ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Monday, March 4, 2019

ભવનાથ મેળો

🎡 એક એવો મેળો જેમાં સંસારી નહીં સાધુ સંતો મુખ્ય છે. 👉 ભવનાથ મેળો 🎡 

🎡 અલખની આહલેક અને ભક્તિની ભભક જગાવતો જૂનાગઢનો મહાશિવરાત્રિનો મેળો આદિ-અનાદિકાળથી ગિરિતળેટી સ્થિત ભવનાથ મંદિરના સાંનિધ્યમાં યોજાય છે. મહાશિવરાત્રિની રાત્રે નીકળતું નાગાબાવાઓનું સરઘસ મેળાનું મુખ્ય આકર્ષણ, મહાવદ નોમથી ભવનાથ મંદિરે ધજા ચડવાની સાથે મેળાનો પ્રારંભ થાય છે.
👉 અલખ નિરંજન...
👉 બમ બમ ભોલે...
👉 હર હર મહાદેવ...

🎡 આવા ભક્તિસભર નિનાદોથી ગિરનારની  ગિરિકંદરાઓ સતત ગુંજતી રહે છે.  જુનાગઢ શહેરથી સાત કિ.મી.ના અંતરે આવેલ ગરવા ગિરનારના સાંનિધ્યમાં  બિરાજેલા ભગવાન ભવનાથ મહાદેવના મંદિર તરફ લોકો જઈ રહ્યા છે. કોઈ ચાલીને, કોઈ રિક્ષા કે બસમાં, કોઈ પોતાના વાહનમાં, સૌને એક જ ઝંખના છે. ભગવાન ભોળાનાથનાં દર્શન અને તળેટીમાં યોજએલા મહાશિવરાત્રિના મેળામાં મહાલવું. મેળાના દિવસો દરમ્યાન રાત્રે ગુંજતાં ભજનો સાંભળવા અને મહાશિવરાત્રિની રાતે નીકળતા  નાગાબાવાઓનું સરઘસ નિહાળવું. લોકો એમ માને છે કે, શિવજી એ રાત્રે કોઈ ને કોઈ સ્વરૂપે મેળામાં આંટો મારી જાય છે. અને આવી માન્યતા આજ-કાલની નથી. આદિ-અનાદિકાળથી ભાવિકો આ માટે આવતા રહ્યા છે અને હજારો નહિ પણ લાખોની સંખ્યામાં આવે છે.

🎡 એવું તે શું છે આ મેળામાં ?
મેળાઓ તો ગુજરાતમાં દર વર્ષે ૧૫૨૧ જેટલા થાય છે. મહાશિવરાત્રિનો મેળો એક જ એવો છે કે, જેના કેન્દ્રસ્થાને સંસારીઓ નહિ, પરંતુ સાધુ-સંતો છે. જીવના શિવ સાથેના મિલનનો મહિમા આ મેળો સૂચવે છે. અહી મોજ-મજા નહીં, પરંતુ શિવભક્તિનું મહત્ત્વ રહેલું છે. આવો મહિમા સૂચવતો આ મેળો સમગ્ર ભારતમાં આ દિવસોમાં અહીં જૂનાગઢમાં જ યોજાય છે જે નોંધપાત્ર છે. અહીં ભજન અને ભક્તિની ભભક જોવા મળે છે. અલખના આરાધકો અહીં ઊમટી પડે છે.

🎡 જુનાગઢ અને ગિરનાર:-
👉 જુનાગઢ અને ગિરનાર એક સિક્કાની બે બાજુ સમાન છે. દેશનાં પ્રાચીન નગરોમાં જૂનાગઢનું સ્થાન છે. એટલે તો જુનાગઢના દિવંગત કવિ શ્રી મનોજ ખંડેરિયાએ કહ્યું હશે કે, તળેટીએ જતાં એવું લાગ્યા કરે છે હજીએય કરતાલ ક્યાંક વાગ્યા કરે છે. ગિરનારનો ઉલ્લેખ કરીએ તો તે હિમાલયનો  પ્રપિતામહ ગણાય છે. ભગવાન શંકરની આ પ્રિય ભૂમિ છે. શિવ-ભાર્યા પાર્વતી અહી અંબાજી સ્વરૂપે બિરાજે છે. આવી આ પાવનભૂમિમાં આ મેળો યોજાય છે. તેથી તેનું ધાર્મિક રીતે આગવું મહત્વ ભાવિકોમાં રહેલું છે. સમગ્ર દેશમાં જુનાગઢ જ એક એવું શહેર છે જ્યાં દર મહાશિવરાત્રિએ સાધુ-સંતોનો મેળો યોજાય છે.

🎡 મેળાનો ઇતિહાસ:-
👉 આ મેળો ક્યારથી શરૂ થયો તેનો કોઈ ચોક્કસ ઇતિહાસ પ્રાપ્ત થતો નથી. ભાવિકો માને છે કે મેળો આદિ-અનાદિ કાળથી ચાલ્યો આવે છે. 🤓🤓જુનાગઢના ઇતિહાસકાર ડૉ. પ્રદ્યુમનભાઈ ખાચરે તેમના, ગિરનારનો ઇતિહાસ પુસ્તકમાં જણાવેલ છે કે, તેમના મતે કદાચ ૧૫૦ વર્ષથી વધુ પ્રચલિત થયાનું જણાય છે. નવાબી કાળમાં પણ યોજાતો અને નવાબ દ્વારા તેમાં જરૂરી મદદ કરવામાં આવતી હતી. મેળા અંગે વયોવૃદ્ધોનું કહેવું છે કે, તેઓ બાળક હતા ત્યારે મેળામાં જતા ત્યારે ભજન, ભંડારા અને સાધુઓની રવાડી નીકળતી હતી. જો કે, આજના જેવી ભીડ થતી ન હતી. મેળાનો મુખ્ય હેતુ શિવપૂજા અને ઉપાસનાનો હતો. આનદ-પ્રમોદનું મહત્ત્વ ન હતું.

🎡 ભવનાથ મંદિર:-
👉 આ મેળો ભવનાથ મહાદેવના મંદિરના સાંનિધ્યમાં યોજાય છે. ભવ એટલે અવતાર કે જન્મ ને નાથ એટલે ઈશ કે પરમતત્ત્વ આમ ભવનાથ કહેવાય છે. ભવનાથનું આ મંદિર પ્રાચીન છે. ગિરનાર મહાત્મ્ય અને સ્ક્ન્દપુરણમાં ક્ષેત્રને વસ્ત્રાપથ તરીકે વર્ણવાયું છે. કથાનુસાર કૈલાસ ઉપરથી શિવજી વિહાર કરવા નીકળ્યા અને આ વિસ્તારમાં આવ્યા.તેમને આ વિસ્તાર ગમી ગયો તેથી સમાધિમાં લીન થઈ ગયા. બીજી બાજુ કૈલાસ ઉપર શિવજી લાંબા સમય સુધી નજરે ન પડતાં માતા પાર્વતી અન્ય દેવગણો સાથે તેમને શોધવા નીકળ્યાં તો તેઓ અહીં મળી આવ્યા.

👉 શિવજીને કૈલાશ લઈ જવા માતા સમજાવતાં હતાં ત્યારે ગિરનાર વિસ્તારના સાધુઓએ સદાશિવને અહીં રહેવા વિનતી કરી અને શંકર ભગવાન અહી લિંગ સ્વ‚પે પ્રગટ થયા તે જ ભવનાથ કહેવાય છે અને જે તિથિએ અહીં તેમનું પ્રાગટ્ય થયું તે તિથિ, મહાવદ ચૌદસ હતી તેથી તે મહાશિવરાત્રી કહેવાય છે. તેમ ભાવિકો માને છે. આ પછી સમયાન્તરે અહીં મંદિર બન્યું અને તેમાં ઉત્તરોત્તર સુધારાવધારા થતા ગયા. હાલનું ભવ્ય મંદિર વર્ષ ૨૦૦૦માં નવ-નિર્મિત થયું છે. ઘટના આ વિસ્તારમાં બની હતી. પારધીએ બીલીના વૃક્ષ ઉપર બેસીને ભૂખ્યા પેટે આખી રાત બીલીપત્રો તોડી તોડીને નીચે રહેલા અપૂજ શિવલિંગ ઉપર ફેંક્યા અને ભવ તરી ગયો તેથી આ સ્થળ ભવનાથ તરીકે અને જે રાતે આ ઘટના બની તે મહાશિવરાત્રી હતી તેવી કથા આજે પણ પ્રચલિત છે.

🎡 મૃગીકુંડ:- 
👉 ભવનાથ મંદિરમાં અંદરના ભાગે મૃગીકુંડ આવેલો છે. કિંવદંતી અનુસાર મૃગમુખી નારી જેનું અડધું શરીર સ્ત્રીનું શિવમ્ અને સુન્દરમ્ સમો મહાશિવરાત્રિનો આ મેળો સંપન્ન થાય છે. અને બાકીનું મૃગલી અર્થાત્ હરણીનું હતું, જે શ્રાપિત હતી, તેમાંથી મુક્ત થયા બાદ કાન્યકુબ્જના રાજા ભોજે તેની સાથે લગ્ન કર્યાં અને તેની યાદમાં જે કુંડ બનાવ્યો તે મૃગીકુંડ કહેવાયો તેવી કથા સ્ક્ન્દપુરાણમાં છે. મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ, રવાડીના સાધુઓ, નાગાબાવાઓ તેમાં સ્નાન કરે છે. એક એવી લોકવાયકા છે કે, અમર અવસ્થામાં, રાજા ગોપીચંદ અને રાજા ભરથરી પણ આ સમયે કોઈ ને કોઈ સ્વરૂપમાં અહીં સ્નાન કરવા આવે છે. તેથી તેમાં સ્નાનનું મહત્ત્વ રહેલું છે.*

🎡 ધ્વજારોહણની પરંપરા:-
મહાશિવરાત્રિના આ મેળાની પરંપરા અનુસાર પ્રતિવર્ષ મહામાસમાં વાળ નૌમ અર્થાત્ કૃષ્ણપક્ષની નોમના રોજ સવારે ભવનાથ મંદિરના શિખર ઉપર ધજા ચડે ત્યારથી મેળો શરૂ થયો ગણાય છે. નવનો અંક પૂર્ણાંક અને શુકનિયાળ ગણાય છે તેથી આ તિથિ આ માટે પસંદ થઈ હશે તેવું ભાવિકો માને છે. તે દિવસે આ વિસ્તારનાં અન્ય મંદિરો ઉપર પણ ધજા ચડાવાય છે. આ સાથે ઉતારાઓ, ભંડારા અને ભજનિકોની રાવટીઓ શરૂ થઈ જાય છે. ધીમે ધીમે મેળો જામતો જાય છે અને મહાશિવરાત્રીના રોજ લાખોની સંખ્યામાં માણસો આવી ચડે છે.

🚩ભવનાથ મંદિરમાં સૌ પ્રથમ ધજા મંદિરની અંદરના ભાગમાં રહેલ ભૈરવ દેરી ઉપર ચડાવાય છે, 🏴🏴જે કાળા રંગની હોય છે. ભૈરવ શિવજીના મુખ્ય ગણ છે. 🚩🚩બાકીની ધજાઓ કેસરી રંગની હોય છે. જે મંદિરના મુખ્ય શિખરે, ગુરુજીની સમાધીએ, ચંડભૈરવ, મૃગીમાતાજી, દત્ત ભગવાન, ગંગનાથ અને મંદિર બહાર ચોકમાં દતાત્રેયની પાદુકા ઉપર ચડાવાય છે. ઉપરાંત મેળાના સમગ્ર વિસ્તારમાં આવેલી રાવટીઓ અને ઉતારાઓમાં સમી સાંજે ભજન સરવાણી શરૂ થાય છે, જે આખી રાત ચાલે છે.

🎡 અન્નક્ષેત્રો:-
કહે કબીર કમાલકો
દો બાતાં સીખ લે,
કર સાહિબકી બંદગી
ઔર ભૂખે કો અન્ન દે.
આ વાત આ મેળામાં સાકાર થતી જોવા મળે છે. ભજન-ભક્તિની સાથોસાથ અહીં અન્નક્ષેત્રો સતત ધમધમતાં રહે છે. 
સેવાભાવીઓ મેળામાં આવતા લાખો માણસોને આગ્રહ કરીને જમાડે છે.

🎡 નાગાબાવાઓનું સરઘસ:-
મહાશિવરાત્રિએ રાતે નવ વાગ્યે, ભવનાથ મંદિરની પાછળના ભાગે આવેલા શ્રી શંભુ પાંચ દસનામી જૂના અખાડા ખાતેથી નાગાબાવાઓનું સરઘસ નીકળે છે. જે આ મેળાનું મુખ્ય આકર્ષણ છે, જેને નિહાળવા લાખો લોકો, કલાકોથી યોગ્ય જગ્યાએ ગોઠવાઈ જાય છે, ભૂખ તરસની પરવા કરતા નથી. તેઓ એક-બે કલાક નહિ પરંતુ સાત-આઠ કલાક સુધી ઊભા કે બેઠા રહે છે. ભવનાથના સમગ્ર વિસ્તારની વિવિધ જ્ઞાતિની જગ્યાઓ, વાડી અને ધર્મશાળાઓ, મંદિરોની અગાસીઓ, ઝરૂખા, છાપરાં અને વૃક્ષો ઉપર આબાલ-વૃદ્ધો, પુરુષો અને મહિલાઓના સમૂહો જોવા મળે છે. ક્યાંય પગ મૂકવાની જગ્યા હોતી નથી. અહીંની તળપદી ભાષામાં કહીએ તો થાળી ફેંકો તો પણ નીચે ન પડે, તેવી પ્રચંડ ભીડ જામે છે. જાણે કે કુંભના મેળામાં આવી ચડ્યા હોઈએ તેવું લાગે.
સરઘસની પરંપરાની વાત કરીએ તો તેનો પણ કોઈ ઇતિહાસ પ્રાપ્ય નથી. મેળાની શરૂઆતથી નીકળે છે. બુઝર્ગ સંત મહંત ગોપાલાનંદજી કહે છે કે, ૭૦ વર્ષથી તેઓ મેળા ને સરઘસ સાથે સંકળાયેલા છે. સરઘસની પરંપરા અનુસાર તેમાં સૌથી પહેલી પાલખી જૂના અખાડાની રહે છે. આ અખાડાના ઇષ્ટદેવ ભગવાન ગુરુ-દતાત્રેય છે. આ ઉપરાંત અગ્નિ અખાડાના સાધુઓ અને રમતું પંચ જોડાય છે. સૌ તેમની ધજાઓ, ધર્મદંડ સાથે જોડાય છે. નાગાબાવાઓ તલવાર, ભાલા અને પટ્ટાબાજીના દાવ કરતા હોય છે લાઠીઓ પણ ઘુમાવે છે. જેને વિશાળ જનસંખ્યા મંત્ર-મુગ્ધ બનીને નિહાળે છે અને આવું સરઘસ જોવા મળ્યું તે બદલ ધન્યતા અનુભવે છે.
નાગાબાવાઓના સરઘસ અંગે જાણકારો જણાવે છે કે, હાથમાં તલવાર અને ભાલા સાથે વિવિધ દાવપેચ દર્શાવતા આ સાધુઓ મૂક રીતે એવું સૂચવે છે કે, ધર્મની રક્ષા કાજે અમે શસ્ત્રો ધારણ કરીને જરૂર પડ્યે ધર્મની સામે આફત આવી પડે તો લડી લેશું. અમે તો વસ્ત્રહીન અવસ્થામાં રહીએં છીએ. કોઈ વસ્તુનો મોહ નથી. આવી વાત અગાઉથી કહેવાતી આવે છે.

🎡 મહાસ્નાન:-
મધ્યરાત્રીના અરસામાં સરઘસ ભવનાથ મંદિરેથી પાછું ફરે છે. કાયમ બંધ રહેતો, મંદિરનો બીજો દરવાજો તે સમયે ખૂલે છે. તેમાં નાગાબાવાઓ અને અન્ય સંતો પ્રવેશે છે. ત્યાં રહેલ મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. હર હર મહાદેવ બોલીને કુંડમાં કૂદી પડે છે. અન્ય સાધુ પણ સ્નાન કરે છે. સાધુઓનું આ સ્નાન, મહાસ્નાન તરીકે જાણીતું છે. કુંભના સ્નાન જેટલું જ તેનું મહત્વ છે. આ સમયે ખુદ ભગવાન શંકર અને અન્ય દિવ્યાત્માઓ પણ તેમાં સ્નાન કરી જાય છે. કોઈ ને કોઈ સ્વરૂપે તેઓ સ્નાન કરવા આવે છે તેવી ભાવિકોની માન્યતા છે.

🎡 મહાપૂજા:-
મૃગીકુંડમાં મહાસ્નાન પછી ભવનાથ મંદિરમાં સાધુઓ મહાપૂજા કરે છે, જે નિશિથ પૂજા તરીકે ઓળખાય છે. આ સમયે મહા મૃત્યુંજય મંત્ર, શિવ મહિમ્ન, રૂદ્રાભિષેક જેવી શિવસ્તુતિઓ મંદિરમાં ગાજી ઊઠે છે. પછી ઝડપભેર નાગાબાવાઓ અહીંથી ચાલ્યા જાય છે. લોકો એમ મને છે કે, તેઓ અદૃશ્ય થઈ જાય છે. ત્યારબાદ ભાવિકો દર્શન કરે છે. ભાંગની પ્રસાદી લે છે. અંદાજે આઠથી દશ લાખ લોકોના વિવિધ ભક્તિમય જયઘોષથી ગિરનારની ગિરિકંદરાઓ ગુંજી ઊઠે છે. આ સાથે સત્યમ્,


ભવનાથ મહાદેવનાં સાનિધ્યમાં - મહાશિવરાત્રિ
ભવનાથ મહાદેવને લોકભાષામાં, ભાવેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે. શિવજીનાં વારાણસી, કુરૃક્ષેત્ર, નર્મદામાંના નિવાસથી જે દર્શન લાભ મળે છે. તેવું જ ફળ ભવનાથ મહાદેવનાં દર્શન માત્રથી મળે છે.
સંત, શૂર અને સાવજની સોરઠ ભૂમિમાં દૈદીપ્યમાન રૈવતાચળ પરગિરનાર પર્વત બિરાજમાન છે. અહીં ચૌર્યાસી સિધ્ધોનું નિવાસસ્થાન છે તો આદ્યગુરૃ દત્તાત્રેય ભગવાનનાં બેસણા પણ છે. આવા ગરવા ગિરનારની ગોદમાં પૌરાણિક ધાર્મિક મહાત્મ્ય ધરાવતા ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જયાં દર વર્ષે મહાશિવરાત્રિ પર ભરાતા મિની મહાકુંભનું અનેરૃં મહત્વ છે.

આપણાં દેશમાં ઉજ્જૈન, અલ્હાબાદ, ત્ર્યંબકેશ્વર અને હરદ્વારમાં દર ત્રણ વર્ષે એકવાર કુંભ મેળો અને ૧૨ વર્ષે મહાકુંભ યોજાય છે.
🔰 જ્યારે પર્વતાધિરાજ ગિરનાર સાનિધ્યે ભવનાથનો આ મિની મહાકુંભ પ્રતિવર્ષ મહાવદનોમથી મહાશિવરાત્રિ પર્વ પાંચ દિવસ માટે યોજાય છે.
🔰 મહાશિવરાત્રિ પર, ગિરનારની તળેટીમાં ભરાતા આ પરંપરાગત મેળામાં દેશ- વિદેશમાંથી દસલાખથી પણ વધુ ભાવિકો ઉમટી પડતા હોય છે, ત્યારે ભજન- ભક્તિ ભોજન પ્રસાદની આહલેક સાથે જય ગિરનારી હરહર મહાદેવનાં જયઘોષથી ગિરિકંદરાઓ ગુંજી ઉઠતી હોય છે.
🔰 જેના સાનિધ્યમાં, આકાર અને નિરાકારનાં મિલનની એવી મહારાત્રિ,નો પાંચ દિવસીય મહાકુંભ યોજાય છે. તેવા ભવનાથ મહાદેવની પ્રાગટય કથા પૌરાણિકગ્રંથોમાં સુંદર રીતે વર્ણવી છે. અહિં વૈશાખ સુદ પૂનમનાં દિવસે ભગવાન મહાદેવ સ્વયં પ્રગટ થયા હતા. પૂર્વકાળમાં જ ભગવાન ભોળાનાથે ગિરનારનાં ખોળે પોતાનું આસન જમાવ્યું હતું.
🔰 ભવનાથ મહાદેવને લોકભાષામાં, ભાવેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે. શિવજીનાં વારાણસી, કુરૃક્ષેત્ર, નર્મદામાંના નિવાસથી જે દર્શન લાભ મળે છે. તેવું જ ફળ ભવનાથ મહાદેવનાં દર્શન માત્રથી મળે છે. સ્કંદ પુરાણમાં પણ એવો ઉલ્લેખ જોતા મળે છે કે શિવરાત્રિનાં પાવનકારી પર્વમાં ભવનાથનાં દર્શનથી સાત પાપો નો નાશ થાય છે. એજ પ્રમાણે ભવનાથ મંદિરમાંનાં સંકુલમાં આવેલા મૃગીકુંડ, અને તેનામાં સ્નાનનો મહિમા પણ એટલો જ પૌરાણિક છે.
🔰આ કુંડની સ્થાપના પાછળ એક પ્રાચિન કથા રહેલી છે. કનોજનાં ભોજ નામનાં એક રાજા અને તેમની મૃગી મુખવાળી રાણી સાથે ગિરનાર પર્વતની યાત્રા અને પ્રદક્ષિણા કરેલી. ત્યારે જે સ્થળે પોતાના તથા પોતાની રાણીનાં આગલા સાત જન્મો બળીને ભસ્મ થયા હતા. તે જગ્યાઓ પર રાજા એ મૃગમુખીનાં નામથી કુંડ બનાવ્યો. અને તેના પરથી આજનું પ્રખ્યાત નામ મૃગીકુંડ પડયું. એટલે જ આ ગિરનાર ના આ તીર્થ સાથે ભવનાથ મહાદેવ તથા મૃગીકુંડની કથાનું મહાત્મ્ય જોડાયેલું છે. માટે અહીં મહાશિવરાત્રિનાં લઘુ મહાકુંભમાંના પાંચ દિવસ દરમિયાન ભક્તિ અને શક્તિનો સુંદર સંગમ જોવા મળે છે.
🔰ગિરનારની ગોદમાં મહાવદ નામનાં દિવસે શિવાલય ભવનાથનાં શિખરે બાવન ગજની ધજા ચડાવાય છે. ત્યારથી શિવરાત્રિનાં મહાકુંભનો પ્રારંભ થતો હોય છે. મહાશિવરાત્રિનાં પર્વ પર લાખો જન સમુદાય વચ્ચે નાગા સાધુબાવાઓનું સરઘસ, શાહી સવારી અને તેજરાત્રિએ ૧૨ વાગ્યાનાં ટકોરે મૃગી કુંડમાં સાધુ બાબાઓનું શાહી સ્નાન એ ભક્તિમય ઘટના ગણાય છે.
🔰આની પાછળ એક પૌરાણિક માન્યતા રહેલી છે, કે આ મૃગીકાંડનાં સાધુઓનાં સ્નાનની વચ્ચે બ્રહ્મા- વિષ્ણુ, મહેશ અને આદ્યગુરૃ દત્તાત્રેય ભગવાન પણ પધારે છે. જેમનાં દર્શન માત્રથી જન્મોજન્મનાં ફેરામાંથી મુક્તિ મળી જાય છે.
🔰મહાશિવરાત્રિની મધ્યરાત્રે નિરાકાર દેવ ગણાતાં શિવજી પણ આકારરૃપ ધારણ કરી જીવનાં મિલન માટે પૃથ્વી પર પધારે છે. એટલે જ ભવનાથનો આ મેળો જીવ અને શિવનાં મિલનનાં પ્રતીક સમાન ગણાયો છે.

' દેવો માં તું મહાદેવ,
તારો મહિમા અપરંપાર,
ભવ્ય ભાલ પર ચંદ્રમા,
જય વચ્ચે વહે ગંગાની ધાર,
હર હર મહાદેવ,
શિવશંકરની જય-જય.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.