ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Sunday, February 17, 2019

જરનલ નોલેજ ( અવનવું જાણવા જેવું )
Please Share To Your Friends......
*Some Imp Facts*


━━━━━━━━━━━━━━━━━━
🌟  અજબ ગજબ જાણવા જેવું  🌟
━━━━━━━━━━━━━━━━━━
🌴 *સેકંડના ૧૦૦મા ભાગના સમયને વિજ્ઞાાનમાં 'જીફ્ફી' કહે છે.*
સિગારેટના લાઈટરની શોધ દીવાસળીની શોધ અગાઉ થઈ હતી.

🌴 *નર શાહમૃગ સિંહની જેમ ત્રાડ નાખે છે.*

🌴 *બ્રહ્માંડમાં ૬૮ ટકા ડાર્ક એનર્જી છે, ૨૭ ટકા ડાર્ક મેટર છે જે જોઈ શકાતાં નથી એટલે આપણને બ્રહ્માંડનો માત્ર પાંચ ટકા ભાગ જ જોવા મળે છે.*

🌴 *ગધેડાની  આંખો એવી રીતે ગોઠવાયેલી હોય છે કે માથું નમાવીને ચારે પગ જોઈ શકે છે.*

🌴 *જાપાનમાં સુમો પહેલવાનને જોઈ બાળક રડે તો તેને શુકન માનવામાં આવે છે.*

🌴 *ઝેક રિપબ્લીકના એક ચર્ચમાં માનવ હાકડાંના બનેલા ઝુમ્મર છે.*
━━━━━━━━━━━━━━━━━━
« https://t.me/gyaanganga  »
✍️ Jagdish Limbadiya
━━━━━━━━━━━━━━━━━━

🏆
જાણો જરાક અમથું જનરલ નોલેજ
ગુલાબમાં સૌથી વધુ વિટામિન સી મળે છે.
વિશ્વમાં સૌથી વધુ એઇડસનો રોગ થાઇલૅન્ડમાં ફેલાયેલો છે.
સંસ્કૃત ભાષાની પ્રથમ ફિલ્મ આદ્ય શંકરાચાર્ય હતી.
જીન્હા હાઉસ ભારતમાં મુંબઇમાં આવેલું છે.
માર્ટીન લ્યુથર કિંગ બ્લેક ગાંધી તરીકે પ્રસિદ્ધ છે.
ભારતના  મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ ડૉક્ટરો છે.
શુમેકર લેવી ધૂમકેતુના ટૂકડા ગુરુ ગ્રહ સાથે ટકરાયા હતાં.
હડસનનો ઉપસાગર ઉત્તર અમેરિકામાં આવેલો છે.
જાપાનની પ્રથમ મહિલા અવકાશયાત્રી  ચિયાકી મુકાઇ હતી.
ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથાનું નામ બક્ષીનામા છે.
વીર્યને સુરક્ષિત રાખવા માટે નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે.
ભારતમાં પ્રથમ કૃષિવિદ્યાલય પંતનગરમાં સ્થપાય હતી.
ભારતની સર્વપ્રથમ સંપૂર્ણ કમ્પ્યુટરરાઇઝડ પોસ્ટઓફિસ નવી દિલ્લીમાં શરૂ કરવામાં આવી હતી.
સામના સમાચારપત્ર શિવસેના પક્ષનું છે.
આજીવક સંપ્રદાયના સ્થાપક મખ્ખલી ગોશાલ હતાં.
નિક્કી ટોકીયો શહેરના શેરબજારનો સૂચક આંક છે.
પ્લાસ્ટર ઑફ પેરિસ જિપ્સમમાંથી બને છે.
દ્રવ્યોની ચિકાશ માપવાના સાધનને વિસ્કોમીટર કહેવામાં આવે છે.

👉🏿 માણસ જોર થી છીંક ખાય ત્યારે ફેફસા માથી નીકળતા કણો કલાક ના ૧૦૦ માઈલ સુધીની ઝડપે ફેંકાઈ શકે છે..
👉🏿 *ઓક્ટોપસ* ના શરીર માં ત્રણ હૃદય હોઈ છે.
👉🏿 *ઝીબ્રા ફિશ* ( અનિંદ્રા થી પીડાતી માછલી) , માછલી ઓ ખુલ્લે આંખે સૂઈ જાય છે..કારણ એને પોપચાં હોતા નથી ..
👉🏿 *લીડ હોલ્ડર પેન્સિલ* ( પોઈન્ટ બદલી સકાઈ તેવી , ટિક ટોક ) , માઇક્રો ટીપ પેન્સિલ, ઓટોમેટિક પેન્સિલ , ડ્રાફ્ટિંગ પેન્સિલ તરીકે પણ ઓળખવામાં આવે છે..ટેકનિકલ અને ડ્રોઈંગ ક્ષેત્ર માં વધુ ઉપયોગ, સહુપ્રથમ ૧૮ મી સદી માં મિકેનિકલ પેન્સિલ નો ઉપયોગ..૧૯ અને ૨૦ મી સદી માં ઘણા એવા સુધારા કરવામાં આવ્યા..
👉🏿 *પિકાચું* -પોકેમોન જૂથ નું કાલ્પનિક પાત્ર..પીળો રંગ , ઉંદર જેવું( પિક્કા). , જાપાનીસ એનિમેટેશન કલાકાર એટ્સુકો નીશિદા દ્વારા ચિત્રણ , અને કેન સુગુમોરી દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો.., જાપાન ના પોપ કલ્ચર નું એક મહત્વ નું પ્રતિક ..
👉🏿 *હિન્દ મહાસાગર ના મોંઘેરા મોતી જેવા સ્થળો* - મડાગાસ્કર , માલદીવ, સેશલ્સ, ઝાંઝીબાર, કિમ્બર્લી..
👉🏿સાથે ફરતા સિંહ - સિંહનો માથી શિકારનું ૯૦ % કામ *સિંહનો* જ કરે છે..
👉🏿 *પૃથ્વી ની સપાટી પર ૯૭% પાણી* ખારું, ૨% બરફ રૂપે , ૧ % આપના માટે ..
👉🏿 *પૃથ્વી કરતાં સૂર્ય નું કદ* ૩ લાખ ગણું..
👉🏿 *કિવી* ( સહુથી નાનું પક્ષી) એક પક્ષી છતાય નાની પાંખો ને લીધે ઊડી શકતું નથી..ન્યુઝીલેન્ડ નું રાષ્ટ્રીય પક્ષી..આયુષ્ય ૨૦-૨૫ વર્ષ..વજન ૨ કેજી..
👉🏿 સૂર્ય માળા નો સહુથી *ગરમ ગ્રહ શુક્ર,* ૪૫૦ ડિગ્રી તાપમાન..
👉🏿 *એનિયાક* - જગત નું પ્રથમ કમ્પ્યુટર - ૨૭ ટન વજન  - કદ એક હોલ જેવડું..


બગીચામાં જોવા મળતાં કરોળિયા એકવારમાં ૬૦૦ ઇંડાં મૂકે છે.
કાચબાનું હ્રદય શરીરમાંથી કાઢી લીધા પછી ૪૦ કલાક સુધી જીવે છે.
ઑકટોપસ ખૂબ ભૂખ લાગે ત્‍યારે પોતાનો હાથ પણ ખાઇ જાય છે.
કીડી, વંદા, મચ્‍છર, મંકોડાના મોઢામાં જીભ હોતી નથી.
માંકડ કશું પણ ખાધા પીધા વગર એક વરસ જીવી શકે છે.
ગીધ ૩૦ હજાર ફુટની ઊંચાઇએ ઊડી શકે છે.
સહુથી નાનામાં નાના રીંછ ‘મલાયનસન બિયર’ છે. જે ૧૦૪ થી ૧૪૦ સે. મી. નો હોય છે.
જાપાનમાં જોવા મળતી ‘ટોમિલા’ માછલી જમીન પર આવીને લીલા ઘાસનો રસ ચૂસે છે.
ચોટલીયા સ્‍વર્ગ પક્ષીના માથે બે ચોટલા જેવા લાંબા પીંછા હોય છે, જે સાઇઠ સે. મી. લાંબા હોય છે. તેથી તેને ‘ચોટલીયું’ કહે છે.
ટપકાવાળું કુંજબિહારી પક્ષી ફકત સફેદ ચળકતી વસ્‍તુ જેવી કે સ્‍ક્રુ, સોય, ચમચી, ચલણી સિક્કા, છીપલાં વડે માળો શણગારે છે.
ભૂંડની જોવાની અને સાંભળવાની શકિત ખૂબ ઓછી હોય છે.
લોલકવાળી ઘડીયાળની શોધ ૧૬૫૭માં થઇ હતી.
સૌપ્રથમ ક્રિકેટની રમત ઇ.સ. ૧૭૭૮માં ઇંગ્લેન્‍ડમાં શરૂ થઇ હતી.
ભારતનું સૌથી મોટું મ્‍યુઝિયમ કલકતાનું ભારતીય મ્‍યુઝિયમ છે.
હિંદમાં મોગલ રાજયની સ્‍થાપના બાબરે કરી હતી.
બિલાડી પોતાની મૂછો દ્વારા આસપાસની વસ્‍તુઓ ઓળખી કાઢે છે.
ગાયના શિંગડામાંથી બટન અને કાંસકા બનાવવામાં આવે છે.
જંગલી ભેંસ વર્ષમાં એક વખત પાડરુંને જન્‍મ આપે છે.
ગાયના ચામડામાંથી બૂટ, ચંપલ, પર્સ, બેગો બનાવવામાં આવે છે.
મનુષ્‍ય એકલું દૂધ પીને જીવી શકે છે.
જંગલી બિલાડી પાળેલી બિલાડી કરતાં વધુ મોટી અને ભરાવદાર શરીરવાળી હોય છે.
જળકૂકડીના શરીરમાં તેલગ્રંથિ ન હોવાથી પાણીમાંથી નીકળી તેને પીંછાંને તડકામાં સૂકવવા પડે છે.
સસલું ઊંચાઇ પર ચડતી વખતે એક જ વખતે ચાર મીટર ઊંચો કૂદકો મારી શકે છે.
ગાયને જો દોહતા પહેલાં સંગીત સંભળાવવામાં આવે તો પછી એ દૂધ વધારે આપે છે.
ચિલોત્રો અરુણાચલ પ્રદેશ અને કેરળ રાજયનું રાજપક્ષી છે.
વાંદરાની આંખો બધા રંગો પારખી શકે છે.
લિયોનાર્ડો – દ – વિન્‍ચીનું ‘મોનાલિસા’ ચિત્ર દુનિયાભરમાં સૌથી વધુ વખણાયેલું અને સૌથી વધુ કિંમતી ગણાય છે.
નાળિયેરી પોતે ખારું પાણી પીએ છે. અને એના ફળમાં મીઠું પાણી સંઘરે છે.
ભારતમાં લગભગ ૮૦ જાતના ચોખા થાય છે.
જગતનો સૌથી મોટો ઍર-કન્ડિશન પ્‍લાન્‍ટ વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટરમાં હતો.
બુદ્ધનો જન્‍મ કપીલવસ્‍તુ નામના શહેરમાં થયો હતો તેઓ મગધી ભાષામાં ઉપદેશ આપતા.
સિંહ કયારેક તેના બચ્‍ચાંને પણ મારી નાખે છે.
માદા અજગર એકવારમાં આઠથી સો જેટલાં ઇંડા મૂકે છે.
ઉંદર એક સાથે ૬ થી ૨૨ બચ્‍ચાંને જન્‍મ આપે છે.
માદા માકણ દીવાલ, ટેબલ, પલંગ, ખુરશીની તીરાડોમાં ઇંડાં મૂકે છે.
ખિસકોલીના બરડા પર પાંચ પટ્ટા હોય છે.
તીતીઘોડાનાં પાછલા પગના સ્‍નાયુઓ ખૂબ મજબૂત હોય છે. જેમાં સ્પ્રિંગ જેવી રચના હોય છે.
એક મધપુડામાં આશરે સાઇઠ હજાર મધમાખીઓ રહે છે.
માદા મચ્‍છર એક વર્ષમાં પંદર કરોડ ઇંડા મૂકે છે.

કાળો તેતર હરિયાણાનું રાજપક્ષી છે.
સાપ કાચ, બરફ અને અમુક પ્રકારની રેતી પર ચાલી શકતો નથી.
ઊંડા સમુદ્રમાં રહેતી માછલી તોફાન આવતા પહેલા પાણીની સપાટી પર આવી જાય છે.
ચંડોળ નામનું પક્ષી પોતાનો માળો જમીન પર બાંધે છે.
હૉકીની રમતમાં ૧૧ ખેલાડીઓ મેદાનમાં ઊતરે છે.
સિયામના લોકો પોતાના ઘરના બારી-બારણા તથા ઓરડા એકી સંખ્‍યામાં રાખે છે.
ભારતનું સહુથી પહેલું મહિલા પોલીસ સ્‍ટેશન ૧૯૭૩ની સાલમાં ઑકટોબર મહિનામાં કેરલ રાજયના કાલિકટમાં શરૂ કરવામાં આવ્‍યું હતું.
આર્કટિકમાં વસતું પોલર રીંછ સીલનો શિકાર કરતી વખતે પોતાનું નાક પગના પંજા વડે ઢાંકી દે છે.
ઊંટની ખૂંધમાં ચરબી એકઠી થાય છે.
ગોવાનું રાજપક્ષી કાળી કલગીવાળું બુલબુલ છે.
શરીરના બીજા ભાગોની સરખામણીમાં કીડની સહુથી વધુ લોહી મેળવે છે.
શતરંજના બોર્ડના કાળા રંગના બત્રીસ ખાના હોય છે.
‘સમાનીસમન’ નામનું ઝાડ ગરમ વિસ્‍તારમાં થાય છે. જે દિવસમાં પોતાની પાંદડીઓમાં પાણી ભેગું કરે છે અને સાંજે વરસાદ રૂપે એને વરસાવી દે છે.
લાયરબર્ડ નીલગીરીના ઝાડ પર ઘુંમટ આકારનો માળો બાંધે છે.
પાંડા એક સમયે એક અથવા બે બચ્‍ચાંને જન્‍મ આપે છે.
કેટલાંક ચૂલો પંખી જમીનના દરમાં માળા બાંધે છે.
રશિયાનો યુરી ગેગેરિન વિશ્ર્વનો સૌ પ્રથમ અવકાશ યાત્રી હતો.
પૃથ્‍વીની સપાટી જવાળામુખી તથા ધરતીકંપની પ્રક્રિયાથી બનેલી છે.
સૂક્ષ્‍મજીવોના વિજ્ઞાનને ‘માઇક્રોબાયોલૉજિ’ કહે છે.
ચિલ્‍કા સરોવર પૂર્વ ભારતના ઓરિસ્‍સા રાજયમાં આવેલું ભારતનું સૌથી મોટું સરોવર છે.
ઝારખંડ રાજયનું રાજપક્ષી કોયલ છે.
રેકુન આખો શિયાળો ઊંઘી જાય છે.
હાથીના આંતરડા લગભગ ૧૧૦ ફૂટ લાંબા હોય છે.
આખી દુનિયામાં કુલ ૮૦૦ પ્રકારનું લાકડું થાય છે.
દુનિયાનું સૌથી તીખું મરચું નાગાહરી જાતનું મરચું છે. જે ઉત્તર-પૂર્વી ભારતમાં ઉગાડવામાં આવે છે.
ચાર પૈડાના વાહન ચાલક માટે ડ્રાઇવિંગ લાઇસન્‍સ સિસ્‍ટમ સહુથી પહેલા ૧૯૦૩માં ગ્રેટ બ્રિટન દ્વારા શરૂ થઇ હતી.
ભારતનું પહેલું આઇમેકસ થિયેટર મુંબઇ શહેરના વડાલામાં બનાવવામાં આવ્‍યું હતું.
મેઘાલય અને છત્તીસગઢનું રાજપક્ષી પહાડી મેના છે.
ઘોરાડ રાજસ્‍થાનનું રાજપક્ષી છે.
નીલમ હોલી તામિલનાડુનું રાજપક્ષી છે.
ભારતીય ટપાલ ટિકિટ પર પહેલીવાર મહિલાની તસવીર ‘મીરાંબાઇ’ ની છપાઇ હતી.
ફ્રાંસના રાજા લૂઇ- ૧૪માએ ઊંચી એડીના પગરખાં પહેરવાની ફૅશનની શરૂઆત કરી હતી.
ઇ.સ. ૧૮૪૫ની સાલમાં રબર બેન્‍ડ બનાવવામાં આવ્‍યું હતું.
જાવા ટાપુના રહેવાસીઓ લાલ ચમેલીના ફૂલનો ઉપયોગ કરી મીઠાઇ બનાવે છે.
પુખ્‍ત વયના જિરાફની ગરદન આશરે આઠથી નવ ફૂટ લાંબી હોય છે.
સૌથી લાંબા કાચીંડા ન્‍યુ ગીની ટાપુ પર વસે છે. જેને સાલ્‍વાડોરી ડ્રેગન કહે છે.
છછુંદરોની જોવાની શકિત નબળી હોય છે. તેથી તે સૂર્યપ્રકાશ બહુ જોઇ શકતા નથી.
કોયલ કુળનો કુકડિયો કુંભાર પોતાના બચ્ચાંને પોતે જ ઉછેરે છે.
સફેદ ગીધને ‘ખેરો’ પણ કહેવામાં આવે છે.
હમ્‍પબેક વ્‍હેલનો અવાજ ૧૪૦૦ કિલોમીટર દૂર તરતી બીજી હેમ્‍પબેક વ્‍હેલ સાંભળી શકે છે.

દુનિયાનું સૌથી વજનદાર ગરુડ દક્ષિ‍ણ અમેરિકાના જંગલોમાં જોવા મળતું ‘હાર્ષી ઇગલ’ છે.
આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટકનું રાજપક્ષી ચાષ છે.
નાગાલેન્‍ડનું રાજપક્ષી બ્લિથનો વનમોર છે.
માખીના શરીરમાંથી ગુંદર જેવો પદાર્થ નીકળે છે. જે જગ્‍યાએ માખી બેસે ત્‍યાં તે પદાર્થ શરીરમાંથી છોડે છે જેનાથી તે કોઇ પ્રકારની સપાટી પર પોતાનું સમતોલન જાળવી શકે છે.
પિઝાના ટાવરની રચનાની શરૂઆત બોનેનો પિઝાએ ઇ.સ. ૧૧૭૪માં કરી હતી.
આપણા દેશમાં સૌથી વધુ કપાસ અને મગફળી ગુજરાતમાં થાય છે.
આયુર્વેદના દેવ ‘ધન્‍વંતરિ’ કહેવાય છે.
દુનિયાની સૌથી મોટી બેંક ‘બૅંક ઑફ અમેરિકા’ છે.
સારસ ઉત્તર પ્રદેશનું રાજપક્ષી છે.
નૌકા પડવી પક્ષી વાદળ પાસે સરેરાશ ૬૦૦ ફૂટ ઊંચે રહીને ઊડે છે.
ઊડતી માછલીનું વજન આશરે ૫૦૦ ગ્રામ હોય છે.
કાકાપો પોપટનું વજન ૩.૫ કિલોગ્રામ હોય છે.
ગોલ્‍ડન ગેટ બ્રિજ ૨.૫ કિ.મી. લાંબો છે. જે ૨૩૦ મીટરની ઊંચાઇ પર બાંધવામાં આવ્‍યો છે. જેનો રસ્‍તો ૨૫ મીટર પહોળો છે.
પિઝાના ટાવરનું બાંધકામ ૯૯ વર્ષ સુધી ચાલ્‍યું હતું.
કેરળમાં ભોજન માટે કેળના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.
ભારતમાં સૌથી પ્રથમ મેડિકલ કોલેજ ‘એસ્‍કોલા મેડિકા’ ગોવામાં સ્‍થાપાયી.
સાન ફ્રાંન્સિસ્‍કોને પેસેફિક મહાસાગરની રાણી કહેવામાં આવે છે.
વાંદરા કે સાપથી બચવા સુગરી કાંટાળ ઝાડોની પાતળી ડાળીના છેડે પોતાનો માળો બાંધે છે.
હોલી બચ્‍ચાંને પોતાના ગળામાંથી દૂધ આપે છે.
તેતર માળો બનાવવા જમીનમાં છીછરો ખાડો કરીને તેમાં ઘાસના થર કરે છે.
માખી એક દિવસમાં આશરે દોઢસો જેટલા ઇંડા મૂકે છે.
સૌથી વેગીલો સૂર્યકરોળિયો છે જે કલાકે ૧૬ કિ.મી. દોડે છે.
શિયાળામાં મધમાખી ઉપરથી તેમનો મધપૂડો બંધ કરે છે.
જમ્‍મુ કાશ્‍મીરનું રાજપક્ષી કાળી ડોકવાળું કુંજ છે.
કાકાપો પોપટ જગતનો મોટો પોપટ છે. જે કદી ઊડી શકતો નથી.
સામાન્‍ય ચામાચિડિયા જમીન પર ચાલતા નથી પણ વેમ્‍પાય નામનું ચામાચિડિયું કયારેક જમીન પર ઠેકડા મારે છે.
પૂર્ણ ચંદ્રગ્રહણ થાય ત્‍યારે ચંદ્રનો રંગ લાલ – નારંગી થઇ જાય છે.
અંગૂંઠા કરતા આંગળીના નખ વધુ ઝડપથી વધે છે.
ચીઝ એ ચરબી અને દૂધમાં રહેલા કેસીન નામના પ્રોટીનમાંથી બનાવવામાં આવે છે.
ટોલ્‍ક નામની ખનીજ એટલી મુલાયમ હોય છે કે જેને નખથી ભૂકો કરી શકાય છે.
લંડનની સૌથી મોટી નદી ‘ટેમ્‍સ’ છે.
મધ્‍ય પ્રદેશનું રાજપક્ષી દૂધરાજ છે.
નૌકા પડવી જીદંગીનો મોટાભાગનો સમય ઊડવામાં પસાર કરે છે.
સૌથી મોટી તારામાછલી મૅકિસકોના અખાતમાં થતી મિકગાર્ડિઆ છે. જેને બાર હાથ હોય છે.
માખીના પગના છેડે ગુચ્‍છાદાર વાળ હોય છે.
લાંબો સમય સુધી ટી.વી. જોવાનો રેકોર્ડ ૪૭ કલાક ૧૬ સેકેન્‍ડનો છે.
અમેરિકાના બોસ્‍ટન શહેરમાં કમ્‍પ્‍યુટરોનું એક મ્‍યુઝિયમ આવેલું છે. જેમાં શરૂઆતના કમ્‍પ્‍યુટરથી માંડીને આધુનિક કમ્‍પ્‍યુટરો રાખવામાં આવ્‍યા છે.
સૂકો બરફ કાર્બન ડાયોકસાઇડ ગૅસમાંથી બનાવવામાં આવે છે, જે પીગળતો નથી.
ભારતમાં સૌથી વધુ હળદર આંધ્રપ્રદેશમાં થાય છે.
ઘુવડની આંખની રચના એવી છે કે આપણી જેમ એની આંખ હિલચાલ કરી શકતી નથી. તદ્દન સ્થિર રહેતી એવી આંખની ઊણપનું કુદરતે બીજી રીતે સાટું વાળી આપ્‍યું છે !
ઘુવડની ગરદનની રચના એટલી તો સ્થિતિસ્‍થાપક છે કે એ પોતાનું માથું સંપૂર્ણ વર્તુળાકાર ગોળ ગોળ ફેરવી શકે છે.

માછલીઓની આંખોને પાંપણ હોતી નથી. એટલે તેને પાંપણ પટપટાવવાની માથાકૂટ હોતી નથી. તેની આંખો મોટી હોય છે પણ બે બે ફૂટથી વધારે દૂરની વસ્‍તી જોઇ શકતી નથી.
વેપાર માટેના વહાણોના બહારના ભાગ પર ‘પ્‍લમસોલ’ રેખા દોરવામાં આવતી જેના પરથી વહાણમાં આ રેખા સુધી માલ સુરક્ષીત ભરી શકાય છે. એવું જાણી શકાય છે.
દુનિયામાં નેપાળ એક એવો દેશ છે જે કયારેય ગુલામ બન્‍યો નથી.
અમેરિકામાં ડીનકાજાઉ નામનું પક્ષી ઝાડની ડાળી પર પૂંછડી પર લટકે છે.
૧૯૧૫માં બ્રિટનમાં હાઇડ્રોફોનની શોધ કરવામાં આવી.
ભેંસ ત્રણ વર્ષે બચ્‍ચાંને જન્‍મ આપે છે.
કરેણના લાલ, પીળા અને સફેદ ફૂલો હોય થાય છે. સૂર્ય પૂજામાં વપરાય.
હાથી શુદ્ધ શાકાહારી પ્રાણી છે.
લિમ્‍પોપો નદીને મગરોની નદી કહેવામાં આવે છે.
ઑસ્‍ટ્રેલિયામાં આવેલો ‘આર્યેસ રોક’ સૌથી મોટો પથ્‍થર છે, જે અઢી કીલોમીટરમાં પથરાયેલો છે અને ત્રણસો અડતાલીસ મીટર ઊંચો છે.
પ્રકાશના કિરણની તરંગ લંબાઇ માપવાના યંત્રને સ્‍પેકટ્રોમીટર કહે છે.
એવરેસ્‍ટ શિખર પર જવા કુલ ૧૫ જેટલા રૂટ છે.
સૌથી લાંબો પર્વત એન્ડિઝ છે.
વીજળીના દીવાની શોધ થોમસ આલ્‍વા એડિસને કરી હતી.
નાચણ માખી, મચ્‍છર અને જીવાત ખાય છે.
શક્કરખોરો ફૂલોનો રસ તેની ભૂંગળી જેવી જીભ વડે પીએ છે.
પીકળનો માળો તરણાં અને કરોળિયોના જાળાનો ગૂંથેલો ગોળાકાર વાટકા જેવો હોય છે.
દૈયડના ઇડાં નીલાપીળા રંગના હોય છે.
પતરંગો હવામાં ઊડતાં માખી-મચ્‍છર ખાય છે.
રામચકલી ફળ, બોર અને દાણા ખાય છે.
દેડકો ગંદા પાણીમાં રહે છે એટલે તેના શરીરમાં ઝેરી પદાર્થો હોય જેનાથી તેને ફુગ, લીલ વગેરેની તેના શરીર પર ખરાબ અસર થતી નથી.
ખડચિતરો સાપના શરીરે સાંકળ જેવી કાળા ડાઘની ત્રણ હારમાળા હોય છે.
સૌથી નાનો ઑકટોપસ અઢી સે.મી. નો હોય છે.
સૌ પ્રથમ ઇલેકટ્રોન માઇક્રોસ્‍કોપ ૧૯૧૩માં બન્‍યું હતું.
ગુજરાતમાં જહાજો તોડવાનું કામ અલંગમાં થાય છે.
ઑસ્‍ટ્રેલિયા ખંડની શોધ કેપ્‍ટન કૂકે કરી હતી.
સિડની શહેર ઑસ્‍ટ્રેલિયાનું સૌથી જૂનું અને આજનું સૌથી મોટું શહેર છે.
પાંડાનું બચ્‍ચું છ મહિનાનું થાય ત્‍યારે વાંસ ખાવાનું શરૂ કરે છે.
ગ્રે- વ્‍હેલ પૅસેફિક મહાસાગરમાં રહે છે. તે ખોરાકની શોધમાં ૨૦,૦૦૦ કી. મી. નું અંતર કાપે છે.
ચકલીનું બચ્ચું પંદર દિવસ પછી ઇંડાંમાંથી બહાર આવે છે.
ચમચો દસથી બારના ટોળામાં જોવા મળે છે.
લાયરબર્ડ નીલગીરીના ઝાડ પર ઘુંમટ આકારનો માળો બાંધે છે.
કાકાકૌઆ તેની કલગીનો ઉપયોગ એકબીજાને ઇશારો કરવા માટે કરે છે.
ગીધના અનેક પ્રકાર હોય છે, જેમાં ચમર ગીધ સૌથી મોટું ગીધ છે.
અજગર શિકારને માથા તરફથી ગળવાની શરૂઆત કરે છે.
ભાંગરો ધુપેલ કે આંબળા કેશતેલમાં વપરાય છે. તે ધોળા થતા વાળને અટકાવવા ભાંગરો વપરાય છે.
ઇલેકિટ્રક ઇસ્‍ત્રીના શોધક પાર્કિન્‍સ હતા.
બ્રહ્માંડને લગતા અભ્‍યાસના વિજ્ઞાનને ‘કૉસ્‍મોલૉજી’ કહેવામાં આવે છે.
આપણા શરીરમાં આંખ, નાક, કાન, જીભ અને ચામડી અને સંવેદઅંગો (જ્ઞાનન્દ્રિય) છે.




વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!

પૃથ્વી તેની ધરી પર કલાકના 1,000 માઈલની ઝડપે ફરે છે જ્યારે અવકાશમાં તે કલાકના 67,000 માઈલની ગતિએ ફરે છે
જયારે કાચ તૂટે ત્યારે તેની તિરાડોની ગતિ ૩૦૦૦ માઈલ પ્રતિ કલાક જેટલી હોઈ છે.
દરેક રતલ વજન વખતે તમારુ શરીર સાત નવી રક્તવાહિવનીઓ બનાવે છે.
તમે ભુલી ગયા કે શા માટે તમે રૂમમાં ગયા હતા. આ પણ એક કારણ છે.
માણસ એક એવું સસ્તન પ્રાણી છે જે શ્વાસોશ્વાસ વખતે કંઈ ગળી શકતો નથી.
એક વીજળી બોલ્ટ સૂર્યની સપાટીની ગરમી કરતા પાંચ ઘણી ગરમી પેદા કરે છે.
આપના શરીરમાં રોજ ૧૫ હઝાર રક્તકણ બને છે અને નાશ પામે છે .
એક વાયોલીનમાં આશરે ૭૦ લાકડાના ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે.
એક એવી માખી જેનું જીવન માત્ર એક જ દિવસનું છે
પારો એક એવી ધાતુ છે જે સામાન્ય વાતાવરણમાં પણ પ્રવાહી સ્વરૂપમાં રહે છે.
દરેક માણસની જીભની છાપ અલગ-અલગ હોય છે.
માણસ તેના આખા જીવન દરમ્યાન 16,000 ગેલન પાણી પીવે છે.
Telekinesis એટલે મગજ શક્તિના ઉપયોગથી વસ્તુઓને ખસેડવી
ઇલેક્ટ્રીક બલ્બનો શોધક વૈજ્ઞાનિક થોમસ એડિશન અંધારાથી ખૂબ જ ડરતો હતો!
અમેરિકન ખગોળશાસ્ત્રી એડવિન હબલના નામ પરથી ટેલિસ્કોપનું નામ હબલ રાખવામાં આવ્યું છે.
શનિ ગ્રહની ઘનતા એટલી ઓછી છે કે તે પાણીમાં પણ તરી શકે છે.
વોલ્ટાને ઈલેક્ટ્રિકલ સાયન્સના પિતામહ માનવામાં આવે છે.
આરસીડબલ્યુ સુપરનોવા ૯,૧૦૦ પ્રકાશવર્ષનું અંતર ધરાવે છે.
વીજળીના માપ માટે વપરાતો એકમ વોલ્ટ ઈટાલિયન ભૌતિકશાસ્ત્રી એલસાન્ડ્રો વોલ્ટાના નામ પરથી રાખ્યો છે.
નાસાના સ્પિત્ઝર સ્પેસ ટેલિસ્કોપ દ્વારા સુપરનોવા વિશે માહિતી મેળવી શકાઈ છે.
વિશ્વની પ્રથમ ટેસ્ટ ટયૂબ બેબીનું નામ લૂઈસ બ્રાઉન છે.
ઈ.સ. પૂર્વે ૧૮૫માં આરસીડબલ્યુ સુપરનોવા નોંધવામાં આવ્યો હતો.
જ્હોન ગ્લેન પહેલા અમેરિકન હતા જેમણે પૃથ્વીની પરિક્રમા કરી હતી.
રોમન સાહિત્યમાં પણ આરસીડબલ્યુ ઉલ્લેખ જોવા મળે છે.
આરસીડબલ્યુ સુપરનોવાને ગેસ્ટ સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
આરસીડબલ્યુ ૮૬ને એસએન ૧૮૫ સુપરનોવા તરીકે પણ ઓળખવામાં આવે છે.
સૂર્ય દસ કરોડ વર્ષમાં જેટલી ઊર્જા ઉત્પન્ન કરે છે એટલી ઊર્જા સુપરનોવાનો ધડાકો દસ સેકન્ડમાં ઉત્પન્ન કરે છે.
પ્લુટો ગ્રહનો એક દિવસ પૃથ્વીના સાત દિવસ જેટલો લાંબો હોય છે.
રશિયાના વેલેન્ટિના ટેરેશ્કોવા પ્રથમ મહિલા અવકાશયાત્રી હતા.
યુએફઓનો ઉલ્લેખ બાઈબલમાં પણ જોવા મળે છે.
એક રક્તકણનું આયુષ્ય ૧૨૦ દિવસનું હોય છે.
મલેશિયામાં અગ્નિ વરસાવનારાં વૃક્ષ જોવા મળે છે.
બુધ ગ્રહ મંગળ કરતાં ભારે છે અને પૃથ્વી જેટલું જ વજન ધરાવે છે.
સૌર મંડળમાં સૂર્યની નજીક હોવાના કારણે બુધ પર દિવસ દરમિયાન તાપમાન ૭૫૦ ડિગ્રી ફેરનહીટ સુધી પહોંચી જતું હોય છે.
સોડિયમ પાણીમાં સળગી ઊઠે છે.
દેડકાં ત્વચાની મદદથી પાણી શોષે છે. એટલે કે તેઓ પાણી પીતા નથી પરંતુ શરીરમાં પાણીનું સ્તર જાળવવા ત્વચાનો ઉપયોગ કરે છે.
અવકાશમાં પહેલો ઉંદર ૧૯૬૧માં ફ્રાન્સ દ્વારા મોકલવામાં આવ્યો હતો.
એમ્બ્યુલન્સની પહેલવહેલી ડિઝાઈન બેરોન ડોમિનિક જીન લેરી દ્વારા કરવામાં આવી હતી.
ગેસોલીન ક્યારેય ઘન સ્વરૂપમાં ફેરવાતું નથી.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.