🔬 ડો. હરગોવિંદ ખુરાના 🔬
🔍 ડો. હરગોવિંદ ખુરાના એ ભારત દેશમાં જન્મેલા પ્રખ્યાત વૈજ્ઞાનિકોમાંના એક છે. એમનો જન્મ ૯ જાન્યુઆરી, ૧૯૨૨ના દિવસે ભારતના (અંગ્રેજી શાસન હેઠળ આવેલા) પંજાબ રાજ્યના રાયપુર (હાલમાં પકિસ્તાનમાં) ખાતે એક સાધારણ પરિવારમાં થયો હતો.
🔍 એમણે પ્રાથમિક શિક્ષણ મુલતાન ખાતે પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ સાધારણ આર્થિક પરિસ્થિતિ સામે સંઘર્ષ કરીને પણ એમના પિતાએ એમને વધુ શિક્ષણ અપાવવા પ્રયત્ન શરૂ કર્યા. પિતાના પ્રયત્નોના ફળસ્વરૂપ એમણે મહેનતથી અભ્યાસ કર્યો. પંજાબ યુનિવર્સિટીમાંથી ઈ. સ. ૧૯૪૩ના વર્ષમાં તેઓ સ્નાતક થયા. પછી ઈ. સ. ૧૯૪૫ના વર્ષમાં તેઓ રસાયણશાસ્ત્ર તથા જૈવિક રસાયણશાસ્ત્ર (બાયોકેમેસ્ટ્રી) વિષય અનુસ્નાતક પણ થયા. અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ તેઓ ઈંગ્લેન્ડ ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ લિવરપૂલમાં ઉચ્ચ અભ્યાસ કરવા ગયા. અહિંથી એમણે પીએચ. ડી.ની પદવી મેળવી.
🔍 ઇ. સ. ૧૯૫૨ના વર્ષમાં એમણે બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી સાથે જોડાઈને સંશોધન કાર્ય શરૂ કર્યું અને સાથે સાથે ઝુરિક યુનિવર્સિટી અને કેમ્બ્રીજ યુનિવર્સિટી સાથે પણ કાર્ય કર્યું. તેમણે પ્રોટીન સિન્થેસિસમાં ન્યુક્લિયોટાઈડ્ઝની ભૂમિકા વિશે મહત્વપૂર્ણ સંશોધન કરી પ્રસિદ્ધ થયા. પછી સંશોધન ક્ષેત્રમાં એમણે ટીમ સાથે મળીને પ્રગતિ સાધી સાબિત કર્યું હતું કે બાયોલોજીકલ લેંગ્વેજ બધા જ જીવંત ઓર્ગેનિઝમ માટે એકસરખી (કોમન) હોય છે. આ સંશોધન કાર્ય માટે ઇ. સ્. ૧૯૬૮ના વર્ષમાં તેઓને ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૯૭૦ના વર્ષમાં તેઓ અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે જીવશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર વિષયના પ્રોફેસર તરીકે જોડાયા હતા.
🔍 નવા વિકસેલા જીનેટીક વિજ્ઞાનના ક્ષેત્રે તબીબી જગતમાં ઘણો મહત્વનો ફાળો આપ્યો છે. આ ક્ષેત્રમાં દેશ-વિદેશના ઘણા વિજ્ઞાનીઓએ નવી શોધો કરી છે. માનવ શરીરના જીવનરસ સમાન ડીએનએ અને જીન અંગેના સંશોધનમાંભારતીય વિજ્ઞાનીઓનો ફાળો પણ મહત્વનો છે.
🔍 માનવ શરીરનું ડીએનએ માળખું શોધાયા પછી જગતમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે અને અનેકરોગ અંગે વધુ જાણી શકાયું છે. આ સંશોધનમાં ભારતીય વિજ્ઞાની હરગોવિંદખુરાનાનો પણ મહત્વનો ફાળો છે. તેમને આ સંશોધન બદલ નૉબેલ પારિતોષિક એનાયત થયેલું. અહીં તેમણે જાણીતા અને નામી વિજ્ઞાનીઓ સાથે કામ કરવાની તક મળી ત્યારબાદ ૧૯૨૩ માં તેઓ કેનેડાની બ્રિટીશ કોલંબીયા યુનિવર્સિટીમાંવધુ અભ્યાસ કરીનેતેઓ માસાચ્યુસેટ ઇન્સ્ટીટ્યૂટમાં બાયોલોજી અને કૅમિસ્ટ્રી ના પ્રોફેસર તરીકે જોડાયા.
🔍 હરગોવિંદ ખુરાનાએ માનવના ડીએનએનો કોડ ઉકેલવાના મહત્વના સંશોધનો કર્યા. ઇ.સ. ૧૯૬૮ માં આ સંશોધનો બદલ તેમએ માર્શલ નીરેનબર્ગ અને રોબોર્ટ હોલી સાથે નોબેલ પ્રાઇઝ એનાયત થયું. હરગોવિંદ ખુરાનાએ સૌ પ્રથમવાર ન્યુક્લોટાઇડ્સની શૃંખલા શોધી કાઢી જે બાયોટેકનોલોજીમાં મહત્વની ઉપયોગિતા ધરાવે છે. હરગોવિંદ ખુરાનાને તેમના આ યોગદાન બદલ અનેક માન-સન્માન અને એવૉર્ડ એનાયત થયેલાં છે. ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણનું સન્માન એનાયત કર્યું છે. હરગોવિંદ ખુરાનાએ આગવા સંશોધન કરી વિજ્ઞાન જગતમાં ભારતનું ગૌરવ વધાર્યું છે.
🔍 ૯ નવેમ્બર, ૨૦૧૧ના દિવસે અમેરિકા ખાતે આ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ૮૯ વર્ષનું આયુષ્ય ભોગવી અવસાન પામ્યા. ૯ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ગુગલે તેમના માનમાં તેમના ૯૬મા જન્મદિને ડુડલ પ્રસિદ્ધ કર્યું હતું.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment