ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Sunday, February 17, 2019

વ્યક્તિ પરિચય - રામકૃષ્ણ પરમહંસ

👑 રામકૃષ્ણ પરમહંસ 👑

👑 સ્વામી વિવેકાનંદ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામનારા નરેન્દ્રનાં ગુરુ દક્ષિણેશ્વરનાં ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ ભારત દેશના મહાન સંત અને વિચારક હતા. એમણે બધા ધર્મોની એકતા પર વિશેષ જોર આપ્યું હતું. એમને બાળપણથી જ વિશ્વાસ હતો કે ઇશ્વરનો સાક્ષાત્કાર(દર્શન) થઇ શકે છે. આમ, ઇશ્વરની પ્રાપ્તિ માટે એમણે કઠોર સાધના અને ભક્તિમાં જીવન વિતાવ્યું. રામકૃષ્ણ પરમહંસ માનવતાના પુજારી હતા. સાધનાના ફલસ્વરુપે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સંસારના બધા જ ધર્મો સાચા છે અને એમાં કોઇ ભિન્નતા નથી. ધર્મ એ ઇશ્વર સુધી પહોંચવાના અલગ અલગ રસ્તાઓ છે.

👑 જન્મ:-
👉 રામકૃષ્ણ પરમહંસનો જન્મ ફેબ્રુઆરી ૧૮, ૧૮૩૬ના દિને બંગાળ પ્રાંત સ્થિત કામારપુકુર ગામમાં થયો હતો. એમનું બાળપણનું નામ ગદાધર હતું. એમની બાળસહજ સરળતા અને મંત્રમુગ્ધ કરી દેતા સ્મિત જોઇ કોઇપણ વ્યક્તિ સંમોહિત થઇ જતી હતી.

👑 પરિવાર:-
👉 સાત વર્ષની નાની વયમાં જ ગદાધરના શિરેથી પિતાનું છત્ર હટી ગયું હતું. આવી વિપરીત પરિસ્થિતિમાં આખા પરિવારનું ભરણપોષણ કપરું થતું ચાલ્યું. આર્થિક કઠિનાઇઓ પણ આવી, છતાં બાળક ગદાધરનું સાહસ ઓછું ન થયું. એમના મોટાભાઈ રામકુમાર ચટ્ટોપાધ્યાય કલકત્તા (કોલકાતા)માં એક પાઠશાળાના સંચાલક હતા. તેઓ ગદાધરને પોતાની સાથે કોલકાતા લઇ ગયા. રામકૃષ્ણનું આંતરમન અત્યંત નિર્મળ, છલના વગરનું અને વિનયશીલ હતું. સંકીર્ણતાઓથી તેઓ જોજનો દૂર હતા. પોતાનાં કાર્યોમાં જ રચ્યાપચ્યા રહેતા હતા.

👑 જીવનવૃતાંત:-
👉 સતત પ્રયત્નો કરવા છતાં પણ રામકૃષ્ણનું મન અભ્યાસમાં લાગી શક્યું નહીં. કોલકાતા નજીક દક્ષિણેશ્વર સ્થિત કાલીમાતાના મંદિરના અગ્રણી રામકુમારે એમને પુરોહિત તરીકેની જવાબદારી સોંપી, પણ એ કાર્યમાં પણ એમનો જીવ લાગ્યો નહીં. સમય આગળ જતાં એમના મોટાભાઈ પણ દુનિયા છોડી ચાલ્યા ગયા. અંતરમાંથી ઇચ્છા ન હોવા છતાં રામકૃષ્ણજી મંદિરની પૂજા તેમ જ અર્ચના કરવા લાગ્યા હતા. આમ રામકૃષ્ણજી કાલીમાતાના આરાધક બની ગયા. વીસ વરસની ઉંમરે અવિરત સાધના કરતાં કરતાં માતાની કૃપાથી એમને પરમ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. એમના પ્રિય શિષ્ય વિવેકાનંદજીએ એક વાર એમને પૂછ્યું - મહાશય! શું આપે ઇશ્વરને જોયા છે? મહાન સાધક રામકૃષ્ણે જવાબ આપ્યો - હા, જોયા છે, જે રીતે તમને જોઇ રહ્યો છું, ઠીક એ જ રીતે નહીં પણ એનાથી ક્યાંય વધુ સ્પષ્ટતાથી. તેઓ સ્વયંની અનુભૂતિથી ઇશ્વરના અસ્તિત્વનો વિશ્વાસ કરાવતા હતા. આધ્યાત્મિક સત્ય, જ્ઞાનના પ્રખર તેજ વડે રામકૃષ્ણ પરમહંસજી ભક્તિ જ્ઞાનના પથ-પ્રદર્શક બન્યા હતા. કાલી માતાની ભક્તિમાં તરબોળ થઈ તેઓ ભક્તોને માનવતાનો પાઠ ભણાવતા હતા.

👉 રામકૃષ્ણ પરમહંસજીના શિષ્ય નાગ મહાશયે ગંગાતટ પર જ્યારે બે વ્યક્તિઓને રામકૃષ્ણજી માટે અપશબ્દો બોલતા સાંભળ્યા તો ક્રોધિત થયા પરંતુ પ્રભુને પ્રાર્થના કરી કે એમના મનમાં શ્રધ્ધા જગાવી રામકૃષ્ણજીના ભક્ત બનાવી દો. સાચી ભક્તિને કારણે બંને વ્યક્તિઓ સાંજે રામકૃષ્ણજીના ચરણોમાં પડી ક્ષમા માંગવા લાગ્યા હતા. રામકૃષ્ણજીએ એમને ક્ષમા આપી હતી.

👉 એક દિવસ પરમહંસજીએ આમળાં માંગ્યાં. આ સમયે આમળાંની ઋતુ તો હતી નહીં. નાગ મહાશયને શોધતાં શોધતાં જંગલમાં એક વૃક્ષની નીચે આમળાં જોવા મળ્યાં, જે તેમણે પરમહંસજીને આપ્યાં. રામકૃષ્ણજી બોલ્યા - તુ જ લઇ આવશે એની મને ખાતરી હતી, કેમ કે તારો વિશ્વાસ સાચો હતો.

👉 રામકૃષ્ણ પરમહંસ જીવનના અંતિમ દિવસોમાં લગભગ સમાધિની સ્થિતિમાં જ રહેવા લાગ્યા હતા અને તેને કારણે તેમનું શરિર દુર્બળ થતું ચાલ્યું. જ્યારે શિષ્યો તેમને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની વિનંતિ કરતા ત્યારે તેઓ તે વાતને તેમની અજ્ઞાનતા કહીને હસી કાઢતા. બંગાળની પરંપરા પ્રમાને તેમના શિષ્યો તેમને ઠાકુર કહીને સંબોધતા હતાં. તેમના પરમશિષ્ય વિવેકાનંદ થોડાક સમય માટે હિમાલયનાં કોઈક એકાંત સ્થળે તપસ્યા કરવા ચાહતા હતા, તે માટે જ્યારે તેઓ રામકૃષ્ણજીની પાસે ગયા ત્યારે ગુરુએ તેમને કહ્યું કે, "વત્સ, આપણી આસપાસનાં વિસ્તારમાં કેટલાંય લોકો ભૂખ-તરસથી વ્યાકુળ છે. ચારે તરફ અજ્ઞાનનું અંધારૂં છાવાયેલું છે. અહિં લોકો રડે-કકળે છે અને આવા સમયે તું હિમાલયની કોઈક ગુફામાં સમાધિનાં આનંદમાં ડુબી જાય એ શું તારો આત્મા સ્વિકારશે?" આ વાતથી અસર પામેલા વિવેકાનંદ દરિદ્ર નારાયણની સેવામાં પરોવાઇ ગયા. રામકૃષ્ણ મહાન યોગી, ઉચ્ચકોટિનાં સાધક અને વિચારક હતા. સેવા માર્ગને ઇશ્વરિય, પ્રશસ્ત માનીને અનેકતામાં એકતાને જોતા હતાં. સેવાના સમાજની સુરક્ષા તે જ તેમની ચાહના હતી. ગળામાં આવેલા સોજાનું નિદાન કરતા જ્યારે ડોકટરોએ તેમને જણાવ્યું કે તેમને કેન્સર થયું છે અને સમાધિમાં જવાની તથા વધુ વાતો કરવાની ના પાડી, ત્યારે પણ તેઓ મલકાયા હતા. દવા કરાવવાની ના પાડવા છતાં, વિવેકાનંદ તેમની દવા કરતા રહ્યાં. વિવેકાનંદે કહ્યું પણ ખરૂં કે, તમે કાલીમાને રોગમાંથી મુક્તિ અપાવવા માટે કહી દો, તો પરમહંસે કહ્યું કે, હું કોણ છું? તે મારે માટે જે કરશે તે ભલુ જ કરશે. તેઓએ માનવતાનો મંત્ર લોકોને આપ્યો.

👑 ઉપદેશ:-
👉 લોકશિક્ષક તરીકે રામકૃષ્ણ પરમહંસ અતિશય લોકપ્રિય હતા. તેઓ ગ્રામીણ બંગાળી ભાષામાં નાની નાની ઉદાહરણરૂપ કથા-વાર્તાઓ કહી ઉપદેશ આપતા. એમના ઉપદેશનો જનમાનસ પર વ્યાપક પ્રભાવ પડતો હતો. ઈશ્વર-પ્રાપ્તિ એ માનવજીવનનો સર્વોચ્ચ લક્ષ્ય છે એવું તેઓ માનતા હતા. એમના મતે, કામ તેમ જ અર્થ મનુષ્યને ઈશ્વરમાર્ગ પરથી ચલિત કરે છે; એમના વિચાર મુજબ “કામ-કાંચન” અથવા “કામિની-કાંચન”નો ત્યાગ કરવાથી ઈશ્વરમાર્ગ પ્રગટ થાય છે. તેઓ ‘માયા’ શબ્દ માટે દર્શાવતા કે જગતમાં ‘અવિદ્યા માયા’ (અર્થાત કામના, વાસના, લોભ, મોહ, નિષ્ઠુરતા ઇત્યાદિ) મનુષ્યને ચેતનાના સૌથી નિમ્નતમ સ્તરે લઇ જાય છે. આ જ માયા મનુષ્યને કર્મના બંધનમાં તેમ જ જન્મ-મૃત્યુના ફેરામાં જકડી રાખે છે. બીજી બાજુ જગતમાં ‘વિદ્યા માય઼ા’ (અર્થાત આધ્યાત્મિક ગુણ, જ્ઞાન, દયા, શુદ્ધતા, પ્રેમ, ભક્તિ ઇત્યાદિ) મનુષ્યને ચેતનાના સર્વોચ્ચ સ્તરે લઇ જાય છે, અને મનુષ્યને મોક્ષ તરફ દોરી જાય છે.

👉 શ્રીરામકૃષ્ણજી ઇસ્લામ તેમ જ ખ્રિસ્તી ધર્મ સહ વિવિધ ધર્મનો અભ્યાસ કરી સર્વ માર્ગ એક જ ઈશ્વર તરફ દોરી જાય છે, એમ કહેતા. એમનું સૂત્રો “યત્ર જીવ તત્ર શિવ” અર્થાત જ્યાં જીવન, ત્યાં શંકર ભગવાન તણું અધિષ્ઠાન અને “જીબે દય઼ા નય઼, શિબજ્ઞાને જીબસેબા” (જીવદયા નહીં પણ શિવજ્ઞાને જીવસેવા)– તેમનો આ ઉપદેશ સ્વામી વિવેકાનંદ માટે માર્ગદીપ સાબિત થયો હતો. 'શ્રીમ' નામથી પ્રસિદ્ધ થયેલા મહેન્દ્રનાથ ગુપ્તાજીએ "શ્રીશ્રીરામકૃષ્ણકથામૃત ગ્રંથ"માં પરમહંસજીના આ ધર્મવિચારોને શબ્દબદ્ધ કર્યા. શ્રીરામકૃષ્ણજીના અનુયાયીઓ માટે આ મુખ્ય ધર્મગ્રંથ છે.

👑 અવસાન:-
👉 રામકૃષ્ણ પરમહંસજી એમનું ભૌતિક શરીર ઓગસ્ટ ૧૬, ૧૮૮૬ના દિને છોડીને ૫૦ વર્ષનું આયુષ્ય ભોગવી પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા. 

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.