન અર્થે લાવવામાં આવે છે.
🗻 શ્રેષ્ઠ કળા-કારીગરીનો નમૂનો:-
👉 ભારતમાં જોવા મળતી વાવમાં શ્રેષ્ઠ સ્થાપત્યમાં જેની ગણના થયા છે એવી અડાલજની વાવ એ દેશ અને દુનિયાના સંશોધકો માટે સંશોધનનું કેન્દ્ર બની ગઈ છે. પાંચ માળ ધરાવતી અડાલજ વાવને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે સૂર્યનું સીધું કિરણ વાવના પાણી સુધી પહોંચી ના શકે અને ઉનાળામાં પણ પાણીનું સ્તર જળવાઈ રહે. પહેલાના સમયમાં ગુજરાતના અનેક ભાગમાં પાણીની સમસ્યા હોઈ રાજા-મહારાજાઓ મુસાફરો અને સ્થાનિક લોકો માટે વાવ બનાવતા હતા. આ વાવો માત્ર ખોદકામ ન બની રહેતાં સ્થાપત્ય અને કલાત્મક રીતે લોકો ઉપર અમીછાંટ પાડીને ઐતિહાસિક બની રહેતી હતી. અડાલજની વાવ પતિભક્તિ અને પ્રેમનું પ્રતીક છે. તે સમયે ગુજરાતમાં થતી સિંચાઈ અને પાણીની વ્યવસ્થાનું પણ પ્રતીક છે.
🗻 ઉત્કૃષ્ઠ ઈજનેરી કૌશલ્ય:-
👉 આ વાવ ચુના અને પથ્થરથી નિર્મિત હિંદુ-મુસ્લિમ સ્થાપત્યકળાનો એક ઉત્કૃષ્ઠ નમુનો છે. વાવમાં ત્રણ દિશાના પ્રવેશ દ્વાર પાસે ઊભા રહી સીધી લીટીમાં જોવા મળતો સીધોસટ્ટ અંત ભાગ તેની સૌથી મોટી વિશેષતા છે. આ વાવ ત્રણ મુખ્ય પ્રવેશદ્વાર ધરાવતી હોવાથી શાસ્ત્રો મુજબના વર્ગીકરણ પ્રમાણે જયા પ્રકારની ગણાય છે. ઉત્તર દક્ષિણ ધરી પર ગોઠવાયેલી આ વાવની કુલ લંબાઇ 251 ફૂટ છે, જ્યારે ઉત્તર દિશામાં આવેલા કૂવાની ઊંડાઇ 50 ફૂટ જેટલી છે. પાંચ માળની આ વાવ જમીનમાંનાં પાણીના પ્રથમ ઝરણા સુધી બનાવવામાં આવી છે. જેના દ્વારા ગરમ અને સૂકા પ્રદેશમાં પાણીનું બાષ્પીભવન થયા વગર પાણી મળતું રહે. પાણીની અછતવાળા પ્રદેશમાં અતિ ઉપયોગી એવા આ પ્રકારનાં સ્થાપત્ય વિશ્વમાં માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ જોવા મળે છે. જમીનમાં ઊંડા ખોદકામથી માટી ધસી ન પડે તે માટે પથ્થરની દીવાલ ચણવામાં આવી છે, જેને સિમેન્ટ કે સળિયા વગર માત્ર પથ્થરના જ થાંભલા વડે ટેકવવામાં આવી છે. પાંચસો વર્ષ પહેલાં બંધાયેલી આ વાવ ધરતીકંપ, પૂર જેવી કુદરતી હોનારતો સામે અડીખમ ઉભી રહી તેના બાધકામના ઇજનેરી કૌશલ્યનો સચોટ ખ્યાલ આપે છે. વાવમાં પગથિયાં દ્વારા 50 ફૂટ ઊંડા પાણીના કૂવા સુધી પહોંચાય છે, જ્યારે પશુને પાવા માટે તથા સિંચાઇને લગતા પાણી માટે 17 ફૂટ વ્યાસના ગોળ કૂવામાંથી ગરગડી દ્વારા પાણી ખેંચી શકાય તેવી વ્યવસ્થા છે. પગથિયાનાં કૂવાની ફરતે ગેલેરી સ્વરૂપે પથ્થરના ચોતરાઓ અને બેઠકો વિસામા માટે રચવામાં આવી છે.
🗻 ધર્મ અને સમાજ જીવનનું પ્રતિબિંબ:-
👉 ઈજનેરી કૌશલ્ય ઉપરાંત આધ્યાત્મિક ભાવ ઉપજાવતી આ વાવ પર માતાજીનું સ્થાનક સ્થાપિત છે. જેમાં પૃથ્વીના ગર્ભમાં જવાના ભાવરૂપે વાવનાં ગોખમાંની માતાજી, ત્રિશૂળ, વાઘ, ગાગર વગેરે અને છેક છેવાડેના કૂવાની દીવાલ પરનું ગણેશજીનું શિલ્પ દેખાય છે, જે પવિત્ર યાત્રાનો શુભારંભ સૂચવે છે. આવી આધ્યાત્મિક ભાવના સાથે કેટલાય કુટુંબમાં નવ દંપતિને ફળદ્રુપતાના આશીર્વાદ લેવા વાવમાં દર્શન અર્થે લાવવામાં આવે છે. વાવમાં ભારતીય સંસ્કૃતિ મુજબ જુદા જુદા ભગવાનનાં સ્થાપત્યો કોતરવામાં આવ્યાં છે. હાથી, સુંદરીઓ સાથે ઝીણી ઝીણી કોતરણી આપણા પર ભારે પ્રભાવ પાડી જાય છે. આ વાવના ઝરૂખા પણ મનમોહક છે. અષ્ટકોણીય આકાર ધરાવતી આ વાવ મુખ્ય ચાર સ્તંભ પર બાંધવામાં આવી છે. ઘણીખરી વાવ મહમદ બેગડાએ બનાવી હોઈ તેમાં ઇસ્લામિક સ્થાપત્યનો પ્રભાવ પણ મોટા પ્રમાણમાં જોઈ શકાય છે. આ ઉપરાંત જૈનધર્મનો પ્રભાવ પણ જોવા મળે છે.
🗻 સુરક્ષિત સ્મારક:-
👉 શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવ અનેરૂં મહત્વ ધરાવે છે અને ભારત સરકાર દ્વારા તેને સુરક્ષિત સ્થળ ઘોષિત કરવામાં આવી છે. હાલ અહીં વાવની આસપાસ સુંદર અને વિશાળ બગીચો પણ બનાવવામાં આવ્યો છે. ગુજરાતના પર્યટન વિભાગ દ્વારા આ વાવની સારસંભાળ થાય છે. અડાલજની વાવને એક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયત્નો ચાલું છે. દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં પર્યટકો આ વાવને જોવા માટે અહીં આવે છે. ખરેખર અડાલજની વાવ એ ગુજરાતના સ્થાપત્યની દ્રષ્ટિએ એક બેનમૂન ઉદાહરણ રૂપ છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.






No comments:
Post a Comment