🏠 શિવનેરી કિલ્લો 🏠
🏠 શિવનેરી કિલ્લો ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ એક કિલ્લો છે. શિવનેરીનો આ પ્રાચીન ગઢ મહારાષ્ટ્ર રાજ્યના જુન્નર ગામ નજીક, પુણે શહેર થી લગભગ ૧૦૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. ભારત સરકાર દ્વારા આ કિલ્લાને ૨૬ મે, ૧૯૦૯ના દિને રાષ્ટ્રીય રક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યું છે.
🏠 ૧૯ ફેબ્રુઆરી, ૧૬૩૦ના દિને આ કિલ્લા ખાતે શિવાજી મહારાજનો જન્મ થયો હતો. આ કિલ્લાની ચારે બાજુએ, મુશ્કેલ ચઢાણ હોવાથી, તેના પર જીત મેળવવી અત્યંત કઠીન છે. કિલ્લા પર શિવાઈ દેવીનું નાનું મંદિર તેમ જ બાળ-શિવાજી અને માતા જીજાબાઈની પ્રતિમાઓ છે. આ કિલ્લાનો આકાર ભગવાન શિવજીની પિંડી જેવો છે.
🏠 શિવનેરી કિલ્લો જુન્નર ગામમાં આવેલ છે. જુન્નર ગામમાં થી આ કિલ્લો જોઈ શકાય છે. આ ગઢ ખૂબ જ વિશાળ નથી. ઈ. સ. ૧૬૭૩ના વર્ષમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ડૉ. જ્હોન ફ્રાયરે આ કિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે પોતાની નોંધમાં, આ કિલ્લો હજાર પરિવારો માટે સાત વર્ષ ચાલી શકે, એટલી સિધા-સામગ્રી છે એમ ઉલ્લેખ કર્યો છે.
🏠 રસપ્રદ સ્થળો:-
👉 શિવાઈ માતા મંદિર: સાત દરવાજાઓ ધરાવતા આ ગઢના માર્ગમાં, આવતા પાંચમા એટલે કે સિપાઈ દરવાજો, પાર કર્યા બાદ મુખ્ય રાહ છોડી, જમણી બાજુ આગળ જતાં શિવાઈ દેવીનું મંદિર આવેલ છે. આ મંદિરની પાછળના ભાગમાં ૬ થી ૭ ગુફાઓ છે. આ ગુફાઓ રહેવા માટે અનુકૂળ નથી.
👉 અંબરખાના
👉 પાણીની ટાંકી: આ કિલ્લાના વિસ્તારમાં ગંગા, યમુના અને અન્ય નામની પાણી માટે ઘણી ટાંકીઓ છે.
👉 શિવકુંજ: શિવ જન્મસ્થાન ઈમારત
👉 કડેલોટ કડા
🚍 કેવી રીતે જશો ?
🚌 મુંબઈ થી માલસેજ માર્ગ દ્વારા: જુન્નર આવતા માલસેજ ઘાટ પાર કર્યા બાદ ૮ થી ૯ કિલોમીટર પર 'શિવનેરી ૧૯ કિ.મી.' નિર્દેશ આપતું બોર્ડ રસ્તાની એકતરફ દેખાય છે. આ માર્ગ ગણેશખીંડી થઈ શિવનેરી કિલ્લા સુધી જાય છે. આ રીતે ગઢ પર પહોંચવા માટે મુંબઇથી એક દિવસ લાગે છે.
🏠 ચિત્ર-દર્શન:-
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment